[:gj]વ્યાપક ફરિયાદો બાદ જમીન રિસર્વેની કામગીરીમાં પ્રૉમોગેશન સ્થગીત કરવાનો નિર્ણય કરતી સરકાર[:]

[:gj]સમગ્ર રાજ્યમાં જમીન માપણી નો મુદ્દો વિવાદિત બનતા રાજ્ય સરકારે કરેલા પ્રોમોગેશન ઓર્ડરો સ્થગિત કરવાની ફરજ પડી છે. ખેડૂતો અને જમીન ખાતેદારો તેમજ ધારાસભ્યોની વ્યાપક રજૂઆતો બાદ સરકારે આ નિર્ણય કરવો પડ્યો છે. તો બીજી તરફ ખેડૂતોના ખાતા અનલોક કરવાની ફરજ પડી છે. આજે પ્રધાન મંંડળની કેબિનેટ બેઠકમાં આ અંગે લેવાયેલા નિર્ણય ની માહિતી આપતા મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ એ જણાવ્યું હતું કે, ખેતીની જમીન રીસર્વેની જે હાલ કામગીરી ચાલુ છે તેમાં ખેડૂત આગેવાનો, ધારાસભ્યો, અને ગ્રામજનોએ રી સર્વે ના મુદ્દે મુખ્યમંત્રી સમક્ષ કેટલીક ફરિયાદો કરી હતી. જેના પગલે આજે કેબિનેટ બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે. કે રાજ્યમાં ચાલતા માપણી પ્રોજેક્ટ હેઠળ જે ગામની જમીનનું રી સર્વે થયું છે. અને પ્રૉમોગેશન બાકી છે. તેવા ગામના પ્રૉમોગેશન સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે .અને ખેડૂત ખાતેદારો તરફથી પ્રૉમોગેશન પછી આવેલા વાધા અંગેની રજૂઆતો નો નિકાલ પણ ખેડૂત ને સાથે રાખી ને કરવામાં આવશે. આ ઉપરાંત રીસર્વેની કામગીરીમાં ભૂલ ભરેલી માપણી કરવામાં આવી હશે. તો તેવા કિસ્સામાં સંબંધિત એજન્સી વિરુદ્ધ સરકાર કડક પગલાં લેશે. તેમ મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું. જમીન માપણી બાબતે ખેડુત હીત રક્ષક સમિતિની સતત 5 વર્ષની લડતથી સરકાર સફાળી જાગી છે.

એક વર્ષ પહેલા મુખ્યમંત્રી એ સ્વીકારવું પડ્યું કે હા ભૂલો થઈ છે અમે સ્વીકારીએ છીએ. સરકારના અનેક મીડિયા પ્રતિનિધિઓએ અનેકવાર સ્વીકાર્યુ કે હા આ કૌભાંડ થયુ છે.

નાયબ મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રીએ પ્રેસ કોનફરન્સ દ્વારા સ્વીકારવુ પડ્યું કે ભૂલો થઈ છે અમે સુધારવા પ્રયત્ન કરીશું. સરકારે આ બાબતે નાયબ મુખ્યમંત્રી અને બીજા 3 કેબિનેટ મંત્રીઓની સમિતિ બનાવવી પડી છે.

મહેસુલ મંત્રીએ 6000 ગામોમાં જમીન માપણીની કામગીરી સ્થગિત કરવાનો, ખોટી માપણી કરનાર કંપની સામે પગલાં લેવાનો નિર્ણય જાહેર કર્યો છે*

ખેડૂતોએ આ નિર્ણયથી હરખવાનો સમય નથી કેમકે 12220 ગામોમાં જ્યાં પ્રમોલગેસન થઈ ગયું છે ત્યાં તો હજુ ઠેર ના ઠેર જ છીએ. ખેડુતોએ વધારે સંગઠિત થઈ, વધારે જોમ જુસ્સાથી લડવું પડશે. આ લડત પાલભાઈ આંબલિયા, ગિરધારભાઈ વાઘેલા કે ખેડુત હીત રક્ષક સમિતિની ટિમની….. એકલાની નથી. આ લડત ગુજરાતના 54 લાખ ખેડુત પરિવારની છે. 1 કરોડ 25 લાખ ખેતીના સર્વે નંબર ધારક ની છે. ગુજરાતમાં ખેડૂતો માટે નિઃસ્વાર્થ ભાવે કામ કરતા 50 થી વધારે ખેડુત સંગઠનોની છે.
ખેડુત હીત રક્ષક સમિતિની ટીમે આ મુદે લડત કરી, સરકાર સામે સીંગળા ભરાવ્યાં છે પણ ખેડુત હીત રક્ષક સમિતિ ઈચ્છી રહી છે કે ગુજરાતના તમામ ખેડુત સંગઠનો અને ગુજરાતના એક એક ખેડૂતોનો સાથ સહકાર અમને જોઈએ છે અને અમને પૂરો વિશ્વાસ છે કે ખેડૂતના હીત ની સૌથી મોટી આ લડતમાં ગુજરાતના ખેડૂતો અને ખેડુત સંગઠનો સાથ સહકાર આપશે જ તેમ પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું.

સરકારે આખરે ભૂલ સ્વીકારી, ખેડૂતોને હવે જમીનમાં ન્યાય મળશે

જમીન માપણી કરનાર એજન્સીની નિષ્કાળજીને કારણે ખેતીની જમીનની રી-સર્વેની માપણીમાં ક્ષતિઓ જણાયેલી છે તેવા કિસ્સામાં સંબંધિત માપણી કરનાર એજન્સીઓ સામે રાજ્ય સરકાર કડકમાં કડક પગલાં ભરશે. એવું પ્રથમ વખત મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જાહેર કરતાં ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં ચાલતાં ખેતીની જમીનની રી-સર્વે અને પ્રમોલગેશનના પ્રોજેક્ટમાં જે ગામોમાં ખેતીની જમીનની માપણી પુરી થયેલી છે અને હજુ સુધી પ્રમોલગેશન થયેલ નથી તેવા ગામોનું અત્યારે પ્રમોલગેશન સ્થગિત કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. રી-સર્વે માપણીમાં પ્રમોલગેશનની નોટીસ ઈસ્યુ થવાને કારણે ઈ-ધરામાં હક્કપત્રકે ફેરફાર નોંધ પડતી ન હતી એટલે કે લોક થઈ જતી હતી તે હવે લોક દુર કરી હક્કપત્રકે નોંધ પાડી ફેરફારો કરવાની કામગીરી ચાલુ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.
મહેસૂલ પ્રધાન કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે, ખેતીની જમીનની માપણીમાં પ્રમોલગેશન પછી ખેડૂતોની વાંધા અરજીના નિકાલ માટે ખેડૂતોને સાથે રાખી પારદર્શી રીતે ચોક્કસાઈથી અને ખેડૂતોને સંતોષ થાય તે રીતે પુનઃ માપણી કરી વાંધા અરજીનો નિકાલ કરવા ખેતીની જમીનના રેકર્ડ જાળવણી અને માલિકી હક્કો માટે મહત્વનો નિર્ણય કર્યો છે.
ખરેખર શું સ્થિતી છે
જમીન પુનઃ માપણીમાં ખેડૂતોની જમીનોના 80 ટકા સરવે નંબરની માપણી ખોટી થઇ હોવાનો આરોપ ખેડૂતોએ અનેક જગ્યાએ મૂકેલો છે. છતાં પોતાની સરકાર ભૂલ સ્વીકારવા તૈયાર ન હતી. રાજ્ય સરકારના મોજણી અધિકારીઓએ મહેસૂલ વિભાગને અહેવાલ આપ્યો છે કે, મોજણી ખોટો થઈ છે. લોકો ફરિયાદ કરે છે કે 80 ટકા નકશા ખોટા છે. ડીફરન્સીયલ ગ્લોબલ પોઝીશનીંગ સિસ્ટમ મુજબના અક્ષાંશ-રેખાંશ માટે 1.70 લાખ બેન્ચ માર્ક ઉભા કરાયા છે. તો 80 ટકા નકશા ખોટા કેમ છે તે એક સવાલ છે. હજારો ગામોમાં ખેડૂતો આવેદન આપી રહ્યાં છે કે તેમની જમીનની મોજણી ખોટી થઈ છે. ફરીથી કરો. મહેસૂલ પ્રધાન વારંવાર કહે છે કે મોજણી બરાબર થઈ છે. તો શું આ હજારો ખેડૂતો ખોટા છે ?
સવા કરોડ ખેતર બરબાદ, ભ્રષ્ટાચાર કેટલો
રાજ્યમાં ખેતીની જમીનના સવા કરોડથી વધુ સર્વે નંબરો છે અને એકેય ખેતરોની જમીન માપણી સાચી રીતે થઇ નથી. IICT ટેકનોલોજી નામની હૈદરાબાદ ખાનગી એજન્સી દ્વારા ખેતરોમાં જઈને કામગીરી કરવાના બદલે સેટેલાઈટની મદદથી માપણીની કામગીરી પૂર્ણ કરી લીધી છે. આ એજન્સી દક્ષિણ ભારતના ભાજપના ટોચના નેતાના મળતિયાની હોવાનું કહેવાય છે. એજન્સી દક્ષિણ ભારતના ભાજપના ટોચના નેતાના મળતિયાની હોવાનું કહેવાય છે. સરકારી અધિકારીઓને પણ કામગીરીની પુરતી ચકાસણી વગર જ કામગીરી પૂર્ણ થયાના પ્રમાણપત્રો કંપનીને આપી દીધા છે. જમીન માપણી માટેના પ્રોજેક્ટ પાછળ સરકાર રૂ.800થી રૂ.1200 કરોડનો તોતીંગ ખર્ચ કરી રહી
ગૌચરો ગુમ, માફિયાઓને ફાયદો
ગામના ગૌચર ગાયબ થઇ ગયા હોવા છતાં પણ કંપની સામે કોઇ પગલાં ભાજપના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે લીધા નથી. એટલું જ નહીં રાજ્ય સરકાર પોતે ભાજપના નેતા સાથે જોડાયેલી આ કંપનીનું કૌભાંડ છાવરવા માટે પ્રજાના પૈસે, સરકારના ખર્ચે વાંધા અરજીઓ લઈને સરવે કરાવી રહી છે. ખરેખર તો તે કંપની પાસેથી વસૂલ કરવી જોઈતી હતી. પણ આ પ્રોજેક્ટ સરકારને પાંચ હજાર કરોડથી વધારેમાં પડશે. કારણ કે સમગ્ર રાજ્યમાં ફરીથી મોજણી કરવી પડશે.
કરાર પ્રમાણે પુનઃ માપણી કરવી પડે
ગુજરાત સરકાર અને કંપની વચ્ચે થયેલા કરાર મુજબ 50% કરતા વધારે જમીન માપણીમાં ભૂલો નીકળે તો જે તે ગામની કે જિલ્લાની જમીન માપણી સંપૂર્ણ રદ્દ કરીને ફરીથી જમીન માપણી કરવી જોઈએ. આવો લેખિતમાં કરાર હોવા છતાં તે અંગે કોઈ પગલાં સરકારે આજ સુધી લીધા નથી તેથી મહેસૂલ પ્રધાન તરફ શંકાની સોય તાકવામાં આવી રહી છે.
મોજણી થઈ જ નથી.
ગુજરાતના 18 હજાર 47 ગામોમાંથી હાલ સુધીમાં 18 હજાર 34ની માપણી પૂર્ણ થઈ છે. 12 હજારથી વધુ ગામોનું પ્રમોલગેશન પૂર્ણ થયું છે.
23 નિશાની ભૂલાઈ
જમીન માપણીમાં રહી ગયેલી ભૂલો જેવી કે તૈયાર થયેલા ગામના નકશના હાર્દ સમાન વિવિધ 23 નિશાનીઓ વાળા અનુશ્રુતિમાં જ ભૂલો, ગાડા મારગ, રોડ રસ્તા ગાયબ, ગામના ખરબા, ગૌચર ગાયબ, કેટલાક ખેડૂતોની જમીનમાં વધારો તો કેટલાક ખેડૂતોની જમીનમાં ઘટાડો, કેટલાક ખેડૂતોની જમીન તો ગામના નકશામાંથી સમૂળગી ગાયબ જ થઈ ગઈ, ઉત્તર દક્ષિણ લાંબા ખેતર હતા એને પૂર્વ પશ્ચિમ લાંબા કરી દીધા, ખેતર જ્યાં હતું ત્યાંથી 2 – 5 ખેતર આગળ પાછળ કરી દીધા હતા. આવી અનેક ભૂલોના કારણે ભવિષ્યમાં ખેડૂત ખેડૂત વચ્ચે ભાઈ ભાઈ વચ્ચે વેરઝેર ઉભા થાય, ખૂન ખરાબા થાય એવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. ખેતરની ચતુર્થ દિશા કરતા નકશામાં દિશા જુદી દર્શાવેલ હોય છે.
ગુજરાત દાવો સરકારે અગાઉ કર્યો હતો કે, દેશભરમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે જેણે પારદર્શીતા અને નિર્ણાયક્તાથી જમીન રી સરવેની કામગીરી આરંભી હતી. એટલું જ નહીં ખાતેદારોના હિત પ્રત્યે પૂર્ણસંવેદનશીલતા દાખવીને આ કામગીરી સફળતાથી હાથ ધરાઇ છે. જમીન રી-સરવેની કામગીરી પારદર્શી રીતે અને ભૂલો વગરની થાય તે માટે રાજ્ય સરકારે પૂરી તકેદારી રાખી છે અને એટલે જ ગુજરાતની શ્રેષ્ઠ કામગીરીને કેન્દ્ર સરકારે બિરદાવી છે અને ગુજરાતની આ કામગીરીથી અન્ય રાજ્યો માર્ગદર્શન મેળવી રહયા છે. આ કામગીરીના દરેક તબક્કે ગુણવત્તા જળવાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે, અને કરારમાં પેનલ્ટી અંગે વિગતવાર જોગવાઇ પણ રખાઇ છે
ગુજરાત રાજ્યમાં જમીનોની રી સરવે કામગીરી સને 2009-10થી શરુ કરી તબક્કાવાર તમામ 33 જિલ્લામાં આ કામગીરી આવરી લેવામાં આવેલી છે.
કેન્દ્ર પુરસ્ક્રુત યોજના ડીજીટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ મોર્ડ્નાઇઝેશન પ્રોગ્રામ ડી.આઇ.એલ.આર.એમ.પી. હેઠળ ગુજરાત રાજ્યે ખેડુત ખાતેદારોના જમીન રેકર્ડ સુસ્પષ્ટ અને સ્થળ સ્થિતી તથા કબજા મુજબ તૈયાર થાય તે સારૂ સમગ્ર દેશમાં આ કામગીરીની પહેલ કરી છે. રાજય સરકાર દ્વારા હાથ ધરાયેલ ઇલેકટ્રોનિક ટોટલ સ્ટેશન (ડીજીપીએસ) સીસ્ટમ અંતર્ગત સેટેલાઇટ દ્વારા જમીન રી સર્વની કામગીરી છે.
નવા તૈયાર થયેલા રેકર્ડને પણ નિયમાનુસાર વિગતવાર ચકાસણી જિલ્લા જમીન દફ્તર નિરીક્ષક કચેરી, મામલતદાર કચેરી અને તલાટી કચેરી દ્વારા કર્યા પછી નાયબ કલેકટર દ્વારા એક માસની જાહેર નોટીસ પ્રસિધ્ધ કરી ફરીથી દરેક ખાતેદારને વાંધા રજુ કરવાની તક આપી મુદત પુરી થયા પછી પ્રમાણિત એટલે કે પ્રમોલગેશન કરવામાં આવે છે.
પ્રમોલગેશન થયા તારીખથી બે વર્ષ સુધીના સમયગાળા માટે માત્ર સાદી અરજી કરી અને કોઇપણ માપણી ફી ભર્યા વગર દાદ મેળવી શકે તેમ મહેસુલ વિભાગે ઠરાવ કરેલ છે. આવા કિસ્સામાં અપીલ કરવાની કાયદાકીય જોગવાઇ સામે સાદી અરજીથી ખેડૂત વાંધો લઇ શકે છે.
.
ગુજરાતમાં 18,047 ગામોમાંથી હાલ પ્રથમ તબક્કામાં 18034 ગામોની માપણી પૂર્ણ કરવામાં આવી છે તથા 12,102 ગામોનું પ્રમોલગેશન પણ કરવામાં આવ્યું છે. પ્રમોલગેશન પછી આવેલી વાંધા અરજીઓનો ઝડપથી નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે.
કડક નિયમો ન બનાવાયા
ખાનગી એજન્સીને કામગીરી સોંપતા અગાઉ કડક નિયમો અને તેની અમલવારી અંગે આયોજન જ ગોઠવવામાં આવ્યું ન હતું. ઉપરાંત ફીકસ દિવસોમાં ચોકકસ ગામોની જમીન માપણી પૂરી કરવાનો એજન્સીને ટાર્ગટ આપવામાં આવ્યો હોવાથી જમીન માપણી જેવી ગંભીર કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી રહ્યાની ફરિયાદો વધી રહી છે.

ક્યાં શું થયું, કેવો વિરોધ થયો
2010 થી 2016ના ગાળામાં ગુજરાતના 1 કરોડ 25 લાખ સર્વે નંબરની સેટેલાઇટ દ્વારા જમીન માપણી કરવામાં આવી હતી. તેમાં મોટાપાયે માપણીમાં ભૂલો રહી હતી. ખેડૂત હીત રક્ષક સમિતિની સતત લડતના કારણે અત્યારે સરકારે એટલી તૈયારી બતાવી છે કે દરેક જિલ્લામાં એક ગામ પસંદ કરી ખેડૂતોને સાથે રાખી તેની ફરીથી જમીન માપણી કરવામાં આવે અને અગાઉ આઈઆઈસી હૈદરાબાદ કંપની દ્વારા થયેલી માપણી સાથે સરખાવવામાં આવે અને કેટલી અને કેવી કેવી ભૂલો રહી ગઈ છે તે બાબતોનો અભ્યાસ કરવામાં આવે જેથી વાસ્તવિકતા સામે આવે નોંધનીય બાબત એ છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાનું સામોર ગામ પસંદ કરવામાં આવ્યું હતું. સામોર ગામના તમામ સર્વે નંબર ફરીથી માપવામાં આવશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આઈ આઈ સી હૈદરાબાદ નામની ખાનગી કંપનીને સેટેલાઇટથી જમીન માપણી કરવાની કામગીરી સોંપવામાં આવી હતી આ ખાનગી કંપનીએ જિલ્લાના એસએલઆર અને ડીઆઈએલઆર કચેરી સાથેની મિલી ભગતથી આડેધડ માપણી કરી જિલ્લાના નકશા બગાડી નાખ્યા હતા. જમીન માપણી બાબતે સરકાર અને ખાનગી કંપની વચ્ચે થયેલા કરારો અને આ યોજનાના સરકારે બનાવેલા નિયમોનો છડેચોક ઉલાળીયો કરી સાવ ખોટી રીતે જમીન માપણી કરી સરકારને કંપનીએ દસ્તાવેજો આપ્યા હતા. સરકારના તલાટી મંત્રીથી લઈ SLR, DILR, મામલતદાર, પ્રાંત અને કલેક્ટર કચેરીઓએ પણ તેનું ક્રોસ વેરીફીકેશન કરવાનું હતું. આ ઉપરાંત વીપ્રો જેવી સંસ્થાઓને થર્ડ પાર્ટી ઈન્સ્પેક્સનની જવાબદારી આપવામાં આવી હતી. આટલા કર્મચારીઓ, અધિકારીઓ વેરિફિકેશન કરે, થર્ડ પાર્ટી ઈન્સ્પેક્સન કરે તેમ છતાં સો એ સો ટકા ભૂલો વાળા જમીનના દસ્તાવેજો તૈયાર થાય તો શંકા એ થાય છે કે આ કર્મચારીઓ, અધિકારીઓની મિલીભગત હશે કે મજબૂરીએ ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ન હતો.
ગાંધીનગર : ગાંધીનગર અને ડાંગ જિલ્લામાં 31 ડિસેમ્બર 2017ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં જમીન રી-સર્વેની કામગીરીમાં માપણી રેકર્ડમાં ક્ષતિઓ અંગેની અનુક્રમે 4,122 ફરિયાદો મળી હતી.
બનાસકાંઠા : બનાસકાંઠામાં 30,000 ખેડૂતો સરકારની ભૂલનો ભોગ બન્યા છે.
જામનગર : જામનગર જિલ્લાના 1,50,000 કરતાં વધારે સર્વે નંબર છે ને એ તમામ સર્વે નંબરની હાલત ભુલ ભરેલી છે જામનગર જિલ્લાઓ આ યોજનાનો પાઇલટ પ્રાેજેકટ હતો અખતરાઓ કરવામાં ને કરવામાં આખા જિલ્લાના બધા જ 1,53,000 જેટલા સર્વે નંબરમાં ભુલો હોય 1,53,000 ખેડૂતો પાસેથી વાંધા અરજીઓ કે ભુલ સુધારણા અરજીઓ મંગવવાને બદલે જમીન માપણી રદ કરી ફરથી જમીન માપણી કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
અમદાવાદ : અમદાવાદ જિલ્લામાં જ 992 વાંધા અરજીઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જમીન માપણી સામે ઉઠી રહેલી ફરિયાદને પગલે અમદાવાદ લેન્ડ રેકર્ડ કચેરી પાસે માહિતી અધિકાર કાયદા અંતર્ગત વાંધા રજિસ્ટરની વિગતો મંગાઈ હતી. જેમાં સનાથલ ગામ, ધંધુકામાંથી 44, સાણંદમાંથી 87, દસક્રોઈમાંથી 174, વિરમગામમાંથી 118, ધોળકામાંથી 135, દેત્રોજમાંથી 140 અને બાવળામાંથી 294 મોળી કુલ 992 વાંધા અરજીઓ મળી છે.
પ્રતિપક્ષનો આરોપ
યુપીએની સરકારે જમીન માપણી અને રેકર્ડ સુધારણા યોજના માટે રૂ.2100 કરોડ મંજૂર કર્યા હતા. આ યોજના અંતર્ગત ગુજરાતમાં જમીન માપણીમાં ગંભીર ગેરરીતિઓને કારણે ખેતી, ગામતળ, તળાવો, કાચા-પાકા રસ્તાઓ, ગૌચરો, સરકારી પડતર સહિતની જમીનોનું દાયકાઓ પહેલા ખૂબ જ ચોકસાઈથી બતાવેલું રેકોર્ડ ખાનગી સર્વે કંપનીઓએ જૂનું રેકર્ડ રફે-દફે કરી નાંખ્યું છે. નવી માપણી રદ કરીને માપણી કરનારી એજન્સીઓ તથા તેમના બિલો મંજૂર કરનારા સામે ગુનો દાખલ કરીને પગલાં લેવાની કોંગ્રેસે માગણી કરી હતી. જામનગર સહિત ત્રણ જિલ્લાની પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામગીરી શરૂ થઈ ત્યારે વિધાનસભામાં રજૂઆત થઈ હતી કે ખાનગી માપણી એજન્સીઓએ કરેલી પુન: માપણીમાં એક ખેડૂતનું ખેતર બીજા ખેડૂતના હદમાં બતાવવું, રસ્તાઓ, મકાનો અદૃશ્ય કરી દેવા, ગામના નકશામાં ખેતરનું લોકેશન ફરી જવું જેવી ગંભીર ક્ષતિઓ થઈ હોવાનું જણાવી ભવિષ્યમાં ગામડાઓમાં ભાઈઓ-ભાઈઓ વચ્ચે વેરઝેર ઊભા થશે તેવી ચેતવણી આપીને બિનઅનુભવી રાજ્ય બહારની એજન્સીઓ પાસેથી આવું સંવેદનશીલ કામ પરત લઈ લેવા અને સરકારી સર્વેયરો પાસે સમગ્ર ગુજરાતમાં માપણી કરાવવા માગણી કરી હતી, પરંતુ ભાજપની સરકારે ભ્રષ્ટાચારમાં ભાગીદારી કરવાના ઇરાદે સમગ્ર રાજ્યમાં રૂ.2100 કરોડના ખર્ચે આવી કંપનીઓ પાસે માપણીઓ કરાવીને તેના આધારે નવા લેન્ડ રેકોર્ડ બનાવીને જમીન રેકોર્ડસના પ્રોમ્યુલગેશન પણ મંજૂર કરી દીધાં અને એજન્સીઓને રૂ.2100 કરોડની ચુકવણી પણ કરી દીધી છે.[:]