૧૦૮ ઇમરજન્સી કેન્દ્ર ખાતે સામાન્ય દિવસોમાં કુલ ઇમરજન્સી કોલ્સમાંથી રોડ એકસીડન્ટના કોલનું પ્રમાણ ૧૩% જેટલું હોય છે. હાલમાં લોકડાઉનની પરિસ્થિતિને કારણે કુલ ઈમરજન્સી કોલ્સમાંથી માર્ગ અકસ્માતના ફોનનું પ્રમાણ માત્ર ૦૩% રહેવા પામ્યું છે. આમ ૧૦૮ ઇમરજન્સી કેન્દ્ર ખાતે માર્ગ અકસ્માતના ફોન કોલ્સમાં ૭૭%નો ઘટાડો નોંધાયો છે.
જોકે ૧૦૮ ઇમરજન્સી સેવા કેન્દ્ર ખાતે આવતા ફોન કોલ્સની કુલ સંખ્યામાં ૩૦% નો વધારો થયો છે. જેમા મોટા ભાગના ફોનકોલ્સ તાવ અને શરદી-ખાંસીને લગતા હોય છે.
મેનેજર વિકાસ બિહાનીના સમગ્ર રાજ્યમાં ૫૦ જેટલી 108 એમ્બ્યુલન્સ કોરોનાને લગતા કોલ્સ માટે અલાયદી રાખવામાં આવી છે જેથી તે અન્ય દર્દીઓ માટે વાઈરસ-કેરિયર ન બને.
લોકડાઉનના સમયગાળા દરમિયાન ૧૯ એપ્રીલ સુધી ૧૦૮ સેવા દ્વારા કુલ ૧,૨૭,૭૭૮ ઇમર્જન્સી કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે, જેમાંથી ૭ હજાર જેટલા કોવિડ-૧૯ ને લગતા છે.
૧૦૪ ફિવર હેલ્પલાઈન પર પણ આવતા ફોનની સંખ્યા લગભગ દસ ગણી વધી છે. ૧૦૪ ફિવર હેલ્પલાઈન પર રાજ્યભરમાં આવતા ફોનની સંખ્યા જે પૂર્વે દૈનિક ૧ હજાર આસપાસ રહેતી તે હવે રોજના ૧૦ હજારથી વધારે છે.
૧૦૮ સેવા ૫ માર્ચથી ૧૯ એપ્રીલ દરમિયાન કુલ ૪,૧૯,૪૩૪ જેટલા ફોન કોલ્સ મેળવી ચુકી છે