ચલાલામાં પશુ ચિકિત્‍સકન હોવાથી પશુઓના મોત વધી રહ્યા છે

અમરેલી જીલ્‍લાના હાર્દસમુ ચલાલા શહેર તેમજ આજુબાજુના અંદાજે 30 ગામો મોટા ઉદ્યોગો, આરોગ્‍ય, રોડ-રસ્‍તા, રેલ્‍વે, સુરક્ષા, શિક્ષણ, સિંચાઈ સહિત દરેક ક્ષેત્રે અતિઅલ્‍પ વિકસિત તથા અતિપછાત છે. ત્‍યારે અહીના લાખો લોકો ખેતી, ખેતમજુરી તથા પશુપાલન વ્‍યવસાય પર નિર્ભર છે.
જયારે આ વિસ્‍તારના લોકોની આજીવિકા માત્રને માત્ર પશુઓ જ છે. ત્‍યારે ચલાલા તેમજ આજુબાજુના અનેક ગામોના પશુપાલકોના પશુઓના આરોગ્‍ય તથા ભાવિ આરોગ્‍ય માટે જયા સારવાર મળે છે તેવા પશુ દવાખાનામાં છેલ્‍લા કેટલાય સમયથી પશુ ચિકિત્‍સકની જગ્‍યા ખાલી હોવાથી હાલ ખાંભાનાં ડોકટર ચાર્જ સંભાળી રહૃાા હોય. ત્‍યારે કાયમી પશુ ડોકટરની જગ્‍યા ખાલી હોવાથી હાલ ચોમાસાની સિઝનમાં માખી-મચ્‍છરનો ઉપદ્રવ તથા લીલો ચારો વધુ ખાવાથી તેમજ વાયરલ ઈન્‍ફેકશન થવાથી પશુઓમાં તાવ, ગળસુંઢો, ખરવા, સાંકરડો, ફલુ જેવા ભયંકર રોગોનો ઉપદ્રવ વઘ્‍યો છે. ત્‍યારે ચોમાસાની સિઝનમાં ઘેંટા, બકરાઓ જીવલેણ બીમારીમાં સપડાયા છે. ત્‍યારે આવી ગંભીરપરિસ્‍થિતિમાં પશુપાલકોની રોજીરોટી સમા મુલ્‍યવાન અબોલ પશુઓ એક ડોકટરના અભાવે પશુપાલકોની નજર સામે અનેક પ્રકારની વેદના સહન કરે છે. તેટલું જ નહી ઘણીવાર પશુઓ ડોકટરના અભાવે મોતના મુખમાં ધકેલાય છે તેવી અતિ ગંભીર પરિસ્‍થિતિનું નિર્માણ થયું છે.
વધુમાં જણાવેલ છે કે, જયારે માનીની સારવારમાં તે સરકારી તથા ખાનગી અતિઆધુનિક સગવડતા સભર હોસ્‍પિટલો કાર્યરત છે. તેમજ દર્દીઓને સારવાર માટે લઈ જવા પણ અનેક સવલતો છે. ત્‍યારે પશુઓને માત્રને માત્ર એક ડોકટરની હાજરીથી સારવાર તથા નવજીવન મળે છે. ત્‍યારે આવા અબોલ પશુઓ તથા પશુપાલકોની વિવશતા ઘ્‍યાને લઈ આત્‍મા સો પરમાત્‍માનાં મંત્રને સાર્થક કરવા તાકિદે કાયમી પશુચિકિત્‍સકની નિમણૂંક કરવા બાપા સીતારામ ગૃપનાં અશોકસિંહ તલાટીયાએ મુખ્‍યમંત્રીને પાઠવેલ પત્રમાં માંગ કરેલ છે.