[:gj]અમદાવાદીઓનો અધધધધ… 40 કરોડનો ટ્રાફિક દંડ ભરવાનો બાકી[:]

[:gj]અમદાવાદ શહેરમાં 2018થી ટ્રાફિકના નિયમો તોડતા કેમેરામાં ઝડપાયેલાં લોકોનાં ઈ-મેમો ઘરે મોકલવામાં આવે છે, પરંતુ અમદાવાદીઓએ હજુય 17 લાખ ઈ-મેમો ભર્યા જ નથી. છેલ્લા એક વર્ષમાં અમદાવાદના 111 જેટલા ટ્રાફિક જંક્શ પર લાગેલા કેમેરા દ્વારા કુલ 26.3 લાખ ઈ-મેમો જનરેટ થયા હતા. જેમાંથી 8.9 લાખ મેમોનો 18.5 કરોડ જેટલો દંડ ભરાયો હતો. જ્યારે, 17.4 લાખ જેટલા ના ભરાયેલા મેમોના દંડની રકમ 40.3 કરોડ રુપિયા જેટલી થવા જાય છે.

અમદાવાદીઓનું આ મામલે વર્તન સમજવા માટે ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી હૈદરાબાદ અને દિલ્હી સ્થિત ઈન્દ્રપ્રસ્થ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા સરવે કરવામાં આવ્યો હતો. જેમાં 26.3 લાખ જેટલા ઈ-મેમોનું એનાલિસિસ કરાયું હતું. અમદાવાદીઓએ આ ગાળામાં 1,000 રુપિયાથી ઓછો દંડ હોય તેવા 8.9 લાખ ઈ-મેમો ભર્યા હતા, જેની ટકાવારી કુલ ઈ-મેમોના 34% જેટલી થાય છે. જોકે, દંડની રકમ 1,000 રુપિયાથી વધારે હોય તેવા કિસ્સામાં માત્ર 19% ઈ-મેમો જ ભરવામાં આવ્યા છે.

સરવેમાં એ પણ જાણવા મળ્યું હતું કે ઓવરસ્પીડિંગના ઈ-મેમો લોકો ભરી દે છે, પરંતુ BRTS લેનમાં ઘૂસવા બદલ મળેલો મેમો ભરવાનું પ્રમાણ ઓછું છે. એવું પણ ધ્યાને આવ્યું છે કે ઈ-મેમો ના ભરનારાઓમાં મોટાભાગના લોકો વારંવાર નિયમો તોડે છે, અને તેમના નામે એકથી વધુ ઈ-મેમો જનરેટ થયા છે. સરવેમાં મળેલી માહિતી અનુસાર, 57 ટકા ઈ-મેમો રિપિટેડ ઓફેન્ડર્સને ઈશ્યૂ થયેલા છે.

સપ્ટેમ્બર 2019માં ટ્રાફિકના નિયમો કડક બનાવાયા હતા, અને દંડની રકમમાં પણ જંગી વધારો કરાયો હતો. નવાઈની વાત એ છે કે, સપ્ટેમ્બર 2019માં જનરેટ થયેલા ઈ-મેમોની સંખ્યા સપ્ટેમ્બર 2018માં જનરેટ થયેલા ઈ-મેમો કરતા 15% વધારે હતી.[:]