ગાંધીનગર, 15 માર્ચ 2020
જુવારના બેવડો ઉપયોગ થઈ શકે એવી એક મોતીવાળા સફેદ દાણાવાળા ધરાવતી સુપર જુવારની નવી જાત શોધવામાં આવી છે. જે અનાજ તરીકે અને પશુ ચારા તરીકે વાપરી શકાય છે. સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ સુધારેલ ડ્યુઅલ હેતુ જુવારની વિવિધતા ડીએસ -127 (જીજે 43) ક્રોસ (એકેઆર 354 એક્સ એસપીવી 1616) માંથી વિકસિત કરવામાં આવી હતી.
સોરગમ રિસર્ચ સ્ટેશનમાં 2009-10 થી 2013-14 દરમિયાન કૃષિ યુનિવર્સિટી ડીસા ખાતે પ્રયોગો કરાયા હતા. 2014માં પ્રાથમિક ટ્રાયલ બાદ તેને 2015થી 2017 સુધીમાં અલગ અલગ સ્થળોએ ટ્રાયલમાં પરીક્ષણ કરાયું હતું.
જુવાર ડીએસ -127 (જીજે 43) બીજી જાત જીજે 39 કરતાં 46.85 ટકા વધું ઉત્પાદન આપે છે. અને સીએસવી 20 કરતાં 22.66 ટકા વધું ઉત્પાદન આપે છે. આમ અનાજનું ઉત્તમ ઉત્પાદન આપતી નવી સુપર જાત ખેડૂતોને ઉગાડવા માટે હવે ભલામણ કરી દેવામાં આવી છે.
સકાચારા માટે તે બીજી જાતો કરતાં વધું સારી છે. તેના લાંબા-પહોળા પાંદડા પશુચારા માટે ઉત્તમ છે. છોડની ઊંચાઈ સારી છે. લીલી અને સુકી એમ બન્ને રીતે પશુના ખોરાક માટે સારી છે.
ગુજરાતમાં દુધાળા પ્રાણીઓના ચારા અને ઘાસચારાની સુરક્ષા માટે એક નવી જુવારની જાતિ “ગુજરાત જોવાર 43 (જીજે 43)” શોધી છે જે પશુચારાનો પ્રશ્ન ઉકેલી શકે તેવી ક્ષમતા ધરાવે છે. આ વેરાયટી એસ.કે.જૈન અને અને પી.આર.પટેલે ડીસાના જુવાર સંશોધન કેન્દ્રમાં શોધી છે.
ઉત્પાદન
ગુજરાતમાં જુવારનું ખરીફમાં 31670 હેક્ટર અને રવીમાં 25320 હેક્ટર મળીને કુલ 56980 હેક્ટરમાં વાવેતર થાય છે. 77430 ટન જુનાર 2019-20માં પેદા થઈ હતી. હાલ ઉત્પાદકતા 1358 કિલો છે તેમાં સારો એવો વધારો નવી જાતથી થઈ શકે તેમ છે. પશુચારામાં પણ સારો એવો વધારો આ નવી વેરાયટીથી થઈ શકે છે.