“તાઉતે” વાવાઝોડાથી બચવા ભાવનગરના 43 ગામોનું સ્થળાંતર કરાયું, લશ્કર આવશે

ગાંધીનગર, 16 મે 2021
“તાઉતે” વાવાઝોડુ ઝડપથી ગુજરાત તરફ આવી રહ્યું છે. દિવ, ભાવનગર, જુનાગઢમાં હીટ થાય તેવી હવામાન વિભાગની આગાહી છે. અહીં અગરીયાઓનું પણ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 44 એન.ડી.આર.એફ.ની ટીમ ફાળવી આપવામાં આવી છે. 26 ટીમ આવી ગઇ છે.  બીજી સાંજ સુધીમાં આવી જશે.

“તાઉતે”નો સામનો કરવા આર્મી, નેવી અને એરફોર્સની મદદ લેવાશે.  ભાવનગરનાં 43 ગામોને અસર થાય તેમ છે. તેથી આ ગામોને સ્થળાંતર કરવાંમાં આવી રહ્યા છે.  જિલ્લા અને શહેરમાં કંટ્રોલરૂમ ચાલુ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત સરકારે પણ વાવઝોદાનો સામનો કરવાં 85 આઇ.સી.યુ. ઓન વ્હિલ જામનગર, ભાવનગર, જુનાગઢ વગેરે જિલ્લ્લાઓમાં  તૈયાર રાખી છે તેમ જણાવી તેમણે પોરબંદર, અમરેલી, ગીર-સોમનાથ, જુનાગઢ, બોટાદ, રાજકોટને વધુ પડતી અસર થાય તેમ છે તેમજ 150 કિ.મી.ની ઝડપથી વાવઝોડું ફુંકાવાની શક્યતાંને પગલે એસ.ડી.આર.એફ. પોલીસ, ફાયરબ્રિગેડ, કોર્પોરેશનને હાઇએલર્ટ રહેવાં આદેશો કરી દેવામાં આવ્યા છે.

1300 કોવિડ હોસ્પિટલોમાં પાવર સપ્લાય ન ખોરવાય તે માટે ડી.જી.સેટ તૈયાર રખાયાં છે. ઓક્સિજન બનાવતી કંપનીઓ પણ ઓક્સિજનનું ઉત્પાદન ન અટકે તે માટેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

સંભવિત “તાઉતે”  વાવાઝોડાના પગલે દરિયાઈ પટ્ટીના લોકો પણ ઝડપથી ઉંચાણવાળી જગ્યાએ સ્થળાંતરીત થઈ જાય, દરિયાકિનારેથી બોટને પણ સલામત સ્થળે લઈ જાય, ઘરની બહાર ન નીકળે અને તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.