હેર સ્ટાઈલનનું વિશ્વ જીતતા ગુજરાતના 4 વાણંદ

गुजरात के 4  हेयर स्टाइलीस्ट ने दुनिया जीत ली 4 barbers from Gujarat are winning the world of hair style

અમદાવાદનો ઉત્તમ પારેખ બન્યો

અમદાવાદ, 1 જાન્યુઆરી 2024
હેર સ્ટાઈલથી વ્યક્તિત્વ બદલી નાખતો અમદાવાદનો યુવાન ઉત્તમ પારેખ અનેક પુરસ્કારો મેળવી શક્યો છે. સુરતના બ્રજેશ સરથે, સુરતના ઘનશ્યામ ગદાધરે, વડોદરાના પીયૂષ વાળંદે વિશ્વ વાળ સ્પર્ધામાં જીત મેળવી હતી. ભારતના 14 વાળ કલા માટે ગયા હતા. 300થી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો.

વિશ્વની હેર સ્ટાઇલિંગની ચેમ્પિયનશિપમાં 88 વર્ષમાં પહેલીવાર ભારતે બ્રોન્ઝ મેડલ અમદાવાદના યુવકે જીત્યો હતો. નવેમ્બર મહિનામાં કઝાકિસ્તાનમાં યોજાયેલી હરીફાઈમાં 88 વર્ષમાં પહેલીવાર ભારતે 14 હજામને મોકલ્યા હતા. જેમાં અમદાવાદનો યુવક ઉત્તમ પારેખ પણ હતા.

પારેખે ફિમેલ ક્રિએટિવ લુક એ કેટેગરીમાં થર્ડ પ્રાઈઝ એટલે કે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. CMC CAT WORLD 1937થી હરિફાઈ યોજે છે. 300થી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો.  હેર સ્ટાઈલ ‘એસિમેટ્રીક બોબ કટ’માં જીત મેળવી હતી. જેમાં એસિમેટ્રિક કટ અને બોબ કટ હેર સ્ટાઈલને બ્લેન્ડ કરી હતી.

સ્પર્ધામાં ભાગ લેવા માટે CMC CAT INDIAમાં સભ્ય બનવું પડે છે. ઉત્તમ જુલાઈ 2024માં સભ્ય તરીકે જોડાયા હતા. 12 -16 સપ્ટેમ્બર 2024માં તાલીમ ફોર્મ ભરીને CMC CAT એશિયન ગ્લોબલ કપ માટે કઝાકિસ્તાન મોકલવામાં આવ્યા હતા. જ્યાં શો માટે તાલીમ આપવામાં આવી હતી. તે પછી એશિયન ગ્લોબલ કપ માટે ફીમેલ ક્રિએટિવ સલૂન લુક કક્ષમાં હરિફ તરીકે અરજી કરી હતી.

ભારત 15માંથી 10 કેટેગરીમાં એવોર્ડ જીત્યું છે. જેમાં 4 તો ગુજરાતના છે. CMC CAT ઈન્ડિયાના પ્રમુખ વિક્રમ જે પાનિયા છે.  CMC એશિયન ગ્લોબલ કપ 2024માં  ભારતે 10 એવોર્ડ જીત્યા છે. ભારતનો સૌંદર્ય ઉદ્યોગ વૈશ્વિક મંચ પર આવી ગયું છે.
3 રાજ્યો-મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત અને 10 શહેરોમાં મુંબઈ, નવી મુંબઈ, નાસિક, પુણે, સુરત, વડોદરા, અમદાવાદ, ઉજ્જૈન અને ઈન્દોરમાંથી 14 વાળ નિષ્ણાત લોકોએ ભાગ લીધો હતો.
વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરી ચૂક્યા છે.
15 લોકોને ભાગ લેવા માટે સમજાવવામાં અઢી વર્ષ લાગ્યા હતા. વ્યક્તિ દીઠ આશરે રૂ. 1 લાખ, ઉપરાંત પ્રેક્ટિસ અને તૈયારી માટે ઘણાં ખર્ચા હતા.
ભારતમાં 1 કરોડ વાણંદ અને બ્યુટી પ્રોફેશનલ્સ છે.

ઉત્તમ પારેખ
ઉત્તમ પારેખ 24 વર્ષથી હેર ડ્રેસર છે. અમદાવાદમાં સલૂન અને એકેડમીમાં 2100 લોકોને તાલીમ આપી છે. અગાઉ, હરીફાઈ અને વિશ્વ વિક્રમ હરિફાઈ જીતી હતી.

ઉત્તમના પિતા અને પરિવાર સલૂન ચલાવતા હતા. ધોરણ 10ની પરીક્ષા બાદ ઉત્તમે કુટુંબનો ધંધો અપનાવ્યો હતો. પિતા સાથે 20 વર્ષ પહેલાં શીખ્યો હતો.

ઉત્તમ પારેખે હેર સ્ટાઇલનો એક ખાનગી એકડમીથી કોર્સ કર્યો હતો.
2020માં અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે તેઓ સૌથી વધુ હેર કટિંગ કરવાનો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો હતો.

કાગળ પર હેર સ્ટાઇલની ડિઝાઇન તૈયાર કરે છે. જેમાં યુનિક સ્ટાઇલ અને ક્રિએટીવીટી દાખલ કરે છે. ડમી મોડેલ પર વાળ કાપી બતાવે છે. મહિલા ડિઝાઇન મંજૂર કરે પછી વાળ કાપે છે. ડમી મોડલ પર કરતા હોય છે. મોડલને હાયર કરે છે. એ માટે એજન્સી કામ કરે છે.

લાંબા હેર , બોબ કટ અને લેયર કટ. ઉત્તમ પારેખ મહિલાઓને પોતાના વાળની સંભાળ માટે સલાહ આપે છે. વાળ માટે પ્રોટીન વાળો ખોરાક અને વધારે પાણી લેવા સલાહ આપે છે. તેનાથી હેરનું PH બેલેન્સ રહે છે.

વિમેન્સ હેર ડ્રેસિંગમાં સેલોન ક્રિએટિવ હેરકટમાં અમદાવાદના ઉત્તમ પારેખે ત્રીજું સ્થાન મેળવ્યું અને મુંબઈના સંદીપ યાદવે ચોથું સ્થાન મેળવ્યું હતું.

મહિલા સલૂન લુક હેરકટમાં, જેમાં કટ, કલર અને સ્ટાઇલનો સમાવેશ થાય છે, સુરતના બ્રજેશ સરથે ચોથું સ્થાન મેળવ્યું હતું.

બ્રાઈડલ ક્રિએટિવ મેકઅપ માટે મુંબઈના સમીર સાવલાએ બીજું સ્થાન મેળવ્યું હતું.

પુરુષોની શોર્ટ સ્પોર્ટી હેરકટમાં ઉજ્જૈનના આદિત્ય દેવરા ત્રીજા સ્થાને જ્યારે વડોદરાના પીયૂષ વાળંદે ચોથું સ્થાન મેળવ્યું હતું.

આર્ટિસ્ટિક કેટેગરીમાં સુરતના ઘનશ્યામ ગદાધરે વાજા મખિતરણની ટેક્નિક દ્વારા “હેરસ્ટાઈલિસ્ટ બાય નાઈટ” થીમ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને મનોજ ચૌહાણે ચોથું સ્થાન મેળવ્યું હતું.

બાર્બરિંગ – સેલોન લુકમાં, યોગેશ નિકમે પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને મહિલા અવગાર્ડ જિયો મેટ્રિક હેરકટ કેટેગરીમાં ચોથું સ્થાન પણ મેળવ્યું હતું.

યોગેશ નિકમે બાર્બરિંગ – સેલોન લુક કેટેગરીમાં પ્રથમ સ્થાન અને મહિલા અવંતગાર્ડે જિયો મેટ્રિક હેર કટ કેટેગરીમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. તેમને CMC CAT UK ના પ્રમુખ લુઇગી કેટેરીનો દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો.

કલાત્મક શ્રેણીમાં, ઘનશ્યામ ગદાધરે વાજા મિકિટેરીયનની ટેકનિક દ્વારા “હેર સ્ટાઈલિસ્ટ બાય નાઈટ” થીમ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેમને શ્રીમતી મિકિટારિયન મરિયાના, CMC CAT રશિયા દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો.

બ્રાઇડલ ક્રિએટિવ મેકઅપમાં, મુંબઈના સમીર સાવલા બીજા ક્રમે રહ્યા હતા અને CMC CAT UKના પ્રમુખ લુઇગી કેટરિના દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

પુરુષોના શોર્ટ સ્પોર્ટી હેરકટમાં, આદિત્ય દેવરા (ડાબે) ત્રીજા સ્થાને અને પીયૂષ વલંદ (જમણે) ચોથા સ્થાને રહ્યા.

તમામ પાસે સાધનો અને ઉત્પાદનો વૈશ્વિક ગુણવત્તાની નીચે હતા. ભારતીય વાળ સામાન્ય રીતે જાડા અને સ્ટાઇલ માટે પડકારરૂપ હોય છે.
મોડેલો શોધવી એ બીજી પડકાર છે યોગ્ય મોડેલ શોધતા પહેલા 100 મહિલાઓ અને 80 પુરૂષોનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
સ્પર્ધકોએ વિક્ષેપ જનક બ્લો-ડ્રાયિંગ જેવી ચતુર યુક્તિનો ઉપયોગ કર્યો.  18 રૂમ ધરાવતી હોસ્ટેલમાં રોકાયા હતા. પરંતુ માત્ર 3 બાથરૂમ હતા.

ભારતના વાળ અને સૌંદર્ય ઉદ્યોગની અપાર પ્રતિભા દર્શાવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાએ ભારતની વાળ કુશળતાને માન્યતા આપી છે. વૈશ્વિક સન્માન મેળવ્યું છે.

સમીરનો બ્રાઇડલ લુક એટલો પ્રભાવશાળી હતો કે અન્ય લોકો તેની ટેકનીક શીખવા માંગતા હતા, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય વાળ કલાકારો માટે દરવાજા ખુલી ગયા છે.

દરેક મહિલાને બીજા કરતાં કંઇક નવી હેર સ્ટાઇલ જોઈએ છે. સ્ટેપ કટ ચાલતા હતા. સાથે તે સમયે રંગ કે ટુંકા વાળ 20 વર્ષ પહેલા ઓછા ચાલતા હતા. હવે ઘણી મહિલાઓ શોર્ટ હેર, ફંકી રંગ,લાલ રંગ, બ્લૂ રંગ અને ક્રિએટિવ સ્ટાઇલ કરવાનું પસંદ કરે છે.

દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા દેશો હજુ પણ CMCનો ભાગ નથી.
ભારતીય જરૂરિયાતો અનુસાર ઉત્પાદનો અને ટેકનોલોજી બનાવવી જોઈએ.

હવે, યુરોપિયન અને વર્લ્ડ કપ વાળ સૌંદર્ય સ્પર્ધા 2025 થવાની છે.  ટીમ તુર્કિયેમાં યુરો-કપમાં ભાગ લેશે, જેમાં યુરોપિયન અને બાલ્કન દેશો ભાગ લેશે. આગામી એશિયન કપ માટે નવી ટીમ તૈયાર કરાશે.