- ઓસ્ટ્રેલીયામાં ખોટી વિગતો આપવા બદલ થયેલ દંડ ભરશે અદાણી ગ્રુપ
ગુજરાતમાં અદાણીને રૂ.200 કરોડનો દંડ 2013માં થયો તે મોદી મિત્રના કારણે ભર્યો નથી. પણ ઓસ્ટ્રેલિયા થોડું મોદીનું ભારત છે ? અદાણીએ ઓસ્ટ્રેલિયામાં દંડ ભરરવો પડશે.
ક્વીન્સલેન્ડ સરકારને જમીન ક્લિયરિંગ અંગે ખોટી અથવા ભ્રામક જાણકારી આપવા બદલ ભારતીય માઈનિંગ કંપની અદાણી પર 20,000 ડોલરનો દંડ લાદ્યો છે. કંપનીને ગુરૂવારે બ્રિસ્બેન મેજિસ્ટ્રેટ કોર્ટમાં આ અપરાધ બદલ દોષી ઠેરવવામાં આવી, જ્યારે ઓસ્ટ્રેલિયાના પર્યવરણ વિભાગે વર્ષ 2018માં પોતાના વિવાદાસ્પદ કારમાઈકલ ખાણ સાઈટ પર મંજૂરી આપનાનો આરોપ લગાવ્યો હતો. જે અંગે અદાણી માઇનિંગે પોતાની ભૂલ સ્વીકારી હતી. તેણે કહ્યું કે કંપનીએ 2017-’18ના વાર્ષિક વળતરમાં માઇનિંગ લાઇસન્સના એરિયામાં જમીનના એક ભાગ પરના ડિસ્ટર્બન્સ અંગે જાણ કરી ન હતી.
કંપની ઓસ્ટ્રેલિયાના એન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન એક્ટ હેઠળ કસૂરવાર ઠરી હોત તો તેને 30 લાખ ડોલર સુધીનો દંડ થવાની શક્યતા હતી. અનેક વિલંબ અને વિવાદો પછી અદાણી જૂથે ગયા વર્ષે કારમાઇકલ કોલ માઇન પ્રોજેક્ટમાં કામગીરી શરૂ કરી હતી.
અદાણી ગ્રુપે આ દંડ વિશે વાત કરતાં કહ્યું કે, આ કેસ સેલ્ફ રિપોર્ટિંગનો હોવાથી તેમાં કંઈ સજા જેવું હોતું નથી. તેણે કારમાઇકલ ખાણ માટે 2017-’18ના વાર્ષિક રિટર્નમાં એક ‘વહીવટી ભૂલ’ કરી હતી. અદાણી ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું કે, અમે બ્રિસ્બેન મેજિસ્ટ્રેટની કોર્ટમાં અમારી ભૂલ કબૂલી છે કે અમારા ડોક્યુમેન્ટમાં ખામી હતી. આ માટે અમે 20,000 ડોલરનો દંડ ચૂકવીશું. આ બાબત વહીવટી ભૂલને લગતી છે. તેમાં પર્યાવરણને કોઈ નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. આ સંબંધિત તમામ કાર્ય કાયદેસર છે અને પ્રોજેક્ટની શરતોનું તેમાં પાલન કરવામાં આવે છે.