10 વર્ષ પછી જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયે ઘઉંની નવી જાત શોધી જે દેશમાં અવલ્લ છે

After 10 years, Junagadh Agricultural University discovered a new variety of wheat, which is the highest in the country

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020

મધ્ય પ્રદેશના જબલપુરની જવાહરલાલ નહેરુ કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા વિકસાવવામાં આવેલી ઘઊંની નવી જાત અંગે દેશભરમાં ભારે જોરથી પ્રચાર કરવામાં આવે છે. 55 કિલો ઉત્પાદન આપતી આ નવી જાત જવાહર 1201 તેથી ગુજરાતના વેપારીઓ પણ એમપીના ઘઉં આયાત કરીને તે નામથી જ વેચેં છે. તેનાથી વધું સારું ઉત્પાદન આપતી અને સારી ગુણવત્તા ધરાવતી તથા સારી કુણી રોટલી બને તેવા ઘઉં જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા શોધાયા છે.

જેડબ્લ્યુ 1201: તે 118 દિવસમાં પરિપક્વ થાય છે, સારો દેખાવ અને ઉચ્ચ પ્રોટીન સામગ્રી ધરાવે છે. તે રોગ સામે પ્રતિરોધક છે અને મધ્યપ્રદેશની સિંચાઇની સ્થિતિ માટે યોગ્ય છે. એક હેક્ટરે ઊપજ 55 ક્વિન્ટલ છે. દેશની જે સૌથી વધું સારી જાત તરીકે પ્રચાર કરવામાં આવે છે. પણ તેનાથી શ્રેષ્ઠ જાત હમણાં જ જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા શોધી છે. જે તેનાથી વધું ઉત્પાદન આપતી જાત છે.

જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ 50 વર્ષમાં 10 જાતના ઘઊંની શોધ કરી છે. જેમાં 9 જાતની શોધ પછી 10મી જાતને 10 વર્ષ પછી શોધી છે. 10 વર્ષ સુધી સૌરાષ્ટ્રના ખેડૂતો જૂના બિયારણ વાવતા હતા.

ગુજરાત જૂનાગઢ ઘઉં – જીજેડબ્લ્યુ 463

ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ શોધેલા ઘઉંના બિયારણ ગુજરાત જૂનાગઢ ઘઉં – જીજેડબ્લ્યુ 463 સૌરાષ્ટ્ર પ્રદેશની વહેલી વાવણી માટે છે. ઘંઉનો દાણો સોનેરી છે. જાત ગેરૂ રોગ તથા ઊંચા તાપમાન સામે સહનશીલ છે. 2016માં શોધાયેલી આ નવી જાત બે વર્ષથી ખેડૂતો સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. જે બદલાઈ રહેલાં હવામાન સામે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં હેક્ટર દીઠ 55.57 ક્વિન્ટલ ઉત્પાદન આપે છે. જે મધ્ય પ્રદેશની દેશમાં વખણાતી જાત કરતાં વધું ઉત્પાદન આપે છે. ગુજરાતના બીજા વિસ્તારમાં તે 50.91 ક્વિન્ટલ એક હેક્ટર દીઠ પાકે છે.  લોક 1 ના 4289 કિલો હેક્ટરે પાકે છે, જી.ડબલ્યુ 366નું 4565 કિલો છે. જીડબલ્યુ 190નું ઉત્પાદન 4938 કિલો છે. તેનાથી 12.9 ટકથી 28.1 ટકા વધારે ઉત્પાદન નવી જાતના ઘઉંનું મળતું થયું છે.

તેનું હેક્ટોલીટર વજન 79.1 કિલો છે. પ્રોટીનનું પ્રમાણ 12.7% છે. અવશેષ મૂલ્ય 43.4 મિલી છે. સૂક્ષ્મ પોષકતત્વો સારા છે અને સારી રોટલી બનાવવાની ગુણવત્તા છે.

જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ અત્યાર સુધીમાં ઘઉંની 10 નવી જાત શોધી છે.

જે 1-7 ઘઉં 1971માં પ્રથમ શોધી હતી. જે કે.સોના કરતા 19% વધુ ઊપજ આપે છે. ગુલાબી, ઘઉંલો રંગ અને સમયસર વાવેતર માટે છે. .

જે 24 જાત 1974માં શોધી હતી. જે કે.સોના કરતા 11.55% વધુ ઊપજ આપે છે. નિસ્તેજ લીલો ઓરીકલ, બ્રાઉન કલરનો કાન, પ્યુબસેન્ટ-સમયસર વાવેતર માટે છે. .

જે 18 જાત 1977માં શોધાઈ હતી. કે.સોના કરતા 9% વધુ ઊપજ આપે છે. બ્રાઉન કલરનો કાન, ગ્લેબરસ – મોડેથી વાવી શકાય એવી જાય છે.

જે 40 જાત 1978માં શોધી હતી જે કે.સોના કરતા 5% વધુ ઊપજ આપે છે. નિસ્તેજ લીલો પર્ણ, સફેદ રંગનો કાન, ગ્લેબરસ – સમયસર વાવી શકાય છે. .

જીડબ્લ્યુ 2 (રેનફેડ) 1983માં શોધી હતી. એ-9-30-1 કરતા 7% વધુ ઊપજ આપે છે. નિસ્તેજ લીલો પર્ણ, બ્રાઉન કલરનો કાન, ગ્લેબરસ-રેઇનફેડ છે.

જીડબ્લ્યુ 405 જાત 1985માં શોધી હતી. જે લોક -1 કરતા 8% વધુ ઊપજ આપે છે. ગાઢ અને ઠંડા લીલા પાંદડા, સફેદ કાન ધરાવે છે.

જીડબ્લ્યુ 496 જાત 1989માં તૈયાર કરી હતી. જે કે.સોના કરતા 5% વધુ ઉપજ. નિસ્તેજ લીલા પાંદડા, સફેદ કાન, ગ્લેબરસ, કાસદાર અનાજ સાથે સમયસર વાવેતર માટે છે.

જીડબ્લ્યુ 503 જાતના ઘઉં 1989માં શોધાયા હતા. જી ડબ્લ્યુ 89 કરતા 11% વધુ ઊપજ આપે છે. બ્લૂમી લીલા પાંદડા, સફેદ રંગના કાન, ગ્લેબરસ સમયસર વાવેતર માટે છે.

જીડબ્લ્યુ 366 જાતના ઘઉં 2007માં શોધાયા હતા. જે અનુક્રમે લોક -1, જીડબ્લ્યુ 190 અને જીડબ્લ્યુ 322 ની સરખામણીએ અનુક્રમે 12%, 10% અને 6% વધુ અનાજનું ઉત્પાદન છે. ગુલાબી એરિકલ, વક્ર પેડુનકલ અને ટોચની ડૂડી કાનનો માથું. બોલ્ડ દાણો ધરાવે છે.