ટટ્ટાર ઊભી રહીને રાતડા રોગ સામે લડતી શેરડીની નવી જાત શોધાઈ, દક્ષિણ ગુજરાત માટે શ્રેષ્ઠ

ગાંધીનગર, 31 ઓક્ટોબર 2020

છેલ્લા કેટલાક વર્ષોમાં, શેરડીના લાલ સડાનો – રાતડો રોગથી ખેડુતો પરેશાન છે.  હવે એવી શેરડી બહારમાં આવી છે જે આ સમસ્યાને દૂર કરશે. ભારતીય શેરડી સંશોધન સંસ્થા, લખનઉ અને ઉત્તર પ્રદેશ શેરડી સંશોધન પરિષદ, શાહજહાંપુરએ નવી શેરડીની જાત વિકસાવી છે.  14201 (CoLk-14201) જે ઝડપથી ઉગે છે અને સામાન્ય 14233 (CoS-14233) જાત છે. વધું ઉપજ આપે છે. વધુ ખાંડ મળે છે. લાલ સડાની સામે લડવાની સારી ક્ષમતા આ શેરડીની જાતમાં છે.  જીવાતોના હુમલા ખૂબ ઓછા છે. જાત ખેડુતો માટે ખૂબ ફાયદાકારક છે. ગુજરાતમાં શેરડીમાં લાલ રોગની સમસ્યા ઘણી વધી રહી છે. જેનાથી શેરડીનો સાંઠો લાલ રંગનો થઈ જાય છે. જે ખાંડનું ઉત્પાદન બગાડે છે. શેરડીનું ઉત્પાદન ઓછું થાય છે.

સોનેરી ગોળ

પ્રતિ હેક્ટર 900-1000 ક્વિન્ટલનું ઉત્પાદન મળે છે. સરેરાશ, 13.0% વધું પોલ કેન પણ મળે છે. શેરડીનો સાંઠો બરાબર સીધો ઉભો રહે છે. શેરડી ઢળી જતી નથી. તેથી ખરાબ થતી નથી. ગોળ સોનેરી રંગનો અને ઉત્તમ ગુણવત્તાનો મળે છે. જે સજીવ ગોળ તરીકે ઉત્તમ માનવામાં આવે છે.

સુગર મિલોના પ્રયાસ

આ વર્ષે તો તેનું બીં નહીં મળે. પણ આવતા વર્ષથી તેનું બિયારણ ખેડૂતોને મળતું થશે. તેથી ગુજરાતની સહકારી સુગર મીલો આ બીને મેળવવા માટે અત્યારથી જ પ્રયાસ કરશે. હાલ આ બિયારણ મોટા પ્રમાણમાં મીલો સાથે મળીને તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેથી ગુજરાતની સહકારી ખાંડ મિલો તે મેળવવા માટે પ્રયાસ કરશે. આવતા વર્ષે 50 ટકા ખેડૂતોને આ બિયારણ મળે એવા સરકારના પ્રયાસો છે. પસંદ કરેલા ખેડુતો અને ખાંડ મિલો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આવતા વર્ષે ખેડુતો તેના બિયારણ સરળતાથી મેળવી શકશે આગામી વર્ષે 50 ટકા સુધીના ખેડૂતો સહ 14201 નું બીજ તૈયાર કરશે.

ગુજરાતમાં શેરડીનું વાવેતર

1.5 લાખ હેક્ટરમાં ગુજરાતમાં શેરડીનું વાવેતર 2019-20માં થયું હતું. જેમાં 107 લાખ ટન શેરડીનું ઉત્પાદન થયું હતું. લગભગ એક હેક્ટરે 71 હજાર કિલો ઉત્પાદકતાં હતી જે 713 ક્વિન્યલનું હેક્ટરે સરેરાશ ઉત્પાદન બતાવે છે. જેમાં 20 ટકા બગાડ તો રાતડાના કારણે થાય છે. તે હવે અટકાવી શકાય તેમ છે. ગુજરાતમાં ભારે વરસાદ અને સતત વરસાદના કારણે ખેતરોમાં સતત પાણી ભરાઈ રહેવાના કારણે રાતડો રોગ આસપાસના ખેતરોમાં ફેલાઈ ગયો હતો. નવી જાતથી ખેડૂતો હેક્ટરે 100 કિલો જેટલું ઉત્પાદન વધારી શકે એવી ધારણા છે.

રાતડો રોગ

રાતડા રોગના લક્ષણો ત્રીજી કે ચોથી પાન અવસ્થામાં વૃદ્ધિ વખતે જોવા મળે છે. આખો છોડ સુકાઈ જાય છે. શેરડીના સાંઠાને ચીરતાં લાલ રંગની પટ્ટાઓ જોવા મળે છે, જેમાંથી દારૂ જેવી કે ખાટી વાંસ આવે છે. શેરડીનું કેન્સર ગણવામાં આવે છે તેનો કોઈ ઉપાય નથી. દવા કામ આપતી નથી.  સતત પાણી ભરાવાના કારણે શેરડીમાં લાલ રોગ આવી ગયો છે. આખો સાંઠો લાલ થઈ જાય છે. રોગ વધીને આખા ખેતરમાં ફેલાઈ અને તમામ શેરડી લાલ થઈ જાય છે. શેરડી સડીને સુકાય જાય છે. પાણીનો ભરાવો,વધુ ભેજવાળું હવામાન, રોગ ગ્રાહ્ય જાતનું વાવેતર, સતત ઝરમરીયું વરસાદવાળુ હવામાન હોય તો રોગ વધે છે.

રોગ નિયંત્રણ

લાલ છોડને મૂળ સાથે કાઢી, બાળી કાઢવા. એ ખેતરમાં એક વર્ષ સુધી શેરડી વાવવી નહીં. લાલ બિયારણ વાપરવું નહીં. બીના બે થી ત્રણ આંખવાળા ટુકડાને એમીસાન કે  કાબૅન્ડીઝમના દ્રાવણમાં 10 મીનીટ બોળી પછી કટકા રોપવા. ટ્રાયકોડમૉ વીરીડી અથવા ટ્રાયકોડમૉ હરજીયાનમ આપવું. શણ કે ઈકકડ જેવો લીલો પડવાશ કરવો. રોગ બીજજન્ય છે.

શેરડી ઢળી પડવાનો રોગ

શેરડીના વધવાના અંતિમ દિવસોમાં તે જોવા મળે છે. તેના મૂળથી પાંદડા સુધી જોવા મળે છે. પાંન પીળા બને છે. દાંડી સુકાઈ જાય છે. પાક સુકાઈ જાય છે. ટોચ સફેદ બને છે. સાંઠા ઓછા વજનના અને પોલા બને છે. ઉત્પાદન ઘટાડી દે છે.

બીજી જાતો

ટૂંક સમયમાં શેરડીની ચાર જાતો ઉત્તરી રાજ્યો માટે CoLk14204, Co15023, CoPb14185 અને CoSe 11453 અને દક્ષિણ રાજ્યો માટે MS13081, VSI 12121 અને Co13013 છે. આ જાતોનું વાવેતર ખેડુતો અને ખાંડ ઉદ્યોગની આવક વધારવા માટે એક માઇલસ્ટોન સાબિત થશે.

2021-22ના વર્ષ માટે વરીયેટલ આઇડેન્ટિફિકેશન કમિટિએ પેનિનસ્યુલર ઝોન (એમએસ 13081-પ્રારંભિક જૂથ; વીએસઆઈ 12121 અને કો 13013-મધ્ય-લેટ જૂથ), ઉત્તર પશ્ચિમ ઝોન (Co 15023-પ્રારંભિક જૂથ; CoPb 14185) માં મુક્ત કરવા માટે સાત જાતોની ઓળખ કરી અને CoLk 14204-મધ્ય-અંતમાં જૂથ) અને ઉત્તર મધ્ય અને ઉત્તર પૂર્વીય ઝોન (CoSe 11453-મધ્ય-અંતમાં જૂથ).

1988થી ગુજરાત માટે ખાસ નહીં

CoLk14204, Co15023, CoPb14185 અને CoSe 11453, MS13081, VSI 12121, Co13013, CoLk 8001 જાતો ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં 1988 માં વ્યાપારી ખેતી માટે ભલામણ કરવામાં આવી હતી. મધ્યમ-મોડી વિવિધતા, ઉચ્ચ શર્કરા, સ્ટાર્ચ અને શેરડીની શેરડીમાં ઉચ્ચ ઉપજની સંભાવના, આ વિવિધતા બોરરો માટે સહનશીલ છે. તેથી આ સંસ્થાએ ગુજરાત માટે કંઈ ખાસ કર્યું નથી.

ખાંડના ભાવ

હાલમાં ગુજરાતમાં ખાંડનો ભાવ એમ / 30 નો બિઝનેસ રૂ .3171 થી રૂ .3211 છે. ખાંડ ઉત્પાદક રાજ્યોના તમામ સચિવો અને શેરડીનાં કમિશનરોની બેઠક બોલાવી હતી. જેમાં નક્કી થયું હતું કે, અંદાજ છે કે 291 મિલિયન ટન શેરડી પીલી 305 લાખ ટન ખાંડ, 20 લાખ ટન ખાંડને ઇથેનોલ તરફ વાળવામાં આવશે. 2020-21માં અપેક્ષિત ઇથેનોલ સપ્લાય ખાંડ ક્ષેત્રમાંથી 300 મિલિયન લિટર થશે. ખેડૂતોને લગભગ 93,000 કરોડ રૂપિયાની એફઆરપી ચૂકવવામાં આવશે.