ગુજરાતમાં કોંગ્રેસ 29 વર્ષની સત્તામાં નથી. નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં નરેન્દ્ર મોદીને જવાબ આપવો જોઇએ તેવું માનતા કોંગ્રેસના નેતાઓ કહે છે કે, તે માટે હાર્દિક પટેલ ફીટ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના ભાષણમાં નરેન્દ્ર મોદીની વિરૂદ્ધમાં એકપણ શબ્દ ઉચાર્યો ન હતો. તેથી તેઓ પેટાચૂંટણીઓ જીતી ગયા હતા. હાર્દિકે મોદીને જાહેરમાં ગાળો આપવાનું બંધ કર્યું છે જેનું પરિણામ સામે છે. કોંગ્રેસે પણ પોતે શું કરવા માગે છે તે લોકોને બતાવવું પડશે. કોંગ્રેસના નેતાઓ મોદીને ગાળો આપવાનું ચાલુ રાખશે તો તેના નેગેટીવ પ્રચારથી કોંગ્રેસને મોટું નુકશાન થઇ શકે છે.
કોંગ્રેસના સંગઠનમાં માત્ર 15 ટકા લોકોને સ્થાન આપવામાં આવ્યું છે. ચૂંટણી આવે એટલે બિમાર, વૃદ્ધ, અશક્ત, અનૈતિક લોકો ટિકીટ માંગે છે ન આપે તો કોંગ્રેસના ઉમેદવારને હરાવે છે. તેથી નવી પેઢીને તક મળતી નથી. આઇડિયા કોઇનો પણ હોય, હાર્દિક પટેલને કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવ્યા છે તે કોંગ્રેસના હાઇકમાન્ડનો માસ્ટરસ્ટ્રોક છે. હાર્દિક ફાયર બ્રાન્ડ નેતા છે. ભાજપના લોકોનું લોહી તે સારી રીતે ઓળખે છે. ક્યા સમયે ક્યો ઘા મારવો તે હાર્દિક જાણે છે. તેના ભાષણોમાં તેજાબ છલકાય છે. લોકોને તે જકડી રાખે છે. એટલું જ નહીં હાર્દિકની એવી કેપેસિટી છે કે તે ગુજરાતમાં કોઇપણ ખૂણે જાહેર સભામાં હજારોની મેદની એકત્ર કરી શકે છે. તે કોંગ્રેસને 2022માં સત્તામાં લાવવા રાત દિવસ એક કરી રહ્યો છે. તેથી તેની ચિંતા કોંગ્રેસના બુઢ્ઢા અને કોમવાદી નેતાઓને વધું ચિંતા છે. તેના કરતાં ભાજપને વધુ ચિંતા છે.
ગુજરાત અને દિલ્હીમાં નરેન્દ્ર મોદીની પોપ્યુલારિટી પાછળ 60 ટકા સોશ્યલ મિડીયાનો પ્રભાવ છે. હાર્દિક પટેલની સોશ્યલ મિડીયામાં પોપ્યુલરીટી અને પ્રભુત્વ ધરાવતો યુવાન નેતા છે. ગૂગલમાં મોદી લખતાં તેમના લાખો ફોટા સામે આવે છે. જ્યારે કોંગ્રેસના વર્તમાન નેતાઓના નામ લખતાં ચાર થી પાંચ ફોટો જોવા મળે છે. મોદીની જેમ હાર્દિક પટેલના પણ લાખો ફોટા ગૂગલમાં સર્ચ પર એક સામના આવી જાય છે. આમ ગુજરાતમાં મોદી પછી જો કોઈ પોપ્યુલર હોય તો તે હાર્દિક પટેલ છે.