આદિત્ય બિરલાના રૂ. 280 કરોડ માફ કરતા, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આફતમાં

Aditya Birla’s Rs. 280 crore waived off, CM Bhupendra Patel upset आदित्य बिड़ला के रु. 280 करोड़ माफ, मुख्यमंत्री भूपेन्द्र पटेल परेशान

સોમનાથના 2 હજાર ખેડૂતના રૂ. 10 લાખ બાકી છે તેને પાણી આપતી નથી

દિલીપ પટેલ
અમદાવાદ, 26 જુલાઈ 2024
ભગવાન સોમનાથ મંદિરની બાજુમાં વેરાવળમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝે પણ વર્ષ 1999થી પાણીનો વપરાશ કર્યો સરકારને રૂ. 434 કરોડ પાણી ચાર્જ ચૂકવ્યો ન હતો. તે પૂરો ભરવો પડે તેમ હતો પણ લોકસભાની ચૂંટણી સમયે ભાજપની સરકારે આદિત્ય બિરલા જૂથની ગ્રાસિમ કંપનીને રૂપિયા 280 કરોડનો ફાયદો કરાવ્યો છે. 434 કરોડના બદલે રૂ. 157 કરોડ ભરવાની છૂટ આપી છે.

પુંજા વંશ

આદિત્ય બિરલાની ગ્રાસિમ કંપની જે ઈન્ડિયન રેયોન તરીકે પણ ઓળખાય છે. ગીર-સોમનાથ સિંચાઈ વિભાગ હેઠળના હિરણ-2 જળાશયમાંથી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા પાણી લીધુ હતું. 1999થી હિરણ-2 ડેમના પાણીનો ઉપયોગ કરતી હતી. સરકાર જળ સંસાધન વિભાગ દ્વારા નક્કી કરાયેલા દરો મુજબ કંપનીને પાણીના બિલ ચૂકવતી હતી. 1999 થી નવેમ્બર 2023 સુધી રૂ. વોટર હાર્વેસ્ટિંગ માટે 434.71 કરોડ રૂપિયા બાકી હતા. જેમની કોર્પોરેટ કચેરી અમદાવાદના સીજી રોડ પરના સ્વસ્તીક સોસાયટીમાં છે.

ફેબ્રુઆરી 2024માં પાણીની બાકી રકમ માફ કરી હતી. ચૂંટણી સમયે ફંડ અપાયુંહોવાનો આરોપ પણ છે.

1999થી માંડીને નવેમ્બર 2023 સુધી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના વોટર ચાર્જ, પેનલ્ટી એમ કુલ મળીને રૂપિયા 434.71 કરોડ ચૂકવવાના બાકી હતા.

ખેડૂતોની લડત છે.
જી બી સોલંકી આ માટે લડી રહ્યાં છે. આરટીઆઈ કરીને કંપનીઓના પાણી કૌભાંડો જાહેર કર્યા છે. તેમણે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજા વંશને વધી વિગતો આપી હતી.

હીરણ 2 બંધનું પાણી કંપનીઓને આપી દેવામાં આવે છે. બંધનો હેતુ માત્ર સિંચાઈનો હતો. પણ ભઆજપ સરકારે તેનો ઉપયોગ ઉદ્યોગો અને શહેરોને પાણી આપવા કરી રહી છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધારે નફો કરી આપતો બંધ છે. કમાન્ડ વિસ્તારના 22 ગામ છે પણ હવે થોડા ગામોને જ નહેરથી પાણી મળે છે. 6800 હેક્ટર માન્ડ છે. 500થી 550 હેક્ટરના ફોર્મ ભરવામાં આવે છે.
ખેડૂતોને પાણીની ચોરી કરવા દે છે. ઓન રેકર્ડ પર ઓછા ખેડૂતો બતાવવાનું કાવતરૂં છે.

પાણીનો કાળો કારો કારોબાર ભાજપના નેતાઓ અને અધિકારીઓ કરી રહ્યાં છે. સિંચાઈ કરતાં બંધ કરવા માંગે છે. કંપનીઓ પાણી લઈ જતી હોવાથી ખેડૂતો બે ઋતુનો પાક લઈ શકતા નથી.

30 વર્ષથી ખેડૂતો લડી રહ્યાં છે. લોસ બતાવીને લીકેઝ અને બાસ્પીભવન બતાવી દે છે. કંપનીઓને ફાયદો કરાવી આપે છે. વડી અદાલતમાં રીટ ચાલી રહી છે. બંધમાં ખેડૂતોનો હિસ્સો કેટલો તે નક્કી થતાં નથી.

20 ગામમાંથી 2 હજાર જેવા ખેડૂતોનું બિલ બાકી છે. જે સરકાર માફ કરતી નથી. કારણ કે તેને પાણી કાપીને કંપીનઓને આપી શકાય.

9 કિલોમીટરના મુખ્ય નહેરના 2 હજાર ખેડૂતોના બાકી નિકળે છે. 10 લાખ રૂપિયા ખેડૂતોના બાકી ે માફ કરી દીધા નથી. તેને ફોર્મ ભરવા દેતા નથી. તેમને પણી આપતાં નથી.

જાહેર હિસાબ સમિતિ
સમગ્ર મામલો ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. વર્ષ 2021- 22માં જાહેર હિસાબ સમિતિએ ભલામણ કરતાં કલેક્ટરે કંપની પર રૂપિયા 264 કરોડનો બોજા પણ નાંખ્યો હતો. જાહેર હિસાબ સમિતિએ રકમની વસુલાતનો અહેવાલ આપ્યો હતો. ગેરરીતિઓ પ્રકાશમાં આવ્યા બાદ વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ તાત્કાલિક પગલાં લેવાની ભલામણ કરી હતી. વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સમક્ષ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.

કલેક્ટરનો બોજ
કલેકટરે કંપની પરથી રૂ. 264.37 કરોડનો બોજ નાંખ્યો હતો. મહેસૂલ નિયમો અનુસાર, એકવાર બોજ લાદવામાં આવ્યા પછી તેને માફ કરી શકાતો નથી. ગ્રાસિમના ખાસ કિસ્સામાં ભાજપ સરકાર કંપનીને ફાયદો કરાવ્યો હતો. 280 કરોડ માફ કરવામાં આવ્યા હતા. તેની પાછળ મોટો ભ્રષ્ટાચાર હતો.
સમાધાનનાં પગલે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝએ રૂ. 157.15 કરોડ ચૂકવવા પડ્યા હતા. રૂ. 280 કરોડ માફ કરવામાં આવ્યા હતા.

આરોપ
આ તમામ આક્ષેપો જાહેર હિસાબ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય પુંજા વંશએ પત્રકાર પરિષદમાં કર્યા હતા.

24 વર્ષ
કંપનીએ મે-1999થી નવેમ્બર-2023 સુધીના 14 વર્ષના લેણાં ચૂકવ્યા નથી. તેથી દંડ, ફી, વ્યાજ અને દંડના વ્યાજ મળીને કુલ રૂ. જાભરવામાંથી 434.71 કરોડ નીકળે છે.

આદેશ
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના વોટર સેસ મુજબ નિયમો બનાવવામાં આવ્યા છે. જો પાણીના દરની બાકી રકમ એક સાથે જમા કરવામાં આવે તો દંડ અને વ્યાજની રકમ માફ કરી શકાય છે. તેનો આદેશ નર્મદા, જળ સંસાધન, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આપવામાં આવ્યો હતો.

બોજ નંખાયો
ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝની મિલકત પર રૂ. વર્ષ 2019માં 264.37 કરોડ રૂપિયાનો બોજ હતો. જેનો બોજ ભાજપ સરકારે ઉઠાવી લીધો હતો. આમ કરવાના કારણે રૂ. 107 કરોડ ઓછા એકત્ર થયા હતા.
પ્રકરણમાં સ્પષ્ટપણે ઘણી મૂંઝવણ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટ સરકાર સાબિત થઈ રહી છે. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ કંપની ભાજપ સરકારની માલિકીની હોય એવું વર્તન થાય છે.

ખાસ કિસ્સામાં લાભ
આદેશમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ નિર્ણય ખાસ કેસમાં લેવામાં આવ્યો છે. ભૂતકાળમાં કરવામાં આવેલી જવાબદારી ક્યારેય માફ કરવામાં આવી નથી. બીજી કંપનીઓને આ નિર્ણય લાગુ નહીં પડે. સરકારે આટલી મોટી રકમ કેવી રીતે માફ કરી તે અંગે સ્પષ્ટતા થવી જોઈએ.

કલેક્ટરે કંપનીને ફાયદો કર્યો
13 જૂન 2006ના રોજ કાર્યપાલક ઈજનેરએ કંપની પાસેથી પાણીના દર વસૂલવા આદેશ કર્યો હતો. જેના પુરાવા કલેકટર સમક્ષ રજૂ કરાયા હતા. જોકે, જૂનાગઢના તત્કાલીન કલેકટર કંપનીની તરફેણમાં કામ કર્યું હતું. સરકારની આવકને ભારે નુકસાન થયું હતું.

ગેરકાયદે પાણી લીધું
બીજા એક કિસ્સામાં પણ કંપની સંડોવાયેલી છે.
ગેરકાયદે કુવો
ગ્રાસિમ કંપનીએ હિરણ નદીના કિનારે ગેરકાયદેસર કૂવો બનાવી પાણીનો વપરાશ કર્યો હતો.
વેરાવળની ઇન્ડિયન રેયોન કંપનીને હિરણ-2 ડેમ પાસેના કૂવામાંથી પાણી ખેંચવા માટે સરકારે 100 x 100 ફૂટ જમીન ફાળવી હતી. આ જમીનના બદલામાં કંપનીએ 929 ચોરસ મીટર જમીનનો કબજો મેળવીને કુવો બનાવ્યો હતો. નદીના પટમાંથી પાણી કાઢવામાં આવ્યું હતું. જે માટે સરકારને રૂ. 349 કરોડ ચૂકવવા પડશે. જે રીકવર થયા નથી.
13 ફેબ્રુઆરી 1997ના રોજ, ગીર સોમનાથ જિલ્લાના નાયબ કલેકટરએ સ્થળ પર જાણ કરી કે કંપનીએ ગેરકાયદે બાંધકામ કર્યું છે. કલેકટરને આવેદનપત્ર પાઠવ્યા બાદ પણ સરકારી જમીન મુક્ત કરવામાં આવી નથી. કલેકટરએ જમીન પાછી લીધી ન હતી.
સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીનના બદલામાં કંપનીએ પોતે જ તે જમીનનો કબજો લઈ તેનો ઉપયોગ કર્યો હતો. તંત્રએ મહેસૂલ વિભાગને બે દિવસમાં માહિતી મોકલવા વિનંતી કરી હતી. જોકે, મહેસૂલ વિભાગે કંપની સામે જમીન પચાવી પાડવાનો કેસ નોંધી શકાય કે નહીં તેનો જવાબ આપ્યો નથી.

પ્રજાને ગેરફાયદો
ગુજરાતના લોકોને પીવાના પાણી માટે પૈસા ચૂકવવા પડે છે.જો સામાન્ય માણસ ટેક્સ તરીકે પૈસા ન ભરે તો પાણીનું કનેક્શન કાપીને સીલ કરવામાં આવે છે. જો માફ કરાયેલી રકમ વસૂલ કરવામાં આવી હોત તો તે પ્રાથમિક સુવિધાઓ, શિક્ષણ અને આરોગ્ય પાછળ ખર્ચી શકાઈ હોત.

વેરાવળ
વેરાવળમાં ઈન્ડિયન રેયોન પોટ સ્પન યાર્ન, સ્પન યાર્ન અને સ્પૂલ સ્પન યાર્નનું ઉત્પાદન કરે છે.

ઇન્ડિયન રેયોન ઇન્ડસ્ટ્રીઝ
ઈન્ડિયન રેયોન-ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું એક યુનિટ વિસ્કોસ ફિલામેન્ટ યાર્નના અગ્રણી ઉત્પાદકોમાંનું એક છે. કંપની પાસે લગભગ 60 વર્ષનો વારસો છે અને તે આદિત્ય બિરલા ગ્રુપની છે. યુએસ $45 બિલિયનનું કોર્પોરેશન, આદિત્ય બિરલા ગ્રુપ લીગ ઓફ ફોર્ચ્યુન 500માં છે.

કંપની
ગ્રાસિમ એ આદિત્ય બિરલા ગ્રૂપની મુખ્ય કંપની છે. ભારતની આઝાદી વખતે કંપની હતી. કંપનીએ 1947માં કાપડ ઉત્પાદન શરૂ કર્યું હતું. સ્ટેપલ ફાઈબર, વિસ્કોસ ફાઈબર યાર્ન, ક્લોર-આલ્કલી, લિનન અને ઇન્સ્યુલેટરના સૌથી મોટા ઉત્પાદકોમાંનું એક છે.

પેટાકંપનીઓ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આદિત્ય બિરલા કેપિટલ, રિન્યુએબલ એનર્જી, ડેકોરેટિવ પેઇન્ટ જેવા ધંધા કરે છે. ભારતની સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક અને નાણાકીય કંપની છે.

ગુજરાતમાં 5 પ્લાન્ટ
વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન. ઈન્ડિયન રેયોન, વેરાવળ, ગુજરાત. 21 KTPA, એકમ પોટ સ્પન યાર્ન (PSY), કન્ટીન્યુઅસ સ્પન યાર્ન (CSY) અને સ્પૂલ સ્પન યાર્ન (SSY)નું ઉત્પાદન કરે છે.

કોસ્ટિક સોડા, કેમિકલ્સ 91 KTPA, વેરાવળ, ગુજરાત
વિલાયત, ગુજરાત, વિસ્કોસ સ્ટેપલ ફાઈબર 398 KTPA, વિલાયત એકમનો તબક્કો I FY2015 માં કાર્યરત કરવામાં આવ્યો હતો. તે વિશેષતા ફાઇબર – મોડલ અને માઇક્રો મોડલના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 2022 માં બ્રાઉન ફિલ્ડ વિસ્તરણ તરીકે ક્ષમતા 219 KTPA દ્વારા વધારવામાં આવશે. તે સૌથી મોટા વિસ્કોસ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાંનું એક છે.

વિલાયત, ગુજરાત, 365 KTPA, કોસ્ટિક સોડા – 2013 માં શરૂ કરાયેલ, વિલાયત, ગુજરાતમાં સ્થિત આ પ્લાન્ટ 365 KTPA કોસ્ટિક સોડાનું ઉત્પાદન કરે છે, જે ગ્રાસિમને ભારતની સૌથી મોટી ક્લોર-આલ્કલી કંપની બનાવે છે.

ખાર્ચ, ગુજરાત, 176 KTPA, આ સાઇટની સ્થાપના 1997 માં પ્રીમિયમ ગ્રેડના કાપડ અને બિન-વણાયેલા VSF તેમજ સ્થાનિક અને નિકાસ બજારો માટે ત્રીજી પેઢીના એક્સેલ ફાઇબરના ઉત્પાદન માટે કરવામાં આવી હતી. ટેક્સટાઇલ માટે એપ્લિકેશન ડેવલપમેન્ટ સેન્ટર અને ફાઇબર માટે સંશોધન કેન્દ્ર પણ સાઇટ પર સ્થિત છે. સલ્ફ્યુરિક એસિડ, CS2 અને સોડિયમ સલ્ફેટનું ઉત્પાદન સ્થાપિત કરવામાં આવ્યું છે.

ઇન્સ્યુલેટર. હાલોલ, ગુજરાત. 19 ktpa. આ એકમ સબસ્ટેશન એપ્લિકેશન્સ માટે સિરામિક ઇન્સ્યુલેટર અને સંયુક્ત લાંબા સળિયાના ઇન્સ્યુલેટરનું ઉત્પાદન કરે છે.

વાગરા કૌભાંડ
વાગરામાં વિલાયત GIDCમાં આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના સ્ક્રેપ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર આરોપી ધર્મેશ ઝડપાયો હતો. રોયલ એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાઈટર અને સ્ક્રેપ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ધર્મેશની ધરપકડ કરાઈ હતી. વિલાયતની બિરલા ગ્રાસિમ કંપનીના જી.એમ સંડોવાયેલા હતા. ફાઇબર ડિવિઝનમાં ત્રણ કરોડ ઉપરાંતની છેતરપિંડી હતી.