વીજ ઉત્પાદનના ૧૫ વર્ષમાં ૧૮,૧૨૮ મેગાવોટના વધારાના દાવા સામે હકીકતમાં ઉર્જા વિભાગે આરટીઆઈમાં આપેલા જવાબમાં ૨૩ વર્ષમાં સરકારી વીજ મથકોની ઉત્પાદન ક્ષમતા ૮૬૦૧ મેગાવોટ છે. વર્ષ ૨૦૧૬-૧૭માં સરકારી વીજમથકમાં પ્લાન્ટ લોડ ફેક્ટર ૨૯.૪૦ ટકા પ્રમાણે ફક્ત ૨૫૦૦ મેગાવોટ આસપાસ થાય છે. સરકારી વીજમથકોને ઓછી વીજ ક્ષમતા (લોડ ફેક્ટર)થી ચલાવીને સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન ભાજપ સરકારે કર્યું છે.
૧૯૯૩-૯૪માં સરકારી વીજ મથકોની ઉત્પાદન ક્ષમતા ૪૩૪૫ મેગાવોટ હતી અને સરકારી વીજ મથકો સરેરાશ ૬૧.૪ ટકા ચાસતા હતા. ભાજપની નરેન્દ્ર મોદીની સરકારો પહેલાં વીજઉત્પાદનમાં ગુજરાત સ્વાવલંબી હતું. પણ છેલ્લા ચાર વર્ષમાં સરકારી વીજમથકોની ઉત્પાદન ક્ષમતા માત્ર ૩૧ ટકા પહોચી ગઈ છે.
આમ કરીને ખાનગી વીજ કંપની પાસેથી છેલ્લા ચાર વર્ષમાં રૂ.૩૨,૩૯૫ કરોડની વીજ ખરીદી કરવામાં આવી છે.
વર્ષ ૨૦૦૨ થી ૨૦૧૭ દરમિયાન ગુજરાત સરકારે ખાનગી વીજ કંપની અદાની,એસ્સાર, ટાટા અને ચાઈના લાઈટસ સહિતની કંપનીઓ પાસેથી ૭૦,૭૧૫ કરોડની જંગી વીજ ખરીદી કરીને ખાનગી વીજ કંપનીઓને તગડો નફો કરાવી આપ્યો.
ભાજપ સરકારે તેના ૨૩ વર્ષના શાસનમાં પ્રજાના હિતના ભોગે ખાનગી વીજ ઉત્પાદન કંપનીઓને તગડી કમાણી કરાવી છે. પાવર પર્ચેસ એગ્રીમેન્ટ (PPA) યુનિટદીઠ વીજ ખરીદીના ભાવો દર્શાવ્યા છે તેના કરતા ઊંચા ભાવે વીજ ખરીદી કરીને રૂ.૪૧૦૦ કરોડ જેટલી માતબર રકમ ખાનગી વીજ કંપનીઓને ચૂકવીને મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. એવો આરોપ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ મૂક્યો છે.
ગુજરાત સરકારે અદાણી પાવર, એસ્સાર પાવર તથા ટાટા પાવર સાથે વર્ષ ૨૦૦૭માં ૨૫ વર્ષ માટે પાવર પર્ચેસ એગ્રીમેન્ટ (PPA) યુનિટદીઠ વીજ ખરીદીના ભાવો દર્શાવ્યા છે જેના કરતા ઊંચા ભાવે વીજ ખરીદી કરવામાં આવી છે એટલે કે અદાણી પાવર પાસેથી રૂ.૩.૩૦ પ્રતિયુનિટ, એસ્સાર પાવર પાસેથી રૂ. ૩.૩૬ પ્રતિયુનિટ અને ટાટા પાવર પાસેથી રૂ. ૨.૬૩ પ્રતિયુનિટથી ખરીદી કરવામાં આવે છે.
ગુજરાત સરકારે ઉપરોક્ત કંપનીઓ સાથે કરેલા કરાર પ્રમાણે જે ભાવ પ્રતિ યુનિટ આપવાના હતા તેના કરતા પણ એસ્સાર પાવરને ૧૮૫૧ કરોડ, અદાણી પાવરને ૧૦૪૪ કરોડ અને ટાટા પાવરને ૧૧૬૪ કરોડ જેટલા વધુ નાણા ચુકવવામાં આવ્યા છે. ગુજરાત હાઈ પાવર કમિટીએ અગાઉના વર્ષોની અદાણી પાવર, એસ્સાર પાવર તથા ટાટા પાવરને ચૂકવેલા ગુજરાત સરકારે ઊંચા ભાવની ચકાસણી કર્યા વિના સુપ્રીમ કોર્ટને ૧૧ એપ્રિલ, ૨૦૧૭ ના ચુકાદા સામે ૮૫ પૈસાનો ભાવ વધારો આપવાની જે ભલામણ કરવા આપવાનું નક્કી કર્યું છે તે ગુજરાતના ૧.૪ કરોડ વીજ ગ્રાહકો માટે ગેરવ્યાજબી તથા ખાનગી વીજ કંપનીઓને કરોડોનો આર્થિક ફાયદો અને ગુજરાતની તિજોરીને નુકશાન કરાવવાનો છે ભાજપ સરકાર તથા હાઈ પાવર કમિટીની ભલામણનું પોલ ખોલે છે.
ખાનગી કંપનીનું નામ – કરાર કરેલ વર્ષ – કરારની મુદત – કરાર વખતે વીજ ખરીદી – યુનીટના દર કંપનીને ચુકવવામાં આવતી રકમ
અદાણી પાવર – ૬-૨-૨૦૦૭ – ૨૫ – ૨.૮૯ – ૩.૩૦
અદાણી પાવર – ૨-૨-૨૦૦૭ – ૨૫ – ૨.૩૫ – ૨.૬૦
એસ્સાર પાવર – ૨૬-૨-૨૦૦૭ – ૨૫ – ૨.૪૦ – ૩.૩૬
કોસ્ટલ પાવર (ટાટા) – ૨૨-૪-૨૦૦૭ – ૨૫ – ૨.૨૬ – ૨.૬૩
સરકારી વિજ મથકોની છેલ્લાં ૫ વર્ષની ઉત્પાદન ક્ષમતાની વિગતો:-
વર્ષ – મેગાવોટ – મિલયન યુનિટ – ઉત્પાદન ક્ષમતા (લોડ ફેક્ટર)
૨૦૧૩-૧૪ – ૭૦૬૩ – ૧૮૫૧૮ – ૩૪.૦૦%
૨૦૧૪-૧૫ – ૭૭૬૫ – ૨૨૮૯૯ – ૩૮.૪૦%
૨૦૧૫-૧૬ – ૮૬૪૧ – ૨૧૮૪૫ – ૩૨.૦૦%
૨૦૧૬-૧૭ – ૮૬૦૧ – ૧૯૪૨૧ – ૨૯.૪૦%
૨૦૧૭-૧૮ – ૭૦૦૦ – ૧૭૫૦૦ – ૨૮.૦૦%
સરકારી કંપનીઓનું વીજ ઉત્પાદન ઘટાડીને અદાણી, એસ્સાર અને ટાટા પાવર જેવી ખાનગી કંપનીઓ પાસેથી ૭૦,૭૧૫ કરોડોની જંગી વીજખરીદી-તગડી લૂંટ બંધ કરીને ગુજરાતની તિજોરીનું કરોડો રૂપિયાના નુકશાન અટકાવવામાં આવે, ખાનગી કંપનીઓ પાસેથી વીજ ખરીદી બંધ કરીને સરકારી એકમો પુર્ણ સમય-પુરા લોડ ફેકટરથી ચલાવીને રાજયના ૧.૪૦ કરોડ વીજવપરાશકર્તાઓને મોઘાં વીજ બિલમાંથી મુકિત આપવા કોંગ્રેસ પક્ષની માંગ છે.