થાઈલેન્ડમાં દેહવ્યાપાર માટે જતાં ગુજરાતના 4 લાખ લોકો

ગુજરાતના તમામ મોટા શહેરોમાં 1 હજાર સ્પા થાઈ છોકરીઓની લપેટમાં

પોલીસ કર્મચારીઓના મકાનમાં 3 ગણા ઉંચા ભાડાથી સ્પાનો ગોરખધંધો

દેહવ્યાપાર માટે બજારો બનાવી લૂંટ અને આરોગ્ય બચાવો

અમદાવાદ, 4 ડિસેમ્બર 2024 ગુજરાતમાં સમૃદ્ધ બનેલા વર્ગમાં નવા પ્રકારની બદી આવી ગઈ છે. 1 લાખ 10 હજાર થઈ મુસાફરો ભારતમાં આવે છે. જે મોટા ભાગે શહેરી વિસ્તારોમાં જાય છે. આવનારઓમાં ઘણી મહિલાઓ હોય છે. સેક્સ વર્કર કે વૈશ્યા તરીકે કામ કરે છે. ગુજરાતમાંથી અનેક થઈ છોકરીઓ કુટણખાનામાંથી પકડાઈ છે. એક અંદાજ છે કે ગુજરાતની શહેરી અને ઔદ્યોગિક વિસ્તારમાં વર્ષ 11 હજારની આસપાસ છોકરીઓ ધંધો કરવા આવતી હોવાનો અંદાજ છે. જેમાંથી કેટલીક છોકરીઓ પોલીસના હાથે પકાડય છે.

1 ડિસેમ્બર 2024માં ગુજરાતના સુરતમાં અડાજણની ફ્યુઝન હોટલમાં થાઈલેન્ડની 6 યુવતીઓ ઝડપાઈ હતી. વિદેશી યુવતીઓ હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટમાં સામેલ હતી. મોબાઈલ અને કોન્ડોમના 150 પેકેટ મળી આવ્યા હતા.

19 ફેબ્રુઆરી 2024માં સુરતમાં 7 થાઇલેન્ડની યુવતીઓને દેહ વિક્રય કરતાં પકડાઈ હતી. સ્પા સંચાલક ચંચલ રાજપૂત  ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. 3 લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

અમદાવાદના 5 સ્પામાંથી 34 વિદેશી યુવતીને પોલીસે 7 વર્ષ પહેલાં પકડી હતી.
પ્રાઈમ ટાઈમ સ્પાના માલિક મુકેશકુમાર મીણાની 6 વિદેશી યુવતી
લોર્ડ સ્પા એન્ડ સલૂનના માલિક નિકુંજ મહેરિયાની 3 વિદેશી યુવતી
એવોન થાઈસ્પાના માલિક અલ્પેશ પલાસની 6 વિદેશી યુવતી
થાઈ સેન્સેશન સ્પાના માલિક વિનેશ જાટની 15 વિદેશી યુવતી
થાઈ વેલનેસ સ્પાના માલિક ઉપેન્દ્ર વૈદનાથની 4 વિદેશી યુવતી

300 યુવતીઓની નોકરી
7 વર્ષ પહેલાં અમદાવાદમાં 50 સ્પામાં 300 થાઈલેન્ડની છોકરીઓ નોકરી કરતી હતી. નિકોલ, વટવા, સેટેલાઈટ, વસ્ત્રાપુર, આનંદનગર, સોલા, ચાંદખેડા, નવરંગપુરા, નારણપુરા, ગુજરાત યુનિ., પાલડી, નરોડા, મણિનગર, ઈસનપુરમાં આ સેક્સની દુકાનો ચાલતી હતી. મોટાભાગની યુવતીઓ પીજીમાં સંસ્કૃત લોકોની વચ્ચે સેટેલાઈટ, જજીસ બંગલા અને ગુરુકુલ રોડ ઉપર આવેલી સોસાયટીના મકાનોમાં રહીને પરેશાન પણ કરે છે. લોકો ફરિયાદ કરે છે પણ કંઈ થતું નથી. સ્પા ઘટવાના બદલે 2024માં વધીને 200 સ્પા થઈ ગયા હોવાનો અંદાજ છે. જેમાં 1 હજારથી વધારે છોકરીઓ કામ કરે છે. યુવાનોને બરબાદીના માર્ગે લઈ જાય છે. સ્પાના ભાડાના અને રહેવાના મકાનો મોટા ભાગના પોલીસ કર્મચારીઓ અથવા અધિકારીઓના હોવાનું જણાય છે. જે 3 ગણા ભાડા વસૂલે છે. જેમાં હપ્તો અને લાયઝનનું કામ પણ આવી જાય છે.

ગુજરાતના 8 મહાનગરો સહિત 22 શહેરોમાં હવે આ બદી પ્રવેશી ગઈ છે. જેનો આંકડો ઘણો મોટો છે.

વડોદરા
ફેબ્રુઆરી 2020માં વડોદરા શહેરના અલકાપુરી, વાસણા – ભાયલી રોડ, ગોત્રી અને અટલાદરામાં સ્પા એન્ડ મસાજ પાર્લરમાં 25 વિદેશી યુવતીઓ થાઈલેન્ડ અને લેઓસની હતી.

2022 — ખંડવા જિલ્લાના મોલમાં પટાયા સ્પામાંથી 3 થાઇલેન્ડની યુવતીઓ ઝડપાઈ હતી. સ્પામાં થાઈલેન્ડની યુવતીઓ સાથે ભાજપના 3 નેતાઓ પકડાયા હતા. ત્રણમાંથી એક આરોપી વન પ્રધાન વિજય શાહનો નજીકનો હતો.

આવી જ રીતે વડોદરામાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનામાં 8 છોકરી પકડાઈ હતી.

2021 — સ્પામાં કામ કરતી 25 વિદેશી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે.
વલસાડમાં કચ્છી બિઝનેસમેનનો પુત્ર સ્પામાં થાઈ યુવતી સાથે પકડાયો હતો.

2020માં વિદેશમાંથી ટૂરિસ્ટ વિઝા પર છોકરીઓ બોલાવી હતી. જે વર્કિંગ વિઝા વિના વડોદરામાં રહીને સ્પામાં કામ કરતી થાઈલેન્ડની યુવતી પકડાઈ હતી.

ઈન્દોરના વિજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારના એટોમ સ્પા સેન્ટરમાં સેક્સ્યુઅલ એક્ટિવિટીનો ધંધો ચલાવતી 10 છોકરાઓ પકડાઈ હતી. માત્ર ગુજરાત નહીં ભારતના મોટા શહેરો આની ઝપેટમાં છે.

વેપાર કે દેહવેપાર
યુવતીઓ અહીં લાવવામાં આવે છે એવું નથી, ગુજરાતથી મોટો વર્ગ થાઈલેન્ડ ફરવા અને ધંધાના કામ જઈને યુવતીઓ સાથે જાતીય આનંદ લેવાનું પ્રમાણ 10 ગણું છે. ગુજરાતમાં વિદેશી યુવતીઓ સાથે શરીર સુખ માણવાના રૂ.3 હજારથી 25 હજાર સુધી લેવામાં આવતાં હોવાનું પૂર્વ ગૃહ પ્રધાન પ્રદીપ જાડેજાના મત વિસ્તાર નિકોલના એક નાગરિકે જણાવ્યું હતું. આખા અમદાવાદમાં સૌથી વધારે સ્પા નિકોલમાં છે.

ગૃહ પ્રધાનો વિચારે
પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાના મત વિસ્તારમાં તેમના સમયથી સૌથી વધારે સ્પા ચાલી રહ્યા છે.
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના મત વિસ્તાર સુરતમાં હમાણ દરોડો પાડીને સ્પા પકડાયા હતા.
જો દેશના ગૃહ પ્રધાન અમિત શાહ અને ગુજરાતમાં ગૃહ વિભાગ જેમની પાસે છે તે ભુપેન્દ્ર પટેલ કોઈ પગલાં નહીં લે તો યુવાધન આ રીતે લૂંટાતું રહેશે.

સુરતની જેમ દેહવ્યાપાર બજાર બનાવો
દેહવ્યાપાર સદીઓથી ચાલતો આવ્યો છે, તેને અટકાવવો મુશ્કેલ છે. 30 વર્ષ પહેલા સુરતમાં જાહેરમાં દેહવ્યાપારનું વરીયારી બજાર હતું. રાજકોટ અને ભાવનગર પણ બજાર હતા.આવા બજાર ઘણા બંદરો પર હતા. ગુજરાત માટે દેહવ્યાપર એ નવો ધંધો નથી. તેથી તેને કાયદેસર કરવામાં આવે તો ચોક્કસ વિસ્તારમાં આવા કોમપ્લેક્સ બનાવીને ત્યાં જ દેહ વ્યાપારની છૂટ આપતો કાયદો લાવવામાં આવે તો આર્થિક અને શારીરિક શોષણ થઈ રહ્યું છે તે નિવારી શકાય. એઈડ્સ ફેલાવવામાં આવા કુટણખાના સૌથી વધારે જવાબદાર છે. તેના પર પણ અંકુશ આવી શકે છે.

4 લાખ ગ્રાહકો
ગુજરાતમાં આવી છોકરીઓ મોટા ભાગે સ્પામાં કામ કરે છે. જ્યાં તે સ્પાના નામે શરીર વેચવાનું કામ કરે છે. 2023માં ભારતમાંથી થાઈલેન્ડ જનારાઓની સંખ્યા 16 લાખ 20 હજાર હતી. જેમાંથી ગુજરાતથી ગયેલા હોય એવા 25 ટકા હોવાનું અનુમાન છે. ગુજરાતના 4 લાખ પ્રવાસીઓ થાઈલેન્ડ જાય છે. થાઈલેન્ડમાં એવો કોઈ બીજા ઉદ્યોગો નથી તે ભારતના લોકો ત્યાં જાય છે. જો ગુજરાતમાં મહસ્વના શહેરોમાં દેહવ્યાપારના બજાર શરૂ કરવામાં આવે તો વિદેશમાં અબજો રૂપિયા જઈ રહ્યાં છે તે અટકાવી શકાય તેમ છે.

25 શહેરો લપેટમાં
19 ઓક્ટોબર 2023માં અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મોટા શહેરોમાં પોલીસે દરોડા પાડ્યા હતા.
રાજકોટ અને સુરતમાં 50 સ્પા, અમદાવાદ 25 અને બીજા શહેરોમાં તપાસ કરવામાં આવી હતી.
મોટાભાગનાં સ્પામાં સ્વરૂપવાન થાઈલેન્ડની યુવતીઓ જોવા મળી હતી. મસાજના નામે તેઓ દેહવેપાર કરી રહી હતી. આવા શહેરોમાં દેહવ્યાપારના કોમ્પ્લેક્ષ લોકોને નડે નહીં તે રીતે બનાવવા જોઈએ. ચાણક્યએ પણ દેહવ્યાપારથી જાસૂસી કરાવી હતી.

મુંબઈમાં ડાન્સ બાર બંધ થતાં ગુજરાતમાં સ્પા કલ્ચરએ માઝા મૂકી છે. જેમાં અબજો રૂપિયાનું અર્થતંત્ર ઊભું થયું છે. જેને કાયદેસર કરવાની હવે જરૂર ઊભી થઈ છે.

વેપાર
થાઈલેન્ડના ભારતીય દૂતાવાસએ આર્થિક અને વ્યાપારી અહેવાલ જાહેર કર્યો છે. ભારતથી 4 લાખ લોકો થાઈલેન્ડ જાય છે. થાઈલેન્ડમાં એટલો મોટો ધંધો નથી. તો તેઓ કેમ જઈ રહ્યાં છે અને થાઈલેન્ડના વેપારીઓ ભારતમાં કેમ ઓછા આવી રહ્યાં છે.

થાઈલેન્ડ એ એસોસિયેશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ (ASEAN) અને ગ્રેટર મેકોંગ સબરિજન (GMS)માં બીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે. થાઈલેન્ડ એક ઉચ્ચ મધ્યમ આવક ધરાવતો દેશ છે જે ખુલ્લી અને બજારલક્ષી અર્થવ્યવસ્થા જાળવી રાખે છે અને દેશમાં સીધા વિદેશી રોકાણને સક્રિયપણે પ્રોત્સાહન આપે છે. દેશમાં સારી રીતે વિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે અને તેણે તેની અર્થવ્યવસ્થાને મુખ્યત્વે કૃષિ આધારિત હોવાથી પ્રદેશની સૌથી વધુ વૈવિધ્યસભર અર્થવ્યવસ્થામાં બદલી નાખી છે.

થાઈલેન્ડ ભારતનું મોટું વેપારી ભાગીદાર છે. 2023માં ભારત અને થાઈલેન્ડ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર US$16.04 બિલિયન હતો, જેમાંથી ભારતથી થાઈલેન્ડમાં US$5.92 બિલિયનની નિકાસ હતી અને થાઈલેન્ડથી ભારતમાં આયાત US$10.11 બિલિયન હતી.

થાઈલેન્ડનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) 2023માં US$513 બિલિયન થવાનો અંદાજ હતો. US$7,330 નો માથાદીઠ GDP નોંધાયો હતો. નિકાસ જીડીપીના 55% હિસ્સો ધરાવે છે.

થાઈલેન્ડની કુલ આયાત 289.75 બિલિયન USD હતી. 2023માં થાઈલેન્ડના મુખ્ય વેપારી ભાગીદારો ચીન, યુએસ, જાપાન, મલેશિયા, તાઈવાન, યુએઈ, ઓસ્ટ્રેલિયા, વિયેતનામ, સિંગાપોર, ઈન્ડોનેશિયા અને ભારત હતા.

2023માં થાઈલેન્ડમાં કુલ એફડીઆઈ આશરે US$16.06 બિલિયન હતું, જેમાં ચીન, સિંગાપોર, યુએસએ, જાપાન અને તાઈવાન જેવા મોટા રોકાણકાર દેશોનો સમાવેશ થાય છે.

દ્વિપક્ષીય વેપાર:

તાજેતરના વર્ષોમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અનેકગણો વધ્યો છે. તાજેતરના વર્ષોમાં બંને દેશો વચ્ચે વેપારનું પ્રમાણ નીચે મુજબ છે:

(બીલિયન યુએસ ડોલરમાં રકમ)
ભારતથી આયાત અને થાઈમાંથી ભારતમાં નિકાસ
વર્ષ – વેપાર – નિકાસ – આયાત
2019 – 12.14 – 7.34 – 4.80
2020 – 9.79 – 5.50 – 4.29
2021 – 14.99 – 8.58 – 6.40
2022 – 17.70 – 10.53 – 7.17
2023 – 16.04 – 10.11 – 5.92
નાણાકીય વર્ષ 2023-24માં દ્વિપક્ષીય વેપાર રૂ. 14.94 અબજ હતો.

થાઈલેન્ડમાં ભારતથી નિકાસ: ચાંદી અને સોનાની  જ્વેલરી; મશીનરી અને ભાગો; મેટલ વેસ્ટ સ્ક્રેપ અને ઉત્પાદનો; રસાયણો; શાકભાજી અને વનસ્પતિ ઉત્પાદનો; ઔષધીય અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો; તાજા જળચર પ્રાણીઓ, આયર્ન, સ્ટીલ અને ઉત્પાદનો; ઇલેક્ટ્રિકલ મશીનરી અને ભાગો; કોફી, ચા અને મસાલા; ઇલેક્ટ્રિકલ ઘરગથ્થુ ઉપકરણો; કપડાં વગેરે.

થાઈલેન્ડમાંથી મુખ્ય ભારતીય આયાત:
પશુ અથવા વનસ્પતિ ચરબી અને તેલ; રાસાયણિક ઉત્પાદનો; પ્રાથમિક સ્વરૂપોમાં ઇથિલિન, પ્રોપીલીન, વગેરેના પોલિમરનો સમાવેશ થાય છે; કિંમતી પત્થરો અને ઝવેરાત; આયર્ન અને સ્ટીલ અને તેમના ઉત્પાદનો; મશીનરી અને તેના ભાગો; મોટર કાર, ભાગો અને એસેસરીઝ; કોપર; એલ્યુમિનિયમ ઉત્પાદનો; સ્પાર્ક-ઇગ્નીશન પરસ્પર આંતરિક કમ્બશન પિસ્ટન; સ્વચાલિત ડેટા પ્રોસેસિંગ મશીનો અને તેના ભાગો; એર કન્ડીશનીંગ મશીનો અને તેના ભાગો; રબર ઉત્પાદનો; રબર વગેરે.

ભારતીય રોકાણો નીચે મુજબ છે;

વર્ષ – રોકાણ (મિલિયન યુએસ ડોલર)

2019 – 23.38
2020 – 42.35
2021 – 124.73
2022 – 37.98
2023 – 29.44
[સ્ત્રોત: BOI, થાઈલેન્ડ]

થાઈલેન્ડમાં હાજર મુખ્ય ભારતીય કંપનીઓમાં Apollo Tires (Thailand) Ltd.,
Camber Pharmaceuticals Co. Ltd.,
Coforge Ltd. (અગાઉનું NIIT),
Dr. Reddy’s Laboratories (Thailand) Ltd.,
D Development Engineers Ltd.,
Dhut Transmission Pvt. લિ.,
ઇન્ટેલેક્ટ ડિઝાઇન એરેના લિ.,
આઇવેક્સ પેપર કેમિકલ્સ લિ.,
ઇનોવેટિવ ગ્લોવ્સ કંપની લિ.,
ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક,
એનઆરબી બેરિંગ (થાઇલેન્ડ) લિ.,
કિર્લોસ્કર બ્રધર્સ લિ.,
કિર્લોસ્કર સાઉથ ઇસ્ટ એશિયા કંપની લિ.,
લાર્સન એન્ડ ટુબ્રો. લિ.,
પોલીપ્લેક્સ (થાઈલેન્ડ) પબ્લિક કંપની લિ.,
રાજરતન ગ્લોબલ વાયર લિ.,
પાર્લે પ્રોડક્ટ્સ પ્રાઈવેટ લિ.,
રેનબેક્સી, રોયલ એનફિલ્ડ (થાઈલેન્ડ) લિ.,
સરાફ ગ્રુપ,
સિકગિલ (થાઈલેન્ડ) લિમિટેડ,
એસઆરએફ ઈન્ડસ્ટ્રીઝ (થાઈલેન્ડ) લિમિટેડ,
ટાટા ગ્રુપ (ટાટા સ્ટીલ થાઈલેન્ડ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને ટાટા મોટર્સ),
ટેક મહિન્દ્રા,
આદિત્ય બિરલા ગ્રુપ,
ધ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ,
ત્રિવેણી ટર્બાઈન ડીએમસીસી,
ઉષા સિયામ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ પીસીએલ,
વેન્ડટ ગ્રાઇન્ડીંગ ટેક્નોલોજીસ લિ.
સીટીઆરએલએસ ડેટાસેન્ટર (થાઇલેન્ડ) કંપની લિ.

ભારતમાં કાર્યરત મુખ્ય થાઈ કંપનીઓ છે – ચારોન પોકફંડ ગ્રુપ, ચિયા તાઈ કંપની લિમિટેડ, ઈટાલિયન થાઈ ડેવલપમેન્ટ પીસીએલ, થાઈ યુનિયન ફ્રોઝન પ્રોડક્ટ્સ પીસીએલ, થાઈ સમિટ નાઈલ ઓટો પ્રાઈવેટ લિમિટેડ, ડેલ્ટા ઈલેક્ટ્રોનિક્સ (થાઈલેન્ડ) પીસીએલ, યુરેકા ડિઝાઈન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, શ્રીથાઈ સુપરવેર પીસીએલ (મેલામાઈન ટેબલવેર મેન્યુફેક્ચરિંગ), સીપી એક્સટ્રા પીસીએલ, સિયામ સિમેન્ટ ગ્રુપ (એસસીજી), મેગ્નોલિયા ક્વોલિટી ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, ડુસિત ગ્રૂપ ઓફ હોટેલ્સ, વી રબર કોર્પોરેશન કંપની લિમિટેડ, એલાઈડ મેટલ્સ (થાઈલેન્ડ) કંપની લિમિટેડ, ટોંગ ગાર્ડન ફૂડ માર્કેટિંગ પ્રાઈવેટ લિમિટેડ, રોકવર્થ પીસીએલ લિમિટેડ, પ્રંડા જ્વેલરી પ્રાઈવેટ લિમિટેડ. લિ., ક્રુંગ થાઈ બેંક PCL, ગ્લોબલ રિન્યુએબલ સિનર્જી કંપની લિ., Aapico Hitech PCL, Shera PCL અને ડચ મિલ થાઈલેન્ડ.

ભારત અને થાઈલેન્ડ વચ્ચે દર અઠવાડિયે લગભગ 400 ફ્લાઇટ્સ છે.
2023માં થાઈલેન્ડની મુલાકાત લેનાર ભારતીય પ્રવાસીઓ મલેશિયા, ચીન અને દક્ષિણ કોરિયા પછી ચોથો સૌથી મોટો સમૂહ છે.
2023માં લગભગ 1.62 મિલિયન ભારતીય પ્રવાસીઓએ થાઈલેન્ડની મુલાકાત લીધી હતી. 2023માં ભારતની મુલાકાતે આવેલા થાઈ પ્રવાસીઓની સંખ્યા અંદાજે 0.11 મિલિયન હતી.

ભારત અને થાઈલેન્ડની તમામ મોટી એરલાઈન્સ જેમ કે એર ઈન્ડિયા, વિસ્તારા એરલાઈન્સ, થાઈ એરવેઝ, થાઈ એર એશિયા, ઈન્ડિગો, થાઈ લાયન એર, નોક એર અને સ્પાઈસ જેટ બંને દેશો વચ્ચે કામ કરે છે.
થાઈલેન્ડની છોકરીઓ કેમ
થાઈલેન્ડમાં વેશ્યાવૃત્તિ ગેરકાયદેસર નથી. પોલીસ ભ્રષ્ટાચાર અને વિયેતનામ યુદ્ધના સમયની વેશ્યાવૃત્તિ પર આર્થિક નિર્ભરતાથી વેશ્યાવૃત્તિ વધી છે. ગરીબી, શિક્ષણનું નીચું સ્તર અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારનો અભાવ છે. વેશ્યાઓ મોટે ભાગે થાઈલેન્ડના ઉત્તરપૂર્વીય (ઈસાન) પ્રદેશમાંથી, વંશીય લઘુમતીઓમાંથી અથવા પડોશી દેશોમાંથી, ખાસ કરીને કંબોડિયા, મ્યાનમાર અને લાઓસમાંથી આવે છે.

સામાન્ય રીતે ખાનગીમાં વેશ્યાવૃત્તિ સામે કાયદો લાગુ કરવામાં આવતો નથી. જાહેરમાં દંડ થાય છે.

ગુનો
કોઈપણ વ્યક્તિ જે કોઈ પણ વ્યક્તિને વેશ્યાવૃત્તિ માટે ખરીદે છે, દલાલી કરે, ધમકાવે, લલચાવે, વેશ્યાની આવકમાંથી કમાણી કરે, વેશ્યાને લઈ જાય તો એકથી દસ વર્ષ સુધીની જેલ અને વીસ હજારથી બે લાખના દંડ થાઈલેન્ડમાં થાય છે.

સંખ્યા
ચુલાલોન્ગકોર્ન યુનિવર્સિટીના ડો. નિતેત તિન્નાકુલ દ્વારા 2004ના અંદાજમાં કુલ 2.8 મિલિયન સેક્સ વર્કર્સ આપવામાં આવ્યા હતા, જેમાં 20 લાખ મહિલાઓ, 20,000 પુખ્ત પુરૂષો અને 18 વર્ષથી ઓછી ઉંમરના 800,000 સગીરોનો સમાવેશ થાય છે. તેના માટે કામ કરતી સંસ્થાઓના અંદાજ પ્રમાણે 150,000 અને 3 લાખ વચ્ચે સેક્સ વર્કર્સ છે. સરકારી સર્વેક્ષણમાં 76,000 થી 77,000 પુખ્ત વેશ્યાઓ હતી.
થાઈ અર્થતંત્રના લગભગ 10 ટકા જેટલો સેક્સની આવક છે. થાઈલેન્ડમાં રશિયન વેશ્યાઓ કામ કરતી હતી.
2019માં વેશ્યાવૃત્તિ સંબંધિત ગુનાઓ માટે 24,000 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

રેડ લાઈટ વિસ્તારો
થાઈલેન્ડ, બેંગકોકમાં લુમ્ફિની પાર્ક,પટાયાના બોયઝટાઉન,સુની પ્લાઝા, વૉકિંગ સ્ટ્રીટ છે. પેટપોંગ, રત્ચાડાફિસેક રોડ, ફૂકેટ ટાપુ પરના પટોંગ બીચ રિસોર્ટ દેહવ્યાપર વધારે કરે છે. જેમાં વેશ્યાલયો, હોટેલો, મસાજ પાર્લર, રેસ્ટોરાં, સૌના, હોસ્ટેસ બાર, ગો-ગો બાર, બાર ગર્લ અને બીયર બારનો સમાવેશ થાય છે.

ગુલામી
1905 માં ગુલામીની નાબૂદીથી ઘણી સ્ત્રીઓને ઘરવિહોણા અને બેરોજગારીની સ્થિતિમાં ઉપપત્ની તરીકે ખરીદવામાં આવી હતી. આમાંથી ઘણી વેશ્યાઓ બની હતી. 1908માં વેશ્યાવૃત્તિને કાયદેસર બનાવવામાં આવી હતી.

વિયેતનામ યુદ્ધ
વિયેતનામ યુદ્ધ દરમિયાન 20 હજાર વેશ્યાઓ આપવામાં આવી હતી. વિયેતનામ યુદ્ધના અંત પછી, થાઈલેન્ડમાં વેશ્યાવૃત્તિમાં ભારે વધારો થયો હતો.

2017માં એચઆઇવીનો વ્યાપ 2.8 ટકા હતો

રાજકારણીઓ
ચુવિટ કામોલવિસિટ બેંગકોકમાં ઘણા મસાજ પાર્લરોનો માલિક હતો અને ઘણા લોકો તેને થાઈલેન્ડમાં “વેશ્યાવૃત્તિનો ગોડફાધર” માનતા હતા. 2005 માં તેઓ થાઈ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચાર વર્ષની મુદત માટે ચૂંટાયા હતા, પરંતુ 2006 માં બંધારણીય અદાલતે તેમને પદ પરથી દૂર કર્યા હતા.
ત્યાંના ઘણાં સાંસદો રેડ-લાઇટ વિસ્તારના માલિકો છે. દેશમાં બૌદ્ધ ધર્મ છે.

પોલીસ દ્વારા શોષણ
થાઈ સમાજમાં વેશ્યાવૃત્તિની નાજુક સ્થિતિ તેને પોલીસ અને સરકારી અધિકારીઓ દ્વારા શોષણ માટે યોગ્ય બનાવે છે. પરવાનગી મેળવવા માટે અધિકારીઓને નોંધપાત્ર રકમ ચૂકવે છે. 2014માં જંટા સત્તામાં આવ્યા ત્યારથી, સતામણી વધી છે, જેમ કે રકમની માંગણી કરવામાં આવી છે. આનાથી વ્યવસાયો અને સેક્સ વર્કરોને ફ્રીલાન્સર્સ તરીકે શેરી અથવા ઇન્ટરનેટ પર લઈ જવાની અસર થાય છે. તેથી વેશ્યાઓ ભારત પણ આવી રહ્યા છે.