અદાણી એક બાજું સંપત્તિ સર્જન કરે છે અને બીજી બાજું 2.25 લાખ કરોડનું દેવું ભારત માટે ચિંતાજનક

19 નવેમ્બર 2020

ગૌતમ અદાણીનું વેપાર સામ્રાજ્ય વધી રહ્યું છે તેનું મુખ્ય કારણ એ છે કે, મધ્યમ વર્ગના લોકોના પૈસા, ખર્ચ, મૂડી કેન્દ્રિત થઈ રહી છે. મોદીના 7 વર્ષના રાજમાં બે – 3 કુટુંબ સંચાલિત કોર્પોરેટ ગૃહોમાં આર્થિક શક્તિ કેન્દ્રીત થઈ છે. અદાણીનો ઈજારો વધતો જાય છે. પ્રતિસ્પર્ધામાં ઘટાડો થતો જાય છે. રાજ્યની સંપત્તિ થોડા હાથોમાં મર્યાદિત થઈ રહી છે. અમેરિકાના રોકફેલર, ચીન અને રશિયાની જેમ સંપત્તિનું સ્થળાંતર એક જ જગ્યાએ થઈ રહ્યું છે. અદાણી જૂથના ઝડપી વિસ્તરણથી ભારતમાં ચિંતા ઊભી થઈ છે.

નવા ઉદ્યોગો મેળવવા અને નવા કોન્ટ્રાક્ટ કરાર કરવા માટે અદાણીની ભૂખ અને રાજકીય પહોંચ ભારતમાં કુટુંબ આધારિત મૂદીવાદનું સર્જન થઈ રહ્યું છે. પાછલા 20 વર્ષોમાં, તે ભારતના સૌથી શક્તિશાળી માણસ બની ગયા છે. ઓસ્ટ્રેલિયા સ્થિત ઉર્જા વિશ્લેષક ટિમ બકલેએ કહ્યું કે, ગૌતમ અદાણી ખૂબ શક્તિશાળી છે. ઘણી રાજકીય પહોંચ ધરાવે છે. તે શક્તિનો ઉપયોગ કરવામાં નિષ્ણાત છે.

11 નવેમ્બર 2020 સુધીમાં, અદાણી ગ્રુપનું કુલ દેવું 30 બિલિયન ડોલર (2.25 લાખ કરોડ રૂપિયા)ને વટાવી ગયું છે. 1 બિલિયન એટલ કે 100 કરોડ થાય છે. જેમાં 7.8 બિલિયન ડોલરના બોન્ડ્સ અને 22.3 બિલિયન ડોલરનું દેવું શામેલ છે. અદાણી ગ્રૂપ બેન્કિંગ ક્ષેત્રના 12 ટકાના દેવામાં 10 સૌથી ગંભીર ઉધાર લેનારાઓમાં શામેલ છે. જંગી દેવું છતાં અદાણી જૂથ વિદેશી બેંકો, સંસ્થાઓ પાસેથી લોન લઈને ગ્રીન ઊર્જા માટે નાણાં એકઠા કરી રહ્યાં છે.

અદાણી જૂથની કંપનીઓએ 2 અબજ ડોલરથી વધુના બોન્ડ વેચાણ સાથે આંતરરાષ્ટ્રીય લોન બજારનું શોષણ કર્યું હતું. અદાણી ગેસએ 600 મિલિયન ડોલરનો 37.4 ટકા હિસ્સો વેચી દીધો છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર જૂથો અદાણી સાથે ભાગીદારી કરવા માટે લાઇનમાં છે. આ મહિનાની શરૂઆતમાં, અદાણીએ ઇટાલિયન ગેસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જૂથ સનમ સાથે હાઇડ્રોજન અને બાયોગેસમાં વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી.