દુબઈથી અમદાવાદની 5 વર્ષમાં 46 ટ્રીપ મારી ભાર્ગવ તંતીએ 761 કિલો દાણચોરીનું સોનું ઘુસાડયું
અમદાવાદ, 17 ડિસેમ્બર 2020
દુબઈથી અમદાવાદની ટ્રીપ મારી ગેરકાયદેસર રીતે રૂ.1300 કરોડનું દાણચોરીનું સોનું અમદાવાદમાં ઘુસાડનાર ગેંગનો કસ્ટમ વિભાગે પર્દાફાશ કરી કોફેપોસા હેઠળ ધરપકડ કરવા કાર્યવાહી કરી હતી. જોકે ૫ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ક્રાઇમબ્રાન્ચની ટીમએ આરોપી ભાર્ગવ તંતીને ઝડપી લીધો છે. સેટેલાઈટ કલારથ એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મજ્ઞા અરવિંદ કુમાર ત્રિવેદી, હીના રૂતજ્ઞા ત્રિવેદી, શાહપુર બોરડીવાલી પોળ દરવાજાનો ખાંચામાં રહેતા મુકેશકુમાર ભાઈશંકરભાઈ ત્રિવેદી અને મેમ્કો વકીલની ચાલીમાં રહેતા બિરેન્દ્રસિંગ યાદવનો સમાવેશ થાય છે.
બીજા ચાર ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી તબક્કાવાર દુબઈથી અમદાવાદની ટ્રીપ મારી 5 આરોપીઓએ 1300 કરોડનું દાણચોરીનું સોનું અમદાવાદમાં ઘુસાડયું હતું. જેમાં ભાર્ગવ તંતીએ 2013થી 2018ના સમયગાળા દરમિયાન 46 ટ્રીપ મારી દાણચોરીનું 761 કિલો દાણચોરીનું સોનું ભાર્ગવ તંતીએ ઘુસાડયું હતું.
કસ્ટમ વિભાગએ કાર્યવાહીના ભાગરૂપે હાજર થવા માટે ભાર્ગવ સહિતના આરોપીઓને નોટીસ મોકલવામાં આવી પણ હાજર થયા ન હતા. જેથી ડેપ્યુટી સેક્રેટરી કસ્ટમ વિભાગ દ્વારા દાણચોરોને કોફેપોસા હેઠળ અટક કરવા માટે 2 ઓગસ્તાટ 2019ના રોજ હુકમ કરવામાં આવ્યો હતો.
આ આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવા માટે કસ્ટમ વિભાગે પોલીસ કમીશનરને જાણ કરી હતી. જેના પગલે ક્રાઇમબ્રાન્ચે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. ક્રાઈમબ્રાન્ચે તપાસ કરતા આરોપી ભાર્ગવ કનુભાઈ તંતી, પ્લેઝન્ટ રેસિડન્સી,પુષ્પકુંજ,કાંકરિયા મણિનગરમાં રહેતો હતો.
મૂળ અમરેલી ખાતેના ખાંભા તાલુકાના ઈંગોરાડા ગામે હોવાની વિગત મળી હતી. હકીકત આધારે આરોપી ભાર્ગવને ઝડપી કૃષ્ણનગર પોલીસને સોંપવામાં આવ્યો છે.
1300 કરોડનું સોનું અગાઉ પણ પકડાયું હતું
17 ઓક્ટોબર 2019ના રોજ રૂ. 1300 કરોડના 4000 કિલો સોનાની ભારતમાં દાણચોરી કરવા માટે જવાબદાર રુતુગ્ના ત્રિવેદીની કસ્ટમ્સ અને સેન્ટ્રલ આબકારી વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેણે આ સોનાની 5 વર્ષના ગાળામાં દાણચોરી કરી હતી.
ગુજરાતમાં સોનાની દાણચોરીનો આ સૌથી મોટો મામલો હતો. આરોપીને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયો હતો. જૂન 2019માં કસ્ટમ્સ વિભાગે અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર 24 કિલો સોનું ભરેલી ટ્રક કબજે કરી હતી.
પોલીસ હવે સોનાની દાણચોરીમાં સંડોવાયેલા અન્ય 7 ફરારની શોધ કરી રહી છે, કસ્ટમ્સ વિભાગે નીતા પરમારની પણ ધરપકડ કરી હતી, જેણે તસ્કરોના તમામ હિસાબો સંભાળ્યા હતા.
ધરપકડ કરાયેલા લોકો વિદેશી વિનિમય સંરક્ષણ કાયદા અને ટ્રાફિકિંગ નિવારણ અધિનિયમ (કોફેપોસ), 1974 હેઠળ નોંધાયેલા છે.