સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટ માટે રૂ.૩૭ કરોડ અને ગરૂડેશ્વર વીયર માટે રૂ.૨૪૭ કરોડની જોગવાઇ કરી છે. ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા માઇનોર-સબમાઇનોર કેનાલનું નેટવર્ક ગોઠવવા રૂા. ૨૭૪૪.૨૬ કરોડ ફાળવાયા છે. પણ ગરીબોને ઘર મળે તે માટે બહું ઓછા નાણાં આપવામાં આવ્યા છે.
ખેડૂતોની જમીન સંપાદન કર્યા વિના ૧.૮૮ લાખ હેક્ટર પિયત વિસ્તાર વિકસીત કરવા માટે ભૂગર્ભ પાઇપ લાઇન માટે રૂા.૧૦૦૪.૩૧ કરોડની જોગવાઇ કરી છે. માર્ચ-૧૯ સુધી ૨૯,૨૩૧ કિ.મી. પ્ર-પ્રશાખા પાઇપલાઇનની કામગીરી પૂર્ણ કરી છે.
‘‘હર ખેત કો પાની’’ યોજના હેઠળ રૂા.૧૫૧૧ કરોડની કેન્દ્રીય સહાય તથા લોન્ગટર્મ ઇરીગેશન ફંડ હેઠળ રૂા.૮૯૭.૭૬ કરોડની લોન મળશે.
રાજ્યના ૮,૯૯૧ ગામ, ૧૬૫ શહેરોને ઘરવપરાશનું પાણી તથા વડોદરા-અમદાવાદ મહાનગરપાલિકા અને ભરૂચ-કપડવંજ થરાદ નગરપાલિકાને પાણી પુરૂ પડાય છે.
સરદાર સરોવર યોજના થકી ૧૮.૪૫ લાખ હેક્ટર પિયત વિસ્તારમાં વાર્ષિક ૧૭.૯૨ લાખ હેકટરમાં સિંચાઇની જોગવાઇ.