સરદાર હોસ્પિટમાં રમૂજી ભૂલથી 5 કરોડનું નુકસાન, દર્દીને ફાયદો

5 crore loss to Sardar Hospital with funny mistake, benefit to patient

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસવીપી (સરદાર હોસ્પિટલ)ના અધિકારીઓએ માત્ર ‘ટાઈપીંંગની ભૂલ’ને કારણે રૂ.પાંચ કરોડનું નુકશાન કરાવ્યુ છે. રમુજી કૌભાંડ બહાર આવ્યુ છે. હોસ્પીટલમાં વેન્ટીલેટર માટે દૈનિક રૂ.બે હજાર લેવા નક્કી કરવામાં આવ્યા હતા. હોસ્પીટલ મેનેજમેન્ટ દ્વરા જ્યારે સારવાર- સાધનોના ભાવ લેખિતમાં જાહેર કરવામાં આવ્યા ત્યારે ‘ટાઈપ’ કરનાર વ્યક્તિએ ભૂલથી રૂ.ર૦૦૦ના બદલે રૂ.ર૦૦ ટાઈપ કર્યા હતા. આમ, એક શૂન્ય ઓછું લખવામાં આવ્યુ હતુ. તેથી હોસ્પીટલ શરૂ થઈ તે સમયથી જ વેન્ટીલેટર માટે દૈનિક રૂ.ર૦૦ લેખે દર્દી પાસેથી લેવામાં આવતા હતા.

કોઈના ધ્યાનમાં આ ભૂલ આવી નહોતી. એસવીપી હોસ્પીટલમાં ૭૯ વેન્ટીલેટર છે. એક વેન્ટીલેટર દીઠ રૂ.૧૮૦૦ ઓછા લેવામાં આવ્યા છે. એક વર્ષમાં રૂ.પાંચ કરોડની આવક હોસ્પીટલે ગુમાવ્યા છે. જોકે લોકો માટે તો આ ભાવ જ હોવા જોઈતા હતા. પ્રજાને મફત સારવાર આપવી તે સત્તાવાળીઓની ફરજ છે.

જ્યારે રૂ.૭૦૦ કરોડના ખર્ચથી શરૂ થયેલ હોસ્પિટલ વેન્ટીલેટર ફીમાં દસ ગણો વધારો કરવાની ફાઈલ શા માટે તૈયાર કરવામાં આવી છે ? વેન્ટીલેટર રાહત દરે રૂ.ર૦૦ના બદલે રૂ.૪૦૦ લેખે ફી લેવા જોઈએ એવું દરેક માને છે.

હોસ્પીટલ કાર્યરત થયા બાદ સિક્યોરીટી સર્વિસ, મેન પાવર કોન્ટ્રાક્ટર તથા એપોલો ફાર્મસીની નબળી કામગીરી અને ગેરરીતિની વ્યાપક ફરીયાદો બહાર આવી છે. ‘મા’ કાર્ડ પેશન્ટના બીલમાં પણ એપોલો ફાર્મસી દ્વારા ચેડા કરવામાં આવતા હોવાનું પુરવાર થયુ છે. જેના કારણે તેને પેનલ્ટી પણ કરવામાં આવી છે.

વી.એસ.હોસ્પીટલ માંથી સાગમટે નિષ્ણાંત તબીબોને લઈ જવાયા છે. જ્યારે ‘મા’ કાર્ડના દર્દીઓ પાસેથી એડવાન્સ ફી લેવી, સેનીટેશનમાં ધાંધિયા, વરસાદમાં પાણી લીકેજ થવા, પાઈપમાંથી પાણી ટપકવા જેવા અનેક મુદ્દે એસવીપીમાં વિવાદ થયા છે. વેન્ટીલેટરનો નવો વિવાદ સામે આવ્યો છે. પરંતુ હંમેશાની જેમ આ વખતે પણ સત્તાવાળાઓ ભૂલ સ્વીકારવા તૈયાર નથી.