માંગીલાલની બ્રેઇન ટ્યૂમર ‘Suffer’ માટેની 380 કી.મી.ની ‘સફર’

અમદાવાદ, 10 જૂન 2020

રાજસ્થાનના પાલી જિલ્લાના માંગીલાલ પુરોહિતને ટ્યૂમરના કારણે અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા. તેમની હાલત એવી હતી કે તેમને તેમના સગા દ્વારા ચમચી પાણી પીવડાવવું પડતું હતું. હવે પોતાના પગ પર ઉભા થઇને જાતે ચાલી શકે છે.  માંગીલાલની ‘Suffer’થી છુટકારો મેળવવા ખેડેલી 380 કી.મી.ની ‘સફર’ છે.

ટ્યૂમર એ મગજમાં થતો એક પ્રકારનો ગઠ્ઠો છે. જે ધીરે-ધીરે વિકસીત થઇને શરીરના અન્ય ભાગોને અસરગ્રસ્ત કરી તેને કામ કરતાં બંધ કરી દે છે. જેને આપણે પેરાલિસિસ કહીએ છીએ. આ પેરેલિસિસ ઘણી વખત જીવલેણ સાબિત થતો હોય છે.

માંગીલાલ લોકડાઉનની વચ્ચે જ્યારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પણ જવું ખૂબ જ મૂશ્કેલ બની હતુ ત્યારે માંગીલાલના સગા રઘુવીરસિંગ રાજસ્થાનથી ગુજરાત સારવાર માટે આવવા ખૂબ જ ચિંતિત હતા. ગુજરાત સરકારની મંજૂરી મળી હતી. હાથ-પગનું હલન-ચલન ગુમાવી ચૂકેલા

લકવાગ્રસ્ત માંગીલાલ પોતાના પગે ચાલતાં થયા હતા. રાજસ્થાનમાં સર્જરીના રૂા.5થી 7 લાખનો ખર્ચ થાય છે.

કેન્સર હોસ્પિટલના ન્યુરો-ઓન્કો વિભાગના ડૉ. પરેશ મોદી જણાવે છે કે, માંગીલાલને થર્ડ સ્ટેજનું એસ્ટ્રોસીટોમાંનું પ્રાથમિક સ્તરના બ્રેઇન ટ્યુમરની તકલીફ હતી. જેને સૌથી ગંભીર ટ્યૂમર ગણવામાં આવે છે.  સાથે સાથે તેમને લકવાની પણ અસર સાથે  ખેંચ પણ આવતી હતી. આવી પરિસ્થિતિમાં ત્વરીત કેનિયોટોમી સર્જરી કરીને મગજમાંથી 140 ઘન સે.મી.ની ગાંઠ કાઢવામાં આવી હતી. આ સર્જરી દરમિયાન દર્દીને અન્ય આડઅસરો થવાની સંભાવનાઓ રહેલી હોય છે.