કચ્છમાં અદાણી કંપની મુખ્ય પ્રધાનનું સ્વાગત પહેલાં કરે છે, પછી જનતાના પ્રતિનિધિ

अडानी कंपनी ने कच्छ में पहले मुख्यमंत्री का स्वागत किया, फिर जनप्रतिनिधिAdani Company first welcomed the Chief Minister, then the People’s Representative in Kutch

અમદાવાદ, 7 ડિસેમ્બર 2025
રણોત્સવ માટે 4 ડિસેમ્બર 2025માં ગયેલા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનું ભુજ હવાઈ મથકે અદાણી કંપની દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અદાણી કંપનાનીના પોર્ટના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર રક્ષિત શાહે સ્વાગત કર્યા બાદ જ જનતાએ ચૂંટેલા ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકીનો વારો કચ્છી શાલથી સન્માન કરાવો વારો આવ્યો હતો. સરકારી તંત્ર લખે છે કે, કચ્છી સંસ્કૃતિ મુજબ આવકાર આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ નિવાસી અધિક કલેકટર ડી.પી.ચૌહાણનો વારો આવ્યો હતો. અદાણીના અધિકારી આવવાના હોવાથી બની શકે કે કલેક્ટર આવ્યા ન હોય.
કચ્છ જિલ્લા માહિતી ખાતાના અધિકારીએ આજે કચ્છ પધારેલા મુખ્ય પ્રધાનના સ્વાગત માટે એરપોર્ટ પર “અદાણી” કંપનીના અધિકારી રક્ષિતને “અગ્રણી” શબ્દનો પ્રયોગ કરીને સરકારના મહત્વના વિભાગ પણ અદાણી કંપનીની વાહવાહી કરી છે. પણ અદાણીનું નામ લખવાનું રહસ્યમય રીતે ટાળી દીધું હતું.

અગાઉની તસવિરો