8000 crore Goods and Services Tax scam by Surat businessman involving 246 shell companies सूरत के कारोबारी द्वारा 246 शेल कंपनियों का 8000 करोड़ का माल एवं सेवा कर घोटाला
માસ્ટર માઈન્ડ તરીકે સુરતમાં રહેતા અશરફ ઈબ્રાહિમ કાલાવડિયા છે. કાલાવડિયાની 12મી માર્ચ 2024ના રોજ મીરા-ભાઈંદરની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પૂણેમાં જીએસટી વિભાગની તપાસમાં 246 શેલ કંપનીઓ ઊભી કરી ખોટી રીતે ઈનપૂટ ટેક્સ ક્રેડિટ લેવાનું 8000 કરોડ રૂપિયાનું જીએસટી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. એક ઓટો ડ્રાઈવરના નામે નોંધાયેલી બનાવટી કંપનીની તપાસનો રેલો મુંબઈ, રાજકોટ અને ભાવનગર પણ પહોંચ્યો છે.
પઠાણ એન્ટરપ્રાઈઝ દ્વારા રૂ. 20.75 કરોડની છેતરપિંડી કરી હતી અને સપ્ટેમ્બર 2018 થી માર્ચ 2024 વચ્ચે ટેક્સની ચોરી કરીને તમામ 246 નકલી GST કંપનીઓ દ્વારા સરકારને રૂ. 5,000 કરોડથી રૂ. 8000 કરોડની છેતરપિંડી કરી હતી
પોલીસે નીતિન બારગે, ફૈઝલ મેવાલાલ, નિઝામુદ્દીન ખાન, અમિત તેજબહાદુર સિંહા, રાહુલ બારૈયા, કૌશિક મકવાણા, જીતેન્દ્ર ગોહેલ સામે ગુનો નોંધ્યો હતો.
પોલીસે પુણેના કોરેગાંવ પાર્કમાં સુરતના કથિત મુખ્ય સૂત્રધાર અશરફ ઈબ્રાહીમ કાલાવડિયા (50) સહિત આઠ વ્યક્તિઓ સામે ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને બનાવટનો કેસ નોંધ્યો છે. 13 રાજ્યોમાં 246 શેલ કંપનીઓ સ્થાપી સપ્ટેમ્બર 2018 અને માર્ચ 2024 વચ્ચે રૂ. 8 હજાર કરોડનું કૌભાંડ કરવાનો આરોપ છે. કાલાવડિયા હાલમાં યરવડા સેન્ટ્રલ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. સાત સાગરિતો હજુ પણ ફરાર છે.
ઘણા સેલફોન, લેપટોપ, સિમ કાર્ડ, ચેકબુક, ડેબિટ કાર્ડ અને રબર સ્ટેમ્પ મળી આવ્યા હતા. કાલાવડિયાએ કરચોરી કરવા માટે બનાવટી વ્યવહારો માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને અનેક નકલી પેઢીઓ અને બેંક ખાતા ખોલ્યાનું કબૂલ્યું હતું. સ્ક્રેપ મટિરિયલનો વ્યવસાય ચલાવવાનો ખોટો દાવો કર્યો હતો. GST ચૂકવ્યા વિના ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં મદદ કરી હતી. અગાઉ 2022માં સુરતમાં DGGI દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
ઓક્ટોબર 2023માં પૂણે-સોલાપુર હાઈવે પર ગિરણી- શેવાળવાડી સ્થિત પઠાણ એન્ટરપ્રાઈઝીસ નામની કંપનીના અમુક શંકાસ્પદ ટ્રાન્જેક્શન મળી આવ્યા હતા. આવી કોઈ કંપની ઉપર જણાવેલ સ્થળ પર અથવા અન્ય કોઇ સ્થળે અસ્તિત્વમાં જ નથી.
એક કંપની ગુજરાતના ભાવનગરમાં પઠાણ શબ્બીરખાન અનવર ખાનના નામે નોંધાયેલી છે જ્યારે ડીજીજીઆઈની ટીમે આ બાબતે વધુ તપાસ કરી ત્યારે ખાન પણ ઓટોરિક્ષા ચાલક હોવાનું બહાર આવ્યું હતું. ખાનની આ બાબતે વધુ પૂછપરછ કરતાં તેને ખૂબ જ આશ્ચર્ય થયું હતું અને તેણે તેના નામે આવી કોઈ કંપની રજિસ્ટર ન હોવાનું જણાવ્યું હતું અને આ બાબતે સંપૂર્ણ અજ્ઞાનતા દર્શાવી હતી.
મોબાઈલ નંબર અને ઈ-મેલ એડ્રેસની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. રાજકોટમાં બેન્કમાં ખાતુ ધરાવતી જીત કુકડિયા નામની વ્યક્તિ આવી ગઈ હતી. જો કે અહીં વધુ તપાસ કરતા કુકડિયા ખાનગી સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હોવાનું સ્પષ્ટ થયું હતું. પણ કુકડિયાએ આરોપી કૌશિક મકવાણા અને જીતેન્દ્ર ગોહિલ માટે ખાતું ખોલી આપ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું. જો કે કુકડિયાએ પોતે ક્યારેય આ ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું જ નહોતું.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એકટ હેઠળ ધરપકડ કરી પૂણેની અદાલતમાં રજૂ કરાયો હતો.
મુંબઈનો નિઝામુદ્દીન ખાન સીમકાર્ડ અનેસામાન્ય માણસોના કેવાયસીની વિગતો બેન્ક એકાઉન્ટ ખોલવા ઉપલબ્ધ કરી આપતો હતો. જ્યારે અમિત સિંહ બનાવટી કંપનીઓ ઊભી કરવામાં અને અને રાહુલ બારૈયા આ બનાવટી કંપનીઓના વેચાણમાં મદદરૂપ બનતો હતો.