ગુજરાતના 50 હજાર માજી સૈનિકો બેહાલ

ગુજરાતના 50 હજાર માજી સૈનિકો બેહાલ

2006થી મોદીએ જમીન આપવાનું બંધ કરી દીધું

અમદાવાદ, 20 જાન્યુઆરી 2026
ગુજરાતમાં 70 હજાર માજી સૈનિકો છે. લશ્કરમાંથી નિવૃત્ત થયા પછી તેમને આજીવિકા માટે સરકાર 16 એકર જમીન આપતી આવી છે. પણ 2006થી આવી જમીન નરેન્દ્ર મોદીએ આપવાની બંધ કરી છે.
જમીન આપવામાં સાથણી તરીકે જમીન આપવી એવો નિયમ મોદી સરકારે કર્યો ત્યારથી 50 હજાર પૂર્વ જવાનોને જમીન આપવામાં આવી નથી.
2006 પહેલાં જમીન આપી છે તેમાંથી 70 હજાર 20 હજારને જમીન મળી છે. પણ એમાં ઘણાં એવા છે કે જમીનનો કબજો સરકાર આપતી નથી. કબજા ન મળેળા 300 – 400 છે કે તેમને જમીન આપી છે તેમને કબજો અપાયો નથી.
જમીન ન જોઈતી હોય એમને સરકાર નોકરી આપે એવો નિયમ છે. પણ તેમાં આકરાં નિયમો લાગુ કર્યાં હોવાથી જમીન મળતી નથી.
કાગીરલ યુદ્ધમાં સહિદ થઈ ગયેલા પંચમહાલ જિલ્લાના સૈનિકના કુટુંબને જમીન આપી પણ કબજો અપાતો ન હતો, સંગઠને જમીનનો કબજો અપાવેલો હતો.
અમદાવાદમાં માજી સૈનિકને દુકાનો આપી હતી. પ્રધાન આવીને ઉદઘાટન કરી ગયા અને તેમના હાથે દુકાનની ચાવી આપી હતી. જે પરત લઈ લેવામાં આવી હતી. આજ સુધી એ દુકાન આપી નથી.

પ્રસંગોપાત હાલ માજી સૈનિકોને રાજ્ય સરકારની નોકરીઓમાં જે અનામત આપવામાં આવે છે તે મુજબ વર્ગ-1 અને 2 માટે 1 ટકા, વર્ગ-3 માટે 10 ટકા અને વર્ગ-4 માટે 20 ટકા અપાય છે. 10 હજાર જેવા યુવાન માજી સૈનિકો છે જેમને નોકરી મળી શકે તેમ છે. પણ વર્ષે 50 જવાનોથી વધારે કોઈને નોકરી મળતી નથી.
40 હજાર એવા છે કે, જેમને જમીન કે સૈનિક અનામતમાં નોકરી મળી શકે તેમ નથી. હમાણાં પોલીસમાં 400 વેકન્સી અનામતની હતી. પણ તેમાંથી માંડ 20 પસંદ થયા છે.

માંગણીઓ માટે 2022માં આંદોલન કર્યા પછી ફરીથી સપ્ટેમ્બર 2025માં માંગણીઓ માટે આંદોલન કર્યું હતું. તો લાઠીચાર્જ કરાયો હતો. દરેક જિલ્લામાં યાત્રા કાઢી હતી.

માજી સૈનિકો તેમજ ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા ‘ઓપરેશન અનામત’ નામનું આંદોલન કરવામાં આવ્યું હતું. માજી સૈનિકો દ્વારા એકસ આર્મીને 10 ટકા અનામત તરીકે નોકરીના કાયદામાં આવેલા ફેરફારને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પાસિંગ માર્ક્‌સ 40 રાખતા આજના નિવૃત સૈનિકોને મુશ્કેલી પડી રહી છે. મિનિમમ માર્ક્‌સ અને પગાર રક્ષણના સુધારાઓ હટાવવામાં આવે અને તેમને મળતા લાભો આપવામાં આવે. 9 દિવસ આંદોલન ચાલ્યું હતું. 2 હજાર નિવૃત્ત જવાનો જોડાયા હતા.

2022
5 માંગણીઓનો સ્વીકાર
1. શહીદ જવાનના પરિવારને 1 કરોડની સહાય આપવી
2. શહીદ જવાનાના બાળકોને રૂ. 5 હજાર શિક્ષણ સહાય આપવી
3. શહીદ જવાનના માતા-પિતાને માસિક રૂ. 5 હજારની સહાય આપવી
4. અપંગ જવાનના કિસ્સામાં 2.5 લાખની આર્થિક સહાય અથવા મહિને 5 હજારની સહાય આપવી
5. અપરણિત શહીદ જવાનના કિસ્સામાં માતા-પિતાને રૂ. 5 લાખની સહાય આપવી

તેમાં 3 માગણીઓ અમલી કરી છે.
શહીદોને 1 કરોડ આપવા, દારૂનો પરવાનો તથા ગેલેન્ટરી એવોર્ડની સંખ્યા વધારવામાં આવી.

ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શહીદ થનારા જવાનોના કુટુંબીજનોને રાહત અને ગેલેન્ટરી એવોર્ડમાં વધારા સિવાય બાકીની અન્ય માંગણી અંગે એક ઉચ્ચ કક્ષાની સચિવોની સમિતિ બનાવવાની હતી.

જમીનની માંગણીને સંબંધ છે ત્યાં સુધી માજી સૈનિકોને તેમના કુટુંબનો જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે 16 એકર જમીન સાંથણીથી આપવામાં આવે છે, એમ ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું પણ જમીન તો 20 વર્ષથી આપી નથી.

માજી સૈનિકોની પડતર 18 માંગણીઓઃ-
– કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ્દ કરીને સરકાર દ્વારા સીધી માજી સૈનિકની નિમણૂક કરો.
– સેનાની નોકરીનો સમય ગાળો પુનઃ નોકરીમાં સળંગ ગણી પગાર રક્ષણ
– ગુજરાત સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી
– સરકારી નોકરીમાં રહેઠાણ નજીક નિમણૂક
– શહીદ સૈનિકના દીકરા અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી
– વર્ગ-1 અને વર્ગ-4 સુધીની નિમણૂક વખતે માજી સૈનિકોને અપાતા અનામતનો ચુસ્ત અમલ
– શહીદના પરિવારને રાજ્ય સરકાર તરફથી પેન્શન
– શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 1 કરોડની સહાય
– ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનું શહીદ સ્મારક, આરામ ગૃહ.
– પરિવારના જીવનનિર્વાહ માટે ખેતીની જમીન આપો.
– રહેણાંક માટે પ્લોટની ફાળવો.
– દારૂ માટે ભારતીય સેનાએ આપેલી પરમિટ માન્ય રાખો.
– હથિયાર લાયસન્સ રિન્યુ કરવા અને નવા લાયસન્સ આપો.
– સામાજિક પ્રશ્નોને અગ્રતા આપો.
– ઉચ્ચ અભ્યાસમાં બાળકોને અનામત
– બાળકોના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર આપે.
– માજી સૈનિકને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપો.

પ્રશ્નોના નિરાકરણ માંગવાનો હતો તે ન થતાં માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ગુજરાતના અધ્યક્ષ જીતેન્દ્ર નિમાવત સહિત 100 માજી સૈનિકોએ પોતાનું રાજીનામું ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને સોંપ્યું હતું.