અમદાવાદનો રિવર ફ્રંટ મોતનો માર્ગ, 11 વર્ષમાં 1869 આત્મહત્યા

Death Road, 1869 suicides in 11 years अहमदाबाद का रिवर फ्रंट डेथ रोड, 1869 11 वर्षों में आत्महत्याएँ

અમદાવાદ, 20 ડિસેમ્બર 2024
અમદાવાદનો સાબરમતી રિવરફ્રંટ મોતનો માર્ગ બની ગયો છે. સાબરમતી નદીની પશ્ચિમ બાજુએ 18.90 કી.મી. અને પૂર્વ બાજુએ 18.10 કી.મી. એમ બંને કાંઠે 37 કી.મી.નો ચાલવા માટેનો રસ્તો રૂ.2 હજાર કરોડના ખર્ચે બનાવેલો છે. જે 11 વર્ષથી મોતનો માર્ગ બની ગયો છે.

સ્થળ તપાસ કરતાં રિવર ફ્રંટના વોક વે ઉપર 50% જ સિક્યોરિટી ગાર્ડની હાજરી જોવા મળી હતી. આમ ઓછા સલામતી રક્ષકો રાખવામાં મોટું કૌભાંડ આત્મહત્યા માટે કારણ છે.

24 કલાક માટે 8 કલાકની ઍક શિફ્ટ મુજબ પૂર્વ રિવર ફ્રંટ વોક વે ઉપર 44 અને પશ્ચિમ રિવર ફ્રંટ વોક વે ઉપર 53 સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે.

રિવર ફ્રંટ વોક વે ઉપર SRFDCL દ્વારા રિવર ફ્રંટની પૂર્વ બાજુએ પ્રથમ શિફ્ટમાં 19, બીજી શિફટમાં 16, અને ત્રીજી શિફ્ટમાં 9 સલામતી રક્ષકો મૂકવા માટે ઠેકો આપેલો છે.

પશ્ચિમ બાજુએ વોક વે ઉપર પ્રથમ શિફ્ટમાં 20, બીજી શિફટમાં 20 અને ત્રીજી શિફ્ટમાં 13 પ્રાઈવેટ એજન્સીના સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવેલા છે.

સિક્યુરિટી ગાર્ડની જવાબદારી રિવરફ્રંટની મિલકતને નુકશાન ન થાય, રિવર ફ્રંટ વોક વે ઉપરથી કોઈ વ્યક્તિ આત્મહત્યા ન કરે તથા આત્મહત્યા કરવાનો પ્રયાસ ના કરે તે જોવાનું, રિવર ફ્રંટ વોક વે ઉપરથી કોઈ વ્યક્તિ નદીને પ્રદુષિત ન કરે તે જોવાનું છે.

પરંતુ રિવર ફ્રંટ વોક વે ઉપરના સિક્યોરિટી એજન્સી પોતાની ફરજ અને જવાબદારી નિભાવવવામાં નિષ્ફળ નીવડી છે.

ઉપરોક્ત કુલ 37 કી.મી.ના વોક વે રસ્તા ઉપરથી કોઈ પણ વ્યક્તિ કૂદી આત્મહત્યા કરે કે દુર્ઘટના થાય તે દિશામાં SRFDCL દ્વારા કે AMC દ્વારા કોઈ પણ પ્રકારની નાગરિકોની સુરક્ષાના ભાગરૂપે કાર્યવાહી કે નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે છેલ્લા 11 વર્ષમાં SRFDCL ના વોક વે ઉપરથી નદીમાં કૂદીને ડૂબી આત્મહત્યા કરવાથી 1800 કરતા વધુ લોકોના મૃત્યુ થયા છે.

રિવર ફ્રંટ ખાતે ફાયર સ્ટેશન ન હોવાથી આત્મહત્યા કરવાની ઘટનાઑ વધી રહી છે. છેલ્લા 11 વર્ષમાં 247 મહિલાઓ, 1586 પુરુષો 36 બાળકો મળી કુલ 1869 લોકોના મૃત્યુ થયા છે.

466 લોકોએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં બચાવી લેવામાં આવ્યા છે. જમાલપુર ફાયર સ્ટેશન અને શાહપુર ફાયર સ્ટેશન જે રિવર ફ્રંટથી 1.5 કી.મી. દૂર છે તેમ જ નવરંગપુરા ફાયર સ્ટેશન અને સાબરમતી ફાયર સ્ટેશન કે જે રિવર ફ્રંટથી 4 થી 5 કી.મી. દૂર છે.

પહોયતા 7 થી 15 મિનિટ લાગે છે. બચાવ માટે 3 મિનિટ જરૂરી છે.

લોકોને બચાવી શકાય તે માટે ફાયર વિભાગ દ્વારા ભરત માંગેલ નામના ફાયર મેનની નિમણૂક રિવર ફ્રંટ ખાતે કરવામાં આવી છે. ભરત મંગેલ પોતાની ફરજની જગ્યા ઉપર હાજર જણાતા નથી. 2 રિવર બોટ આપવામાં આવી છે. બંને રિવર બોટ બંધ હાલતમાં છે.

સીસીટીવી કેમેરા નથી. જેનાથી નદીમાં કે વોક વે રસ્તા ઉપર શું થઈ રહ્યું છે તે સ્થળે લાઈવ દ્રશ્યો જોઈ શકાતું નથી.