370 દૂર કરવા  #remove370article નું 10 દિવસ ટ્વિટ અભિયાન શરૂ

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ કાશ્મીરને ભારતનાં બંધારણમાં ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે તે 370 કલામ રદ કરવા માટે ગુજરાતમાંથી 10 દિવસ સુધી ટ્વીટ આંદોલન શરૂ થયું છે. આતંકવાદને ખતમ કરવા, ભાજપ સરકારના વચનના અમલ માટે 370ની કલમને નાબૂદ કરવા પ્રધાનમંત્રીને આંદોલનની શરૂઆત સામાજિક નેતા પ્રવિણ રામ દ્વારા ટ્વિટ કરીને કરવામાં આવી છે.

10 દિવસ સુધી #remove370article ની માંગ સાથે પુરા દેશમાંથી વડાપ્રધાનને ટ્વિટ કરી ટ્વિટર અભિયાન ચલાવવામાં આવશે. આંદોલનકારીઓ દ્વારા એક પત્ર વડાપ્રધાનને ટ્વિટ કરવામાં આવ્યો છે. જે આ પ્રમાણે છે.

વડાપ્રધાન શ્રી,

પુલવામાં થયેલી આંતકી ઘટનાના કારણે હું ખૂબ દુઃખી છું. આતંકની પ્રવૃતિઓને કાયમી માટે રોકવી જરૂરી છે. દેશ દુઃખની લાગણીમાં છે. અત્યારે તમામ લોકો જાતિ, ધર્મ,અને રાજકારણને બાજુમાં રાખીને બદલાની આગ સાથે દેશ તરફ મીટ માંડીને દેશની સાથે ઊભા છે. દેશમાં વારંવાર આવી ઘટનાઓ બનતી આવે છે ત્યારે દેશમાં આક્રોશ ફેલાય છે અને સરકારો બદલો લેવાનું કરે છે. ત્યારે આવા આતંકી સંગઠનો શાંત થઈ જાય છે. પછી દેશના લોકોનો આક્રોશ ઘટી જાય છે. ફરીથી આવા સંગઠનો પોતાના કરતુતોને અંજામ આપે છે.

આતંકવાદના મૂળ સુધી જઈએ તો આતંકવાદનું મુખ્ય કારણ જમ્મુ કશ્મીરમાં કલમ 370ના કારણે મળેલી સ્વતંત્રતા પણ છે. 370ની કલમને નાબૂદ કરવાની પ્રક્રિયાની શરૂવાત કરી દેવી જોઈએ. જો તમામ પક્ષોએ સાથે મળીને આ કલમ દૂર કરવામાં સફળતા મેળવી તો આતંકવાદ વિરુદ્ધમાં આપણા દેશનું મોટું પગલું ગણાશે અને આતંકી સંગઠનોને જવાબ પણ મળી જશે

સર્જીકલ સ્ટ્રાઈક અથવા બીજા કોઈ કોઈ વિકલ્પોથી બદલો તો લેવો જ જોઈએ એ અત્યારે દેશની માંગ છે. તેમ જન અધિકાર મંચના પ્રવિણ રામે જણાવ્યું હતું.