બનાસકાંઠા જિલ્લાના બાદરપુરા ખાતે રૂ. ૨૮.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૫૩૬૮ મેટ્રિક ટન THR આહાર પૂરો પાડતાં અને ૨૦૦ મે.ટન પ્રતિ દિનની ક્ષમતાવાળા અતિ આધુનિક ટેક હોમ રાશન પ્લાન્ટ (THR) શરૂં થયો હતો.
કુપોષણમુકત ગુજરાત બનાવવાના સંકલ્પ સાથે ભાવિ પેઢીને સમૃધ્ધ, સશકત, તંદુરસ્ત બનાવવા નવજાત શિશુ, સગર્ભા માતા, બહેનો-દિકરીઓ માટે આ ટેક હોમ રાશનનો પ્રયોગ શરૂ કર્યો છે.
ગુજરાતમાં લગભગ ૪ર લાખ જેટલા આવા લાભાર્થીઓ માટે દર મહિને અંદાજે ૧૬ હજાર મેટ્રીક ટન ટેક હોમ રાશનની
જરૂરિયાત રહે છે. આ માટે રાજ્યની ડેરીઓ અને મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને આવા ટેક હોમ રાશનના ઉત્પાદન અને આંગણવાડી સુધી વિતરણની જવાબદારી સોંપી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ ટેક હોમ રાશનમાં ભારત સરકારના નિયત કરેલ ભાવોની મર્યાદામાં ગુણવત્તાસભર
આહાર મળી શકે તે માટે ડેરી ક્ષેત્રની વિશ્વવિખ્યાત અગ્રગણ્ય સંસ્થા GCMMF – ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ
ફેડરેશનના માધ્યમથી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘો મારફતે પુરું પાડવા માટેની કામગીરી ૧૦ વર્ષ માટે આપણે સોંપવાનો નિર્ણય કર્યો છે. GCMMFએ સૂમુલ ડેરી, બનાસ ડેરી અને અમુલ ડેરીને THRના ઉત્પાદન અને આંગણવાડી સુધી વિતરણની જવાબદારી સોંપી છે.
બનાસ ડેરી દ્રારા ૧૨ જિલ્લાઓની ૧૭૯૩૨ આંગણવાડીના લાખો બાળકો અને સગર્ભા માતા, ધાત્રીમાતા અને કિશોરીઓ માટે માસિક ૫૩૬૮ હજાર મેટ્રીક ટન બાલશકિત, પૂર્ણા શકિત અને માતૃશકિત ઉત્પાદન કરી આંગણવાડીઓમાં વિતરણ કરાશે.
૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓ માટે રૂ. ૨૭૭.૮૯ કરોડની પૂર્ણા – પ્રિવેન્શન ઓફ અંડરન્યુટ્રિશન એન્ડ રિડક્શન ઓફ ન્યુટ્રિશનલ એનીમિયા અમોંગ અડોલસન્ટ ગર્લ્સ – યોજના છે.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે બે દિવસમાં જ બનાસકાંઠા જિલ્લામાં રૂ. ૪૦૦ કરોડના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા છે.
દૂધના ભાવ સતત ઘટી રહ્યા છે ત્યારે બનાસ ડેરી તાત્કાલિક અસરથી કિલો ફેટે રૂા. ૧૦ તથા ખાસ વધુ રૂા. ૧૦ મળી કુલ રૂા. ૨૦ નો ભાવ વધારો ૧લી ફેબ્રુઆરીથી અમલ કરી રહી છે. બટાકામાંથી ઉત્પાદિત ચીજ વસ્તુઓ માટેનો નવો પ્લાન્ટ શરુ કરાશે.