5 thousand brokers in Gujarat Transport Office, गुजरात परिवहन कार्यालय में 5 हजार दलाल
13 ડિસેમ્બર 2024
અમદાવાદના સુભાષ પુલ પાસે આવેલી વાહન વ્યવહાર કટેરી બહાર દલાલો દ્વારા ગેરકાયદેસર રીતે વાહન પરવાના અપાવવાનો વિડીયો વાયરલ થયા બાદ દલાલો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ગાંધીનગર વાહન વ્યવહાર કચેરીના કમિશનરે આ બાબતની ગંભીર નોંધ લઇને અમદાવાદ આરટીઓના કચેરીના અધિકારીઓ પાસે ખુલાસો માંગ્યો છે. તેમજ એજન્ટો વિરૂદ્ધ ગુનો રાણીપ પોલીસ મથકે ગુનો નોંધવા માટે પણ સુચના આપી છે.
અમદાવાદમાં 203 દલાલો અધિકારીઓ વતી પૈસા પડાવવાની દલાલી કરે છે. આખા ગુજરાતની 40 વાહનવ્યવહાર કચેરીઓમાં 5 હજાર જેવા દલાલો કામ કરે છે. જે ગેરકાનુની કામો કરે છે.
એજન્ટો સામે ગુનો નોંધવાની સાથે જવાબદાર સામે તપાસ કરવા આદેશ 2 – imageઅમદાવાદ આરટીઓ કચેરીની બહાર અડીંગો જમાવીને બેઠેલા એજન્ટો દ્વારા માત્ર ૧૭,૫૦૦ રૂપિયામાં કોઇપણ ડ્રાઇવીંગ ટેસ્ટ વિના ડ્રાઇવીંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં અને સાડા સાત હજારમાં પાકુ લાયસન્સ અપાવવાની ખાતરી આપતો વિડીયો વાયરલ થયો હતો. જે બાદ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
એજન્ટો સામે ગુનો નોંધવાની સાથે જવાબદાર સામે તપાસ કરવા આદેશ 3 – imageત્યારે આ બાબતે રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે આ બાબતની ગંભીર નોંધ લઇને અમદાવાદ આરટીઓના અધિકારીઓ પાસે સ્પષ્ટતા માંગી છે કે એજન્ટો દ્વારા ઓફિસની નજીકમાં આ નેટવર્ક કઇ રીતે ચલાવવામાં આવતુ હતું? અને આ બાબતે તેમને જાણ કેમ નહોતી?
આ સાથે વિડીયોમાં દેખાતા એજન્ટો વિરૂદ્ધ રાણીપ પોલીસ મથકે ગુનો નોંધવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ એજન્ટોનું નેટવર્ક આરટીઓના સ્થાનિક અધિકારીઓ વિના સેટ કરવું અઘરૂ છે. જેથી ંશંકાસ્પદ કર્મચારીઓ વિરૂદ્ધ પણ તપાસ કરવા માટે સુચના આપવામાં આવી છે.
પરંતુ એજન્ટ પ્રથાને કારણે ભ્રષ્ટાચારે માજા મુકી હોવાની ફરિયાદના અનુસંધાને ૧૯૯૮ના વર્ષમાં આ પ્રથા કાયમી રીતે રદ્દ કરવામાં આવી હતી. દાયકાથી આ પ્રથા કાગળ પર રદ કરવામાં આવી છે. પરંતુ આજની તારીખે પણ એજન્ટ પ્રથા આરટીઓ કચેરીમાં ખુલ્લેઆમ ચાલી રહી છે.
આરટીઓની બહાર જ એજન્ટ લાયસન્સ ઇસ્યુ કરાવતી બીજી ઓફિસ ધરાવે છે. પરંતુ, એેજન્ટોની ઓફિસ સિનિયર અધિકારીઓની સુચનાથી ચલાવવામાં આવે છે. જેમાં કોઇને વાહન ન આવડતુ હોય તો પણ પાકુ લાયસન્સ માત્ર 17 હજારમાં અને જો વાહન આવડતુ હોય તો લાયસન્સ સાડા સાત હજારમાં જ અપાવવાની ખાતરી આપવામાં આવે છે. જો કે તેમ છતાંય, આરટીઓના અધિકારીઓના દાવા છે કે એજન્ટ પ્રથા નાબુદ છે.આરટીઓ અમદાવાદમાં કાયદેસર રીતે લાયસન્સ કઢાવવા માટે નિયમોનું પાલન કરવાનું અને ડ્રાઇવીંગ ટ્રેક પર ટેસ્ટ આપવાની હોય છે. પરંતુ, આ નિયમ આરટીઓએ નક્કી કરેલા હોય તે મુજબ થતા હોય છે. પરંતુ, અમદાવાદ આરટીઓની બહાર એજન્ટોનુ રાજ ચાલે છે. જે કોઇપણ વ્યક્તિને લાયસન્સ અપાવવાની તાકાત રાખે છે. જે આરટીઓના અધિકારીઓની સુચના મુજબ કામ કરે છે.
જેમાં સુભાષબ્રીજ આરટીઓ કચેરી બહાર એક એજન્ટ એક વ્યક્તિને સાડા સાત હજારમાં જ લાયસન્સ અપાવવાની ખાતરી આપે છે. જેમાં બે હજાર રૂપિયા લઇને બે દિવસમાં કાચુ લાયસન્સ આપી દેવાની અને તે પછી દોઢ મહિનામાં પાકુ લાયસન્સ અપાવી દેશે. આ માટે ખાલી વાહનના સ્ટીયરીંગ પર બેસવાનું રહે છે. આ લાયસન્સ વસ્ત્રાલ કે અન્ય આરટીઓમાં તૈયાર કરી આપશે. જ્યારે આ એજન્ટ તે વ્યક્તિની પત્નીને કોઇ વાહન ન આવડતુ હોય તો પણ તેને માત્ર 17 હજારમાં ડ્રાઇવીગ લાયસન્સ કોઇ પણ ટેસ્ટ અપાવવાની ખાતરી આપે છે. આ એજન્ટની સાથે એક મહિલા એજન્ટ પણ ત્યાં જોવા મળી હતી. આમ, આરટીઓમાં એજન્ટ પ્રથા ન હોવાના દાવા ફરી નિષ્ફળ ગયા છે.
આરટીઓ કચેરીમાં એજન્ટોનો રાફડો
જામનગર આરટીઓ કચેરીમાં હાલમાં 200 એજન્ટો કાર્યરત હોવાનું સુત્રોએ જણાવ્યું છે. નવાઇની વાત એ છે કે, કોઇપણ આદમી આરટીઓના એજન્ટ તરીકે કામ કરે તો કોઇ પૂછવાવાળું નથી. એટલે કે એજન્ટોમાં કોઇપણ પ્રકારનું ધારાધોરણ નથી.
આરટીઓમાં સ્ટાફના અભાવે એજન્ટોને મોકળું મેદાન મળી ગયું છે. નવાઇની વાત તો એ છે કે, હાલમાં ગાડીનું પાસીંગ, ટ્રાય, ચેસીસ નંબર વગેરે જેવી મહત્વની કામગીરી પણ આરટીઓના કર્મચારીઓના બદલે એજન્ટના માણસો કરી રહયા હોવાની લોક ફરિયાદ સામાન્ય બની છે.
નાછુટકે એજન્ટની મદદ લેવી પડે છે
આરટીઓ કચેરીમાં ઘણા વાહનધારકો અને અરજદારો કામગીરી માટે સીધા જ આવે છે. પરંતુ કચેરીમાં એજન્ટ વગર અરજદારના કોઇ ભાવ પુછતું નથી. કામ થતાં નથી.