ગુજરાત રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં 2 સપ્ટેમ્બર 2020એ નિર્ણય લીધો છે કે, ભારે વરસાદને કારણે જે ખેડૂતોને પોતાના ખેતી પાકોનું નૂકશાન થયું છે તેમને રાજ્ય સરકાર SDRFના ધોરણે સહાય ચૂકવાશે. આગામી 15 દિવસોમાં નૂકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાશે.
કોંગ્રેસના અને ભાજપના ધારાસભ્યો, સાંસદો, આગેવાનોએ ચાલુ વર્ષ ખરીફ ઋતુમાં ખેતી પાકોને થયેલા નૂકશાનમાં ખેડૂતોને સહાય રૂપ થવા સરકારમાં રજુઆતો કરીને રૂપાણી પર દબાણ લાવ્યા બાદ નિર્ણય લેવાની ફરજ પડી છે. ખેડૂતોના કહેવાથી નિર્ણય કર્યો નથી.
ખેડૂતોને 33 ટકાથી વધુ નૂકશાન થયું છે તેવા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. જે ખેતરોમાં વરસાદી પાણી ઓસરી ગયા છે તે ખેતરોમાં સર્વે કામગીરી ચાલુ છે. જે ખેતરોમાં હજુ પાણી ભરાયેલા છે ત્યાં પાણી ઉતરી ગયા પછી આવી સરવે કામગીરી શરૂ કરાશે.
વ્યાપક વર્ષાથી આફત સર્જાયેલી છે. કૃષિ મંત્રી રણછોડ ફળદુએ જણાવ્યું હતું કે આ વર્ષે મોસમનો સરેરાશ અંદાજે 125 ટકાથી વરસાદ રાજ્યમાં વરસ્યો છે. 33 ટકા પાકને નુકસાન થયું હશે તો વળતર અપાશે.
સરકાર પાસે આ પ્રશ્નોનો જવાબ નથી
- ખેતરોમાં 10થી 30 દિવસ સુધી પાણી ભરાઈ રહેવાથી રાજ્યના 50 ટકા પાકમાં નુકસાન થયું છે, સૂકાઈ ગયો છે. તેને વળતર મળશે?
- 50 ટકા બિયારણ નિષ્ફળ ગયું છે તો રૂ.5 હજાર કરોડનું બિયારણમાં રાહત આપશે?
- ખાતર, દવા, મજૂરી, સિંચાઈ, વીજળીનું રૂ.10થી 15 હજાર કરોડનું નુકસાન થયું છે, તેનું વળતર 20 લાખ ખેડૂત ખાતેદારને આપશે ?
- નર્મદાનું પાણી 18 લાખ હેક્ટરમાં આપીને ખેડૂતોને પાણીનું વળતર આપશે ?
- 33 ટકા નુકસાન એટલે કયું નુકસાન ? પૂર, પાણી કે ખેતર ધોવાણનું નુકસાન ?