જમ્મુ-કાશ્મીરથી 5 ઓગસ્ટ 2019 ના રોજ, કેન્દ્ર સરકાર દ્વારા કલમ 370 ની વિશેષ રાજ્યની બંધારણીય જોગવાઈને રદ કરવામાં આવી હતી. પીડીપીએ આરોપ લગાવ્યો કે ભાજપ જમ્મુ-કાશ્મીરના લોકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાને બદલે રાજ્યમાં જમીન કબજે કરી રહ્યું છે. પીડીપી અને અન્ય જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોએ સર્વસંમતિથી જમ્મુ-કાશ્મીરની ઓળખ, સ્વાયત્તતા અને વિશેષ દરજ્જાની લડત અને રક્ષણ માટે એક થવાનું વચન આપ્યું હતું.
બીજા જ દિવસે જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કલમ 370 હટાવવાની ઘોષણા કરી હતી. ત્યારે જમ્મુ-કાશ્મીરના તમામ રાજકીય પક્ષોના નેતાઓ અને ઘણા નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. મહિનાઓની અટકાયત પછી તેમને મુક્ત કરાયા છે. તેમની પાસેથી લેખિતમાં નિવેદન લેવામાં આવ્યા હતા, કે તેઓ બહાર નીકળ્યા બાદ કોઈપણ પ્રદર્શન અથવા રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેશે નહીં.
જોકે સરકારે હજી સુધી પીડીપીના વડા મહેબૂબા મુફ્તીને મુક્ત કર્યા નથી. તેમના સરકારી નિવાસ સ્થાને નજરકેદ હેઠળ છે. પૂર્વ ધારાસભ્ય ઇજનેર રાશિદને દિલ્હીની તિહાડ જેલમાં ખસેડવામાં આવ્યા છે. આનાથી કાશ્મીરમાં રાજકીય પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. ઓમર અને ફારૂક અબ્દુલ્લા જેવા નેતાઓ છૂટ્યા પછી ચૂપ થઈ ગયા છે. મૌન બનેલા નેતાઓ અને જેલમાં રહેલાં નેતાઓનું સ્થાન લેવા માટે બિઝનેસથી રાજકારણમાં ઉતરી આવેલા અલ્તાફ બુખારીએ નવો રાજકીય પક્ષ બનાવાયો છે. તેમનો પક્ષ સ્થાપિત પક્ષો રાષ્ટ્રીય પરિષદ અને પીડીપીથી વિપરીત, કેન્દ્રની નીતિઓ અનુસાર છે.
હવે જોવાનું એ રહ્યું કે ખીણનાં રાજકીય પક્ષો તેમના બધા નેતાઓને છૂટા કરવાની મંજૂરી આપ્યા બાદ રાજકીય પ્રવૃત્તિ કઈ રીતે ચાલુ રાખશે. અસંમતિશીલ રાજકીય વિચારધારા ઘડવાની સંભાવના ઘણી ઓછી છે. મહેબૂબા મુફ્તી જેવા નેતાઓની અટકાયત છતાં, તેમની પુત્રી ઇલતીઝા મુફ્તી કલમ 370 ને હટાવવા સામે ખુલ્લેઆમ કહે છે. એ જ રીતે, પીડીપીના વરિષ્ઠ નેતા અને મહેબૂબાના વિશ્વાસુ નવામ અખ્તરને તાજેતરમાં જ તેમના સરકારી આવાસની બહાર ખસેડવામાં આવ્યા હતા. કાશ્મીરમાં રાજકીય ગતિવિધિઓ સામાન્ય થાય એવી વાતને આ ઘટનાઓ ટેકો આપી શકે તેમ નથી. ભારતથી અલગ સૂર નિકળશે ત્યાં સુધી તો કાશ્મિરમાં રાજકારણ થશે નહીં. જોકે, નેતાઓ રાજકીય પ્રવૃત્તિ શરૂ કરવા ઈચ્છે છે પણ જેલ તેમને રોકે છે.