પાકને અનિયમિત વરસાદના નુકસાનથી બચાવવા તેમજ પાણીના કરકસરપૂર્ણ ઉપયોગથી પિયત હેઠળનો વિસ્તાર વધારવા ગુણવત્તાયુક્ત ઉત્પાદન વધારવા અને ખેડુતોમા સામાજીક સમરસતા વધારવાના હેતુથી પાણી માટે કોમ્યુનિટી બેઝ ભૂગર્ભ ટાંકા બનાવવા સહાય આપવાની યોજના રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે અમલમા મુકવામા આવેલ છે.
વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે
વધુ વાંચો: અમિત શાહ અને મોદીના સંબંધોમાં ગુજરાતની તિરાડ
આ યોજનાનો લાભ લેવા ખેડુતોએ જુથમા આઇ ખેડુત પોર્ટલ પર તા. 25/07/2020 થી તા. 25/08/2020 સુધી જુથ લીડરના નામે ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમા પાંચ કે તેથી વધારે ખેડુતોનુ જુથ રચી તે પૈકીના કોઇપણ એક લાભાર્થી ખેડુતના ખેતરમા જ ટાંકો બનાવવાનો રહેશે અને તમામ લાભાર્થીએ મળી ભૂગર્ભ ટાંકા હેઠળ ઓછામા ઓછી 10 હેક્ટર વિસ્તારમા ટપક સિંચાઇ ફરજીયાત અપનાવવાની રહેશે.
આ યોજના હેઠળ જુથ દ્વારા નક્કી કરેલ જુથ લીડરના ખાતામા ખર્ચના 50% અથવા રુ. 9.80 લાખ બે માથી જે ઓછુ હોય તે સહાય મળવા પાત્ર રહેશે. જે માટે ઓછામાં ઓછા 1000 ધન મીટરર્ની ક્ષમતાવાળી આર.સી.સીની પાકી ભૂગર્ભ/સ્ટોરેજ ટાંકી સાથે ઇલેકટ્રીક રૂમ, ઇલેકટ્રીક પેનલ બોર્ડ અને ઇલેકટ્રીક પંપ/મોટરનો સમાવેશ કરવાનો રહેશે.
વધુ વાંચો: VIDEO કૌભાંડી શંકર ચૌધરીને ભાજપના પ્રમુખ બનવું હતું, અમૂલનું બટર કામ ન આવ્યું, પક્ષે પાંચમી થપાટ મારી
વધુ વાંચો: પાટણના આનંદ પટેલનું કુંડાળા અને સ્વૈચ્છિક સંસ્થાનું રાહત મોડેલ આખા દેશમાં લાગું કરાયા
લાભ લેવા માટે જુથે અરજી સાથે જરુરી બીડાણ, પ્રોજેકટ પ્રપોઝ્લ જુરૂરી કોટેશન, ડીઝાઇન અને કામ-મટીરીયલના અંદાજો, જમીન પર બાંધકામની મંજુરી, જી.જી.આર.સી. દ્રારા સુક્ષ્મ પિયત માટે કરેલ અરજી, જી.જી.આર.સી. વડોદરાનુ ટપક સિંચાઇ ખર્ચ એસ્ટીમેટ, ભાગીદાર ખેડુતોનુ ના વાંધા પ્રમાણપત્ર, 8/અ ની નકલ, બેંક પાસબુકની નકલ જોડી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી ખાતે રજુ કરવાની રહેશે.