ગુજરાત ભાજપની સરકાર શહેરી મતદારોના મત પર બની હોવાથી ગુજરાત સરકાર હવે શહેરી વિસ્તારો કેમ ઝડપથી વધે તે માટે યોજના બદ્ધ આગળ વઘી રહી છે. પાંચ મહિલામાં જ ગુજરાતમાં 500 ચોરસ કિલોમિટરનો શહેરી વિસ્તાર વધારી દેવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન અને શહેરી વિકાસનો હવાલો સંભાળતા વિજય રૂપાણીએ નવી સરકાર બનાવતાં જ તેઓ હવે ઝડપી શહેરીકરણ તરફ નીતિ અખત્યાર કરી રહ્યાં છે. શહેરો માટેની યોજનાઓ ઝડપી બનાવી છે.
શહેરીકરણ ઝડપી કરો – મુખ્ય પ્રધાન
ભાજપ સરકારે શહેરી નીતિનો ઝડપી અમલ કરવા માટે TPO – નગર નિયોજક અને CTP અને વિભાગને સુચના આપી છે. બાકી રહેતી TP પણ તાત્કાલિક પૂર્ણ થાય અને શહેરના વિકાસમાં TP નો વિલંબ બાધારૂપ ના બને તેવા સ્પષ્ટ આદેશો આપેલા છે. લોકસભા ચૂંટણીની આચાર સંહિતા પૂર્ણ થતા જ શહેરી પ્રશાસનના ભાગરૂપે 21 TP ટાઉન પ્લાનીંગ સ્કીમ અને ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કરીને શહેરોનો વિસ્તાર ઝડપથી વધે તે માટે કામ કર્યું છે. 5 મહિનામાં 50 TP મુખ્ય પ્રધાને મંજૂર કરી છે.
શહેરી વિકાસ વિભાગમાં લોકોને નહિવત્ મુશ્કેલી પડે અને તમામ સ્તરીય ઝડપી કાર્યવાહી થાય તેવી સ્પષ્ટ સૂચનાઓ પણ તેમણે આપી છે.
5 મહિનામાં 50 શહેરી આયોજન
2019ના 5 જ મહિનામાં 50 TP મંજૂર કરી છે. નવી સરકાર આવી તેની સાથે દોઢ વર્ષમાં 150 TP મંજૂર કરી છે. જે અગાઉની તમામ સરકારો કરતાં વધું છે. 10 હેક્ટરની એક TP સ્કીમ બને છે.
અમદાવાદ મોટું થયું
અમદાવાદ શહેરની 3 પ્રારંભિક TP તથા એક ડ્રાફ્ટ TPને મંજૂરી આપી છે. આ સ્કીમ્સમાં ઓઢવની TP 112, ઓગણજની TP 54 તથા બોપલની TP 1 એમ 3 પ્રારંભિક તથા ઘાટલોડીયા – સોલા – ચાંદલોડીયાની ડ્રાફટ TP 28ને મંજૂરી આપી છે. અમદાવાદની આ 3 પ્રારંભિક યોજના મંજૂર થવાથી શહેરને બાગ-બગીચા, ખુલ્લી જમીન, સોશ્યલઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ તેમજ આર્થિક – સામાજિક વર્ગના લોકોના રહેણાંકના વેચાણ હેતુથી પ્રાપ્ત થશે. ખાસ કરીને પ્રારંભિક ટીપી મંજૂર થવાથી આર્થિક અને સામાજીક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે જમીન પ્રાપ્ત થશે અને શહેરી વિસ્તારમાં સામાન્ય માનવીના ઘરના ઘરનું સ્વપ્ન પુરૂ કરવામાં આ નિર્ણય એક વધુ કદમ પૂરવાર થશે. એવું મુખ્ય પ્રધાન માની રહ્યાં છે. તેનો સીધો મતલબ એ થયો કે શહેરોમાં વસતી વધારવી.
સુરતમાં સૌથી વધું TP
સુરતની એક પ્રારંભિક સ્કીમ પૂણા 20 મંજૂર કરી છે. મુખ્ય પ્રધાન જે ઝડપથી ડ્રાફ્ટ સ્કીમને મંજૂરી આપવામાં આવે છે તે જ રીતે ઝડપી કાર્યવાહીથી ડ્રાફ્ટ TPમાં રસ્તા તેમજ અન્ય આંતરમાળખાકીય સુવિધાના સમયસર અમલીકરણ થવા માટે પણ સંબંધિત સત્તામંડળોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
ચૂંટણી પછી ઝડપ કેમ ?
લોકસભાની ચૂંટણી પૂરી થતાં અને ભાજપની સરકાર બનકતા આચારસંહિતા બાદ જે 12 ફાઇનલ TPને મંજૂરી આપી છે તેમાં રાજકોટ TP નં.15 -વાવડી, અમદાવાદ TP નં.89(વટવા-૧), રાજકોટ TP 27 (મવડી), ઉંઝા 4, ઉંઝા 6, સુરત 38 વરીયાવ, વડોદરા 1 ખાનપુર – સેવાસી, અમદાવાદ 111 (નિકોલ – કઠવાડા), ગાંધીનગર – GUDA 16, પેથાપુર, ગાંધીનગર GUDA 13 વાવોલ, ઉંઝા 1, ફર્સ્ટ વેરીડ અને અમદાવાદ 109 મુઠીયા – લીલાસીયા-હંસપુરાનો સમાવેશ થાય છે.
ચૂંટણી પહેલાં શું થયું
ચૂંટણીઓ પહેલા 6 ફાઇનલ TP ને મંજૂરી આપી હતી. ફાઇનલ TP મંજૂર થતાં, તેટલી TP સ્કીમની કાર્યવાહી પૂર્ણ થઇ તમામ રેકર્ડ સંબંધિત ઓથોરીટીને ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા સોંપી દેવામાં આવે છે અને પરિણામે આવા TPOની કચેરીમાં અન્ય TPની વધુ ઝડપથી કામગીરી હાથ ધરી શકાશે. નાના શહેરો મોટા થશે વિજયભાઈ રૂપાણીએ રાજકોટની ફાઇનલ TP 15 વાવડી અને 27 મવડીની મંજૂર કરી છે. કરજણ તથા ઝઘડીયા – સુલતાનપુરના ડેવલપમેન્ટ પ્લાન, બિલીમોરા-દેસરાની TP 1 પ્રારંભિક તથા અન્ય વેરીડ સ્કીમો, ભાવનગર શહેરની 2 ડ્રાફ્ટ સ્કીમો 19 અને 20 નારીને પણ મંજૂરી આપી છે.
ભાજપને કોઈ હરાવી શકશે નહીં
3 કરોડ લોકો શહેરોમાં રહે છે. જો આ રીતે જ શહેર મોટા થતાં રહેશે તો 2024 સુધીમાં ગુજરાતમાં 50 ટકાથી વધું વસતી શહેરમાં વસતી હશે. તેમ થાય તો પછી ગુજરાતમાંથી ભાજપને કોઈ હરાવી નહીં શકે, તેઓ લાંબો સમય સુધી ગુજરાતની સત્તા ભોગવશે.
શહેરી રાજકારણ
અમદાવાદ મેટ્રો સિટી છે. અમદાવાદમાં જેટલાં શહેરી વિસ્તાર ભેળવતાં ગયા તેમ સત્તા ટકતી રહી હતી. સુરત, વડોદરા અને રાજકોટ શહેર મીલીયન સિટી તરીકે છે. જેની વસતી 10 લાખથી વધું છે.
શહેરો મોટા થયા
1થી 10 લાખ સુધીના 27 શહેરો છે. જેમાં 4 મહાનગર પાલિકા ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગરનો સમાવેશ થાય છે. ઉપરાંત 23 નગરપાલિકાઓ મળીને તમામ 27 શહેરોમાં ભાજપનું રાજ છે.
34 શહેરો એવા છે કે જેની વસતી 50 હજારથી 1 લાખ સુધી છે. આ તમામ નગરપાલિકાઓ છે. જેમાં 90 ટકા પર ભાજપનો કબજો છે. 5 જિલ્લા મથક પણ નગરપાલિકા છે જેમાં રાજપીપળા, આહવા, વ્યારા, લુણાવાડા, મોડાસાનો તેમાં સમાવેશ થાય છે. જેમાં 4 પર ભાજપની સત્તા છે.
ગામડાની પ્રજાને શહેરમાં લઈ જવાઈ
ભાજપ ગુજરાતમાં સત્તા પર આવ્યો ત્યારે 500 લોકો રહેતાં હોય એવા ગામોની સંખ્યા 3 હજાર હતી જે 2011માં 2400 થઈ ગયા હતા. 2024 સુધીમાં ઘટીને 2 હજાર નજીક આવી જશે. આમ નાના ગામોના 50 ટકા લોકોએ હિજરત કરી છે. જો હિજરત ન કરી હોત તો આ ગામોની સંખ્યા વધીને 3500 ગામો હોત. જો તેમ હોત તો ભાજપના મતોનું ધોવાણ થયું હોત.
ગામ શહેર બનશે
તેની સામે શહેરી વિસ્તારોમાં જબ્બર વધારો થયો છે. ભાજપ સત્તા પર ગુજરાતમાં આવ્યો ત્યારે 5 હજારથી ગણીને 264 શહેર હતા. 2011માં 348 શહેર બન્યા અને હવે બીજી લોકસભાની ચૂંટણી 2024 સુધીમાં આવશે ત્યાં સુધીમાં 400 મોટા ગામ કે શહેર બની ગયા હતા.
શહેરોની વસતી પણ વધી રહી છે
2.70 કરોડની ગ્રામ્ય વસતી હતી જે 2011માં 3.46 કરોડ અને 2024માં 4 કરોડ થઈ જશે. તેની સામે 1.42 કરોડની શહેરી વસતી 2.57 કરોડ 2011માં થઈ હતી અને 2014 સુધીમાં તે 4 કરોડ નજીક પહોંચી જશે. આમ ભાજપના રાજમાં ગ્રામ્ય વિસ્તારોમાં વસતી વધારાનો દર 15 ટકાથી ઘટીને 9.30 ટકા 2011 સુધીમાં થયો છે અને 2014માં 5 ટકા થઈ શકે છે. આમ ગામડાની વસતી ઘટી રહી છે. તેની સામે શહેરી વસતી વધારાનો દર 34 ટકાથી વધીને 36 ટકા થયો અને હવે 2024 સુધીમાં 40 ટકા થઈ જશે. તેમાં ગ્રામ્ય વિસ્તારોમાં જન્મનું પ્રમાણ વધું છે જો તે શહેરો જેટલું હોત તો આજે શહેર અને ગામડાની વસતી સમાન થઈ ગઈ હોત અને 2024 સુધીમાં શહેરોની વસતી ગામડાઓ કરતાં વધી હોત.