ફ્રાન્સમાં દૈનિક 80 હજારથી વધુ કેસ, લોકડાઉન છતાં યુરોપમાં કોરોના સંક્રમણ અંકુશ બહાર 

કોરોના મહામારીની પહેલી લહેર રોકવા માટે ઘણાખરા અંશે સફળ થયેલ યુરોપિયન દેશોમાં આંશિક અથવા સંપૂર્ણ તાળાબંધી છતાં કોરોના સંક્રમણ એકવાર ફરી નિયંત્રણ બહાર જતું દેખાઈ રહયું છે. ફ્રાન્સમાં છેલ્લા 25 કલાકમાં રેકોર્ડ બ્રેક 80 હજાર 852 નવા કેસ સામે આવ્યા છે. જર્મનીથી સંક્રમણ રોકવા માટે એક મહિનાનું આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ફ્રાન્સમાં એક દિવસમાં 80,852 નવા કેસ સામે આવ્યા છે. અહીંના રાષ્ટ્રીય જાહેર સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવ્યું કુલ સંક્રમિતોની સંખ્યા 17 લાખને પાર પહોંચી ગઈ છે.

એક દિવસ પહેલા અહીં કોરોનાના 58 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા હતા. આ મહામારીને કારણે અત્યારસુધીમાં 40,169 લોકોના મોત થયા છે. અહીં કોરોના સંક્રમણના પ્રસારને નિયંત્રિત કરવા માટે સરકારે આંશિક લોકડાઉન લગાવ્યું છે. લોકોને માત્ર જરૂરી કામથી બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવી રહી છે.  બાર, કાફે અને રેસ્ટોરન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. સરકારનું અનુમાન છે કે એક મહિના સુધી લોકડાઉન લગાવીને રોજેરોજ સામે આવતા કેસ 5 હજાર સુધી સીમિત કરી શકાય છે.

જર્મનીમાં લગાવવામાં આવેલ ચાર સપ્તાહના આંશિક લોકડાઉનનો પહેલું અઠવાડિયું થતા પહેલા એક દિવસમાં સર્વાધિક કેસ નોંધાયા છે. શનિવારે અહીં 19059 નવા કેસ સામે આવ્યા છે જે મહામારીની શરૂઆતથી અત્યાર સુધીના સામે આવતા દૈનિક કેસના સૌથી વધુ છે. જોકે, અર્થવ્યવસ્થાને જોતા સરકારે આ વખતે જે પ્રતિબંધો લગાવ્યા છે તે માર્ચમાં લાગુ કરવામાં આવેલ પ્રતિબંધોથી હળવા છે. આ વખતે રેસ્ટોરન્ટ, બાર, થિયેટર, સિનેમા અને અન્ય મનોરંજન ક્ષેત્રો પર પ્રતિબંધ છે જયારે સ્કૂલ, સલૂન તેમજ બિનઆવશ્યક દુકાનો પણ ખોલવામાં આવી છે. સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે પ્રતિબંધોમાં સખ્તાઈ ન હોવાને કારણે જ કેસ વધી રહ્યા છે.

સંક્રમણની બીજી લહેરમાં જ્યાં યુરોપિયન દેશ સતત વધી રહેલા કેસને લઈને ચિંતામાં છે, તો ઓસ્ટ્રેલિયા ઉદાહરણ રજુ કરી રહયું છે. અહીંના વિક્ટોરિયામાં છેલ્લા 8 દિવસમાં એક પણ નવા કેસ સામે નથી આવ્યા. સંક્રમણ પર નિયંત્રણ મેળવ્યા બાદ અહિંયા વહીવટી તંત્રએ નિયંત્રણોમાં ઢીલ મુકવામાં આવી છે. હવે લોકોને મેલબોર્નથી બહાર જવા પર કોઈ રોક નહિ. અત્યારસુધીમાં અહીં 25 કિલોમીટરના પરીઘથી બહાર જવાની મનાઈ હતી. આ રીતના લોકડાઉન મોડલને અહીં ‘રિંગ ઓફ સ્ટીલ’ નામ આપવામાં આવ્યું છે. સંક્રમણ નિયંત્રિત થતા અહીંથી ન્યૂઝીલેન્ડની હવાઈ સેવા ફરી શરૂ કરી દેવામાં આવી છે.