અમદાવાદ અદભૂત મોબાઈલ કોરોના ટેસ્ટીંગ વાન શરૂ કરાઈ

ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ વાન
ફાસ્ટ ટેસ્ટીંગ, આઈસોલેશન સુવિધા અને ઝડપી ટેસ્ટીંગના પગલે ઝડપી સારવાર એમ ત્રિવિધ સુવિધાઓ સાથે આ ટેસ્ટીંગ વાન અમદાવાદ જિલ્લાની કોરોના સામેની લડાઈ માટે આગવું હથિયાર

અમદાવાદ જિલ્લામાં આજથી કોવિડ-૧૯ મોબાઈલ ટેસ્ટીંગ વાન નો પ્રારંભ કરાયો છે. અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે  ફાસ્ટ ટેસ્ટીંગ, આઈસોલેશન સુવિધા અને ઝડપી ટેસ્ટીંગના પગલે ઝડપી સારવાર એમ ત્રિવિધ સુવિધાઓ સાથે આ ટેસ્ટીંગ વાન અમદાવાદ જિલ્લાની કોરોના સામેની લડાઈ માટે આગવું હથિયાર પુરવાર થશે.

અમદાવાદ શહેરનો રોગ અમદાવાદ જિલ્લામાં ફેલાય નહી તે માટે જિલ્લા તંત્ર દ્વારા  ટેસ્ટીંગ વાનનો પ્રારંભ કરાયો છે. સમગ્ર રાજ્યમાં આ પ્રકારની સુવિધા સર્વ પ્રથમ અમદાવાદ જિલ્લાને પ્રાપ્ત થઈ છે.

એ વાન આરોગ્યની ટીમની ભલામણ અને જિલ્લા આરોગ્ય તંત્રની વ્યૂહરચના પ્રમાણે તમામ તાલુકા મથકે અને ગામડાઓમાં મોકલવામાં આવશે. તાલુકા આરોગ્યની ટીમ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ વાનમાં અકત્ર કરશે. જિલ્લાના લોકોને ટેસ્ટ કરાવવા જિલ્લા મથકે નહી જવું પડે. તેને પગલે શહેરના કોઈ દર્દીના ચેપ લાગવામાંથી પણ તેઓ મૂક્ત રહી શકશે.

રૂરિયાત હશે તો આ ટેસ્ટીંગ વાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, નગરપાલિકા મથકે અને ગામડાઓમાં જ્યાં પણ આરોગ્યની ટીમ હશે ત્યાં જશે. આ વાનમાં બે બેઠક છે તેથી એક સાથે બે દર્દીઓઅના સેમ્પલ લઈ શકાશે. આરોગ્ય કર્મીઓની સલામતીને ધ્યાને લઈને આ કર્મીઓ સલામત અંતર રાખીને કોઈ પણ દર્દીનું સેમ્પલ લઈ શકશે.

 

આ વાનના પગલે ટેસ્ટીંગમાં ઝડપ આવશે અને શંકાસ્પદ દર્દીઓની ત્રણ સર્વે દરમ્યાન અગાઉથી ઓળખ કરી રાખી હોઈ ખુબ ટુંકા સમયમાં સમગ્ર જિલ્લાને આવરી લેવાશે. કોરોના શંકસ્પદ દર્દીને પણ શહેરમાં ટેસ્ટ કરાવવા જવું નહી પડે એટલે તે રીતે પણ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધતી અટકાવી શકાશે.