લોકડાઉનની સ્થિતીમાં રાજ્યની 4.43 લાખ વિધવાઓને આર્થિક સહાય માટે એપ્રિલ-મે-2020 એમ બે મહિના માટે પ્રતિમાસ રૂ.500 પ્રમાણે રૂ.1000ની એકસગ્રેશિયા વધારાની સહાય સકાર આપશે.
રાજ્યમાં BPL –ગરીબી રેખા નીચેની ૯૭૪૭૪ અને ગરીબ સિવાયની ૩.૪૬ લાખ બહેનોને ભારત સરકારના ધોરણે જ એટલે કે એપ્રિલ-મે માસ માટે પ્રતિમાસ રૂ. પ૦૦ પ્રમાણે રૂ. ૧૦૦૦ એકસગ્રેશિયા વધારાની સહાય રાજ્ય સરકાર આપશે.
વધારાના રૂ. ૩૪.૬૪ કરોડ અપાશે. રા કેન્દ્ર સરકારના કુલ રૂ. ૯ કરોડ ૭૪ લાખ અને રાજ્ય સરકારના રૂ. ૩૪.૬૪ કરોડ મળીને સમગ્રતયા રૂ. ૪૪ કરોડ ૩૯ લાખની સહાય તેમના જીવનનિર્વાહની સરળતા માટે મળશે.
રાજ્યના આવા ઊદ્યોગ, વેપારી એકમો, કોન્ટ્રાકટર્સ કારખાના ધારકોને તેમના કર્મચારીઓના પગાર ચૂકવવા સહિતની બાબતો માટે જિલ્લા કક્ષાએથી ૧૦૩પ૮ કોલ્સ ૧૮૦૦૦થી વધુ ઇમેઇલ અને વોટ્સેપ કરવામાં આવ્યા છે. ર૦ર૧૪ એકમોએ તેમના કુલ ૭ લાખ ૩૮ હજાર જેટલા કામદારો-કર્મચારીઓને ૧ર૬૯ કરોડ રૂપિયા ચૂકવ્યા છે તેમ મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું હતું.
આ હેતુસર જિલ્લા કક્ષાએ રજૂઆત માટે ૧૦૭૭ હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે તેમાં ૪ એપ્રિલથી ૧૦ એપ્રિલના સમયગાળા દરમ્યાન ૩૩૭ જેટલી ફરિયાદો-રજુઆતો મળી હતી તેમાંથી ર૧૬નું નિવારણ થઇ ગયું છે.
શનિવારે સમગ્ર રાજ્યમાં ૪પ.૯૪ લાખ લીટર દૂધનું વિતરણ થયું છે. ૧ લાખ પાંચ હજાર ૮૪૪ કવીન્ટલ શાકભાજીનો આવરો થયો છે તેમાં રરર૦પ કવીન્ટલ બટાટા, ૩૪રર૮ કવીન્ટલ ડુંગળી, ૭૭૬પ કવીન્ટલ ટમેટા અને ૪૧૬૪૪ કવીન્ટલ લીલા શાકભાજી માર્કેટમાં આવ્યા છે. કુલ ૧૯૩૬પ કવીન્ટલ ફળફળાદિની પણ રાજ્યમાં આવક થઇ છે.