મોદીએ અદાણીને 2.50 કરોડમાં વેચેલી સરકારી કંપનીનો વેપાર 600 કરોડ થયો

અદાણીની પાસે સૌથી જૂની કંપની આવી તેનું નામ અને સાલ વેપારમાં વાપરે છે The government company that Modi sold to Adani for ₹2.5 crore has seen its business grow to ₹600 crore. Adani uses the name and year of the oldest company in its business. like a trademark for marketing
અદાણી પાસે સૌથી જૂની કંપની ગુજરાત સરકારની ખરીદીને બનાવી

દિલીપ પટેલ
અમદાવાદ, 24 ડિસેમ્બર 2025

નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે આખરે ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશનને રૂ.1.6 કરોડમાં  અમદાવાદ સ્થિત રૂ. 3000 કરોડના અદાણી જૂથને 2004માં નરેન્દ્ર મોદીની સરકારે વેચી દીધી હતી. અદાણી પાસે સૌથી જૂની કંપની ગુજરાત નિકાસ નિગમ છે. જે 1963માં સ્થપાઈ હતી. આ વર્ષથી અદાણી જૂની કંપની તરીકે ઉપયોગ કરી રહી છે. 1963ને માર્કેટીંગ માટે ટ્રેડ માર્ક જેવી બની ગઈ છે.

નરેન્દ્ર મોદીની સરકારનો પહેલો સોદો અદાણીને હરાજી વગર સસ્તામાં જમીનો આપી દેવાનો હતો. બીજો સોદો આયાત નિકાસનો વેપાર કરાવી આપતી કંપની અદાણીને આપવાનો હતો.

2025માં આ કંપની અમદાવાદના આશ્રમ માર્ગ પર કંપનની મોટી કચેરી છે. રાકેશ શાહ, સમીર માંકડ, શૈશવ શાહ, રાજી શાહ, મહેશ્વર સાહુ, સંદિપ પરીખ ડિરેક્ટર છે. 500થી 600 કરોડનો વેપાર અને તેના 10 ટકા નફો મળે છે. અદાણીએ આ કંપની હેઠળ બીજી 3 કંપનીઓ બનાવી છે. જેમાં ઉડ્ડયન એક છે.

નિકાસ અને આયાત સુવિધાઓ અને વેપાર વ્યવસાયોનું સંચાલન કરે છે. અમદાવાદ, ઇન્દોર, વિશાખાપટ્ટનમ ખાતે એર કાર્ગો કોમ્પ્લેક્સનું ઓપરેશન્સ અને મેન્ટેનન્સ એરેન્જમેન્ટ હેઠળ એર કાર્ગો કોમ્પ્લેક્સનું સંચાલન કરે છે. 3 એરપોર્ટને ગ્રાઉન્ડ હેન્ડલિંગ સેવાઓ પૂરી પાડે છે. વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર કામ કરે છે. GSEC ને પુનઃ સ્થાપિત કરીને, અડાણીએ તેને એક અત્યંત નફાકારક એકમમાં રૂપાંતરિત કર્યું. આજે, આ પ્લેટફોર્મ દેશના અનેક એરપોર્ટ્સ પર ફેલાયેલા અડાણીના વિશાળ લોજિસ્ટિક્સ અને એરપોર્ટ વ્યવસાયનો આધારસ્તંભ છે.

સરકાર અને અદાણી જૂથે સોમવારે આ સંબંધમાં એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે સોદાની ચોક્કસ રકમ જાણી શકાઈ નથી, પરંતુ અદાણી જૂથે લગભગ રૂ. 1.6 કરોડ ચૂકવ્યા હોવાનું માનવામાં આવે છે.
ઇકોનોમિક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે અદાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સંજય ગુપ્તાએ આ વિકાસની પુષ્ટિ કરી. જોકે, તેમણે સંપાદન સોદાની ચોક્કસ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.

બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ પ્રમાણે પહેલા કિસ્સામાં જ્યારે રાજ્ય સરકારે રાજ્ય માલિકીના સાહસમાં પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચી દીધો છે, ત્યારે ગુજરાતે ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશન લિમિટેડ (GSEC) માંનો તેનો 56.6 ટકા હિસ્સો અદાણી એક્સપોર્ટ્સ લિમિટેડને 4.50 કરોડ રૂપિયામાં વેચી દીધો છે. બાકીનો હિસ્સો જનતા પાસે છે.
રાજ્ય સરકારના તમામ ડિરેક્ટરોના રાજીનમાં લઈ લેવાયા હતા.

અમદાવાદ સ્થિત અદાણી એક્સપોર્ટ્સ અદાણી ગ્રુપ દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. સરકારે GSECમાં તેનો સંપૂર્ણ હિસ્સો અદાણી એક્સપોર્ટ્સને વેચી દીધો હતો. માર્ચમાં કંપનીને અનૌપચારિક રીતે મેનેજમેન્ટ નિયંત્રણ આપ્યું હતું.
રાજેશ શાહને કોર્પોરેશનના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

અદાણીએ ચાર મહિનામાં કોર્પોરેશનની નફાકારકતામાં 40 ટકા વધારો થયો હતો.
અમદાવાદ એરપોર્ટ પર એર કાર્ગો કોમ્પ્લેક્સનું સંચાલન કોર્પોરેશન પાસે છે. એર કાર્ગો કોમ્પ્લેક્સમાંથી આવક રૂ. 70,000 પ્રતિ દિવસથી વધીને રૂ. 1 લાખ થઈ ગઈ હતી. ત્યારે  GSECના ડિરેક્ટર સમીર માંકડ હતા.

અદાણી કંપનીએ જાહેર કર્યું હતું કે, નિકાસ અને આયાત વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે નાના અને મધ્યમ ઉદ્યોગોને મદદ કરવાનો લક્ષ્ય રાખીએ છીએ.

તે સમયના ઉદ્યોગ રાજ્ય પ્રધાન અનિલ પટેલે જાહેર કર્યું હતું કે, ડિસઇન્વેસ્ટમેન્ટ નીતિ સાથે આગળ વધીશું. સરકારે ભવિષ્યમાં આવી અન્ય કોર્પોરેશનોના ડિસઇન્વેસ્ટમેન્ટના ફાયદા અને ગેરફાયદાની તપાસ કરવા માટે એક નિષ્ણાત સમિતિની રચના કરી છે.

સમિતિ બની પણ બીજી ઓછી કંપનીઓ વેચી શક્યા હતા.
નાણામંત્રી વજુભાઈ વાળાએ જાહેર કર્યું હતું કે, કેટલીક વધુ એન્ટિટીમાં સરકારનો હિસ્સો તબક્કાવાર વેચીશું કારણ કે ખોટમાં ચાલી રહેલા PSU માં મોટા સરકારી હિસ્સાને રોકવાનો કોઈ અર્થ નથી. વાળા કહ્યું પણ કર્યું નહીં. આજે સરકારની 70 કંપનીઓ છે.

અમદાવાદ એરપોર્ટનો ઉપયોગ કરવા માટે વધુ ફાર્માસ્યુટિકલ કંપનીઓને આકર્ષવા માટે GSEC એ એર કાર્ગો કોમ્પ્લેક્સમાં જ એક સહાયક ડ્રગ કંટ્રોલરની નિમણૂક કરી હતી.
કસ્ટમ ડ્યુટી અને અન્ય ચાર્જની ચુકવણીને સરળ બનાવવા કાઉન્ટર સ્થાપવામાં આવ્યું હતું. ફળો, શાકભાજી, ફૂલો અને ફાર્માસ્યુટિકલ્સના વેપારમાં નોંધપાત્ર વધારો થશે.

એર કાર્ગો કોમ્પ્લેક્સની કોલ્ડ સ્ટોરેજ સુવિધાની ક્ષમતા પણ 15 ટન સુધી વધારી દેવામાં આવી છે.
નાણાકીય વર્ષમાં GSEC એ રૂ. 5,500 કરોડથી વધુના આયાત અને નિકાસ કાર્ગોનું સંચાલન કર્યું.
2004માંગુજરાત સરકાર દ્વારા રાજ્યની માલિકીની ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશન (GSEC) ની 56.7% હિસ્સેદારી અડાણી ગ્રુપને ઓછી કિંમતે  વેચવાનો નિર્ણય રાજ્યની સંપત્તિ, ખેડૂતોના હિતો અને લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હતા.
GSECની સ્થાપના 1963માં ગુજરાત રાજ્યના નિકાસ વેપારને વેગ આપવા માટે થઈ હતી. 40 વર્ષ પછી 2004માં વેચાણ હાથ ધરવામાં આવી ત્યારે તેનું કુલ મૂલ્યાંકન માત્ર ₹2.8 કરોડ કરવામાં આવ્યું હતું.  મૂલ્યાંકન સંસ્થાની વાસ્તવિક સંપત્તિઓ ધ્યાનમાં લીધા વિનાનું હતું.
GSEC પાસે નીચેની અત્યંત મૂલ્યવાન સંપત્તિઓ હતી. અમદાવાદ એરપોર્ટ (SVPI) પર મોનોપોલી અધિકાર: એર કાર્ગો હેન્ડલિંગ માટેની સર્વોચ્ચ સત્તા (સોલ એજન્સી), વિશાળ કાર્ગો ટર્મિનલ, વેરહાઉસ અને પ્રાઇમ લોકેશન પર જમીન. સુરત સહિત અન્ય નિકાસ કેન્દ્રો પર ઓફિસ અને લોજિસ્ટિક્સ નેટવર્ક. કસ્ટમ્સ કાર્ગો હેન્ડલિંગ એજન્ટ’ જેવા કાયમી ધંધા અને પરવાના હતા.
મિલકતની આજે ફક્ત જમીનની કિંમત પણ સેંકડો કરોડ રૂપિયા છે. અમદાવાદ એરપોર્ટની અંદરની જમીન હવે અમૂલ્ય છે. જ્યારે સમયે તે સરકારી ભાવે અત્યંત ઓછી આંકવામાં આવી હતી.
સંસ્થાનું વ્યાપારિક મૂલ્ય, જે 2004માં માત્ર ₹2.8 કરોડ આંકવામાં આવ્યું હતું, તે આ પ્રકારની એર કાર્ગો સેવાઓ અને મિલકતોને લઈને હવે ₹500 થી ₹1000 કરોડ કરતાં પણ વધુ હોઈ શકે છે.
ખાનગીકરણની અસર ખેડૂતો અને રાજ્યની લોક-હિતૈષી નીતિઓ પર અવળી અસર થઈ હતી. રાજ્યની તિજોરીને કાયમી નુકસાન થયું. GSEC એક નફાકારક સંસ્થા હતી. તેના વેચાણથી રાજ્યને મળતો વાર્ષિક નફો અને લાભાંશનો સ્રોત કાયમ માટે ખતમ થઈ ગયો. GSEC ખેડૂતોને ઓછા દરે કોલ્ડ સ્ટોરેજ અને કાર્ગો સેવાઓ પૂરી પાડી શકતી. જે બંધ થઈ ગઈ હતી.
લોક-હિતને બદલે ખાનગી કોર્પોરેટના ‘બજાર બળ’ વધારે મહત્વનું સાબિત થયું. અડાણી ગ્રુપને માટે વ્યૂહાત્મક અને આર્થિક વિજય હતો. ત્યાર પછી અદાણી જૂથ ઝડપથી આગળ વધ્યું.
રૂ. 1.6 કરોડના નજીવા રોકાણથી અદાણીને 2004થી જ ગુજરાતના હવાઈ માલવહન બજારમાં એક હથ્થુ વેપારની સત્તા આપી દીધી. એકીકૃત લોજિસ્ટિક્સ સામ્રાજ્યનો પાયો બન્યો.
2007માં એવિએશન બિઝનેસ મુસાફરો માટે ચાર્ટર કામગીરી શરૂ કરી હતી. રસાયણો અને પેટ્રોકેમિકલ્સના વેપાર વ્યવસાયનું કામ કરે છે.
રશિયાનું ‘લોન-ફોર-શેર્સ’ 1990ના દશકામાં રશિયાની અમૂલ્ય તેલ અને ખનિજ સંપત્તિઓ અતિ સ્વલ્પ કિંમતે થોડા ઉદ્યોગપતિઓને વેચવામાં આવી. પરિણામે ‘ઓલિગાર્ક્સ’નો ઉદય થયો, જેમણે આર્થિક સત્તા ને રાજકીય સત્તામાં રૂપાંતરિત કરી અને લોકશાહીને નબળી પાડી. આજે દેશમાં આવું જ થઈ રહ્યું છે.
આર્જેન્ટીના અને બ્રાઝીલમાં અવિચારી ખાનગીકરણથી જનતાની સેવાઓ મોંઘી થઈ અને પ્રચંડ સામાજિક અસંતોષ પેદા થયો હતો. ભારતમાં હવે આવી સ્થિતીનું નિર્માણ થઈ રહ્યું છે.
2004થી 2025ના 20 વર્ષ સુધીમાં સંપત્તિ અને તેના વ્યવસાયનું મૂલ્ય સેંકડો ગણું વધ્યું છે, જેનો સંપૂર્ણ લાભ એક ખાનગી જૂથને મળ્યો છે. જનતા તેની સંપત્તિના સંભવિત ફાયદાથી વંચિત રહી છે. લોકશાહીની સ્થિરતા અને સામાજિક ન્યાય માટે આવશ્યક છે કે રાષ્ટ્રીય સંપત્તિનું સંચાલન જનહિતમાં થાય.
આર્થિક અસમાનતા ઘટાડવી અને સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું હોય તો, ભવિષ્યમાં સરકારી અસ્કયામતોના ખાનગીકરણ વખતે કડક પારદર્શિતા, સ્વતંત્ર મૂલ્યાંકન અને સંસદીય દેખરેખની તંત્ર-વ્યવસ્થા અનિવાર્ય છે. ગુજરાતનો આ પ્રસંગ દેશભર માટે એક સૂચન છે કે આર્થિક વિકાસની દોડમાં, લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો અને સામાન્ય માણસના હિતો પર કદી પણ સમાધાન ન થાય.