ધમણની ધમાલ 12
ગાંધીનગર, 21 મે 2020
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે. મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ.
1 – નેશનલ એક્રીડીટેશન બોર્ડ ઓફ લેબોરેટરીઝ ફોર આઈએસઓ 86101 અને આઈસી 60601 દ્વારા એપ્રુવ્ડ લેબમાં મશીનનો ટેસ્ટ કરાયો હતો. મધ્યસ્થ માર્ગદર્શિકાને અનુસરતા હોય તો પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે એથિકસ કમીટીની સામે એક દર્દી પર ટ્રાયલ થઈ હોવાનું જણાવ્યું હતુ. છતાં તેને કઈ રીતે મંજૂરી મળી ?
2 – એથિકસ સમિતીમાં ક્રીટીકલ કેર એકસપર્ટ નહીં પણ મેડીસીનના પ્રોફેસર ડો. કમલેશ ઉપાધ્યાય અને એનેસ્થેટિસ્ટ હતા. આવી મોટી ભૂલ કોણે કરી ?
3 – 230 મશીન અમદાવાદની કોરોના હોસ્પિટલ પાસે હોવા છતાં શા માટે ધમણને લેવામાં આવ્યા હતા.
4 – સિવિલ હોસ્પિટલમાં ડોકટરોએ વધુ વેન્ટીલેટરની માંગણી કર્યા પછી આ મશીનની બિઅસરકારકતા બહાર આવી હતી. તો કેમ તુરંત ધમણને દૂર ન કર્યા ? કોની સામે પગલાં લીધા ?
5 – આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ ધમણ-1 અંગે જાહેર કર્યું હતું કે, તે સમયે વેન્ટીલેટરની અછત હતી. જયોતિ સીએનસીએ પહેલ કરી ડિવાઈસ બનાવ્યું હતું. સરકારને 1000 ધમણ વેન્ટીલેટરનું દાન મળ્યું હતું. એને ગુજરાત સરકારના ઈલેકટ્રોનીકસ એન્ડ કવોલીટી ડેવલપમેન્ટ સેન્ટર અને સિવિલ હોસ્પિટલના ડોકટરોની બહાલી મળી હતી. એ પછી એ ઈન્સ્ટોલ કરાયા હતા. તો પણ કોને જવાબદાર ઠેરવવામાં આવશે ?