65 years of struggle continues to establish court of three regions of Gujarat गुजरात के तीन क्षेत्रों की अदालत स्थापित करने के लिए 65 वर्षों का संघर्ष जारी
દિલીપ પટેલ
અમદાવાદ, 7 ડિસેમ્બર 2024
ગુજરાતના લોકો 65 વર્ષથી વતનમાં જ ન્યાય મેળવવા જંગ ખેલી રહ્યા છે. તેમનો આજ સુધી વિજય થયો નથી. વળી, તેમની લડાઈને કુંઠીત કરી દેવા માટે ન્યાયાધીશો અને સત્તાધીશો કાયમ પ્રયાસ કરતાં રહ્યાં છે. આ જંગ ન્યાય માટેનો છે. હવે યુગ બદલાયો છે. ન્યાય અદાલતમાં નહીં પણ ઓનલાઈન મળવાનો શરૂ થયો છે. થોડા વર્ષોમાં ન્યાય ઘરે બેસીને મળતો હશે.
સૌરાષ્ટ્રના રાજકોટ, દક્ષિણ ગુજરાતના સુરત અને કચ્છના ભુજમાં વડી અદાલતના બેંચ શરૂ કરવા માટે લોકો જંગ ખેલી રહ્યા છે. આજ સુધી તેમને ન્યાય મેળવવાના ન્યાયી જંગમાં ન્યાય મળ્યો નથી.
8 રાજ્યોની પ્રજાને ન્યાય મળ્યો છે. પણ ગુજરાતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજ્ય ગુજરાતને 10 વર્ષથી ન્યાય તેઓ અપાવી શક્યા નથી. કે સુપ્રીમ કોર્ટ અપાવી શકી નથી. તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના સ્વતંત્ર અને મિશ્ર સરકારો 35 વર્ષ રહી છે. છતાં ભાજપ પણ ન્યાય અપાવી શક્યા નથી. ભાજપે ચૂંટણી ઢંઢેરામાં અને ચૂંટણી સમયે પ્રજાને વચનો આપ્યા હતા કે તેઓ અમદાવાદ ઉપરાંત સ્થાનિક વડી અદાલતની બેંચ આપશે. પણ સત્તા મળી જતાં દર વખતે તે ભૂલાઈ જાય છે.
ગુજરાતમાં 4 પ્રદેશોમાં ગુજરાતની વડી અદાલતોની બેંચની અત્યંત જરૂર હોવા છતાં તે આપવામાં આવતી નથી. બીજા રાજ્યોમાં એકથી વધારે વડી અદાલતો છે. તો ગુજરાતમાં કેમ આપવામાં આવતી નથી. સૌરાષ્ટ્ર, કચ્છ, સુરતમાં તો ગુજરાત હાઈકોર્ટની બેંચ કે શાખા માટે વારંવાર માંગણી કરવામાં આવી છે.
ત્રણ ઝોન
દક્ષિણ ગુજરાતના સવા બે કરોડ, સૌરાષ્ટ્રના બે કરોડ લોકો અને કચ્છના 10 લાખ લોકોને ગુજરાત હાઈકોર્ટની કાયમી બેંચની સ્થાપના માટે
સંજય ઈઝવા
દક્ષિણ ગુજરાતના સવા બે કરોડ લોકોને ઝડપી ન્યાય મળે તે માટે વડાપ્રધાન, ચીફ જસ્ટીસ ગુજરાત વડી અદાલત, ભારત સરકારના કાયદા પ્રધાન, મુખ્ય પ્રધાન, ગુજરાત સરકારના કાયદા પ્રધાન, રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન, સચિવ અને આર. એલ. એ. સુરતના સાંસદ મુકેશ દલાલ, નવસારી સાંસદ સી.આર.પાટીલને પત્ર લખીને જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા સુરતમાં અલગ બેંચ માટે માંગણી કરી છે. સંજય ઈઝવાએ ફરી એક વખત પ્રાદેશીક ન્યાનો જંગ શરૂ કર્યો છે.
દક્ષિણ ગુજરાત
સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ જિલ્લાના સવા બે કરોડ લોકોને ન્યાય મેળવવા માટે 300-400 કિલોમીટર મુસાફરી કરીને અમદાવાદ જવું પડે છે. જ્યાં બે દિવસ રોકાવું પડે અથવા વારંવાર ધક્કા ખાવા પડે છે. તેથી સમય અને નણાંની બરબાદી થાય છે. સુરતની વિવિધ કોર્ટોમાં કુલ 1.32 લાખ પડતર કેસો છે. જેમાં 6,332 કેસો દસ વર્ષ કરતાં જૂના અને આશરે 1200થી વધુ કેસો 20 વર્ષ કરતાં જૂના છે. જેમાં સારી એવી સંખ્યાના ખાટલા વડી અદાલતમાં જતા હોય છે.
સૌરાષ્ટ્ર
ભુજ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકાના લોકોએ 400 કિલોમીટરનો પ્રવાસ કરીને આવવું પડે છે. જો રાજકોટમાં બેંચ આપવામાં આવે તો લાખો લોકોનો સમય બચી જાય અને ઝડપી ન્યાય મળી શકે. સૌરાષ્ટ્રના અનેક લોકોએ વારંવાર માંગણી કરી હતી. છતાં 30 વર્ષથી બેંચ આપવામાં આવતી નથી.
અમદાવાદ ખાતે ગુજરાતની એક માત્ર ઉચ્ચ અદાલત છે.
પડતર ખટલા
હાઇકોર્ટમાં હાલકુલ 1 લાખ 70 હજાર ખટલા પડતર છે. જેમાં 1 લાખ 15 હજાર દિવાની ખટલા છે. 54 હજાર ફોજદારી ખટલા છે. જો તેને ગુજરાતના 4 ભાગમાં લેવામાં આવે તો 48 હજાર કેસ દરેક વિસાતારના હોઈ શકે છે. જેમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના વિસ્તારો છે.
ગુજરાતની નીચલી અદાલતોમાં 16 લાખ ખટલા પડતર છે. વડી અદાલતમાં 21 હજાર ખટલા 10 વર્ષથી છે. 200થી વધુ કેસો 25 વર્ષ કરતાં પણ જૂના છે. જેમાં મુસાફરીમાં લાખો માનલ કલાક બગડે છે.
ન્યાયમાં અન્યાય
ગરીબ અને ગ્રામ્ય વિસ્તારના લોકો અને આદિવાસી પટ્ટાના લોકો નજીકની વડી અદાલતમાં આવે તે ન્યાયના હિતમાં છે. કારણ કે છેવાડાના વિસ્તારના લોકોને આવવા અને જવાના થઈને 400થી 800 કિલોમીટર મુસાફરી થઈ જાય છે. તેથી એક વ્યક્તિએ રૂ. 1 હાજરનું ખર્ચ સહેજ થઈ જાય છે. ગરીબ વર્ગના લોકોને વર્ષો સુધી મહિના બે મહિને એક વાર અમદાવાદ ઉચ્ચ ન્યાયાલય સુધી જવા-આવવા માટેની રકમ પણ ના હોય.
મોનોપોલીની મોંઘી ફી
ગુજરાતના 33 ટકા લોકો ગરીબ છે. 70 ટકા લોકોને મોંઘી ફી અને ખર્ચ પરવડતા નથી. અમદાવાદની મોનોપોલી હોવાથી વકિલો રૂ. 5 લાખથી 25 લાખની મોટી ફી લે છે. તેથી ગુજરાત હાઈકોર્ટની કાયમી 4 બેંચની સ્થાપના થાય તે હિતાવત છે. બેંચનો સૌથી વધારે વિરોધ તમામ શહેરોમાં મોટા વકીલો કરી રહ્યાં છે. જે અમદાવાદના નામે મોટી ફી વસૂલે છે.
ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં જઈને ન્યાય મેળવવું એ એક મોટો પડકાર છે. ગ્રામ્ય લોકો માટે એક પ્રકારે અન્યાય છે.
30 જિલ્લાના ઉધોગકારોને થઈ રહેલી કાયદાકીય મુશ્કેલીઓ અંતે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાંથી નિકાલ થતો હોય છે. ગુજરાતના ઉદ્યોગકારોને સમયસર ન્યાય મળે તે હેતુ માટે જે જરૂરી છે.
કાશીરામ રાણા
3 ડિસેમ્બર 2004માં સુરત લોકસભા મત વિસ્તરના સાંસદ કાશીરામ રાણા દ્વારા રજુ કરવામાં આવેલ THE HIGH COURT OF GUJARAT (ESTABLISHMENT OF A PERMANENT BENCH AT SURAT) BILL, 2004 કોઈ પણ ચર્ચા વિના પડતું મૂકાયું હતું.
મનસુખ માંડવીયા
11 જૂલાઈ 2014ના રોજ રાજ્યસભા સાંસદ મનસુખ માંડવીયા દ્વારા રજુ કરવામાં આવેલ THE HIGH COURT OF GUJARAT (ESTABLISHMENT OF A PERMANENT BENCH AT SURAT) BILL, 2013 કોઈ પણ ચર્ચા વિચરણ થયા વગર પડતું મૂક્યું હતું. જોકે, તેઓ ભાવનગરના હોવા છતાં સૌરાષ્ટ્ર માટે આવું કંઈ કરવા તૈયાર થયા નથી.
દર્શના જરદોશ
21 ફેબ્રુઆરી 2028ના રોજ સુરત લોકસભા મત વિસ્તરના સાંસદ દર્શના જરદોશ દ્વારા રજુ કરવામાં આવેલા THE HIGH COURT OF GUJARAT (ESTABLISHMENT OF A PERMANENT BENCH AT SURAT) BILL, 2018 ચર્ચા વિચરણ થયા વગર પડતું મૂક્યું હતું.
આ રીતે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે પણ રજૂઆતો થઈ ચૂકી છે. આંદોલનો થયા છે. પણ પ્રજાતંત્રમાં ન્યાય મળ્યો નથી.
બીજા રાજ્યોમાં બેંચ
અન્ય રાજ્યોમાં કાયમી બેચની આકડો નીચે મુજબ છે.
1 – ઉત્તર પ્રદેશ અલ્હાબાદ ઉપરાંત લખનઉમાં બેચ છે.
2 – મહારાષ્ટ્રમાં મુંબઈ ઉપરાંત નાગપુર, પણજી અને ઓરંગાબાદમાં બેચ છે.
3 – પશ્ચિમ બંગાળમાં કલકત્તા ઉપરાંત જલ્પાઈપુરી અને પોર્ટબ્લેરમાં બેચ છે.
4 – મધ્ય પ્રદેશમાં ગ્વાલીયર ઉપરાંત ઈંદોરમાં બેચ છે.
5 – તમિલનાડુમાં મદ્રાસ ઉપરાંત મદુરાઈમાં બેચ છે.
6 – રાજસ્થાનમાં જયપુર પણ બેચ છે.
7 – કર્ણાટકમાં ધારવાડ અને કાલબુર્ગંજીમાં છે.
8 – આસામમાં ગોહાટી ઉપરાંત કોહિમા, ઐઝવાલ, ઈમ્ફાલ, અગરતલા, શિલોંગમાં બેચ છે.
દેશના 8 રાજ્યોમાં વડી અદાલતની બેચ છે. કર્ણાટક, રાજસ્થાન, તમિલનાડુ, મધ્યપ્રદેશ છે. ગુજરાતથી ભૌગોલિક રીતે ઓછું ક્ષેત્રફળ અને ઓછી વસ્તી હોવા છતાં આસામમાં 6 કાયમી બેંચ છે.
ભારતમાં ભૌગોલિક વિસ્તાર પ્રમાણે પાંચમાં ક્રમે અને વસ્તીમાં 9માં ક્રમે ગુજરાત હોવા છતાં બેંચ આપવામાં આવતી નથી. તે પ્રજાને અન્યાય બરાબર છે. પ્રજાનો હક્ક છે. પ્રજાની ઈચ્છા હોય તો સરકારે અને વડી અદાલતે તેની માંગણી સ્વીકારવી પડે એવું આપણું લોકતંત્ર છે.
મુદત પર મુદત
દૂરના વિસ્તારોમાં લોકોને જવું પડતું હોવાથી ખટલામાં મૂદત વધારે પડે છે તેથી ખટલા ચલાવવામાં ઝડપ આવતી નથી. તેથી સામાન્ય અદાલતમાં ખટલાઓની પેન્ડસી દર ગુજરાતમાં સૌથી વધારે 9.51 વર્ષનો છે. જ્યારે વડી અદાલતમાં 3.3 વર્ષનો છે, જે દેશમાં 7માં ક્રમે છે. આ ખુબ જ ગંભીર બાબત હોવાથી ગૌણ અદાલતોમાં અને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના પેન્ડન્સીના વર્ષ ઓછું કરવા માટે પણ વડી અદાલતની બેંચ અનિવાર્ય છે.
નીચલી અદાલતો વધી તો વડી અદાલત કેમ નહીં
ગુજરાતની ઉચ્ચ અદાલતની 1961માં સ્થાપના થઈ ત્યારે અમદાવાદમાં 12 અદાલતો હતી જે આજે વધીને 43 થઈ છે. તો વડી અદાલતની બીજી 3 બેચ થવી જ જોઈએ. ન્યાય બધા માટે સરખો હોય છે.
વડી અદાલતમાં 35 જજ છે. મંજૂર થયેલા જજની સંખ્યા 52 છે. ઓછા જજથી હાલ અદાલત ચાલી રહી છે.
પગારનું ભારણ ઓછું આવી શકે છે. હાલમાં વડી અદાલતના જજનો પગાર સરેરાશ રૂ. 2 લાખ છે. જો 3 બેચના નવા 9 જજ આપવામાં આવે તો વધારે પગાર ભારણ આવતું નથી.
લાઈવ ટ્રીમિંગ
દેશમાં પ્રથમ એવું લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કરીને ગુજરાત વડી અદાલતે લોકોના અધિકાર માટે ક્રાંતિ લાવી છે. તેમ બેંચ બનાવીને પણ નવી પહેલ કરી શકે છે.
એડવોકેટ વિનોદ પંડ્યા
વડી અદાલતના એડવોકેટ વિનોદ પંડ્યા કહે છે કે, વડી અદાલતની નવી બેન્ચની સ્થાપના માટે કાયદાકીય રીતે રાજ્યના મુખ્ય ન્યાયાધીશ અને રાજ્ય સરકાર સહમત હોય તો નવી બેચ બની શકે છે. પણ આગામી વર્ષોમાં હાલની અદાલતોના મકાનો છે તે પણ ખાલી થઈ જવાના છે. ન્યાય ઓનલાઈન મળતો થયો છે. હવે પછીના વર્ષોમાં આરોપી કે ન્યાય માંગનારાઓ અદાલતમાં આવવાની જરૂર પડવાની નથી. આમેય હાલ વડી અદાલતમાં આ પ્રક્રિયા તો ક્યારની શરૂ થઈ ગઈ છે. વકિલો અને અરજદારોની હાજરી અદાલતોમાં ઘટી છે.
1956 સુધી સૌરાષ્ટ્ર હાઇકોર્ટ હતી
ઓક્ટોબર 2019માં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સૌરાષ્ટ્ર માટે અલગ બેંચ આપવાની માંગ કરવામાં આવી હતી. 1956માં સૌરાષ્ટ્ર હાઇકોર્ટની માન્યતા રદ્દ થઈ હતી.
રાહ જુઓ
રાજકોટમાં રાજ્યના કાયદા પ્રધાન ઋષિકેશ પટેલએ 6 જાન્યુઆરી 2024માં કહ્યું હતું કે, સૌરાષ્ટ્રને હાઇકોર્ટ બેચ માટે હજુ રાહ જોવી પડશે; કોઈ વિચારણા થઈ નથી. આમ 35 વર્ષથી સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટમાં વડી અદાલતની બેચ સ્થાપવા માટે માંગણી થતી હતી તેના પર પાણી ફેરવી દેવાયું હતું. ભાજપે વચન આપ્યું હતું કે સૌરાષ્ટ્રને બેચ મળશે. તેનો ભંગ ભાજપની સરકારના કાયદા પ્રધાન પોતે કરી રહ્યા હતા.
જુલાઈ 2022માં ચૂંટણી જીતવા ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રને વડી અદાલતની બેચ જરૂરથી મળશે. રાજકોટમાં ભાજપ લીગલ સેલના વકીલોને આવું કહ્યું હતું. વિધાનસભાની ચૂંટણી બાદ હાઇકોર્ટની બેચ સુરત અને રાજકોટને મળે તે માટે ઝુંબેશ શરૂ કરીશું. ત્યારે મોટાભાગના પ્રધાનો ત્યાં હાજર હતા. હવે પાટીલ જળ પ્રધાન બની ગયા અને બેચ કેવી અને વાત કેવી.
3 વર્ષ પહેલાં
રાજ્યના મહેસૂલ અને કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ 3 વર્ષ પહેલાં કહ્યું હતું કે, રાજકોટને અલગ બેચ નહીં મળે. તેમના નિવેદન અગાઉ રાજકોટના લગભગ તમામ જિલ્લાઓએ માંગણી કરી હતી કે અમારે ન્યાય માટે અમદાવાદ જવું નથી, રાજકોટમાં વડી અદાલત ફરીથી સ્થાપો.
અભય ભારદ્વાજ
22 જુન 2020માં રાજ્યસભાના સભ્ય ચૂંટાતાની સાથે જ અભય ભારદ્વાજે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં હાઇકોર્ટ હતી. હાઇકોર્ટની બેચ હતી જે આપણી પાસેથી લઈ લેવામાં આવી છે. ગુજરાત રિઓર્ગેનાઇઝેશન એક્ટ, બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટમાં સુધારો કરવાથી પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. 400 થી 600 માઈલ લોકોને આવવું પડતું હોય તે તમામનો અધિકાર છે કે, તેઓને હાઇકોર્ટની બેચ મળે. માત્ર સૌરાષ્ટ્ર નહીં પરંતુ જ્યાં જ્યાં લોકોને તકલીફ છે ત્યાં બેંચ મળવી જોઈએ. દ્વારકાથી અમદાવાદ જતા હોઈ 600 કિલોમીટર થાય છે. તમામ પ્રજાને ન્યાય સરળતાથી મળી શકે તે માટે હાઇકોર્ટની બેચ મળવી જોઈએ.
સર્વોચ્ચ અદાલતનો પત્ર
સપ્ટેમ્બર 2021માં સુરતને બેંચ આપવા માટે કેન્દ્ર સરકારે ગુજરાત સરકાર અને વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિને બેંચ માટે મકાન બનાવી આપવા અને સુવિધા આપવા પત્ર લખ્યો હતો. સુરતના માજી સાંસદ જીવાભાઈ પટેલ અને વકીલો દ્વારા વારંવાર માંગણી કરવામાં આવી હતી.
25 વર્ષથી માંગણી
સુરતને હાઇકોર્ટની બેન્ચ અપાવવાની ચળવળ કરવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે. આર. ગાંધી દ્વારા ખાતરી આપવામાં આવી હતી. 25 વર્ષથી ફાઇલો ચીફ જસ્ટિસના ટેબલ પર પડી છે. પાલેકર કમિશને સુરતને સર્કિટ બેન્ચ મળે તે માટે અહેવાલ તૈયાર કર્યો હતો. પૂર્વ કાયદા પ્રધાન હેમંત ચપટવાલાએ આ સંદર્ભે સરકાર અને હાઇકોર્ટને જણાવ્યું હતું. ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આ મુદ્દાને સમાવ્યો હતો.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત
20 જુલાઈ 2022માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના શિસ્ત સમિતિના અધ્યક્ષ પી.ડી.પટેલ વલસાડ ખાતે સુરતમાં હાઇકોર્ટની બેંચ લાવવા માટેની માંગ કરી હતી. ગુજરાતમાં સુરત અને રાજકોટ ખાતે હાઇકોર્ટની બેંચ આવે તે માટેના બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે પ્રયત્નો શરૂ કર્યા હતા.