અમદાવાદના 82 ગામને 56 હજાર સોલ્યુશનથી સેનીટાઈઝ્ડ કરી દેવાયા

82 villages in Ahmedabad have been sanitized with 56 thousand solution

અમદાવાદ જિલ્લામાં ૪૪,૫૦૦ ઘરોને સેનીટાઈઝ કરાયા, ૮૨ ગામોંની ૨.૧૬ લાખથી વધુ વસતિને આવરી લેવાઈ, ૧૧ ફોગર મશીન અને ૮૪૦ કર્મચારીઓની  કામગીરી,
૫૬,૦૦૦ લિટર દવાના સોલ્યુશનનો વપરાશ (82 villages in Ahmedabad have been sanitized with 56 thousand solution)
કોરોના મહામારીને અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં તમામ આવશ્યક પગલાં લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં નોવલ કોરોનાવાયરસના પોઝિટિવ કેસ જોવા મળતા સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં કોરોના રોગનું સંક્રમણ વધે નહી તે માટે અમદાવાદ જિલામાં સેનીટાઈઝની વિસ્તૃત કામગીરી કરાઈ છે. જિલ્લામાં ૨૪ માર્ચથી ૧૩ અપ્રિલ સુધીમાં ૪૪,૫૦૦ ઘરોને સેનીટાઈઝ કરાયા છે.
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં કોરોના પોઝીટીવ લોકોની સંખ્યા વધતા આ સંક્રમણ ગામડામાં ન વધે તે તંત્ર માટે સૌથી મોટો પડકાર હતો. અને એટલે જ શરુઆતથી જ જિલ્લાના ગામડાઓ પર ધ્યાન કેન્દ્રી કરવામાં આવ્યું હતું. આ બહુ મોટુ ટાસ્ક હોવા છતા આરોગ્ય વિભાગના મેલેરીયા કચેરી દ્વારા ૮૨ ગામોના ૨,૧૬,૪૧૬ લોકોને આવરી લેવાયા છે…જિલ્લામાં જુદા જુદા તબક્કામાં ૭૫૮ લોકોને હોમ કોર ન્ટાઈન કરવામાં આવ્યા હતા ત્યારે આ કામગીરી અત્યંત જરૂરી હતી…સાથે સાથે જિલ્લામાં ૧૭ લાખ લોકોને રોગ પ્રતિકાર શક્તિ વધારવા ઉકાળાનું પણ વિતરણ કરાયું છે. આયુષ મંત્રાલયની ગાઈડ લાઈન પ્રમાણે આયુષ ટીમ ખુબ સુંદર રીતે કામ કરી રહી છે. ” એમ તેમણે ઉમેર્યુ હતું.
જિલ્લા મેલેરીયા અધિકારી અને એમની ટીમ દ્વારા રોજે રોજ જિલ્લાના ગામડાઓમાં સેનીટાઈઝેશનની કામગીરી હાથ ધરાઈ હતી. જિલ્લા મેલેરીયા જિલ્લા મેલેરીયા અધિકારી શ્રી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, દસ્ક્રોઈ તાલુકાના ૧૯ ગામ, સાણંદ તાલુકાના ૧૧, ધોળકા તાલુકાના ૧૨, બાવળા તાલુકાના ૧૧, વિરમગામ તાલુકાના ૪, દેત્રોજ તાલુકાના ૩, ધંધુકા તાલુકાના ૧૪, તથા ધોલેરા તાલુકાના ૮ મળી કુલ ૮૨ ગામોને સેનીટાઝ કરવામાં આવ્યા છે.

આ મેરેથોન કામગીરી માટે જિલ્લાના તાલુકાઓની ફાયર બ્રિગેડની ટીમ તથા ૧૧ ફોગર મશીન અને ૮૪૦ કર્મચારીઓની મદદથી આ કામગીરી પાર પાડવામાં આવી છે અને અંદાજે ૫૬, ૦૦૦ હજાર લિટર કરતા પણ વધારે દવાના સોલ્યુશનનો ઉપયોગ કરવામાં હોવાનું જિલ્લા વિકાસ અધિકીરીએ ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રીંગ રોડ ઉપર આઠ ચેકપોસ્ટ બનાવેલ છે જેમાં અમદાવાદમાંથી ગ્રામ્યકક્ષાએ જતા તમામ નાગરિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. થર્મલ ગનથી ટેમ્પરેચરની ચકાસણી કરી પછી જવા દેવામાં આવે છે જો ટેમ્પરેચર માલુમ પડે તો તે લોકોને સીધા સોલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવશે. આ તમામ ચેકપોસ્ટ સેનીટાઇઝ કરવામાં આવેલ છે,

કોઈ વ્યક્તિ ભૂખ્યો ન સુએ તે માટે જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ

લોકડાઉન જાહેર થયા બાદ અમદાવાદ જિલ્લામાં તંત્રની દેખરેખ અને સંકલનમાં  કુલ 18,21,009 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને 24,959 રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ વિતરણ વ્યવસ્થા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં  હાથ ધરવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્રમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ જિલ્લામાં લોકડાઉનથી આજ દિન સુધીમાં જરૂરિયાતમંદોને 30 ટનથી વધુ શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું છે.વહીવટીતંત્રએ આ સ્થિતિમાં જરૂરિયાત જણાઈ ત્યાં ફળોનું પણ વિતરણ કર્યું છે. આ વિતરણ ખાસ કરીને હોસ્પિટલોમાં દર્દીઓને કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્રના મતે  અત્યારસુધીમાં 6 ટન દાડમ,તડબૂચ અને 18 ટન કેળાનું પણ વિતરણ કરવામાં આવ્યુ છે.

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને જિલ્લામાં 115થી વધુ સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓએ જોડાઈને સેવાકાર્યમાં પોતાનું યોગદાન આપ્યું છે.

જો અમદાવાદ વહીવટીતંત્રના વિસ્તારની દ્રષ્ટીએ જોઈએ તો ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી, વટવા, અસારવા અને મણિનગર તાલુકામાં આ જીવનજરુરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યુ છે.

આ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીનું કહેવું છે કે બહેરામપુરા, પાર્વતીનગર, રાણીપ, ચાંદખેડા, રામદેવનગરના છાપરા અને ચામુંડાનગર છાપરા જેવા ગરીબ વિસ્તારોમાં સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓએ શાકભાજીનું વિતરણ કર્યું.આ ઉપરાંત વટવાના ઈન્દિરાનગર અને ગણેશનગર જેવા વિસ્તારોમાં પણ જરુરિયાતમંદો સુધી ભોજન પહોંચાડવામાં આવ્યું.

જિલ્લા વહીવટીતંત્રના અધિકારીના મતે સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિતરણ કરવામાં આવતી રાશન કિટમાં 2 કિલો ઘઉંનો લોટ, 1 કિલો મગની દાળ, 3 કિલો ચોખા, 1 કિલો તુવેરદાળ, 1 લીટર તેલ, મસાલા અને 1 કિલો મીઠુનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે લોકડાઉનના પગલે આવશ્યક ચીજવસ્તુઓની જરુરીયાત ઉભી થતા અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 24/7 કંટ્રોલ રુમ શરુ કરવામાં આવ્યો છે. જ્યાં ભોજન સંબંધી માહિતી પૂરી પાડવામાં આવે છે.

અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ ભોજન સંબંધી માહિતી માટે શરુ કરેલા કંટ્રોલ રુમનો નંબર – 079-27560511 છે. આ અંગે નોડલ અધિકારી તરીકે  પી.એલ.ઝનકાતને જવાબદારી સોંપવામાં આવી છે, જેમનો મોબાઈલ નંબર- 99099-27118 છે.

અમદાવાદ જિલ્લાના ૧,૭૬,૧૭૫ શ્રમિકોને મહેનતાણું ચૂકવાયું
…….
લોકડાઉનના સમયે અમદાવાદ જિલ્લાની કુલ ૧૪૯૫ ખાનગી સંસ્થા/કારખાનામાં કામ કરતાં કર્મચારી/શ્રમિકોને સંલગ્ન સંસ્થા દ્વારા પગાર ચુકવી દેવામાં આવ્યો છે. તેમ નાયબ શ્રમ આયુક્ત અમદાવાદની કચેરીએથી જણાવાયું છે.
નાયબ શ્રમ આયુકતની કચેરી અમદાવાદના પ્રયાસોથી એપ્રીલ દરમિયાન જિલ્લાના શ્રમયોગીઓને ચુકવવામાં આવેલા મહેનતાણાની રકમ ૪૩૦ કરોડથી વધુ છે.
અમદાવાદ જિલ્લાના સંગઠીત-ખાનગી ક્ષેત્રના શ્રમિકોને સમયસર તેઓનું મહેનતાણું મળી રહે તે માટે નાયબ શ્રમ-આયુક્તની કચેરી દ્વારા સઘળા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. નાયબ શ્રમ આયુક્તની કચેરી દ્વારા કારખાનેદારોને પગાર ચૂકવવા માટે જરૂર પડ્યે મુવમેન્ટ-પાસ તથા શહેરની બેંક સાંથે સંકલન કરી આપવાની કામગીરી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રમ-આયુક્ત ગાંધીનગર દ્વારા ગત ૨૧ માર્ચના પરિપત્ર થકી રાજ્યના કારખાનેદાર, ખાનગી સંસ્થાના માલિકોને તેઓને ત્યાં કામ કરતાં કર્મચારીઓ/શ્રમિકોને લોકડાઉનના સમયગાળા દરમિયાન કામ પરથી બરતરફ ન કરવા અનુરોધ કરાયો હતો.
આ ઉપરાંત લોકડાઉનના સમયગાળાને સેવાકાળ ગણી તેનું મહેનતાણું ચૂકવવા તથા શક્ય હોય ત્યાં કર્મચારીઓને ઘરે બેઠા કામ કરી શકે તેવી વ્યવસ્થા કરવા અનુરોધ કરાયો હતો.
આ પરિપત્ર મુજબ ૧ હજારથી ઓછા કામદાર ધરાવતી ખાનગી સંસ્થા એ ૭ એપ્રિલ સુધી અને ૧ હજારથી વધુ કામદારો ધરાવતી સંસ્થા એ ૧૦ એપ્રિલ સુધી પગાર ચૂકવવાની સમયમર્યાદા નિયત કરવામાં આવી હતી.
નાયબ શ્રમ-આયુક્ત અમદાવાદના જણાવ્યા મુજબ, બહુધા સંસ્થાઓએ મહેનતાણા ચુકવી આપ્યા છે.

*********

ગુજરાત માહિતી બ્યુરો, સમાચાર સંખ્યા – ૨૫૭
ગુજરાત સરકાર, અમદાવાદ તા. ૧૫ એપ્રિલ, ૨૦૨૦

કેબિનેટની બેઠકમાં કલેક્ટર કચેરી ખાતેથી વિડિયો કોન્ફરન્સથી સહભાગી થતા મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ
…………
વર્તમાનમાં કોરોનાની પરિસ્થિતિને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે રાજ્ય સરકાર દ્વારા જે તે જિલ્લામાં રહેલા મંત્રીશ્રી જિલ્લા કચેરી ખાતેથી જ ઓનલાઇન વિડિયો કોન્ફરન્સિંગમાં સહભાગી થાય તેવા ઉપક્રમમાં આજે મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતેથી કેબિનેટની બેઠકમાં સહભાગી થયા હતાં.
આ ઓનલાઇન બેઠક બાદ તેમણે જિલ્લાની આરોગ્ય સ્થિતિ વિશે જણાવ્યું કે, અમદાવાદ જિલ્લામાં ગ્રામ્ય સહિતના કુલ ૪૦૩ કેસ પોઝિટીવ આવ્યા છે અને કુલ ૧૩ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. આજની તારીખે ૮ જેટલા વ્યક્તિઓ વેન્ટિલેટર પર છે.
તેમણે જણાવ્યું કે, વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે ગરીબો માટે રેશન કાર્ડ દ્રારા અનાજ વિતરણની ૮૯ ટકા કામગીરી સંપન્ન કરી છે. આ ઉપરાંત અન્ન બ્રમ્હ અન્વયે મોટાભાગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. એ.પી.એલ. માટે પણ અન્ન વિતરણની કામગીરી ચાલું છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આગામી ૩ જી મે સુધી આપેલા લોકડાઉનનું પાલન કરવા અને વર્તમાન સ્થિતિ માટે સહીયારો પ્રયાસ કરી તેનું મક્કમ રીતે પાલન કરવા સૌને સાથે મળીને પ્રયત્ન કરવા માટે તેમણે અપીલ પણ કરી હતી. આ અવસરે મંત્રીશ્રી સાથે અમદાવાદ કલેક્ટરશ્રી કે.કે. નિરાલા પણ જોડાયા હતા.

અમદાવાદના ૭ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨ હજારથી વધુ પોલીસ જવાનો

દ્વારા લોકડાઉનનો બંદોબસ્ત

……

કોરોનાનું સંકરણ વચ્ચે લોકડાઉનનો અમલ કરાયો છે. તેના ચૂસ્ત અમલ માટે રાજ્યનું પોલીસ તંત્ર સતત ૨૪ કલાક પછી બજાવી રહ્યુ છે. અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં સમાવેશ એવા ૭ પોલીસ સ્ટેશનમાં અંદાજે ૨૦૦૦થી વધુ પોલીસ અને અન્ય દળના જવાનો સતત ફરજ બજાવી રહ્યા છે. શહેરના કારંજ, કાલુપુર,ખાડિયા,શાહપુર, ગાયકવાડ હવેલી, દરીયાપુર તથા દાણીલીમડા એમ ૭ પોલીસ સ્ટેશન વિસ્તારમાં  ૨૧૫૮ પોલીસ તથા અન્ય દળના જવાનો સતત ફરજ બજાવી રહ્યા છે.

પોઇન્ટ તથા નાકાબંધી પર કુલ ૩૭૪ જવાનો, પી.સી.આર તથા મોબાઇલ વાનમાં ૧૫૯ જવાનો હોમ ક્વોરન્ટાઇન બંદોબસ્તમાં ૧૪૯, મોટરસાયકલ પેટ્રોલિંગમાં ૪૬ જવાનો, ૨૨ પી.એસ.આઇ, ૩૨૩ જેટલા હેડ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ, ૫૪૬ હોમગાર્ડ તથા ૩૮૦ એસ.આર.પી, બી.એસ.એફ.ના ૩૦, આર.એ.એફ. ૯૦, એમ કુલ ૨૧૫૮ પોલીસ તથા અન્ય જવાનો સતત ૨૪ કલાક સેવામાં કાર્યરત છે.