દિલીપ પટેલ
ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2020
લશ્કર વગરની કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીને લઈને ફરી એક વખત આંતરિક મરો અને કાપો કરવાની જીદ પર જઈ રહી છે. રાજ્યસભાની ટિકિટ માટે શક્તિ ગોહિલ અને અર્જુન મોઢવાડીયા વચ્ચે આ વખતે મારો કાપોની લડાઈ શરૂ થઈ છે. આ બન્ને નેતા ખૂટલ એવા અહેમદ પટેલના જૂથના ડાબેરી અને જમણેરી છે. તેઓ માહોંમહેં લડી મરે એવા કાવાદાવા કરી રહ્યાં છે. કોંગ્રેસના કાર્યકરો માને છે કે, આ લડાઈનું મૂળ શક્તિ ગોહિલ છે. તેઓ રાજ્યસભાની ટિકિટ લઈને દિલ્હીમાં પોતાનો પગ રાખવા માંગે છે. પણ તેઓ ગુજરાતમાં 5 વર્ષથી પ્રજાની વચ્ચે ક્યારેય રહ્યાં નથી. હવે તેમને ટિકિટ જોઈએ છે જેની સામે અર્જુન મોઢવાડિયાને વાંધો છે, અર્જુન મોઢવાડિયા કાયમ પ્રજાની વચ્ચે રહ્યાં છે. એવું કોંગ્રેસના નેતાઓ માની રહ્યાં છે. તેમ પક્ષના સૂત્રો કહી રહ્યાં છે.
રાજ્યમાં 26 માર્ચ 2020માં રાજ્યસભાની ખાલી પડનારી 4 બેઠકોની ચૂંટણી થવાની છે. ત્યારે તે પહેલાં ગુજરાત કોંગ્રેસને તોડી ફોડીને પક્ષાંતર કરાવીને ભાજપ 4 માંથી 3 બેઠક જીતવા તૈયારી કરે છે. કારણ કે હાલ તેના 3 સાંસદો છે. પણ ભાજપના નબળા નેતા વિજય રૂપાણીના કારણે વિધાનસભાની 2017ની ચૂંટણીમાં 99 ધારાસભ્યો જ ચૂંટાયેલા હોવાથી 4 માંથી હવે 2 બેઠક જીતે તેમ છે. તેથી કોંગ્રેસના ટોચના નેતાઓના સંપર્કો ભાજપના નેતાઓએ પક્ષાંતર કરાવવા ખરીદ વેચાણ કરવાની તૈયારી કરી છે. જેમાં કોંગ્રેસના નેતાઓ ટ્રેપમાં આવી ગયા છે.
બે બેઠકો માટે માંગણી કરનારા મધુસુદન મિસ્ત્રી (હાલ ચાલુ), શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સોનલ પટેલ, ભરત સોલંકી, ગૌરવ પંડ્યા, હિંમાશુ, તુષાચ ચૌધરી છે. આમાં 80 ટકા અહેમદ પટેલના ડાબા જમણાં છે. પણ હવે દિલ્હીમાં અહેમદ પટેલનું કંઈ ઉપજતું નથી. તેઓ તેઓ ગુજરાતમાં ફરી પ્રદેશ પ્રમુખ બનવા માંગે છે. એ ત્યારે જ બને કે પક્ષ અંદરથી લડી મરે. તેથી આ સમગ્ર કાવતરામાં અહેમદ પટેલની ભૂંડી ભૂમિકા છે.
ધારાસભ્ય ભગા બારડ અને પદ્યુમન જાડેજા કોંગ્રેસને દગો દેવાની તૈયારી કરી રહ્યાં છે. તેઓને ટિકિટ અર્જુન મોઢવાડિયાએ અપાવી અને જીતાડી આપ્યા હતા. તેઓ જ્યારે આફતમાં આવે છે ત્યારે તેમની મદદ કરવા આ નેતા હંમેશ તૈયાર હોય છે. હવે જો અર્જુન મોઢવાડિયાને રાજ્યસભાની ટિકિટ નહીં અપાય તો આ બન્ને ધારાસભ્યો અડુક દડુક કરીને ભાજપમાં જતાં રહે એવો તખ્તો ઘડાઈ ગયો છે. જો મોઢવાડિયાને ટિકિટ અપાય તો આ બન્ને કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસમાં રહેશે નહીંતર ભાજપમાં પક્ષપલટો કરશે. ભાજપની આવી ઓફર તો સ્ટેનંડિંગ હોય છે. સત્તા ટકાવી રાખવા માટે અમિત શાહ કાયમ પક્ષાંતર કરાવવા થેલી ખુલ્લી રાખે છે. અર્જુનભાઈ કહે તો આ બન્ને ધારાસભ્યો માને તેમ છે, નહીંતર ગયા સમજો.
અર્જનનું ટ્વીટ્ટ
અર્જુન મોઢવાડિયાએ 15 ફેબ્રુઆરી 2020એ ટ્વીટ કરીને આરોપ લગાવ્યા છે કે, દિલ્હીમાં કેટલાક બની બેઠેલા નેતાઓ છે. રાજ્ય કે જિલ્લામાં જેમની કોઇ પકડ નથી તેઓ દિલ્હીમાં બેઠા છે. રાજ્યના સિનિયર નેતાઓને ક્યારેક મળે છે. હાર બાદ ઉંચા પદ પર બેસીને અખિલભારતીય કોંગ્રેસ સમિતિને મીડિયા થકી સલાહ આપે છે! પક્ષ આવા નેતાઓને પહેલાં કાર્યકર્તા તરીકે કામ કરાવે. મોઢવાડિયાના આ ટ્વિટ બાદ ગુજરાત અને દિલ્હીના રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.
મોઢવાડિયાએ ટ્વિટમાં લખ્યું છે કે, ‘આપણામાંના કેટલાક ‘જ્ઞાની’ નેતાઓ દિલ્હીમાં રહે છે, રાજય, જિલ્લા કે ગામડાઓમાં તેમનું કોઈ મૂળ(વજુદ) નથી, કાર્યકરોને તેમણે ભગવાન ભરોસે છોડી દીધા છે, પ્રદેશના જ સિનિયર નેતાઓને તેઓ ભાગ્યે જ મળે છે. દરેક પરાજય પછી ઉંચા પદ પર બેસીને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિને મીડિયા થકી સલાહ આપે છે!.. પાર્ટીએ તેમને થોડા મહિનાઓ સુધી એક કાર્યકર તરીકે કામ કરવાની ફરજ પાડવી જોઈએ’ મોઢવાડિયાએ ટ્વિટ કરીને ગુજરાતના કયા શકિતશાળી નેતા ઉપર નિશાન તાકયું છે?
શક્તિ ગોહિલ ટ્વીટ્ટી બન્યા
શકતિસિંહ ગોહિલને તેમણે ખરી રીતે ટાર્ગેટ કર્યા છે. શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસનું નખ્ખોદ કાઢી નાંખ્યું છે. તેઓ અને અહેમદ પટેલ સાથે રહીને ગુજરાતમાં કોંગ્રેસનું કાસળ કાઢી નાંખ્યું છે. હવે તેઓ અર્જુન મોઢવાડિયાના મોઢે ચઢી ગયા છે.
પ્રજાથી દૂર શક્તિ ગોહિલ
ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા ૩૦ વર્ષથી સત્તાથી દૂર છે, તેની પાછળના મુખ્ય કારણોમાં નેતાઓની વ્હાલાં-દવલાં અને મારા-તારાની નીતિ જવાબદાર છે. કોંગ્રેસમાં સંગઠનથી માંડીને લોકો સાથે સીધો સંપર્ક સ્થાપવાને બદલે નેતાઓ માત્ર નિવેદનો કરીને કામગીરી કર્યાનો સંતોષ માને છે. શક્તિસિંહ ગોહીલ ક્યારેય પ્રજાની વચ્ચે જતાં નથી.
મોઢવાડીયાની ટવીટથી સમગ્ર કોંગ્રેસ બેડામાં તેમજ કાર્યકતાઓમાં ચર્ચાએ જોર પકડયું છે. બધા કાર્યકતાઓ એ જાણવા મથી પડયા છે કે ટવીટ કોના માટે કર્યું છે?
પક્ષાંતરનો ભાવ શું ચાલે છે ?
અગાઉ જ્યારે ભાજપે કોંગ્રેસના ધારાસભ્ય ખેરવેલાં છે તેઓને રૂ.16 કરોડથી 32 કરોડ આપેલા છે. આવી ઓફર કરવામાં આવી હોવાનું કોંગ્રેસના જ તે સમયના ધારાસભ્યોએ જાહેર કર્યું હતું. ફરી રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે. તેમાં ભાજપે પક્ષાંતર કરાવવાની તૈયારી કરી છે.
2022માં સત્તા ભાજપની રહેશે
કોંગ્રેસના ધારાસભ્યોની માનસિકતા થઈ ગઈ છે કે, 2022માં પણ ભાજપની સરકાર બનાવાની છે તેથી ભાજપ જો ઓફર આપે તો પક્ષપલટો કરી લઈને રૂ.16 કરોડથી ળઈને રૂ.32 કરોડ સુધીમાં શોદો કરી લેવો. જામનગરમાં એક ધારાસભ્ય પક્ષાંતર કરીને હારીને હવે કરોડોની સંપત્તિના માલિક રાતોરાત થઈ ગયા છે. આવી તપાસ જો આઈટી વિભાગ કરે જો જે પણ સંસ્થામાં પક્ષાંતર થયા છે ત્યાં કાળુ નાણું મળી શકે તેમ છે.
અહેમદ પટેલ વિલન
ફરી એક વખત કોંગ્રેસના જ નેતાઓ કોંગ્રેસને ખતમ કરવા માટે તૈયારી કરી રહ્યાં છે. જેમાં અહેમદ પટેલ વિલનની ભૂમિકામાં છે. તેઓ છેલ્લાં 19 વર્ષથી મોદીને મદદ કરી રહ્યાં છે ફરી એક વખત કરે તો નવાઈ નહીં. ભાજપની તૈયારી એક ડઝન ધારાસભ્યોને ખેરવીને બીજી એક બેઠક જીતી લેવાની છે.
અમિત શાહ ગુજરાતમાં 3 દિવસ માટે છે ત્યારે તેઓ આ ખેલ પાડી શકે છે.
શંકરસિંહથી શરૂઆત
શંકરસિંહથી શરૂ કરીને કોંગ્રેસથી રાજપૂત ધારાસભ્યો પક્ષાંતર કરી રહ્યાં છે. હવે તેમાં અબડાસા કોંગ્રેસના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ તાજેતરમાં એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપી હતી. ભાજપના 3 પ્રધાનો કુંવરજી બાવળિયા. જવાહર ચાવડા, ધર્મેન્દ્ર જાડેજા તેમજ જીઆઇડીસીના ચેરમેન બલવંત રાજપૂતને ભાજપના હાઇકમાન્ડે જવાબદારી સોંપી છે, કે મોં માંગ્યું પક્ષાંતર કરાવો. ચારેય નેતાઓ કોંગ્રેસનું લોહી ધરાવે છે.
કોંગ્રેસ પાસે છેલ્લા 28 વર્ષથી સત્તા નથી અને 2022નું ભાવિ પણ અંધકારમય લાગે છે. તેમને હવે અમિત શાહ દેખાય છે. જેઓ મોં માંગ્યો પક્ષપલટો કરાવવા માટે જાણીતા છે.
ચાર બેઠકોની લડાઈ
રાજ્યસભાની કોને કેટલી બેઠકો મળશે તે પક્ષાંતર નક્કી કરશે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં હાલના સંખ્યાબળને જોતાં ભાજપને બે અને કોંગ્રેસને બે બેઠકો મળે તેમ છે. ભાજપની સભ્યસંખ્યા 103 છે અને કોંગ્રેસના સભ્યોની સંખ્યા 72 છે. કોંગ્રેસના 8 ધારાસભ્યો ક્રોસ વોટીંગ કરે તો ભાજપને ત્રણ અને કોંગ્રેસને એક બેઠક મળે તેમ છે. ભાજપના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે થેલી ખૂલ્લી મૂકી છે.
અહેમદ પટેલની ચંડાળ ચોકડી
દિલ્હીના મનમાં શું ચાલી રહ્યું છે આ 7 નેતાઓ જાણતા નથી. આ સાતેય નેતાઓ લડી મરીને કોંગ્રેસને મારશે તો તેમના એક પણને રાજ્યસભાની ટીકીટ નહીં આપવામાં આવે. અહેમદ પટેલની કલંકીત ચંડાળ ચોકડીને રાજકારણમાંથી કાયમને માટે ફેંકી દેવી જોઈએ એવું નેતાઓ માનતા થયા છે. ગુજરાત કોંગ્રેસને સત્તા પર લાવવા માંગતા અને ભાજપને હાંકી કાઢવા માંગતા પક્ષ બહારના લોકો દિલ્હીને સલાહ આપી રહ્યાં છે. allgujaratnews.in@gmail.com