ભાજપના નરેન્દ્ર મોદીના રાજમાં 1914થી 11 વર્ષમાં 30 ત્રાસવાદી હુમલા, છતાં મોદી, શાહને શરમ નથી

24 એપ્રિલ 2025
કેન્દ્રમાં મે, ૨૦૧૪માં ભાજપની સરકાર આવી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી પણ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને નાથવામાં સફળતા મળી નથી. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ ખતમ થયો નથી અને કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ નથી. આતંકવાદીઓએ ભારતીય લશ્કર-અર્ધલશ્કરી દળોના જવાનો, પોલીસ, નાગરિકો અને હિંદુ શ્રધ્ધાળુઓને નિશાન બનાવીને સતત હુમલા કર્યા છે. ભાજપ શાસનમાં થયેલા કેટલાક મોટા આતંકવાદી હુમલાઓની વિગતો અહીં આપી છે.
૧૩ ઓગસ્ટ ૨૦૧૪ : નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી જમ્મુ અને કાશ્મીરની પહેલી યાત્રા પહેલાં પુલવામામાં થયેલા હુમલામાં ઉનાં મોત થયાં હતાં.
૨૭ નવેમ્બર ૨૦૧૪ : કાશ્મીરના અ નયામાં લશ્કર તઈબા દ્વારા કરાયેલા આત્મઘાતી હુમલામાં ૧૦ લોકોનાં મોત થયાં હતાં.
૫ ડીસેમ્બર ૨૦૧૪ : ઉરીમાં ઈન્ડિયન આર્મીના જવાનોના કાફલા પરના આત્મઘાતી હુમલામાં ૧૭ જવાન શહીદ થયા હતા.
૨૦ માર્ચે, ૨૦૧૫ : કઠુઆ પોલીસ સ્ટેશન પર થયેલા હુમલામાં આઠ લોકોનાં મોત થયાં.
૬ એપ્રિલ ૨૦૧૫ : શોપિયાં જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં ૩ લોકોનાં મોત.
૨ જાન્યુઆરી ૨૦૧૬ : પઠાણકોટ એરબેઝ પર લશ્કરે તઈબાએ કરેલા હુમલામાં ૧૨નાં મોત.
મોત ૧૭ ઓગસ્ટ ૨૦૧૬ : બારામુલ્લામાં આર્મીના કાફલા પર હુમલામાં ૩નાં મોત.
૧૯ સપ્ટેમ્બર ૨૦૧૬ : ઉરીમાં ઈન્ડિયન આર્મીના કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલામાં ૨૪નાં મોત
૨૯ નવેમ્બર ૨૦૧૬ : નાગરોટામાં લશ્કરી જવાનો પર થયેલા હુમલામાં ૭નાં મોત
૨૩ ફેબ્રુઆરી ૨૦૧૭ : શોપિયાન જિલ્લામાં પેટ્રોલ પાર્ટી પર હુમલામાં ૪નાં મોત
૧ મે ૨૦૧૭ : કુલગામમાં બેંક વાન પર હુમલામાં ૭નાં મોત.
૧૬ જૂન ૨૦૧૭ : અનંતનાગમાં ઈન્ડિયન આર્મીના કાફલા પર લશ્કરે.
તઈબા દ્વારા કરાયેલા હુમલામાં ૬નાં મોત
૧૦ જુલાઈ ૨૦૧૭ : અમરનાથ જઈ રહેલા યાત્રાળુઓ પર થયેલા હુમલામાં ૮નાં મોત.
૨૬ ઓગસ્ટ ૨૦૧૭ : પુલવામામાં સલામતી દળો પરના આત્મઘાતી હુમલામાં ૮નાં મોત.
૨૧ સપ્ટેમ્બર ૨૦૧૭ : હિઝબુલ મુઝાહિદ્દીને પીડીપીના નેતા નઈમ અખ્તરની હત્યાના કરેલા પ્રયાસમાં ૩નાં મોત.
૬ જાન્યુઆરી ૨૦૧૮ : સોપોરમાં આઈઈડી બ્લાસ્ટમાં ૪નાં મોત.
૧૦ ફેબ્રુઆરી ૨૦૧૮ : પીપલ્સ એન્ટિ-ફાસિસ્ટ ફ્રન્ટના સુંજુવન મિલિટરી -સ્ટેશન પરના હુમલામાં ૯નાં મોત.
૨૯ ઓગસ્ટ ૨૦૧૮ : શોપિયાન જિલ્લાના અરહામામાં આતંકી હુમલામાં ૪નાં મોત.
૨૧ ઓક્ટોબર ૨૦૧૮ : કુલગામ જિલ્લાના લારૂ ગામમાં થયેલા આતંકી હુમલામાં ૧૫ની હત્યા.
૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ : જૈશે મહમમ્દ દ્વારા પુલવામામાં ભારતીય જવાનો પર કરાયેલા હુમલામાં ૪૧ જવાન શહીદ.
૧૨ જૂન ૨૦૧૯ : અનંતનાગમાં સ્કૂલમાં ભરાયેલા અલ-ઉમર-મુજાહિદ્દીનના આતંકવાદીઓ સાથેની સલામતી દળોની અથડામણમાં પનાં મોત.
૨૯ ઓક્ટોબર ૨૦૧૯ : બંગાળી કામદારો પર હુમલામાં પનાં મોત.
૪ મે ૨૦૨૦ : સીઆરપીએફ પેટ્રોલ પાર્ટી પર હુમલામાં સીઆરપીએફના ૪ જવાન શહીદ.
૮ જુલાઈ ૨૦૨૦ : ભાજપના નેતા વવસિમ અહમદ બારી સહિત ૩ની હત્યા.
૨૯ ઓક્ટોબર ૨૦૨૦ : ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા ભાજપના ૩ કાર્યકરોની હત્યા.
૧૨ ડીસેમ્બર ૨૦૨૧ : શ્રીનગરમાં જૈશ-એ-મહંમદના આતંકવાદીઓએ પોલીસના વાહન પર કરેલા હુમલામાં પનાં મોત
૧૧ ઓગસ્ટ ૨૦૨૨ : પીપલ્સ એન્ટિ-ફાસિસ્ટ ફ્રન્ટ દ્વારા રાજૌરીમાં સુસાઈડ એટેકમાં પનાં મોત
૧ જાન્યુઆરી ૨૦૨૩ : રાજૌરીના બજારમાં કરાયેલા હુમલામાં ૪ નાગરિકોની હત્યા
૨૦ એપ્રિલ ૨૦૨૩ : પીપલ્સ એન્ટિ-ફાસિસ્ટ ફ્રન્ટ નામના સંગઠને કરેલા હુમલામાં પનાં મોત
૩ મે ૨૦૨૩ : રાજૌરીમાં પીપલ્સ એન્ટિ-ફાસિસ્ટ ફ્રન્ટે કરેલા આઈઈડી બ્લાસ્ટમાં પનાં મોત
૨૧ ડીસેમ્બર ૨૦૨૩ : લશ્કરી જવોનાના કાફલા પર કરાયેલા હુમલામાં પનાં મોત
૯ જૂન ૨૦૨૪ : ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા કરાયેલા હુમલામાં ૯નાં મોત.
૯ જુલાઈ ૨૦૨૪ : કઠુઆમાં આર્મીના કાફલા પર કરાયેલા હુમલામાં પનાં મોત.
૪ નવેમ્બર ૨૦૨૪ : શ્રીનગરના લાલ ચોકમાં લશ્કરે તઈબા દ્વારા કરાયેલા ગ્રેનેડ હુમલામાં કોઈ મોત નહીં પણ ૧૨ ઘાયલ, લાલ ચોકમાં વરસો પછી હુમલો થયો.
૨૨ એપ્રિલ ૨૦૨૫ : પહલગામમાં આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા કરાયેલા હુમલામાં ૨૮નાં મોત.

ઢોંગી રાષ્ટ્રવાદી ભાજપની મોદી અને રૂપાણીની સરકાર, મુંબઈ હુમલામાં કસાબને ફાંસી આપી પણ સહિદ થયેલા ખલાસીઓને વળતર આપાયું નહીં

ઢોંગી રાષ્ટ્રવાદી ભાજપની મોદી અને રૂપાણીની સરકાર, મુંબઈ હુમલામાં કસાબને ફાંસી આપી પણ સહિદ થયેલા ખલાસીઓને હજું વળતર આપાયું નથી

ગુજરાત આંતરરાષ્ટ્રીય જળ સીમા પર છીંડા

ગુજરાત આંતરરાષ્ટ્રીય જળ સીમા પર છીંડા