એઈડઝ રોગમાં 5 વર્ષ પછી ઘટાડો થયો તો, કોરોનાએ ગુજરાતને ભરડામાં લઈ લીધું

ગાંધીનગર, 11 નવેમ્બર 2020

2018-2019માં ગુજરાતમાં એઈડ્ઝ પોઝેટીવ દર્દીઓ 9023 છે. જે અગાઉના વર્ષો કરતાં ઓછા હોવાનો સરકારનો દાવો છે. આંકડા છે. 2014-15માં 10630, 2015-16માં 9836, 2016-17માં 9662, 2017-18માં 10396 દર્દીઓ પોઝેટીવ હતા. છેલ્લાં 5 વર્ષમાં સૌથી ઓછા દર્દીઓ નોંધાયા હોવાનો સરકારના આરોગ્ય વિભાગે દાવો કર્યો છે. ગુજરાતમાં દર વર્ષે 2200થી 2500 લોકો એઈડ્ઝના કારણે મોતને ભેટે છે. 19 દિવસ પછી 1 ડિસેમ્બરે એઈડ્ઝ વિશ્વ દિવસ ઉજવવામાં આવશે. ત્યારે કોરોના અને એઈડ્ઝના મોતની સરખામણી કરાશે.

1986થી ભારતમાં આવેલા એઈડ્સ રોગ 32 વર્ષમાં કોરોના કરતાં પણ ખરાબ અસર કરી છે. 2000 સુધીમાં 0.41 ટકા અને 2012 સુધીમાં તો ગુજરાતના 0.37 ટકા લોકોમાં એચ.આઈ.વી.-એઈડ્સથી પીડિત થઈ ગયા હતા. 70 હજાર દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતા. સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, નવસારી, દાહોદ, બનાસકાંઠા, ભાવનગર જિલ્લાઓ જ્યાં એકલા રહેતાં લોકો અને ખરાબ આરોગ્ય સેવાઓ છે ત્યાં એઈડ્સ વધું ફેલાયો હતો.

જિલ્લાવાર HIV + veના દર્દી (2018-19)

અમદાવાદ 1451
અમરેલી 100
આનંદ 248
અરવલી 136
બનાસકાંઠા 354
ભરૂચ 176
ભાવનગર 347
બોટાદ 30
છોટા ઉદેપુર 39
દાહોદ 260
દેવભૂમિ દ્વારકા 9
ગાંધીનગર 240
ગીર સોમનાથ 39
જામનગર 200
જુનાગઢ 167
કચ્છ 340
ખેડા 459
મહીસાગર 63
મહેસાણા 226
મોરબી 89
નર્મદા 24
નવસારી 134
પંચમહાલ 215
પાટણ 230
પોરબંદર 64
રાજકોટ 493
સાબરકાંઠા 266
સુરત 1156
સુરેન્દ્રનગર 207
તાપી 123
ડાંગ 11
વડોદરા 828
વલસાડ 299
કુલ 9023

 

ગુજરાતમાં છેલ્લા 2019-20ના બે વર્ષમાં ક્ષય રોગ (ટીબી)ને લીધે 9900 લોકો, કેન્સરને કારણે 2200 લોકો અને એચ.આય.વી / એડ્સને કારણે 1600 લોકો મૃત્યુ પામ્યા હોવાનું ગુજરાત વિધાનસભામાં જાહેર કરાયું હતું.

અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ એચ.આય.વી / એઇડ્સ અને કેન્સરને કારણે થયેલાં મોત નીપજ્યાં હતાં. જ્યારે બે વર્ષના સમયગાળામાં એઇડ્સને કારણે 196 લોકોનાં મોત થયાં છે. અમદાવાદમાં કેન્સરને કારણે 1062 લોકોનાં મોત થયાં છે.

એચ.આય.વી / એઇડ્સને લીધે થતાં મૃત્યુની સંખ્યા સુરત (185 મૃત્યુ), વડોદરા (109 મૃત્યુ) અને રાજકોટ (88) જિલ્લાઓમાં વધારે છે. આ બે વર્ષના ગાળામાં નર્મદા, આણંદ, ભરૂચ, મહિસાગર, પંચમહાલ, તાપી, ડાંગ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં કેન્સરને કારણે શૂન્ય મૃત્યુ થયા હતા. એ જ રીતે, ડાંગમાં એચ.આય.વી / એઇડ્સને કારણે એકના મોત સાથેના અકસ્માતોની સૌથી ઓછી સંખ્યા નોંધાઈ છે.

અમેરિકન જર્નલ ‘નેચર’માં પ્રકાશિત કરાયેલ એક રિપોર્ટ અનુસાર ગાયની રોગપ્રતિકારક ક્ષમતાથી HIVનાં અસરને 42 દિવસોમાં 20 ટકા સુધી ઓછું કરી શકાય છે. વૈજ્ઞાનિકોએ 4 ગાયોને HIVનાં 2-2 ઈંજેક્શન આપ્યા. એક મહિના બાદ આ ગાયોમાં રોગપ્રતિકારક ક્ષમતા વિકસિત થવા લાગી હતી.