ACBએ અંકલેશ્વર GIDCના અધિકારીને રૂ.2.25 લાખની રોકડ સાથે ઝડપ્યા

દિવાળી પહેલા જ ભ્રષ્ટ બાબુઓ પર એન્ટી કરપ્શન બ્યુરોએ સપાટો બોલાવ્યો છે. અંકલેશ્વર GIDCના અધિકારી રૂપિયા 2.25 લાખની રોકડ રકમ સાથે ACBના હાથે ઝડપાયા ગયા છે. અંકલેશ્વર GIDCના વર્ગ-2 ઓફિસર પંકજ શેઠ સરપ્રાઇઝ ચેકિંગમાં ઝડપાઇ ગયા છે. ACBએ બાતમીને આધારે ઓફિસમાં જ આ ચેકિંગ હાથ ધર્યું હતુ.

ACBએ દિવાળી સરપ્રાઇઝ ચેકિંગમાં તેમની પાસેથી રોકડ રકમ ઝડપી લીધી છે. જેને કારણે અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે, આ રકમ તેમને કોને આપી હતી અને કયા કામ માટે લીધી હતી તે અંગે તપાસ ચાલી રહી છે. દિવાળી પહેલા અધિકારીઓ ગિફ્ટ લેતા હોય છે ખાસ કરીને રોકડ રકમ લાંચમાં લેતા હોય છે. ત્યારે આ કેસમાં ACB વધુ તપાસ કરી રહી છે. સાથે જ અન્ય કેટલાક અધિકારીઓ પર પણ ACBનો સકંજો કસાય તેવી શક્યતા છે.