અદાણી અને પત્રકારો – ભાગ 1
અદાણી મીડિયા કિંગ બનવા તરફ – હેડીંગ
ગુજરાતી પત્રકારત્વના 200 વર્ષ પછી અદાણી સમાચાર માધ્યમો ખરીદી રહ્યા છે
હિંડનબર્ગ પછી અદાણી સામે નવા સવાલો ઉભા થયા છે
15 ઓગસ્ટે સત્ય ડેની સમાચારોની આઝાદી શ્રેણી શરૂ થાય છે.
દિલીપ પટેલ અમદાવાદ, 15 ઓગસ્ટ 2024
1 જુલાઈ, 1822ના દિવસે મુંબઈથી ‘શ્રી મુમબઈનાં શમાચાર’ (આજનું ‘મુંબઈ સમાચાર’) પ્રગટ થયું અને ગુજરાતી પત્રકારત્વનો પ્રારંભ થયો. એના સ્થાપક હતા પારસી ફરદૂનજી મર્ઝબાન. પ્રારંભમાં એ સાપ્તાહિક હતું. 1855માં દૈનિક બન્યું હતું.
પત્રકારના ઉમદા વ્યવસાયને 2 હજાર વર્ષ વિશ્વમાં થયા છે. જોકે, ભારતના ઘણા શાસ્ત્રો બન્યા છે તે વૃતાંત આધારિત છે. જે 2 હજાર વર્ષ કરતાં પણ વધારે વર્ષના છે.
ગુજરાતી પત્રકારત્વના બરાબર 200 વર્ષ પછી 2022માં અદાણી, પત્રકારત્વને ધંધો બનાવવા મેદાને આવ્યા હતા. હિંડનબર્ગના છેલ્લા અહેવાલ પછી પત્રકારત્વ અને મીડિયા માલિકોની નીતિ ચર્ચામાં આવી છે, કારણ કે અદાણીના કાળા કામો બહાર ન આવે તે માટે મીડિયા માલિકો આ વખતે વધારે સક્રિય છે. અદાણી હવે સમાચાર માધ્યમોમાં ધાર્યું કરાવી શકે એવી પૂરી તાકાત સાથે બહાર આવ્યા છે. તેથી ગુજરાતના ઉદ્યોગપતિ સમાચાર માધ્યમોમાં શું કરી રહ્યા છે તેની ચર્ચા પુરા વિશ્વમાં છે.
ગૌતમ અદાણી ટેલિવિઝન, સમાચાર પત્રો, સમાચાર એજન્સીઓ એક પછી એક ખરીદી રહી છે. અથવા છાપા પર આધિપત્ય જમાવી રહ્યા છે. હવે ગુજરાતીમાં તે ટેલિવિઝન ચેનલ લાવી રહ્યા હોવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. પત્રકારત્વનાં માધ્યમોના માલિકો માટે તે મોટો ઉદ્યોગ પણ બન્યું છે. પત્રકારત્વનાં મુદ્રિત અને વીજાણુ માધ્યમો ભવિષ્યમાં કેવો આકાર લેશે એની આગાહી કરવી કઠિન છે.
ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયા ન્યૂઝ પ્લેટફોર્મ બ્લૂમબર્ગ ક્વિન્ટ ચલાવે છે, જેને હવે BQ પ્રાઇમ કહેવાય છે. મીડિયા નેટવર્ક્સ પર પ્રકાશન, જાહેરાત, પ્રસારણ, સામગ્રીનું વિતરણ” ના વ્યવસાયમાં પ્રવેશવા માટે AMG મીડિયા નેટવર્ક્સની સ્થાપના કરી હતી. 1 માર્ચ, 2022 ના રોજ, અદાણી એન્ટરપ્રાઇઝે ધ ક્વિન્ટ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. મીડિયા વ્યવસાયમાં પ્રવેશની જાહેરાત કરી હતી. પત્રકારત્વ અપ્રિય શાસનને અસ્થિર કરવાનું સામર્થ્ય પણ ધરાવતું થયું છે. આથી કેટલીક મહત્ત્વાકાંક્ષી વ્યક્તિઓ પત્રકારત્વના ક્ષેત્રે પોતાનું સામ્રાજ્ય કોઈ એક દેશની ભૌગોલિક સરહદો પૂરતું સીમિત ન રાખતાં વિશ્વના અનેક દેશોમાં વિસ્તારવા મથે છે. રૂપર્ટ મરડૉકનું નામ આ માટે જાણીતું છે.
જૂથે સપ્ટેમ્બર 2021 માં અદાણી મીડિયા વેન્ચર્સનું નેતૃત્વ કરવા માટે પીઢ પત્રકાર સંજય પુગલિયાની નિમણૂક કરી હતી.
પછી, અદાણી ગ્રૂપે નવી દિલ્હી ટેલિવિઝન લિમિટેડ (NDTV)માં 64.71 ટકા હિસ્સા પર નિયંત્રણ મેળવ્યું હતું, જેમાં સ્થાપક પ્રણય રોય અને રાધિકા રોય દ્વારા 27.26 ટકા ઇક્વિટી હિસ્સો પણ સામેલ હતો. રોય અને કંપનીના અન્ય ચાર સ્વતંત્ર ડિરેક્ટરોએ 30 ડિસેમ્બરથી તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું.
NDTVને ખરીદી લીધા બાદ ગૌતમ અદાણી ગ્રૂપે સમાચાર સંસ્થા IANS પણ ખરીદી લીધી હતી. જેનો 50 ટકાી વધુ હિસ્સો ખરીદ કર્યો હતો. NDTV ખરીદી લીધા બાદ મીડિયા જગતમાં અદાણી ગ્રુપની આ બીજી ખરીદી હતી. જોકે, તે પહેલાં ગુજરાતમાં આઝાદી સમયથી સમાચાર ક્ષેત્રે કામ કરતા જન્મભૂમિ જૂથ પર પણ અદાણી ગૃપનો કબજો આવી ગયો છે.
IANS હિન્દી અને અંગ્રેજી સમાચાર સેવાઓ માટે જાણીતી છે, હવે NDTVની જેમ AMNLની પેટાકંપની તરીકે કામ કરે છે. 16 ડિસેમ્બર 2023માં અદાણી ગ્રૂપની માલિકીની AMG મીડિયા નેટવર્ક્સ લિમિટેડએ ન્યૂઝ એજન્સી ઈન્ડો-એશિયન ન્યૂઝ સર્વિસ એટલે કે IANSમાં 50 ટકા માલિકી ખરીદી લીધી હતી. શેરધારકોના કરાર અને કંપનીમાં મતદાન અધિકારો પણ પ્રાપ્ત કર્યા છે.
IANS હિન્દી અને અંગ્રેજી સમાચાર સેવાઓ માટે જાણીતી છે. AMNLની પેટાકંપની તરીકે કામ કરશે.
પીટીઆઈએ અહેવાલ આપ્યો હતો કે, IANS નું તમામ ઓપરેશન અને મેનેજમેન્ટ નિયંત્રણ AMNL પાસે રહેશે અને AMNL પાસે IANS ના તમામ ડિરેક્ટરોની નિમણૂક કરવાનો અધિકાર હશે. નિર્ધારિત એક્વિઝિશન મુજબ, IANS હવે AMNLની પેટાકંપની છે. નાણાકીય વર્ષ 2022-23માં IANSની આવક 11.86 કરોડ રૂપિયા હતી.
અદાણીએ ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયાને હસ્તગત કર્યું હતું. અદાણીએ NDTV મીડિયામાં 65 ટકા હિસ્સો ખરીદ્યો હતો. હવે અદાણીએ ત્રીજી મીડિયા કંપની આઈએએનએસ હતી. અદાણી મીડિયા સેક્ટરમાં સતત ખરીદી કરી રહ્યું છે.
એક્વિઝિશન રૂ. 48 કરોડમાં કરવામાં આવ્યું હતું. પક્ષકારોએ 13 મે, 2022ના રોજ વેચાણ માટે કરાર કર્યો હતો અને 27 માર્ચ, 2023ના રોજ સોદો પૂર્ણ થયો હતો. ગૌતમશાસ્ત્ર એટલે કે ન્યાયશાસ્ત્ર. ગૌતમના ઘણાં અર્થ થાય છે પણ તેમાં ગૌતમનો એક અર્થ છે કે, બળદને શણગારી તેની મારફત ભિક્ષા ઉઘરાવનાર ભિક્ષુક.
પત્રકારત્વની આ શક્તિના કારણે શાસકોએ તેને એક યા બીજા રૂપે અંકુશિત કર્યા કર્યું છે. (ક્રમશઃ)
000000000000000000000000
અદાણી અને પત્રકારો – 2
પ્રોપોગેંડા ફેલાવવા યુએનઆઈ સમાચાર એજન્સી કેમ ખરીદવી હતી
પત્રકારત્વ અને અદાણીને કોઈ લેવાદેવા નથી,
અદાણીને તો આમદાની વધારવા માટે સમાચાર સત્તાની જરૂર છે
જે ન માને તેને ખરીદી લો, ન ખરીદાય તો ખતમ કરોની નીતિ સત્તાની રહી છે
દિલીપ પટેલ
અમદાવાદ, 16 ઓગસ્ટ 2024
સમાચાર એકત્ર કરવા, લખવું, સંપાદિત અને પ્રકાશિત કરવા તેને પત્રકારત્વ ગણાય છે. પત્રકારત્વને ઉતાવળે લખેલું સાહિત્ય પણ કહેવાય છે. ઈસુની પહેલી સદીમાં રોમન સમ્રાટ જૂલિયસ સીઝરે દૈનિક ઘટનાઓ હસ્તલિખિત સમાચાર બુલેટિન રોજેરોજ ચોક્કસ સ્થળોએ લગાવવા આદેશ આપી પત્રકારત્વનો પ્રારંભ કર્યો હતો. ત્યારથી સત્તાના સમ્રાટ અને પૈસાના સમ્રાટોને પત્રકારોને પોતાના ખિસ્સામાં રાખવાની ચળ છે. જેમાં મોદી અને અદાણી ભારતમાં સત્ય સમાચારોને હિંદ મહાસાગરમાં ફેંકી દીધા છે. તેઓ ઈચ્છે તે જ સમાચારો બના રહ્યાં છે.
મહાસત્તાઓને પોતાનો પ્રોપોગેંડા એટલે કે, રાજકીય નેતા, પક્ષ, પૈસા વગેરે માટે સમર્થન મેળવવા માટે વપરાય છે. ખોટી અથવા અતિશયોક્તિ પૂર્ણ માહિતી અને અભિપ્રાય; પ્રચાર, ખોટી માહિતી રજૂ કરીને લોકોને ભ્રમમાં રખાય છે. આવું જ ગુજરાતની આ બન્ને તાકાતો કરી રહી છે. જેમ હિટલર દ્વારા જર્મની કર્યું હતું, તેમ હાલ હિન્દુસ્તાનમાં થઈ રહ્યું છે.
પ્રોપોગેંડા ફેલાવવા માટે હવે અદાણી અને તેના રાજકીય મિત્રો સમાચારપત્રો, ટેલિવિઝન, ડિજિટલ માધ્યમો અને સમાચાર એજન્સીઓ ખરીદી રહ્યા છે. જેમાં ભારતની એક સમયની મોટી તાકાત ગણાતી હતી તે યુનાઈટેડ ન્યૂઝ ઓફ ઈન્ડિયા (યુએનઆઈ) એજન્સી એક છે. સમાચાર મોકલવા માટેનું એકમાત્ર સાધન ટેલી પ્રિન્ટર હતું તે જમાનામાં યુએનઆઈનો જમાનો હતો.
સમાચારનું અર્થઘટન, સમાચારની સમીક્ષા, સમાચારના અન્વેષણને સવિશેષ મહત્ત્વ અપાતાં પત્રકારત્વ ઉચ્ચ કોટિનો વ્યવસાય ગણાયો છે. પણ તેમાં ઉદ્યોગપતિઓ પોતાનો નફો ગણે છે. નફો પૈસાનો નહીં પણ તાકાતનો. સત્તાધીશોને કાબુમાં રાખવાની સત્તા ઉદ્યોગપતિઓ વધારી રહ્યા છે. જેમાં અદાણી કેમ બાકાત રહી શકે? અદાણીને અને સંનિષ્ઠ પત્રકારત્વ વચ્ચે, મુંદરા અને થરાદ જેટલું અંતર છે.
પત્રકારત્વ હવે માહિતી વિસ્ફોટના યુગમાં પ્રવેશ્યું છે. પહેલેથી જ પત્રકારત્વ કોઈનો ઈજારો રહ્યો નથી. હવે તો સોશિયલ મિડિયાના યુગમાં તો પત્રકારત્વનો નવો યુગ મધ્યાહને છે.
યુરોપમાં રાજાશાહી પછી લોકશાહી આવી એટલે પત્રકારત્વ શાસનાભિમુખ મટી પ્રજાભિમુખ અને શાસનનું આલોચક પણ બન્યું. ભારતમાં પણ આઝાદી વખતે પત્રકારત્વ ખીલ્યું હતું. પત્રકારત્વની આ શક્તિના કારણે શાસકોએ તેને એક યા બીજા રૂપે અંકુશિત કર્યા કર્યું છે.
રાજકીય સ્વતંત્રતા પોતે વિચાર, વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય વિના સંપૂર્ણ ગણાતી નથી તેથી પત્રકારત્વની સ્વતંત્રતા અનિવાર્ય બની. પણ મૂડી પતિઓ અને રાજ પતિઓને તે પસંદ નથી.
યુએનઆઈ
ફેબ્રુઆરી 2024માં પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (પીટીઆઈ)ની ઈજારાશાહીને ખતમ કરવા માટે છ દાયકા પહેલાં રચાયેલી યુનાઈટેડ ન્યૂઝ ઓફ ઈન્ડિયા (યુએનઆઈ) એજન્સીની હરાજીની પ્રક્રિયા થઈ હતી. ત્યારે તેની માલિકી ગૌતમ અદાણીના સંબંધી રાકેશ રમણલાલ શાહ પાસે જવાની શક્યતા હતી. વરિષ્ઠ પત્રકાર એમજે અકબર પણ ખરીદવા માંગતા હતા.
યુએનઆઈની બિડમાં ભાગ લેનાર પાંચ લોકોમાં બ્રેઈન ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા, સ્ટેટ્સમેન અખબાર, ચોથી દુનિયાના પૂર્વ સંપાદક રાકેશ રમણલાલ શાહ, સંતોષ ભરતિયા અને કોલકાતા સ્થિત કંપની ફોર સ્ક્વેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર હતા.
એમજે અકબર બ્રેઈન ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિ તરીકે હતા. ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશનના સીએમડી રાકેશ રમણલાલ શાહ પણ હતા. ગુજરાત સરકારની માલિકીની આ કંપની નરેન્દ્ર મોદીની સરકારે અદાણી સાથે જોડાયેલા લોકોને વેચી દીધી હતી. રમણલાલ શાહના લગ્ન અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની બહેન સાથે થયા છે.
શાહ આ બીડ જીતશે એવું માનવામાં આવતું રહ્યું હતું. તેની સાથે NDTV અને IANS ન્યૂઝ એજન્સી પછી UNI એ ત્રીજું ન્યૂઝ પ્લેટફોર્મ હશે.
નાદાર
નિર્ણય કોર્ટે કરવાનો હતો. કારણ કે, યુએનઆઈ ખોટમાં ચાલી રહી હતી અને વર્ષ 2023થી નાદાર જાહેર કરવામાં આવી હતી. કોર્ટે રિઝોલ્યુશન પ્રોફેશનલની નિમણૂંક કરવાનો આદેશ આપ્યો. હવે તેમની દેખરેખ હેઠળ કંપની ચાલે છે. કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ બિડીંગ પ્રક્રિયા શરૂ થઈ હતી.
પડતી
14 ભાષામાં તેના સમાચાર વિશ્વભરના સમાચાર માધ્યમોને આપવામાં આવતા હતા.
2006 પછી શેરધારકો સહિત યુએનઆઈના સબ્સ્ક્રાઇબર્સ એક પછી એક અનસબ્સ્ક્રાઇબ કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2017 થી તેણે તેના કર્મચારીઓને પગાર આપવાનો પણ બંધ કરી દીધો હતો. સંકટના સમયમાં, UNIના સૌથી મોટા અને વિશ્વાસપાત્ર સરકારી ગ્રાહક પ્રસાર ભારતીએ પણ ઓક્ટોબર 2020માં તેની સેવાઓ લેવાનું બંધ કરી દીધું હતું. સરકારી બ્રોડકાસ્ટર પ્રસાર ભારતી દર મહિને યુએનઆઈને 57 લાખ રૂપિયા ચૂકવતી હતી.
100 કરોડનું દેવું
એપ્રિલ 2023 માં, યુએનઆઈ કર્મચારી સંઘે તેના લેણાં વસૂલવા માટે NCLTમાં કેસ દાખલ કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે કર્મચારીઓના 103 કરોડ રૂપિયા બાકી હતા. જેમાં વર્તમાન કર્મચારીઓનો પગાર, ગ્રેચ્યુઇટી અને ભૂતપૂર્વ કર્મચારીઓના ભવિષ્ય નિધિનો સમાવેશ થાય છે.
આવી એજન્સી દ્વારા વિશ્વમાં સમાચારોને પ્રસારિત કરવાની તાકાત ઉદ્યોગપતિઓ અને સત્તાધીશો જોતા રહ્યાં છે. પોતાના બચાવ માટે, પોતાની પ્રસિદ્ધિ માટે અને દુશ્મનોને ખતમ કરવા માટે સમાચાર એજન્સીઓનો મોટી ભૂમિકા રહી છે. અદાણી પણ ઈચ્છતા હતા કે યુએનઆઈ તેના ગજવામાં આવી જાય. (ક્રમશઃ)
0000000000000000000
ભાગ 3
અદાણી એનડીટીવી ખરીદી તો લીધું પણ ચલાવી ન શક્યા
સમાચાર માધ્યમ ચલાવવા માટે સંનિષ્ઠ અને સત્યનિષ્ઠ પત્રકારો જરૂરી છે, નહીંતર તે નાણાં પેદા કરતી ફેક્ટરી બની જાય છે.
અમદાવાદ, 17 ઓગસ્ટ 2024
જોસેફ પુલિત્ઝરનું નામ વિશ્વભરમાં પત્રકારત્વના ક્ષેત્રે અનન્ય પ્રદાન માટે ઇતિહાસમાં અંકિત થયું છે. 1878માં તેણે સેન્ટ લુઇસથી ‘Post Dispatch’નું પ્રકાશન શરૂ કર્યું હતું. પુલિત્ઝરને લોકધર્મી પત્રકારત્વનો પ્રણેતા કહી શકાય. અદાણી કોઈ રીતે પત્રકારત્વને વફાદાર રહે એવા વ્યક્તિ કે જૂથ નથી. એનડીટીવી મોદીની આકરી ટીકા કરતું હતું તેથી ખરીદી લેવા દાવપેચ કર્યા હતા.
કોઈ સમાચાર માધ્યમ ચલાવવું હોય તો તેમાં સત્યનિષ્ઠ અને સંનિષ્ઠ પત્રકારો હોવા જરૂરી છે. જો તેમ ન હોય તો તે માત્ર સમાચાર પેદા કરતી ફેક્ટરી બની જાય છે. સમાચાર ખોદી કાઢતી કાચા કોલસાની ખાણ બની જાય છે. એનડીટીવીમાં સાચું પત્રકારત્વ કરતાં 3 પત્રકાર હતા તેમણે અદાણીની ખરીદી સામે વાંધો હતો તેથી છોડી દીધું અને પછી તો એનડીટીવી ભારતની પહેલી 20 ટીવી ચેનલોમાં પણ વિશ્વસનીય ન રહી.
એનડીટીવી
અદાણી ગ્રૂપના અધિગ્રહણ બાદ NDTVમાં એક વર્ષમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2023માં અદાણીના આગમન અને રવિશ કુમારના ગયા પછી NDTVના દર્શકોમાં 70%નો ઘટાડો થયો હતો.
રવીશ કુમાર, નિધિ રાઝદાન, શ્રીનિવાસન જૈન, સુનીલ સૈની, સારા જેકબ સહિત ઘણા મોટા ચહેરાઓએ ચેનલ છોડી દીધી હતી. એનડીટીવીને વર્ષોથી ચાહતાં દર્શકોએ જોવાનું છોડી દીધું છે.
નવેમ્બર 2022 માં NDTVને અદાણી જૂથે ખરીદી લીધું હતું.
30 નવેમ્બર 2022ના રોજ ચેનલના સૌથી પ્રખ્યાત રવીશ કુમારે એનડીટીવીમાંથી રાજીનામું આપી દીધું હતું. એનડીટીવીમાં અરાજકતાનો માહોલ હતો. એક પછી એક રાજીનામા ચાલુ હતા. આ અરાજકતાને રોકવા માટે અદાણી ગ્રુપે સંજય પુગલિયા જેવા અનુભવી વરિષ્ઠ ટીવી પત્રકારને ચેનલની જવાબદારી સોંપી. પરંતુ કોઈ નોંધપાત્ર તફાવત જોવા મળ્યો ન હતો.
ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, એનડીટીવી એક વિશ્વસનીય, સ્વતંત્ર અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક રહેશે. મેનેજમેન્ટ અને સંપાદકીયમાં હંમેશા લક્ષ્મણ રેખા રહેશે. તે સમય જતાં સ્પષ્ટ થશે, અમારી પાસે હશે. સમય આપો. પણ દર્શકોએ ગૌતમ અદાણી પર ભરોસો ન કર્યો. તેના ઘણા કારણો હતા.
અદાણીએ દેશની આખી અમલદારશાહી, છાપા, ટીવી અને શાસક એસ્ટાબ્લિશમેન્ટને પોતાની નેટવર્ક માર્કેટિંગ ચેનલ બનાવી દીધી છે. જે પત્રકારો કે મિડિયાના માલિકો તેને અનુકુળ આવતાં નથી તેને ખરીદી લે છે, ન ખરીદાય તો પોલીસ અને અદાલતનો આસરો લઈને પરેશાન કરાય છે. આવા અનેક ઉદાહરણો છે.
એનડીટીવીના દર્શકો એ ગુજરાતના ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના દર્શકો જેવા ન હતા. એનડીટીવીના દર્ષકોને તો બહાદુરી ભર્યા સમાચારો જોવા હતા. અદાણીની પીઆરએજન્સી જેવા અમદાવાદ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા જેવું છાપું તેને જોઈતું ન હતું.
ચીનની જેમ અદાણીએ સમાચારોની કોઈ નવી શોધ કરી ન હતી. એણે તો કાવાદાવા કરીને ચેનલ ખરીદી હતી. ચીને સમાચારોની નવી દુનિયા શોધી હતી.
ચીને બીજી સદીમાં કાગળની શોધ કરી હતી. મુદ્રણની શોધ ચીને ઈ. સ. 868માં કરી હતી. આઠમી સદીમાં ચીને માહિતી એકત્ર કરવાનો આરંભ વ્યવસ્થિત યોજનાના રૂપમાં કર્યો હતો, જે 1,200 વર્ષ સુધી ચાલુ સતત રાખ્યો હતો. તાંગ વંશે તેહિંગ-પાઓ નામે માસિક વૃત્તાંતનું પ્રકાશન શરૂ કર્યું હતું. 1361માં તે સાપ્તાહિક અને 1830માં દૈનિક વૃત્તાંતમાં રૂપાંતરિત થયાં. ચીને કરેલી શોધોથી પશ્ચિમ યુરોપને ઘણો લાભ થયો છે.
અદાણીએ કોઈ નવી ટીવી ચેનલ કે નવું અખબાર ક્યારેય શરૂ કરી બતાવ્યું ન હતું. જે કામ ધીરૂભાઈ અંબાણીએ કર્યું તેમાં તેમને મોટી નિષ્ફળતાં રહી હતી. પછી મુકેશ અંબાણીએ નવી ચેનલોના બદલે ટીવી18 જેવી ન્યુઝ ટીવી ચેનલ ખરીદી લીધી હતી. જેમાં તેને સફળતા મળી હતી. પણ જે એજન્ડા મોદીનો હતો તે એજન્ડા મુકેશ અંબાણીએ તેની ટીવી ચેનલોમાં લાગુ કરવો પડ્યો હતો.
ગુજરાતના આ બે મોટા ઉદ્યોગપતીઓએ ગુજરાતી પત્રકારત્વને ખીલવા દીધું નથી. તેને ખતમ કેમ કરવું તે વધારે પસંદ કર્યું છે. 1450માં જોહાનેસ ગુટનબર્ગ દ્વારા કરાયેલી સીસામાંથી ટાઇપ બનાવવાની શોધે મુદ્રણની સાથે સાથે પત્રકારત્વના વિકાસમાં મોટો ફાળો આપ્યો હતો, એવો મોટો ફાળો અદાણીએ આપ્યો નથી. તેને મન તો પત્રકારત્વ એક ધંધો હતો. દિલ્હીની સત્તાને ટકાવી રાખવા માટેનો નકરો ધંધો રહ્યો છે.
1513માં બ્રિટનમાં ન્યૂઝ બુક્સથી પત્રકારત્વનો આરંભ થયો. તેમાં કોઈ પણ એક મહત્વની ઘટનાનું વિવરણ અપાતું હતું. 1621માં લંડનમાં ‘ન્યૂઝશીટ’ પ્રગટ થયું જે ‘કોરાન્ટો’ કહેવાતું હતું. અત્યારના વર્તમાનપત્રની જેમ તે નિયતકાલિક ન હતું. જેમાં 1628માં પાર્લામેન્ટની કાર્યવાહીના તથા અન્ય ઘટનાઓનાં રોજેરોજના વૃત્તાંત પ્રગટ થવા માંડ્યાં. 1655માં ‘ઑક્સફર્ડ ગૅઝેટ’ના પ્રકાશન સાથે પત્રકારત્વના નવા યુગનો આરંભ થયો. પાછળથી તેનું નામ ‘લંડન ગૅઝેટ’ રાખવામાં આવ્યું હતું. પણ અદાણીના યુગમાં પત્રકારત્વનો અસ્ત થતો દેખાયો છે. ગુજરાતી પત્રકારત્વને ખીલવા દેવા માટે તો ઝવેરચંદ મેઘાણી, મોહન ગાંધી, હસમુખ ગાંધી, શ્રેયાંશ શાહ, દિગંત ઓઝા, ગુજરાત મિત્રના અનેક માલિક અને પત્રકારો જેવા હિંમતવાન પત્રકારોથી ગુજરાતી પત્રકારત્વ ખીલે છે.
ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કઠણ સમયમાં 1780ના જાન્યુઆરીની 19મીએ કોલકાતામાં જેમ્સ ઓગસ્ટસ હિક્કીએ ‘બૅંગૉલ ગૅઝેટ’ યાને ‘કલકત્તા જનરલ એડવર્ટાઇઝર’ના નામે સર્વ પ્રથમ વર્તમાનપત્ર શરૂ કર્યું હતું. જે ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્ઝ અને ચીફ જસ્ટિસ ઇલીયાહ ઇમ્પે સહિત વગદાર અંગ્રેજ અધિકારીઓના રોષનો ભોગ બન્યું હતું. તેમાં અંગ્રેજોના બધાં કાળાં કરતૂતોનો પર્દાફાશ થતો હતો. અંગ્રેજોએ અદાલતી કારવાઈ, દંડ, જપ્તી, જેવાં દમનકારી પગલાં લીધા હતા. હિક્કીને દેશનિકાલ કરવામાં આવ્યો હતો. 1782ના માર્ચમાં ભારતના આ પ્રથમ પત્રને ખતમ કરી દેવાયું હતું.
આવું જ આજના ઉદ્યોગપતિઓ ભારતના સમાચાર માધ્યમો સાથે કરી રહ્યાં છે. માલિકોને પાલતું પોપટ બનાવી રહ્યા છે.
1818માં જેમ્સ સિલ્ક બકિંગહામ ‘કલકત્તા ક્રૉનિકલ’નું તંત્રીપદ સંભાળવા ભારત આવ્યા હતા. આ છાપું પણ વેપારીઓએ જ બહાર પાડ્યું હતું. બકિંગહામને જવાહરલાલ નહેરુએ અખબારી સ્વાતંત્ર્યના પુરસ્કર્તા તરીકે બિરદાવ્યા હતા. દેશમાં તેણે પત્રકારત્વને પ્રજાભિમુખ બનાવ્યું હતું. પરંતુ તેને પણ શાસકોના કોપનો ભોગ બનવું પડ્યું. એની સામે ઍડવોકેટ-જનરલે બદનક્ષીનો ફોજદારી કેસ કર્યો હતો. તેમાં બકિંગહામ જીત્યા તો ખરા, પણ આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હતા.
1823માં એને ભારત દેશનિકાલ કરાયા હતા.
હિક્કી અને બકિંગહામ અંગ્રેજ હોવા છતાં તેમણે અંગ્રેજ શાસકો વિરુદ્ધ ઝુંબેશ ચલાવીને પત્રકારત્વનો સાચો ધર્મ શો છે તે સ્પષ્ટ કર્યું હતું. તેમના અનુગામીઓને માટે પ્રેરણા પૂરી પાડી હતી. આવી પ્રેરણા પામનારાઓમાં એક હતા રાજા રામમોહન રાય. તેઓ ભારતીય પત્રકારત્વના સંસ્થાપક ગણાય છે. બીજી હતા ફૂલછાબ દૈનિકના ઝવેરચંદ મેઘાણી.
શું અદાણી અને તેના મિત્ર મોદી સવાઈ અંગ્રેજ સરકાર બની ગઈ છે. જો તેમ ન હોય તો અદાણીએ અનેક પત્રકારોને પરેશાન કેમ કર્યા છે. મોદીએ ઘણા પત્રકારોને કેમ મુખ્ય ધારાના સમાચાર માધ્યમમાંથી ફેંકી દીધા છે. (ક્રમશઃ)
0000000000000000000
ભાગ 4
દૈનિક ભાસ્કરનું ડીબી પાવર અદાણી કેમ ખરીદવા માંગતા હતા
ગુજરાતી પત્રકારત્વ શું અદાણી, અંબાણી અને મોદીની એડી નીચે કચડાઈ રહ્યું છે?
મુંબાઈ સમાચાર અને ગાંધીજીના સમયનું પત્રકારત્વ ઉદ્યોગપતિઓ દબાવી રહ્યા છે
દિલીપ પટેલ
અમદાવાદ, 18 ઓગસ્ટ 2024
ગુજરાતમાં પત્રકારત્વએ બે સદીમાં સારો એવો વિકાસ સાધ્યો છે. હવે વળતા પાણી છે. વળતા પાણીના ઘણા કારણો છે, તેમાં સાક્ષરતા, ગરીબી, ટીવી ચેનલ, સોશિયલ મીડિયા જેવા કારણો તો છે જ પણ ઉદ્યોગપતિઓ પોતાના ધંધાના વિકાસના લાભ માટે સમાચાર માધ્યમો ખરીદી રહ્યા છે. જે અગાઉ પવિત્ર એવા આ ધંધામાં હતા તેઓ ઉદ્યોગ પતી બનવા માટે સત્તાની પડખે રહેવાનું શરૂ કર્યું છે.
ગાંધીજીએ ભારતમાં ક્રાંતિ લાવવા અને દેશને આઝાદ કરવા ગુજરાત અને ગુજરાતી છાપુ પસંદ કર્યા હતા. હવે ગુજરાતના જ ઉદ્યોગપતિઓ દેશની આઝાદીને ખતમ કરવા અને ક્રાંતિને ડામી દેવા માટે સમાચાર માધ્યમોનો દેખીતો ઉપયોગ કરી રહ્યાં છે. જેમાં અદાણી એક છે.
1919માં ગાંધીજીએ ઇન્દુલાલ યાજ્ઞિક પાસેથી ‘નવજીવન’ લીધું હતું. ગુજરાતી પત્રકારત્વનો નવો યુગ શરૂ થયો હતો. સ્વાતંત્ર્, હરિજનનો ઉદ્ધાર, સ્ત્રી કેળવણી માટે જાગૃતિનો પ્રારંભ કર્યો હતો.
હવેનું મોદી યુગનું પત્રકારત્વ ક્યાં આવીને ઊભું છે?
ગાંધીજીના વ્યક્તિત્વની છાપ પત્રકારત્વ ઉપર પણ પડી હતી. એમના લેખોની અસર ગરીબ, મધ્યમવર્ગીય, ગ્રામ્ય, શહેરી પ્રજા અને ખેડૂતને સ્પર્શી જતી હતી. દેશમાં રાજકીય જાગૃતિનો જુવાળ લાવવામાં ‘નવજીવન’ અને ‘હરિજનબંધુ’(1932)એ ખૂબ મદદ કરી હતી. ગાંધીજી ઉપરાંત મહાદેવભાઈ, કિશોરલાલ મશરૂવાળા, કાકા કાલેલકર વગેરેની કલમનો લાભ પણ આ પત્રોને મળતો. મહાદેવ દેસાઈ સમાચાર સંસ્થાના પત્રકાર હતા તેમના પૌત્ર નચિકેતા દેસાઈએ તેમના પત્રકારત્વ પર એક પુસ્તક લખ્યું અને તે સાબરમતી સંગ્રાહલ દ્વારા પ્રદાશીત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પણ હવે ગાંધી યુગ તો ક્યારનો પુરો થયો છે. ઇન્દિરા ગાંધીનો કટોકટીનો યુગ પણ પૂરો થયો છે. હવે ગુજરાતી પત્રકારત્વમાં ઉદ્યોગપતિઓનો યુગ શરૂ થયો છે. જે લોકોની આઝાદી છીનવી રહ્યો છે. લોકોને આર્થિક રીતે બરબાદ કરવાના યુગને મદદ કરી રહ્યો છે. આ મોદી યુગનું પત્રકારત્વ છે. જેમાં અદાણીને મૂકી શકાય છે.
સાક્ષરતાના નીચા આંક તથા બીજા કારણોને લીધે હજી આ બાબતમાં વિકસિત દેશોની સરખામણીએ ભારત પાછળ છે. દર હજારની વસ્તી દીઠ દૈનિક પત્રના એક સો નકલના ફેલાવાના યુનેસ્કોના માપદંડની સામે ભારતમાં હજી એ આંક 13 નકલનો હતો. હવે તે પણ નીચે આવી રહ્યો છે.
ભારતમાં પત્રકારત્વએ ઘણું વૈવિધ્ય અને આકર્ષણ જમાવ્યું હતું. વીજાણુ માધ્યમોની તીવ્ર સ્પર્ધા છતાં પોતાનું સ્થાન ટકાવી રાખ્યું હતું. આગેકૂચ જારી રાખી હતી. હવે તે બધું બરબાદ થઈ રહ્યું છે. એક મિશન નહીં પણ મની માટેનું માધ્યમ છે. ટીવી ચેનલો અને અખબારો હવે લોકરંજન તરફ વધુ વળ્યું છે.
સરકારની સાડાબારી ન રાખતાં ગુજરાત સમાચાર, વી ટીવી અને દ્વવ્ય ભાસ્કર પર મોદી સરકારે દરોડા પાડ્યા હતા. ત્યારથી આ ત્રણેય અખબારોની નીતિ મોદીને સમાચારોમાં મદદ કરવાની થઈ ગઈ છે.
મોદીના મિત્ર અદાણી સમાચાર માધ્યમોની તાકાત સારી રીતે જાણે છે. તેથી તેમણે દૈનિક ભાસ્કરના એક પ્રકાશનને ખરીદી લેવાનું નક્કી કર્યું હતું.
દૈનિક ભાસ્કર
એપ્રિલ 2024માં દૈનિક ભાસ્કરએ અદાણીને DB પાવર વેચવાનું આયોજન કર્યું હતું.
સુપ્રીમ કોર્ટના આદેશ છતાં, દૈનિક ભાસ્કર (ગુજરાતમાં તેનું નામ દિવ્યભાસ્કર) તેના પત્રકારો અને કર્મચારીઓ સાથે મજૂરો જેવું વર્તન કરવા માટે જાણીતું છાપું છે.
ઇન્દોર આવૃત્તિના બે પત્રકારોએ મજૂર અદાલતમાં દાવો દાખલ કર્યો હતો. દૈનિક ભાસ્કર ગ્રૂપને તેની ડીબી પાવર કંપનીને 7 હજાર કરોડ રૂપિયામાં વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો, તેની લડત ચલાવી હતી.
મજીઠીયા વેતન બોર્ડ મુજબના પગાર પત્રકારોને મળવા જોઈએ. પણ આ જૂથ આપતું નથી.
ઈન્દોર આવૃત્તિના પત્રકાર તરુણ ભાગવત અને અરવિંદ તિવારી સહિત પત્રકારોને ખબર પડી કે ભાસ્કર ગ્રુપ અદાણી ગ્રુપને ડીબી પાવર 7 હજાર કરોડ રૂપિયામાં વેચવાની તૈયારી કરી રહ્યું છે. ડીલ ફાઇનલ થવાના નક્કર સમાચાર હતા. અદાલતને આ સોદો રદ કરવા દાવો કર્યો હતો. સ્ટે મૂક્યો હતો.
ભાસ્કર ગ્રૂપના માલિકો સામે હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવા અને સોગંદનામામાં ખોટા નિવેદનો રજૂ કરવા બદલ ફરિયાદ કરી હતી. મેનેજમેન્ટ સામે ફોજદારી કેસ નોંધવાની પણ વિનંતી કરી.
વર્ષ 2022માં એવા અહેવાલો આવ્યા હતા કે અદાણી ગ્રુપે ડીબી પાવર હસ્તગત કરી લીધો હતો. પરંતુ એક્વિઝિશનની સમય મર્યાદા લંબાવવા છતાં અદાણી ગ્રુપ ડીબી પાવરને હસ્તગત કરી શક્યું ન હતું. અદાણી પાવર અને ડીબી પાવર વચ્ચે 7017 કરોડ રૂપિયાની ડીલ થવાની હતી. જે સતત લંબાવવી હતી. ડીબી પાવર એ મધ્યપ્રદેશના દૈનિક ભાસ્કર જૂથની પેટાકંપની છે.
લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા ત્યારે તેની સામેની ઉગ્ર લડતે રાષ્ટ્રવાદી પત્રકારત્વને જન્મ આપ્યો. હવેના જમાનામાં રાષ્ટ્રવાદનો ઉપયોગ માત્ર મત મેળવવાના રાજકારણમાં થઈ રહ્યો છે. ભાજપનું રાષ્ટ્રવાદ ખરા અર્થમાં ઉદ્યોગપતિઓની ટીવી ચેનલો અને છાપામાં હિંદુત્વ પુરતું સમિતિ દેખાઈ રહ્યું છે. અંગ્રેજોએ જે રીતે બંગભંગ કરીને રાજનીતિ કરી હતી એવી રાજનીતિ આ યુગમાં થઈ રહી છે. જેમાં ઉદ્યોગપતિઓની ટીવી ચેનલો અને છાપા મદદ કરી રહ્યાં છે.
રાષ્ટ્રવાદી પત્રકારત્વમાં સુરેન્દ્રનાથ બેનરજી જેવા પત્રકારો હવે ગુજરાતમાં રહેવા દીધા નથી. બાંગ્લાએ રાષ્ટ્રવાદમાં ઘણો ભાગ ભજવ્યો. હવે ગુજરાતવાદ પેદા કરીને લોકોને ભ્રમમાં રાખવા ઉપયોગ થાય છે. આ ઉપરાંત બિપિનચંદ્ર પાલના ‘ન્યૂ ઇન્ડિયા’ અને ‘વંદે માતરમ્’ આગઝરતા દેશ પ્રેમી હતા.અરવિંદ ઘોષ તેમાં પાછળથી આવ્યા હતા. 1922માં મૃણાલકાંતિ ઘોષ, પ્રફુલ્લકુમાર સરકાર અને સુરેશચંદ્ર મજુમદારે શરૂ કરેલા ‘અમૃત બઝાર પત્રિકા દેશદાઝથી ભરેલા હતા. હવે દેશદાઝ કરતાં તો ભક્તિદાઝ વધારે દેખાય છે.
હિંદી ભાષાનું સર્વપ્રથમ દૈનિક 1854માં શરૂ થયું હતું. સ્વાતંત્ર્ય પૂર્વેના ગાળામાં બનારસમાંથી 1920માં શરૂ થયેલું ‘આજ’, ડૉ. રાજેન્દ્રપ્રસાદ દ્વારા શરૂ કરાયેલ સાપ્તાહિક ‘દેશ’ વગેરેનો આમાં સમાવેશ થાય છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછીનાં પત્રોમાં ‘હિન્દુસ્તાન’, ‘પંજાબકેસરી’, ‘નવભારત ટાઇમ્સ’, ‘જનસત્તા’, ‘દૈનિક સહારા’ વગેરે ઉલ્લેખનીય છે. હિંદી પત્રકારત્વે ફેલાવા ઉપરાંત ગુણવત્તાની દૃષ્ટિએ આઝાદી પછી ઝડપી વિકાસ સાધ્યો છે.
પણ હિંદી પત્રકારત્વમાં પ્રવેશવા માટે અદાણી દૈનિક ભાસ્કરની એક કંપની ખરીદવા માંગતા હતા. આછે આજનું આર્થિક પત્રકારત્વનો કિસ્સો. (ક્રમશઃ)
000000000000
ભાગ – 5
અદાણી અને પત્રકારો
હિંડનબર્ગના અહેવાલો છાપ્યા તો અમદાવાદમાં અદાણીએ કેસ ઠોકી દીધો
અદાણી કે રાજાઓની કાળી બાજુ પત્રકારો જાહેર કરતાં રહ્યાં છે
દિલીપ પટેલ
અમદાવાદ, 19 ઓગસ્ટ 2024
અદાણી હિંડનબર્ગ વિવાદ પર લેખ લખવા બદલ બે પત્રકાર રવિ નાયર અને આનંદ મંગનાલે ગુજરાત પોલીસની ધરપકડનું જોખમ હતું. સુપ્રીમ કોર્ટે બંને પત્રકારોને ગુજરાત પોલીસની ધરપકડની કાર્યવાહીથી વચગાળાનું રક્ષણ આપીને રાહત આપી હતી.
ગુજરાતની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંગઠિત અપરાધ અને ભ્રષ્ટાચાર રિપોર્ટિંગ પ્રોજેક્ટ વેબસાઇટ પર પ્રકાશિત થયેલા તેમના લેખની પ્રાથમિક તપાસના સંબંધમાં પૂછપરછ માટે તેમને રૂબરૂ હાજર રહેવા કહેવાયું હતું. અદાણી જૂથ ગુજરાતમાં પત્રકારો માટે શું કરી શકે તેનું આ એક ઉદાહરણ છે.
OCCRP એ ઓગસ્ટમાં શેરહોલ્ડરો અંગે વિગતો જાહેર કરતાં પત્રકારોને રાજ્ય સરકારના તંત્ર દ્વારા ધાકધમકી અને દેખરેખના પ્રયાસોનો સામનો કરવો પડ્યો હતો.
અદાણી પરિવાર સાથે ગાઢ સંબંધો ધરાવતા બે વ્યક્તિઓએ ભારતીય કાયદાનું ઉલ્લંઘન કરીને અદાણી જૂથમાં ગુપ્ત રીતે રોકાણ કર્યું હતું. એવો અહેવાલ જાહેર કર્યો હતો.
OCCRP પત્રકારો રવિ નાયર અને આનંદ મંગનાલેને એક ફરિયાદના આધારે અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રાથમિક તપાસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, જે ફક્ત એક રોકાણકાર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ હતી.
ગુજરાત સરકાર પાસે આનો જવાબ આપવા માટે અદાલતે બે અઠવાડિયા આપ્યા હતા.
મંગનાલેના ફોનને પણ અત્યાધુનિક સ્પાયવેરથી ટાર્ગેટ કરવામાં આવ્યો છે. iVerify અનુસાર, ઓગસ્ટમાં અદાણી ગ્રૂપને પ્રી-પબ્લિકેશન ક્વેરીઝ મોકલ્યાના કલાકોમાં પેગાસસ હુમલો થયો હતો. સર્વેલન્સ સાધનોના ઉપયોગમાં અદાણી જૂથની કોઈ ભૂમિકા હોવાના કોઈ પુરાવા નથી.
ફોરેન્સિક પૃથ્થકરણ આ હુમલા પાછળ કઈ એજન્સી કે સરકારનો હાથ છે તે દર્શાવતું નથી. (પેગાસસ માત્ર સરકારોને જ લાઇસન્સ આપવામાં આવે છે.) ભારતે અગાઉ પેગાસસનો ઉપયોગ કર્યો છે, જેને ઇઝરાયેલની ફર્મ NSO ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવી હતી.
ઑક્ટોબરમાં, Appleએ ઓછામાં ઓછા 20 ભારતીયોને ચેતવણી આપી હતી – જેમાં નાયર અને મંગનાલેનો સમાવેશ થાય છે – કે તેઓ રાજ્ય દ્વારા પ્રાયોજિત સાયબર હુમલાઓનું લક્ષ્ય છે. ધમકીની ચેતવણીમાં ગુનેગારના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
પોલીસ દ્વારા અસ્પષ્ટ કારણોસર પત્રકારોની અટકાયત કરવી એ પત્રકારોની સતામણી ગણાય છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં વાણી સ્વાતંત્ર્ય પર સીધો હુમલો હતો. પેગાસસ દ્વારા પત્રકારોને નિશાન બનાવવું એ કંઈ નવું નથી.
અદાણીના મહારથીઓ
હવે આ જ જૂથના 5 મહારથીઓ દેશની સૌથી મોટી આર્થિક તાકાત ધરાવે છે. રાહુલ ગાંધી જેવા ભાગ્યે જ કોઈ નેતાને તે નમાવી શક્યા નથી. બાકી મોટાભાગના નેતાઓ તેના પગ ધોવાનું કામ કરે છે. તો પછી પત્રકારો કે સમાચાર માધ્યમોના માલિકોને આ જૂથના 5 મહારથીઓમાંથી કોઈ પણ ખરીદી કે વેચી શકે છે. નમાવી શકે છે. તેમ છતાં રાહુલ ગાંધીની જેમ દેશના ઘણા પત્રકારો અદાણીના ધંધાની કાળા બાજુ રજૂ કરતાં રહ્યાં છે.
અદાણીની કાળા કામો જાહેર કરનારા પત્રકારોની લડત તોડી પાડવા તે ગમે તે કરી શકે છે. આું બધું કર્યા પછી હવે ધીરુભાઈ અંબાણીએ જે ભૂલ કરી હતી તે સુધારી લેવા માટે ગૌતમ અદાણીએ તેના વારસદારો જાહેર કરી દીધા છે. જૂથના 5 નેતાઓ કઇ જવાબદારીઓ સંભાળે છે. તે જાણવા જેવું છે. જેમાં સમાચારોની દુનિયા ક્યાંય નથી.
ભારત અને એશિયાના બીજા સૌથી અમીર 62 વર્ષના વ્યક્તિ ગૌતમ અદાણીએ આગામી પેઢીને કમાન સોંપવાની તૈયારી કરી લીધી છે. 70 વર્ષની ઉંમરે નિવૃત્ત થવા માંગે છે. અદાણી ગ્રૂપ, દેશના ત્રીજા સૌથી મોટા ઔદ્યોગિક ગૃહ, $213 બિલિયનનો બિઝનેસ ધરાવે છે.
ગૌતમ અદાણીએ તેમના વારસદારોને ટ્રસ્ટ દ્વારા વારસદાર જાહેર કર્યા છે. ગૌતમ અદાણીના પુત્રો કરણ અને જીત અદાણી અને ભત્રીજા પ્રણવ અને સાગરનો તેમાં એકસરખો ભાગ છે. પ્રણવ તેના મોટા ભાઈ વિનોદ શાંતિલાલ અદાણીનો પુત્ર છે. જ્યારે સાગર તેના બીજા ભાઈ રાજેશ અદાણીનો પુત્ર છે. આ ચાર લોકો અદાણી ગ્રુપનો વારસો સંભાળી રહ્યા છે…
પ્રણવ અદાણી
પ્રણવ અદાણી ગ્રુપના એગ્રો, ઓઈલ અને ગેસ બિઝનેસના એમડી છે. અદાણી એન્ટરપ્રાઈઝના ડિરેક્ટર છે. 1999 થી અદાણી વિલ્મરમાં છે. ફોર્ચ્યુન બ્રાન્ડ તેલ બજારમાં 20% હિસ્સો ધરાવે છે. અદાણી ગેસ શહેર ગેસ વિતરણ કંપની, અદાણી રિયલ્ટી, એગ્રી લોજિસ્ટિક્સ અને અદાણી એગ્રી ફ્રેશ પ્રણવે બનાવી છે. મુંબઈ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ સંભાળે છે.
પ્રણવ બોસ્ટન યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી ધરાવે છે. તેણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી ઓનર્સ/પ્રેસિડેન્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામનો પણ અભ્યાસ કર્યો છે.
કરણ અદાણી
ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડના MD છે. સિમેન્ટ, પોર્ટ, લોજિસ્ટિક્સ સંભાળે છે. 2030 સુધીમાં 1 અબજ ટન માલ હેરફેર કરવાનો લક્ષ્ય ધરાવે છે. કરણ અમેરિકાની પરડ્યુ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો સ્નાતક છે. તેમણે APSEZની વિકાસ વ્યૂહરચ બનાવી છે. 10 બંદર છે.
સાગર અદાણી
સાગર અદાણી અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રની ડિગ્રી મેળવ્યા બાદ 2015માં અદાણી ગ્રુપમાં જોડાયા હતા. એનર્જી, ફાઇનાન્સ, ગ્રીન એનર્જીના સોલાર અને વિન્ડનો ધંધો સંભાળે છે 2030 સુધીમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવી રહ્યા છે. ઓર્ગેનાઈઝેશન બિલ્ડિંગ પર કામ કરે છે.
જીત અદાણી
ગૌતમ અદાણીનો નાનો પુત્ર જીત અદાણી યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા-સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઇડ સાયન્સમાં અભ્યાસ કર્યા બાદ 2019માં અદાણી ગ્રુપમાં જોડાયો હતો. એરપોર્ટ, ડિજિટલ, સંરક્ષણ, ફાઇનાન્સ, મૂડી બજાર, જોખમ અને શાસન નીતિનો ધંધો સંભાળે છે. ડિજિટલ લેબ્સ એક સુપર એપ બનાવવાની તૈયારી કરે છે.
આ બધા ધંધામાં ક્યાંય સમાચારોનો ધંધો કોણ કરે છે તેનો તેની વેબસાઈટ પર ઉલ્લેખ નથી.
વીજાણુ ટૅક્નૉલૉજીથી સમાચારો કે દેશની સરહદોને સમાચારોની દુનિયાએ ઓળંગી લીધી છે. પણ ગુજરાતના ઉદ્યોગપતીઓએ સમાચાર માધ્યમોની મર્યાદા ઓળંગી દીધી છે. આ ઉદ્યોપતીઓને ખરબ નથી કે ગુજરાતી પત્રકારોએ અને માલિકોએ અખબારી સ્વતંત્રતા મેળવવા અને જાળવી રાખવા માટે કેવી લડાઈ લડી હતી. આજે પણ એ લડાઈ ચાલુ છે.
ગુજરાતી પત્રકારોનો ગૌરવ અને લડાયક ઇતિહાસ કેવો છે તે અદાણી જૂથ હજુ સમજતું હોય એવું લાગતું નથી. તેમાં તેને ધંધો કે ધંધો બંધ કરાવનારાઓ જ દેખાય છે.
1 જુલાઈ, 1822થી શરૂ થયેલા ‘મુંબઈ સમાચાર’ને પગલે બીજા ગુજરાતી પત્રો શરૂ થયા હતા. તેમાં 1830માં શરૂ થયેલા ‘મુંબઈ ચાબુક’ (‘મુંમઈના ચાબુક’), 1832માં શરૂ થયેલા ‘જામે જમશેદ’, 1851માં દાદાભાઈ નવરોજીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા ‘રાસ્ત ગોફતાર’ મુખ્ય હતા. આ બધા પત્રો પારસીઓએ શરૂ કર્યાં હતાં. એમાં મુખ્યત્વે પારસી સમાજની સમસ્યાઓની ચર્ચા થતી.
2 મે 1849ના રોજ અમદાવાદમાંથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ‘વરતમાન’નું પ્રકાશન શરૂ કર્યું હતું. ગુજરાતમાં પત્રકારત્વનો પ્રારંભ થયો. ‘વરતમાન’ શિલાપત્ર પર છપાતું હતું. 1854માં બીબાઢાળ ટાઇપ ઉપર મુદ્રણ થઈને ‘બુદ્ધિપ્રકાશ’ શરૂ થયું હતું. જે આજે પણ ચાલુ છે. 1851માં ‘ખેડા વર્તમાન’ સાપ્તાહિકનો પ્રારંભ થયો હતો. 1921ની બીજી ઓક્ટોબરે રાણપુરથી અમૃતલાલ શેઠે ‘સૌરાષ્ટ્ર’ (આજનું ‘ફૂલછાબ’) શરૂ કર્યું હતું. સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોની જોહુકમી સામે પ્રજાની વેદનાને વાચા આપી. ‘ફૂલછાબ’ 1950માં રાજકોટ આવ્યું અને દૈનિક બન્યું. 1948માં રાજકોટથી ‘જયહિંદ’ અને ‘નૂતન સૌરાષ્ટ્ર’ દૈનિકો શરૂ થયાં.
રાજાઓ સામે લડવામાં પત્રકારોએ પાછી પાની કરી ન હતી. આવી લડત લડનારા નાના પણ સ્વમાની પત્રકારોનો ઇતિહાસ ભલે આજે અમદાવાદમાં કે ગુજરાતમાં બહુ ઓછો છે. જે ઇતિહાસ છે તે માત્ર સમાચાર પત્રો અને તેના માલિકોનો છે. પણ ખરી લડાઈ લડનારા સંવાદદાત, અહેવાલ લેખક, રિપોર્ટરોનો ઇતિહાસ ક્યાંય નથી.
1852માં કરસનદાસ મૂળજીએ શરૂ કરેલા ‘સત્યપ્રકાશ’ અને 1864માં નર્મદે શરૂ કરેલા ‘ડાંડિયો’એ સમાજ સુધારાના પત્રકારત્વમાં ઇતિહાસ રચ્યો હતો. આ પત્રો આજીવિકા માટે નહિ, પણ સમાજના ઉત્થાનના મિશનથી જ ચાલ્યા હતા. હવે 2024 કે 2030માં મિશન મની વધારે દેખાય છે.
1880માં ઇચ્છારામ દેસાઈના તંત્રીપદ હેઠળ ‘ગુજરાતી’ના પ્રારંભ સાથે ગુજરાતી પત્રકારત્વનો એક નવો યુગ શરૂ થયો. રાજકીય પ્રશ્ર્નો ઉપર પણ લખવાનું શરૂ થયું. એક જમાનામાં તેનું સ્થાન ટિળકના ‘કેસરી’ જેવું હતું.
1864માં જૂનાગઢથી મણિશંકર કીકાણીએ ‘સૌરાષ્ટ્રદર્પણ’ શરૂ કર્યું. એ સૌરાષ્ટ્રનું પ્રથમ પત્ર ગણાય છે. ભાવનગરથી મિરઝા મુરાદઅલીએ ‘મનોરંજક રત્નમાળ’ 1868માં શરૂ કરેલું. એ જ વર્ષે, રાજકોટથી ‘વિજ્ઞાનવિલાસ’ શરૂ થયું, જેમાં પણ પ્રેરણા મણિશંકરની હતી. મણિશંકરનો સુધારો નર્મદ-દુર્ગારામ જેવો આક્રમક નહિ, પણ સંરક્ષક હતો. 1862માં અમદાવાદથી ‘ગુજરાત શાળાપત્ર’ શરૂ થયું તે 1876થી 1888 સુધી નવલરામે રાજકોટથી ચલાવ્યું હતું. 1885માં મણિલાલ નભુભાઈએ ભાવનગરમાં રહીને ‘પ્રિયંવદા’ નામે મહિલાઓ માટેનું માસિકપત્ર ચલાવ્યું હતું, જે 1890થી ‘સુદર્શન’ રૂપે વિસ્તૃત ફલક પર મુકાયું હતું.
0000000000000000000
હિંડનબર્ગ અને પત્રકારો – 7
એક બિલિયન અમેરિકન ડોલર એટલે કે, રૂ. 83,92,21,50,000 (8392 કરોડ રૂપિયા) આવા $5.7 બિલિયન ડોલરનું અદાણીનું કૌભાંડ હોવાનું માનવામાં આવે છે.
આ કૌભાંડ સૌથી પહેલાં ફાયનાન્સિયલ ટાઈમ્સ દ્વારા જાહેર કરાયું હતું.
અદાણી ગ્રુપે તાજેતરમાં યુ.કે. ભારત સ્થિત મીડિયા ફાઇનાન્શિયલ ટાઇમ્સ (FT) પર દુર્ભાવનાપૂર્ણ ઝુંબેશ ચલાવવાનો ઓક્ટોબર 2023માં આરોપ મૂકવામાં આવ્યો હતો. પોતાના હિત માટે ટાઈમ્સ આવું કરી રહ્યું હોવાનો આરોપ અદાણીનો હતો.
ફાઇનાન્સિયલ ટાઇમ્સના ડેન મેકક્રમ દ્વારા અદાણીનું કૌભાંડ જાહેર કરાયું હતું. OCCRP સાથે મળીને 31 ઓગસ્ટ 2023 ના રોજ અદાણી જૂથ વિરુદ્ધ ખોટી વાત શરૂ કરી હોવાનો અદાણીએ આરોપ મૂક્યો હતો.
OCCRP ને જ્યોર્જ સોરોસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.
ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP)ના સહયોગથી FTએ 31 ઓગસ્ટ, 2023ના રોજ એક લેખ પ્રકાશિત કર્યો હતો. જ્યોર્જ સોરોસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે, જેઓ અદાણી જૂથની ખુલ્લેઆમ ટીકા કરતા હતા.
એફટીનો બેશરમ એજન્ડા હતો.
અદાણી ગ્રૂપના મતે, આનાથી કોલસાની આયાતમાં ઓવરવેલ્યુએશનનો મુદ્દો સંપૂર્ણપણે ઉકેલાઈ ગયો.
અદાણી ગ્રૂપે OCCRP, વિદેશી મીડિયા અદાણી જૂથના બજાર મૂલ્યને નુકસાન પહોંચાડવાના પ્રાથમિક હેતુ સાથે શ્રેણીબદ્ધ હુમલાનું આયોજન કરે છે.
ફાઇનાન્સિયલ ટાઇમ્સે હિંડનબર્ગ પહેલાં અદાણીના સમાચાર છાપ્યા હતા કે, ડેટા દર્શાવે છે કે અદાણીનું સામ્રાજ્ય વિદેશી ભંડોળ પર આધારિત છે. ગૌતમ અદાણીના સમૂહનું લગભગ અડધું વિદેશી પ્રત્યક્ષ રોકાણ તેમના પરિવાર સાથે જોડાયેલી વિદેશી કંપનીઓમાંથી આવ્યું છે.
આ સમાચાર 22 માર્ચ 2023 ના રોજ પ્રકાશિત થયા હતા. અગાઉ અદાણી અંગેનું રાહુલ ગાંધીનું ભાષણ સંસદમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું. અદાણી પર બોલવા અંગે રાહુલ ગાંધીએ તેમનું સભ્યપદ ગુમાવ્યું, બંગલો ખાલી કરવાની નોટિસ આવી.
10 એપ્રિલ 2023માંના રોજ, અદાણી જૂથે ફાઇનાન્સિયલ ટાઇમ્સને તેનો અહેવાલ પાછો ખેંચવા જણાવ્યું હતું. તેની નકલ તમામ છાપા અને પત્રકારોને મોકલવામાં આવી હતી. સરકારનું સમર્થન કરતા પત્રકારો કહેવા લાગ્યા કે વિદેશી રોકાણના સમાચાર ખોટા છે.
પણ, ભારતમાં 2017 થી 2022 સુધીમાં 45.4 ટકા વિદેશી પ્રત્યક્ષ રોકાણ ચૂકવણી અદાણી સાથે સંકળાયેલી વિદેશી કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન એકત્ર કરવામાં આવેલી કુલ રકમ $5.7 બિલિયન હોવાનું કહેવાય છે.
આ આંકડો દર્શાવે છે કે અદાણીને તેના વિશાળ સમૂહના નિર્માણમાં કેવી મદદ મળી છે. કહેવાની જરૂર નથી કે આ મદદ અન્ય કોઈને મળી હોત તો પણ સવાલો ઉભા થયા હોત. અદાણી વડાપ્રધાનના મિત્ર છે. ફાઈનાન્સિયલ ટાઈમ્સે તેનો અહેવાલ હટાવવાનો ઈન્કાર કરી દીધો હતો.
જો મજબૂત જૂથ ટાઈમ્સ ન હોત તો અદાણીએ આ છાપુ પણ ખરીદી દીધું હોત.
હિંડનબર્ગ રિસર્ચનું અદાણી ગ્રૂપ પરનું રિસર્ચ બહાર પડ્યું ત્યારે દેશમાં હોબાળો મચી ગયો હતો.
Adani Group: How The World’s 3rd Richest Man Is Pulling The Largest Con In Corporate History
વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ કોર્પોરેટ ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ કેવી રીતે ચલાવી રહ્યું છે, તે અંગે
લગભગ બે વર્ષના સંશોધન બાદ વિશ્વને હચમચાવી નાખે એવી વિગતો બહાર આવી હતી.
એ જાણીતી હકીકત છે કે નાના અને મોટા ભારતીય ઉદ્યોગપતિઓ વિદેશમાં ખાતા ધરાવે છે. અદાણીની શેલ કંપનીઓ છે અને ત્યાંથી મની લોન્ડરિંગ થાય છે. કેન્દ્ર સરકારના ‘ખાસ’ ઉદ્યોગપતિઓ પાસેથી આની અપેક્ષા દેશના લોકોને નહોતી.
અદાણી ગ્રૂપ પહેલાથી જ 4 મોટી સરકારી છેતરપિંડીની તપાસમાં કેન્દ્ર રહ્યું છે, જેમાં મની લોન્ડરિંગ, કરદાતાઓના ભંડોળની ચોરી અને ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જે કુલ અંદાજે યુ.એસ. $17 બિલિયન હોવાનો આરોપ હતો.
અદાણી પરિવારના સભ્યોએ કથિત રીતે મોરેશિયસ, યુએઈ અને કેરેબિયન ટાપુઓ જેવા ટેક્સ-હેવન અધિકારક્ષેત્રમાં ઓફશોર શેલ એન્ટિટી બનાવવા માટે સહયોગ કર્યો હતો, નકલી અથવા ગેરકાયદેસર ટર્નઓવર બનાવવા અને લિસ્ટેડ કંપનીઓમાંથી નાણાં બહાર કાઢવાના દેખીતી રીતે બનાવટી આયાત/નિકાસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા.
આટલા મોટા આક્ષેપો છતાં ભારતીય ટીવી ચેનલો ‘કંઈ થયું નથી’ એવો ઢોંગ કરી રહી હતી. ગુજરાતી અને દેશની હિંદી ટીવી ચેનલો વધુ હાસ્યાસ્પદ હતી.
આ આરોપો વિશે વાત કરવાને બદલે ‘હિંડનબર્ગ’ નામ કેવી રીતે પડ્યું તેની ચર્ચા ટીવી પત્રકારો કરતાં હતા. ગુજરાતના કહેવાતા અર્થશાસ્ત્રીઓ, લેખકો, પત્રકારો આર્થિક રીતે સમજદાર ગણવાનો ઢોંગ કરતા હતા. તેઓ મૌન હતા.
1 જુલાઈ, 1822ના દિવસે મુંબઈથી ‘શ્રી મુમબઈનાં શમાચાર’ (આજનું ‘મુંબઈ સમાચાર’) પ્રગટ થયું અને ગુજરાતી પત્રકારત્વનો પ્રારંભ થયો. એના સ્થાપક હતા ફરદૂનજી મર્ઝબાન. પ્રારંભમાં એ સાપ્તાહિક હતું. 1855માં દૈનિક બન્યું. હવે ગુજરાતી સમાચાર પત્રો અને ટેલિવિઝન ચેનલને માટે તે બહુ મહત્વનું નથી કે સત્ય પ્રકાશિત કરે.
ગુજરાતી ભાષામાં આજે 40થી વધુ દૈનિકો પ્રગટ થાય છે. ઉપરાંત ગુજરાતીમાં 175 સાપ્તાહિક, 90 પાક્ષિક અને 20 માસિકો નીકળે છે. ચિત્રલેખા, અભિયાન, ઇન્ડિયા ટુડે (ગુજરાતી આવૃત્તિ) ફેલાવા અને સામગ્રીની દૃષ્ટિએ નોંધપાત્ર છે. માસિકોમાં અખંડ આનંદ, નવનીત સમર્પણ, કુમાર, નવચેતન ઉલ્લેખનીય છે. ભૂમિપુત્ર, નિરીક્ષક, ઉદ્દેશ, પરબ, શબ્દસૃદૃષ્ટિ, કવિતા સાહિત્ય તથા પ્રજાજીવનના પ્રવાહો માટે લખતા રહે છે.
અદાણી જૂથ ગુજરાતના સૌથી જૂના ટ્રસ્ટ જન્મભૂમિ જૂથના ફૂલછાબ, કચ્છ અને મુંબઈમાં છાપા પર આધિપત્ય જમાવી રહ્યા છે. અદાણી હવે ગુજરાતીમાં તે ટેલિવિઝન ચેનલ લાવી રહ્યા હોવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે.
પ્રજાવાણી અને ડેક્કન હેરલ્ડ લોકપ્રિય રહ્યા હતા. અમદાવાદનું પ્રજાબંધુ તથા ગુજરાત સમાચારના તંત્રી ઇન્દ્રવદન બળવંતરાય ઠાકોર જેવા સફળ પત્રકારો સરકાર કે ઉદ્યોગ સામે આંખ લાલ કરી શકતા હતા.
સ્વત્રંત્ર પત્રકારત્વના વિકાસમાં ખૂબ મોટો ફાળો આપ્યો હતો.
પણ રાજકીય સત્તા કે સંપત્તિની સત્તા ધરાવતા લોકોને તો આવા સમાચાર પત્રો કે સાચા પત્રકારો ખપતા નથી. તેમાં અદાણી અને તેમના સત્તા બંધુ મોદી-શાહ આ યુગમાં પહેલાં છે. (ક્રમશઃ)
00000000000000
00000000000000000
અદાણી અને પત્રકારો
2024માં 5 પત્રકારો જેલમાં છે.
પત્રકારો સામેની હિંસા, અત્યંત કેન્દ્રિત મીડિયા માલિકી અને રાજકીય જોડાણો સાથે, “વિશ્વની સૌથી મોટી લોકશાહી” માં પ્રેસની સ્વતંત્રતા સંકટમાં છે, 2014 થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી (BJP) અને નેતા દ્વારા ટીકા કરવામાં આવી છે. હિંદુ રાષ્ટ્રવાદી અધિકારનો અવતાર મોદીનું શાસન છે.
આર્થિક ગુલામી
ભારતના મીડિયાની મુખ્ય આવક જાહેરાતની આવક છે. જેનો મુખ્ય સ્ત્રોત સરકાર છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, જાહેરખબરો પર અબજો ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો છે. કેન્દ્ર અને રાજ્ય બંને સરકારો આ ભંડોળ દ્વારા તેમની સામગ્રીને સેન્સર કરવા માટે મીડિયા પર દબાણ લાવે છે.
જેના પર ઘણા નાના મીડિયા આઉટલેટ્સ નિર્ભર છે. જ્યાં એક તરફ, સરકારે સરકારી અને ખાનગી માલિકીના મીડિયા બંને પર તેની પકડ મજબૂત કરી છે, ત્યારે મીડિયાની માલિકી અમુક જૂથોના હાથમાં કેન્દ્રિત થઈ ગઈ છે જેઓ મોટાભાગે સરકાર સાથે જોડાયેલા છે, જેનો પુરાવો અદાણી જૂથ દ્વારા સત્તા હડપવામાં આવ્યો છે. છે. પોર્ટ ડેવલપમેન્ટ, એનર્જી અને માઇનિંગમાં રુચિ ધરાવતા મોદીના નજીકના સહયોગી ગૌતમ અદાણીના નેતૃત્વમાં બહુરાષ્ટ્રીય સમૂહે, વિવેચનાત્મક પત્રકારત્વના છેલ્લા ગઢ પૈકીના એક NDTV પર નિયંત્રણ મેળવ્યું.
00000000000000
ઝી ન્યુઝ અને અદાણી
2022માં મીડિયા અને કોર્પોરેટ જગતમાં મોટી ચર્ચા હતી કે, ગૌતમ અદાણી અને સુભાષ ચંદ્રાની ‘ઝી મીડિયા’ વચ્ચે મોટી ડીલ થઈ રહી છે. સુભાષ ચંદ્રાને શેર દીઠ ત્રીસ રૂપિયા આપવામાં આવે એવી વાત હતી.
એવી વાત હતી કે, અદાણી ગ્રુપ દ્વારા ઝી મીડિયાના અધિગ્રહણ બાદ સંજય પુગલિયાને ઝી ન્યૂઝના સીઈઓ બનાવવામાં આવી શકે છે. પુગલિયા પહેલેથી જ અદાણી ગ્રુપની સેવામાં છે. બન્નેમાંથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું ન હતું. માત્ર અફવા હતી. ગૌતમ અદાણી અને સુભાષ ચંદ્રા વચ્ચે માત્ર થોડી બેઠકો થઈ છે. બજાર નિયામક સેબીને જાણ કરાઈ ન હતી.
ક્વીંટ
મારફાડ અહેવાલો લખવા માટે જાણીતા ડિજિટલ મીડિયા ક્વિન્ટને અદાણી ગ્રૂપે ખરીદ્યું છે. જાન્યુઆરી 2022માં ‘ક્વિન્ટ’માં અદાણીનો હિસ્સો વધીને 49 ટકા થયો હતો. મુંબઈ સ્ટોક એક્સચેન્જને અદાણી ગ્રુપ દ્વારા 13 મે 2022ના રોજ લેખિતમાં જાણ કરવામાં આવી હતી એટલે કે બે દિવસ પહેલા અદાણી ગ્રુપે ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયા લિમિટેડ કંપનીનો 49 ટકા હિસ્સો ખરીદ્યો છે.
ભૂજ કચ્છ અદાલત
ઓક્ટોબર 2021માં પેડિગ્રી મીડિયાએ આજે અદાણી પોર્ટ-ડ્રગ્સ સ્મગલિંગ સંબંધિત મોટા સમાચારને દબાવી દીધા હતા. મિડિયાના માલિકોની સંવેદનશીલતા મરી ગઈ છે. ખાસ અદાલતે ગુજરાતના મુન્દ્રા બંદર પર 21,000 કરોડ રૂપિયાના ડ્રગ્સના કેસમાં ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓને વિગતો પૂછી હતી. અદાણી જૂથે ડીઆરઆઈ અધિકારીઓને કહ્યું કે તેઓ કાયદાકીય સલાહ લીધા વિના કોઈ માહિતી આપશે નહીં.
દેશનો ધર્માંધ, મૂર્ખ સમાજ-જેને હજારો વર્ષોની વૈચારિક ગુલામી ગમે છે, તે ચૂપચાપ આ શો જોઈ રહ્યો છે.
જે રીતે છાપા અને ટીવીને અદાણી ખરીદીને ગુલામ બનાવી રહ્યાં છે તેમાં એક દિવસ અદાણીની પોતાની પોલીસ હશે, પોતાની કોર્ટ હશે અને પોતાનું બંધારણ હશે. અગ્નિપથ ફિલ્મના માંડવા ગામની જેમ.
તેવી જ રીતે મુન્દ્રા પોર્ટમાં રૂ.21 હજાર કરોડના ડ્રગ રિકવરીનો મામલો દબાવી દેવાયો છે. વંશાવલિમાં મીડિયા ચૂપ છે. કૉંગ્રેસ અદાણી પોર્ટની દવાઓની વસૂલાતના સમાચાર ચેનલો પર પ્રસારિત થાય તે માટે ખૂબ પ્રયાસ કરી રહી છે પણ પરિણામ શૂન્ય! ગાંજાનું 2 ગ્રામનું બંડલ મળી આવતા બૂમો પાડનારી ન્યૂઝ ચેનલ આઘાતમાં હતી, અદાણીના બંદરેથી 21 હજાર કરોડના હેરોઈન મળ્યું હતું. તે સમાચારો દબાવી દેવામાં આવી રહ્યાં હતા. રૂ. 21 હજાર કરોડ કોણે ચૂકવ્યા તેની વિગતો હજું બહાર આવી નથી.
મિડિયાનું વર્તન
પત્રકારોનો મોટો વર્ગ સરકાર સાથે સંકળાયેલો હોય તેવું લાગે છે. સત્તામાં રહેલા લોકોને પડકારજનક પ્રશ્નો પૂછતા નથી. કેટલાક પત્રકારો શાસક પક્ષ સાથે વૈચારિક જોડાણને કારણે આમ કરી રહ્યા છે, જ્યારે અન્યને લાગે છે કે તેમની પાસે કોઈ વિકલ્પ નથી. કેટલાક કિસ્સાઓમાં, નાણાકીય બાબતો, જેમ કે સરકારી જાહેરાતો પર નિર્ભરતા, ભૂમિકા ભજવે છે.
ઘણા ભારતીય પત્રકારો હવે સત્તાધારી પક્ષ કરતાં વિપક્ષની વધુ ટીકા કરે છે. સત્તામાં રહેલા લોકોના અઘરા પ્રશ્નો પૂછવામાં શરમાતા હોય છે. નરેન્દ્ર મોદી એવા પ્રથમ અને એકમાત્ર ભારતીય વડાપ્રધાન છે જેમણે ક્યારેય બિનસ્ક્રીપ્ટ વગરની પ્રેસ કોન્ફરન્સ યોજી ન હતી. જ્યાં પત્રકારો તેમને ખુલ્લેઆમ પ્રશ્નો પૂછી શકતા હતા. તે માત્ર પસંદગીના પત્રકારોને જ ઈન્ટરવ્યુ આપે છે અને તે પછી પણ, તે ઘણીવાર તેમને અઘરા ફોલો-અપ પ્રશ્નો પૂછતા નથી. અદાણીનું પણ આવું જ છે.
1970માં કટોકટી પછી મીડિયાનો આટલો મોટો હિસ્સો સત્તામાં રહેલા લોકોના નિયંત્રણમાં રહ્યો છે.
દરેક મિડિયા માલિકો કે પત્રકારો આ શ્રેણીમાં આવતા નથી. જે પત્રકારો સ્વતંત્ર અને આલોચનાત્મક છે તેઓ વારંવાર સરકારી કાર્યવાહીનો સામનો કરી રહ્યાં છે, જે ચિંતાજનક છે.
પત્રકાર બન્યા અદાણી મય
2021માં સંજય પુગલિયા બન્યા અદાણી ગ્રુપના મીડિયા વેન્ચરના સર્વેયર, જુઓ પત્ર
પત્રકાર સંજય પુગલિયા આખરે અદાણી ગ્રુપમાં ગયા છે. મીડિયા સાહસના CEO અને એડિટર ઇન ચીફ બન્યા છે. સંજય પુગલિયા અંબાણી ગ્રુપની બિઝનેસ ચેનલ સીએનબીસી આવાઝમાં કામ કરતા હતા. હવેથી તેઓ અદાણી ગ્રુપની સેવામાં રહેશે. અદાણી ગ્રૂપ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ અંગ્રેજી જૂથના પત્રકાર અદાણી જૂથ સાથે છૂપી રીતે જોડાયેલા છે. જે સતત તેમની અહેવાલો અંગ્રેજીમાં છાપતાં આવ્યા છે.
2021માં જાગરણ અને ભાસ્કરમાં પત્રકાર રહી ચૂકેલા અનિમેષ નચિકેતા અદાણીમાં કામ કરવા લાગ્યા હતા.
દૈનિક જાગરણ રાંચી અને દૈનિક ભાસ્કર ડિજિટલમાં લાંબા સમયથી પત્રકાર રહેલા અનિમેષ નચિકેતા હવે અદાણી ગ્રુપમાં જોડાઈને ઝારખંડ માટે કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ સંભાળતા હતા. અદાણી ગ્રૂપને ઝારખંડના હજારીબાગમાં કોલ બ્લોક્સ મળ્યા છે. 9 વર્ષ સુધી સિનિયર રિપોર્ટર રહ્યા. અનિમેષ ઓલ ઈન્ડિયા રેડિયો રાંચી અને દૂરદર્શન ઝારખંડના સમાચાર વિભાગ સાથે પણ હતા. હવે અદાણીના થઈ ગયા હતા.
નવીન કુમારનો ડર
ટીવી પત્રકાર નવીન કુમારનો 2020માં દાવો હતો કે, NDTV સહિત આ ચાર મોટી ન્યૂઝ ચેનલો અંબાણી અને અદાણીથી ડરે છે! સત્ય કહેવાને કારણે નવીન કુમારને આજતકની નોકરીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. કોઈ નોકરી કરવાને બદલે સ્વતંત્ર પત્રકારત્વનો માર્ગ પસંદ કર્યો હતો. યુટ્યુબ પર પોતાની ચેનલ બનાવી અને ખુલ્લેઆમ સમાચારોનું વિશ્લેષણ અને રજૂઆત કરવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં તેની યુટ્યુબ ચેનલ ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ. તેના વીડિયોના વ્યુઝ લાખોની સંખ્યામાં આવવા લાગ્યા છે. જેમાં દેશની ચાર મોટી ન્યૂઝ ચેનલો અંબાણી અને અદાણીથી ડરે છે. તેણે આ ચેનલોના નામ પણ લીધા – આજ તક, એબીપી ન્યૂઝ, ઈન્ડિયા ટીવી અને એનડીટીવી.
નવીન કુમાર કહે છે કે જ્યારે ખેડૂતોએ અંબાણી અને અદાણી દ્વારા ઉત્પાદિત માલનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો ત્યારે આ ચેનલોએ આ સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ ગાયબ કરી દીધા. રિપબ્લિક સિવાય કોઈ મોટી ચેનલે આ અંગે બ્રેકિંગ ન્યૂઝ ચલાવ્યા નથી. આખરે, શા માટે ચાર મોટી ન્યૂઝ ચેનલો ખેડૂતોની Jioના ફોનનો ઉપયોગ નહીં કરવાની અને ફોર્ચ્યુનનું તેલ, લોટ, કઠોળ અને ચોખા નહીં ખરીદવાની જાહેરાતને અવગણતા હતા.
પત્રકારની એક ટ્વીટમાં અદાણીનું ધોવાણ
એવા પત્રકારો પણ છે, મોદી કે અદાણીના પૈસાથી લલચાતા નથી.
પત્રકાર સુચેતા દલાલના એક ટ્વીટને કારણે અદાણીની સંપત્તિમાં જૂન 2021માં હજારો કરોડનો ઘટાડો થયો હતો!
નરેન્દ્ર મોદીના ફેવરિટ મનીલેન્ડર ગૌતમ અદાણી જન્મદિવસે દુનિયાના સૌથી મોટા પૈસાદાર બનવાના હતા. અદાણી 63,530 કરોડ રૂપિયાની સંપત્તિ હસ્તગત કરતાની સાથે જ એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ બનવાના હતા.
સુચેતા દલાલ નામની મહિલા પત્રકારે અદાણીને પોતાની ટ્વીટથી શ્રીમંત લોકોની યાદીમાં પાછળ ધકેલી દીધા હતા. સુચેતા દલાલે હર્ષદ મહેતાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
સુચેતાએ ટ્વીટમાં કરેલા એક ઘટસ્ફોટને કારણે, 3 દિવસમાં તેમની નેટવર્થમાં 9.4 બિલિયન ડોલર એટલે કે લગભગ 69263 કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો. ટ્વીટ કરીને સુચેતાએ અદાણી ગ્રૂપના શેરને વેગ આપવા માટે વિદેશમાંથી અબજો રૂપિયાના શંકાસ્પદ રોકાણોનો પર્દાફાશ કર્યો હતો.
અદાણીને એક વર્ષમાં આટલી અદ્ભુત વૃદ્ધિ અને શેરબજારમાંથી જ અંબાણીના શાસનને ખતમ કરવા માટે પૂરતી સંપત્તિ મળી રહી હતી. રિલાયન્સના માલિક મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 5.73 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. અદાણી 4.98 લાખ કરોડની કુલ સંપત્તિ સાથે એશિયામાં બીજા નંબરના સૌથી ધનિક બની ગયા હતા. અદાણીએ આ વર્ષે જ આ સંપત્તિમાંથી અડધી કમાણી કરી હતી. આ વર્ષે તેમની સંપત્તિમાં અંદાજે રૂ. 2.47 લાખ કરોડનો વધારો થયો છે. માર્કેટ કેપ એક વર્ષમાં 41.2 ગણી વધી હતી. અદાણી ગ્રૂપની કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 1.5 લાખ કરોડ હતું, જે હવે વધીને રૂ. 8.5 લાખ કરોડ થયું હતું.
બે દાયકાથી નરેન્દ્ર મોદીની પ્રગતિના ગ્રાફ સાથે અદાણીની પ્રગતિનો ગ્રાફ પણ વધી રહ્યો હતો.
અદાણી અને મોદીનો સૂર્યોઉદય થઈ રહ્યો હતો. જેમાં ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષાના મિડિયા હાઉસો તેમને મદદ કરી રહ્યાં હતા. વાયબ્રંટ ગુજરાત, રોકાણ, એમઓયુ, રાજકીય ચાલ જેવી બાબતોના સમાચારો છાપીને અદાણી અને મોદીને મોટા બનાવી રહ્યાં હતા. ગુજરાતનું માહિતી ખાતુ અને અદાણીનું માહિતી ખાતુ જે પ્રેસ નોંધ મોકલે તે બેઠી છાપવામાં આવતી હતી. કેમ થતું હશે આવું? શું લાભ મળ્યો હશે છાપાના માલિકોને, ટીવીના માલિકોને અને પાલતુ પત્રકારોને?
વર્ષ 1998માં જ્યારે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે નરેન્દ્ર મોદીને પસંદગી સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા હતા, તે જ સમયે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર પણ બની હતી. મોદી ગુજરાતના રાજકારણમાં મહત્ત્વપૂર્ણ બન્યા કે તરત જ અદાણીને ગુજરાતમાં સેંકડો કરોડનો પહેલો કોન્ટ્રાક્ટ મળ્યો. એટલે કે મોદીએ રાજકારણમાં પ્રથમ મજબૂત સ્થાન હાંસલ કર્યું જ્યારે અદાણીએ બિઝનેસમાં પ્રથમ મજબૂત સ્થાન હાંસલ કર્યું. ત્યારબાદ અદાણીને તેની આગામી સફળતા 2001માં મળી અને તે જ વર્ષે નરેન્દ્ર મોદી પણ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.
પછી ગુજરાતમાં મોદી 2014 સુધી પોતાનું એકાધિકારવાદી શાસન જાળવીને મુખ્યમંત્રી તરીકે ખીલતા રહ્યા, જ્યારે તેમના આશ્રય હેઠળ અદાણી પણ ગુજરાતમાં એક પછી એક સારા કોન્ટ્રાક્ટ મેળવીને બંને હાથે પૈસા વસૂલતા રહ્યા. જો કે, આ સમયગાળા દરમિયાન અદાણી માત્ર ગુજરાત પૂરતું મર્યાદિત ન હતું, પરંતુ અદાણીએ કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા શાસિત રાજ્યો અથવા કેન્દ્રમાં પણ સારા કોન્ટ્રાક્ટ લીધા હતા.
ત્યારબાદ 2014થી કેન્દ્રમાં મોદી યુગ આવ્યો ત્યારે અદાણી ગ્રુપે પ્રગતિની એવી ઉડાન ભરી કે જેમ મોદી ભારતના સૌથી શક્તિશાળી નેતા બન્યા. ગુજરાતના ઔદ્યોગિક જૂથ તરીકે રચાયેલી અદાણીની ઓળખ પણ માત્ર રાષ્ટ્રીય જ નહીં વૈશ્વિક પણ બની હતી. જેને માનીતા પત્રકારો સતત મજબૂત બનાવી રહ્યાં હતા. અદાણીના નાના સમાચારોને મોટા બનાવીને પહેલે પાને છાપતાં રહ્યાં હતા. જેમાં ગુજરાતના અંગ્રેજી ભાષાના પત્રકારો મહત્વના હતા. તેઓ ગુજરાત વાઈબ્રંટના સમાચારો મોટા પાયે છાપીને અદાણી અને મોદીને મદદ કરી રહ્યાં હતા. પણ ત્યારે તેમને ક્યાં ખબર હતી કે મોટા બન્યા પછી તે છાપા, ટીવી અને સાચા પત્રકારોને ખાઈ જશે.
000000000000
અદાણીએ વાયર સામે ખટલો પાછો ખેંચ્યો
2019માં ચૂંટણીઓ નજીક હતી અને મોદીને ફરી એક વખત વડાપ્રધાન બનાવવા માટે ઉદ્યોગપતિઓ કામે લાગ્યા હતા તે જ સમયે અદાણી ગ્રુપે ધ વાયર અને તેના તંત્રીઓ સામેનો કેસ પાછો ખેંચવાની જાહેરાત કરી હતી.
આવું જ અનિલ અંબાણીએ રાફેલ મામલામાં નેશનલ હેરાલ્ડ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ સામેના કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી.
અદાણીગ્રુપ તેની કંપનીઓ સામેના લેખો માટે અમદાવાદની કોર્ટમાં ન્યૂઝ પોર્ટલ http://thewire.in અને તેના સંપાદકો સામે દાખલ કરાયેલા તમામ #બદનક્ષી દાવાઓ પાછા ખેંચી લેવા માટે તૈયાર થયા હતા.
ધ વાયર વિરુદ્ધ વર્ષોથી સ્થાપિત તમામ માનહાનિના કેસો, સિવિલ અને ફોજદારી કેસ હતા.
અદાણી ગ્રૂપે ધ વાયર વિરુદ્ધ અનેક કેસ દાખલ કર્યા હતા. અંબાણીએ રાહુલ સામેનો કેસ પાછો ખેંચી લીધો હતો ત્ સમયે જ વાયરની બાબત સામે આવી હતી.
000000000000000
નવી લોકશાહી
અદાણી માત્ર બિઝનેસમેન નથી. તેઓ નવા ભારતના નવા અવતારી પૂરૂષ છે જેની ટીકા કરી શકાતી નથી. જે કોઈ તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ લેખ લખે છે, તેઓ તેને કેસમાં ફસાવે છે. સરકાર તેના ખિસ્સામાં છે તેથી દેખીતી રીતે તે ધારે તે કરી શકે છે. ખરખર તો પહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન અને પછી ભારતના વડાપ્રધાન તરીકે અદાણી કામ કરી રહ્યા હોય એવું ઘણી વખતના નિર્ણયો પરથી લાગે છે.
સમાચારમાં અદાણી ગ્રુપ પર સવાલો ઉઠે ત્યારે કંપનીના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવે તો તેના જવાબો આપવાને બદલે પત્રકારને ધમકી આપવામાં આવતી હોવાની ઘટનાઓ બની છે. આવા સમાચારો પછી છાપામાં છપાતા નથી કે ટીવીમાં બતાવવામાં આવતાં નથી.
પત્રકાર વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યા હતા. યુપી આવા પરાક્રમોમાં ટોચ પર છે, પરંતુ કોઈ પાછળ નથી. કોર્પોરેટથી લઈને સરકારો સુધી, દરેકને લાગે છે કે તેઓ તેમની શક્તિથી પત્રકારોને ચૂપ કરી શકે છે અને તેઓ ‘સફળ પ્રયાસો’ પણ કરી રહ્યા છે કારણ કે સિસ્ટમ તેમના ખિસ્સામાં છે.
હાલના ભારતની ‘નવી લોકશાહી’ પત્રકારો જોઈ રહ્યા છે. સમાચારો ન લખવા તે પૂરસ્કાર ગણાય છે. અને પ્રશ્નો પૂછવામાં આવે તો તેના જવાબ મળતા નથી. સીધઓ આદેશ થાય છે. ધરપકડ થાય છે. આશ્ચર્યજનક રીતે કોર્ટ ધરપકડ વોરંટ જારી કરે છે.
આવા લેખ લખવા બદલ પણ ધરપકડ થઈ શકે છે.
સૂર્ય સામાચાર પર હુમલો
2019માં અદાણીનો પર્દાફાશ કરવા માંગતા ‘સૂર્ય સમાચાર’ના પક્ષકારનો કેમેરો તોડવાનો પ્રયાસ કરાયો હતો.
સત્તામાં કોઈ પણ હોય, કોર્પોરેટ તેની ઈચ્છા મુજબ તેની સાથે છેડછાડ કરતી રહેશે. કોર્પોરેટના ઈશારે નાચતું મીડિયા પણ તેની કઠપૂતળી બની ગયું છે. મુખ્ય પ્રવાહના મીડિયામાં કોર્પોરેટ વિરુદ્ધ કોઈપણ સમાચાર ચલાવવા અથવા બતાવવાની ક્ષમતા રહી નથી. પરંતુ સૂર્ય સમાચાર, જે તાજેતરમાં પુણ્ય પ્રસૂનની દેખરેખ હેઠળ ફરીથી લોંચ કરવામાં આવ્યું હતું, તેણે અદાણી પર એક અહેવાલ આપ્યો હતો.
છત્તીસગઢના સુરગુજામાં અદાણીની કોલસાની ખાણોનો અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. અદાણી તેના કોલ બ્લોકના વિસ્તરણ માટે છત્તીસગઢના સ્થાનિક રહેવાસીઓ પાસેથી જમીન લઈ રહ્યું હતું.
સૂર્ય સમાચારના કેમેરા મેન અને રિપોર્ટર અદાણીના કોલસા પ્રોજેક્ટના સ્થળ પર પહોંચ્યા હતા. સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા આ પ્રોજેક્ટના રહસ્યો જાહેર કર્યા હતા. કેમેરામેને શૂટ શરૂ કર્યું કે તરત જ અદાણીના લોકોએ કેમેરો છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેને અંદર જવા દીધો નહીં. ત્યાંથી પરત ફર્યા બાદ સૂર્યાના મીડિયાકર્મીઓએ પ્રોજેક્ટની બાજુમાં આવેલા ગામના લોકો સાથે આ અંગે વાત કરી, જેનો સંપૂર્ણ અહેવાલ સૂર્ય સમાચાર પર બતાવાયો હતો.
કેટલીક ચેનલો ચોક્કસ એજન્ડા હેઠળ પોતાનો વ્યવસાય ચલાવી રહી છે. સૂર્ય જેવા પત્રકારોના હિંમત અને કોર્પોરેટ સામે અવાજ ઉઠાવવો તે પ્રશંસનીય છે.
છત્તીસગઢમાં ભાજપની સરકાર હતી ત્યાં સુધી અદાણીના કોલસા પ્રોજેક્ટને લઈને કોંગ્રેસના નેતાઓ દરરોજ વિધાનસભામાં હંગામો કરતા હતા. ભૂપેશ બઘેલ તેમાં હતા. તમામ ભાજપ સરકાર પર સવાલો ઉઠાવતા હતા. સત્તામાં આવ્યા બાદ મૌન બની ગયા હતા. અદાણી-અંબાણી જેવા શ્રીમંત પ્રાણીઓ હજારો એકર જમીન ગળી રહ્યા છે!
000000000000000
ઓસ્ટ્રેલિયાના પત્રકારોને પરેશાન કર્યા
2017માં ગુજરાત પોલીસે અદાણીની ખાણોનું રિપોર્ટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન પત્રકારોની ટીમનો પીછો કર્યો હતો. ઓસ્ટ્રેલિયાથી ‘4કોર્નર’ મીડિયા હાઉસની એક ટીમ અદાણીની ખાણોના અહેવાલ માટે ગુજરાત આવી હતી.
અદાણી ગ્રુપ ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટા કોલસાની ખાણ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું હતું. આ પ્રોજેક્ટના પર્યાવરણીય અને અન્ય ટ્રેક રેકોર્ડની તપાસ કરવા ઓસ્ટ્રેલિયાની મીડિયા ટીમ ભારત આવી હતી. ઓસ્ટ્રેલિયન પત્રકારોના આગમન અને જૂથની પ્રવૃત્તિઓના કવરેજ વિશે જાણ થઈ, ત્યારે તેઓ તરત જ એક્શનમાં આવ્યા અને પાવર સિસ્ટમમાં તેમના કનેક્શનનો ઉપયોગ કરીને પોલીસને સક્રિય કરી હતી. ગુજરાત પોલીસે ભારે સક્રિયતા દાખવી અને ઓસ્ટ્રેલિયન પત્રકારોને ધમકી આપી હતી. તેથી ટીમ પરત ફરી હતી. પરંતુ તેણે શક્ય તેટલી વહેલી તકે સંપૂર્ણ અહેવાલ તૈયાર કર્યો હતો. આ વાતનો ખુલાસો પત્રકાર સ્ટીફને ચેનલના પ્રોમોમાં કર્યો હતો.
4 કોર્નર ટીવીના રિપોર્ટર સ્ટીફન લોગના જણાવ્યા અનુસાર તેઓ ગુજરાતના મુંદ્રા પહોંચ્યા બાદ રિપોર્ટિંગ કરી રહ્યા હતા. પરંતુ બીજા જ દિવસે, પોલીસ તેની હોટલ પર પહોંચી અને તેને અદાણી ગ્રુપની ખાણો પર કરવામાં આવેલા તમામ રિપોર્ટિંગ અને ફૂટેજ દૂર કરવા દબાણ કરવાનું શરૂ કર્યું હતું. પોલીસે તેની લગભગ 5 કલાક પૂછપરછ કરી હતી.
પૂછપરછ દરમિયાન એક પોલીસ અધિકારી વારંવાર મોબાઈલ પર વાત કરવા જતો હતો. પરત ફરતી વખતે તે પહેલા કરતા વધુ કડક વલણ અપનાવતો હતો. સ્ટીફને જણાવ્યું કે પોલીસે ધમકી આપી કે જો અમે અમારા દેશમાં પાછા નહીં જઈએ તો બીજા દિવસે ત્રણ ગુપ્તચર એજન્સીઓના લોકો પત્રકારની પૂછપરછ કરવા આવશે.
તેઓ જ્યાં પણ જશે ત્યાં ક્રાઈમ સ્કવોડના ડિટેક્ટિવ્સ અને સ્થાનિક પોલીસ સાથે રહેશે. ગુજરાત પોલીસના આ વલણને કારણે 4 કોર્નર્સની ટીમ ઓસ્ટ્રેલિયા પરત ફરી હતી. પરંતુ રિપોર્ટિંગ કરવામાં તે સંપૂર્ણપણે સફળ રહ્યા હતા.
અદાણી પીએમ મોદીની સૌથી નજીક માનવામાં આવે છે. એવો આરોપ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અદાણીને ઓસ્ટ્રેલિયામાં કોલ માઇનિંગનો કોન્ટ્રાક્ટ અપાવવામાં ખાસ રસ લીધો હતો. તેઓ ગૌતમ અદાણીને ઓસ્ટ્રેલિયન પ્રવાસમાં પોતાની સાથે લઈ ગયા હતા. સ્ટેટ બેંકના ચેરમેનને ફોન કરીને આ અંગે અદાણીને લોન આપવા સૂચના આપી હતી. ઓસ્ટ્રેલિયામાં પર્યાવરણ પ્રેમીઓ અદાણીને કોલસાની ખાણ આપવાનો વિરોધ કરી રહ્યા હતા. અદાણી ભારતમાં પર્યાવરણના ધોરણો જાળવી શકતા નથી તો ઓસ્ટ્રેલિયામાં તે કેવી રીતે જાળવશે? એવો સવાલ ઓસ્ટ્રેલિયન પત્રકારો વારંવાર કરી રહ્યાં હતા.
સુપ્રિમ કોર્ટ
સર્વોચ્ચ અદાલતે શુક્રવારે બે પત્રકારોને વચગાળાનું રક્ષણ આપ્યું છે. જેમના વિરુદ્ધ અદાણી ગ્રુપ દ્વારા સ્ટોક મેનિપ્યુલેશનના આરોપસર આર્ટિકલ લખવા બદલ સમન્સ પાઠવવામાં આવ્યા હતા. સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલા રક્ષણનો સીધો અર્થ પત્રકારત્વ ઉપર તરાપ મારવા સુપ્રીમનું રુક જાઓ છે.
હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણી જૂથ વિરુદ્ધ આર્ટિકલ લખવા બદલ પત્રકારોને અપાયું હતું સમન્સ
સુપ્રીમ કોર્ટે શુક્રવારે બે પત્રકારોને વચગાળાનું રક્ષણ મંજૂર કર્યું હતું. જેમને ગુજરાત પોલીસ દ્વારા અદાણી જૂથ દ્વારા સ્ટોક મેનિપ્યુલેશનના આરોપમાં તેમના આર્ટિકલ માટે સમન્સ પાઠવવામાં આવ્યા હતા. અદાલતે પોલીસને તેમની સામે કોઈ કાર્યવાહી ન કરવા નિર્દેશ આપ્યો હતો.
પત્રકારોને રાહત આપતા ન્યાયમૂર્તિ બી આર ગવઈ અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે ગુજરાત સરકારને નોટિસ પાઠવી અરજી પર તેમનો જવાબ માંગ્યો હતો જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રાજ્ય પોલીસ તેમના પત્રકારત્વના બદલ તેમને હેરાન કરી રહી છે. ખંડપીઠે રવિ નાયર અને આનંદ મંગનાલેને રક્ષણ આપ્યું હતું જેઓ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે અને જેમને 31 ઓગસ્ટે તેમનો આર્ટિકલ પ્રકાશિત થયા બાદ સમન્સ મોકલવામાં આવ્યા હતા.
00000000000
સમાચારો ગુમ કરી દીધા
ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના જનરલ મેનેજર જે.જે ગાંધી દ્વારા 15 મે, 2023 ના રોજ અદાણી પાવર મુન્દ્રા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરને પત્ર લખવામાં આવ્યો હતો. જેણે રૂ. 13,802 કરોડ આપ્યા હતા. ઊર્જાના ભાવો પ્રમાણે ખરેખર તો તે 9902 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. પાંચ વર્ષમાં ગુજરાત સરકારે અદાણી ગ્રુપની કંપનીને 3900 કરોડ રૂપિયા વધુ આપ્યા હતા.
મીડિયા મુક્ત અને ન્યાયી હોવું જોઈએ, કોર્પોરેટ અથવા રાજ્યના હિતોથી પ્રભાવિત ન હોય.
જો હિંડનબર્ગ રિપોર્ટ ન આવ્યો હોત. જો અદાણીના કેસોમાં સુપ્રીમ કોર્ટે કડકતા ન દાખવી હોત અને તપાસ શરૂ કરી ન હોત તો આ ગેરરીતિ બહાર આવવાની શક્યતા બહુ ઓછી હતી. આ મામલે તેઓ સવાલ કરે છે કે અધિકારીઓ કોની સૂચના પર અદાણી પાવરને ચૂકવતા રહ્યા છે.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે 2024માં પત્રકાર પરિષદ દરમિયાન આ પત્ર પત્રકારોમાં પણ વહેંચ્યો હતો, પરંતુ મીડિયાનો મોટો વર્ગ તેનાથી દૂર રહ્યો હતો. ખાસ કરીને ટીવી અને પ્રિન્ટ મીડિયા. તે જ સમયે, ન્યૂઝ એજન્સી એએનઆઈએ આ મામલે એક ટ્વિટ પણ નથી કર્યું. મોટાભાગની ચેનલોના રિપોર્ટરો હાજર રહ્યા હતા. કેટલાકે પ્રશ્નો પણ પૂછ્યા પણ આ સમાચાર ટીવી અને અખબારોમાંથી ગાયબ રહ્યા.
અદાણી ગ્રૂપ વિશે સમાચાર ચલાવવું એ આજના સમયમાં મુશ્કેલ કામ છે. નોટિસ તરત આવે છે. તેથી જ મોટાભાગની મીડિયા સંસ્થાઓએ તેને બતાવવાનું જરૂરી ન માન્યું.
વેબસાઇટ પર થોડું કવરેજ
ટીવી મીડિયાની જેમ આ સમાચાર અખબારોમાંથી પણ ગાયબ રહ્યા. વડાપ્રધાનનું ભાષણ મિડિયા માલિકોએ બતાવું પણ આ મોટા સમાચારો ઓછાએ બતાવ્યા હતા.
મુખ્ય હિન્દી અખબારો દૈનિક જાગરણ, હિન્દુસ્તાન, જનસત્તા, અમર ઉજાલા અને દૈનિક ભાસ્કર વગેરેમાંથી આ સમાચાર સંપૂર્ણપણે ગાયબ હતા. અંગ્રેજી અખબારો હિન્દુસ્તાન ટાઇમ્સ, ઇન્ડિયન એક્સપ્રેસ અને ફાઇનાન્સિયલ એક્સપ્રેસમાં દેખાતા ન હતા. ‘ધ હિન્દુ’ એ આ સમાચારને સાતમા પાના પર ચોક્કસપણે સ્થાન આપ્યું હતું.
છત્તીસગઢમાં તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીને સીએમ ભૂપેલ રાજકીય ગણાવી હતી. બઘેલે પત્રકાર પરિષદ પણ યોજી હતી. અદાણીનું નામ લીધા વિના તેમણે અદાણી અને પીએમ મોદી વચ્ચેના સંબંધો પર નિવેદન આપ્યું હતું. ત્યારે પત્રકારોએ કહ્યું કે તમે નામ કેમ નથી લેતા? તેના પર બઘેલે કહ્યું કે હું નામ લઈશ પણ તમે લોકો બતાવી શકશો નહીં.
00000000000000000
ડિજિટલ ઈન્ડિયાને સશક્ત બનાવવા માટે અદાણી એન્ટરપ્રાઈઝ અને EdgeConX વચ્ચે એક નવું ડેટા સેન્ટર સંયુક્ત સાહસ રચવામાં આવ્યું છે. દાયકામાં 1 ગીગાવોટની ડેટા સેન્ટર ક્ષમતા વિકસાવશે. સંપાદકનો સારાંશ AdaniConX સમગ્ર ભારતમાં ડેટા સેન્ટર સોલ્યુશન્સ આપશે.
0000000000
દિલ્હી પોલીસે આજે ગેરકાયદે પ્રવૃત્તિઓ (અટકાયત)ના કાયદા (યુએપીએ) હેઠળ વિદેશી ભંડોળ મેળવવાના આરોપ સાથે સમાચાર અંગેની વેબસાઈટ ન્યૂઝક્લિકના પાંચ શહેર -વિસ્તારના 100થી વધુ સ્થળે દરોડા પાડયા હતા અને ન્યૂઝક્લિકના એડિટર ઈન ચીફ પ્રબીર પુરકાયસ્થ અને એચ.આર. હેડ અમિત ચક્રવર્તીની ધરપકડ કરી હતી. જેને લઈને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ મોદી સરકાર પર પ્રેસની સ્વતંત્રતા સમાપ્ત કરવાનો આક્ષેપ કર્યો છે. પોલીસ અભિસાર શર્મા, ઉર્મિલેશ અને પરંજોય ગુહા ઠાકુરતા જેવા કેટલાક પત્રકારોને પણ સાથે લોધી રોડ સ્પેશિયલ સેલમાં લઈ ગઈ હતી અને કુલ 46 જણની ધરપકડ કરી હતી. પોલીસે ન્યૂઝક્લિકની ઓફિસને સીલ કરી હતી, તો મુંબઈમાં સામાજિક કાર્યકર તીસ્તા શેતલવાડના નિવાસે મુંબઈ પોલીસની ટીમે તપાસ કરી હોવાના અહેવાલ છે. દરમ્યાન, કોંગ્રેસના નેતા પવન ખેરાએ જણાવ્યું હતું કે, જ્યારથી બિહારના જાતિ આધારિત વસ્તીગણતરીના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે અને સમગ્ર દેશમાં જાતિ આધારિત ગણતરીની માંગ વધી રહી છે, ત્યારથી વડાપ્રધાન મોદીની ઊંઘ ઊડી ગઈ છે. બીજી તરફ ન્યૂઝ પોર્ટ સામે કાર્યવાહીને લઈને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, કોઈ ખોટું કરે તો તેની તપાસ થવી જોઈએ. તપાસ એજન્સીઓ કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે. ઉલ્લેખનીય છે કે, પાંચમી ઓગસ્ટે ન્યૂયોર્ક ટાઈમ્સે એક અહેવાલમાં જણાવ્યું હતું કે, ન્યૂઝક્લિકને એક અમેરિકી અબજોપતિ નોવેલ રોયે નાણાકીય સહાય કરી હતી. તેઓ ચીની અપપ્રચારને ઉત્તેજન આપવા માટે ભારત સહિત દુનિયાભરમાં સંસ્થાઓને નાણાં આપે છે. આ અહેવાલના આધારે 17મી ઓગસ્ટે ન્યૂઝક્લિક સામે કેસ દાખલ કરાયો હતો. તેના પત્રકારો સામે યુએપીએ સહિતની કલમો લગાડવામાં આવી હતી, જેને લઈને દિલ્હી પોલીસે આ કાર્યવાહી કરી હોવાનું કહેવાય છે. પોલીસે જે પત્રકારોને ત્યાં દરોડા પાડયા છે, તેમાં અભિસાર શર્મા, પ્રબીર પુરકાયસ્થ, સંજય રાજૌરા, ઉર્મિલેશ, ભાષા સિંહ, પરંજોય, સોહેલ હાશ્મી વગેરે સામેલ છે. અભિસારે કહ્યું હતું કે, પોલીસ તેમના ફોન અને લેપટોપ લઈ ગઈ છે. ખેરાએ એક્સ પર લખ્યું હતું કે, આ મોદીનું લોકોનું ધ્યાન હટાવવાનું શત્ર છે. અભ્યાસક્રમ બહારનો સવાલ પુછાય એટલે તેઓ આવી કાર્યવાહીઓ કરે છે. ચીન પાસેથી ભંડોળ મેળવવાના આક્ષેપ સામે દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબલ્યુ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) આ પોર્ટલની તપાસ કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું છે કે, સંગઠનને ગેરકાયદે રીતે ભંડોળ મળ્યું છે અને અધિકારીઓને દસ્તાવેજો દર્શાવ્યા નથી. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, તપાસ એજન્સીઓ સ્વતંત્ર છે અને તેઓ નિયમોનું પાલન કરી પોતાનું કામ કરી રહી છે. મારે દરોડા અંગે સ્પષ્ટતા આપવાની જરૂર નથી. એવું ક્યાંય લખ્યું નથી કે તમારી પાસે ખોટા સ્રોત પાસેથી ભંડોળ આવ્યું હોય અથવા કંઈક વાંધાજનક ર્ક્યું હોય તો તપાસ એજન્સીઓ કાર્યવાહી ન કરી શકે. ભૂવનેશ્વરમાં પત્રકારોએ પૂછેલા સવાલનો જવાબ આપતાં તેમણે આમ કહ્યું. પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયાએ દરોડા અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, તેઓઁ પત્રકારો સાથે મક્કમતાથી ઊભા છે અને સરકાર પાસે વિગતો જાહેર કરવાની માગણી કરે છે. ધ ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુસિવ અલાયન્સ (આઈએનડીઆઈએ)ના પક્ષોએ મંગળવારે એક નિવેદન જાહેર કરીને ન્યૂઝક્લિકના પત્રકારો પર પાડવામાં આવેલી રેડની નિંદા કરી અને આક્ષેપ ર્ક્યો કે, સત્તારૂઢ ભાજપ `તપાસ એજન્સીઓને તહેનાત કરીને જાણી જોઈને મીડિયા પર અત્યાચાર કરી રહી છે’. તેમણે નિવેદનમાં જણાવ્યું છે કે, ઈન્ડિયા ગઠબંધન ભાજપ સરકારના મીડિયા પરના આ હુમલાની નિંદા કરે છે. અમે મીડિયા સાથે દૃઢતાથી ઊભા છીએ. નિવેદનમાં લખ્યું છે કે, ભાજપ સરકારે છેલ્લાં નવ વર્ષથી મીડિયાને દબાવવા માટે તપાસ એજન્સીઓ તહેનાત કરીને જાણી જોઈને દમન ર્ક્યું છે. ભાજપ સરકારે મૂડીવાદીઓને મીડિયા સંગઠનો પર કબજો કરવાની સુવિધા આપીને મીડિયાને પોતાના પક્ષપાતપૂર્ણ અને વૈચારિક હિત માટે મુખપત્રમાં બદલવા માટેનો પણ પ્રયાસ ર્ક્યો છે.