અદાણી ગ્રુપની કંપનીના શેરો મંદી બાદ તેજી અદાણી પાવરના શેર 9.96 ટકા વધારો

એચડીએફસી, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચયુએલ, કોટક મહિન્દ્રા બેંક, પાવરગ્રિડ, એશિયન પેઇન્ટ્સ, એચડીએફસી બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચસીએલ ટેક, સન ફાર્મા, બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેંક, ડો રેડ્ડીઝ, બજાજ ઓટો, આઈસીઆઈસીઆઈ બેંક અને આઈટીસી શેરો લીલા નિશાને બંધ થયા છે.
અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસના શેરો પાંચ ટકાના ઉછાળા સાથે બંધ થયા છે. એ જ રીતે અદાણી એન્ટરપ્રાઇઝના શેર 3.53 ટકા, અદાણી પોર્ટ્સ 5.29 ટકા અને અદાણી પાવરના શેર 9.96 ટકા સાથે બંધ થયા છે.
ટેક મહિન્દ્રાના શેરો 0.82 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. તે જ રીતે મારુતિ, ટીસીએસ, એલએન્ડટી, એમ એન્ડ એમ, ઇન્ફોસીસ, નેસ્લે ઈન્ડિયા અને આઇટીસીના શેર લાલ નિશાન પર બંધ થયા છે.
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસીસના હેડ (રિસર્ચ) વિનોદ નાયરે જણાવ્યું હતું કે, યુએસ ફેડ રિઝર્વની નાણાકીય નીતિની અસરને કારણે ઘરેલું શેરબજારો નબળા વલણ સાથે ખુલ્યા છે. પરંતુ, વડા પ્રધાનની તમામ નાગરિકોને મફત રસીકરણની જાહેરાતથી આર્થિક સ્થિતિ પાટા પર ચઢવાની અપેક્ષા રાખવામાં આવી હોવાથી, શેર બજારો નીચલા સ્તરની બહાર આવ્યા અને લીલા નિશાન સાથે બંધ થયા. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકને ખાનગીકરણની ક્વાયતના અહેવાલ પછી પીએસયુ બેંકોએ સેકટોરલ ઈન્ડેક્સમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.