Air ambulance not started to save 2 thousand people from death in accident, in Guj. हादसे में 2 हजार लोगों को मौत से बचाने के लिए गुजरात में एयर एंबुलेंस शुरू नहीं हुई
દિલીપ પટેલ
અમદાવાદ, 24 મે 2024
ગુજરાત સરકારની ભંગાર એવી એર એમ્બુલન્સ છે. 108એ એર એમ્બુલન્સથી 26 અંગ, 15 દર્દીઓ માટે 42 વખત એરલિફ્ટ કર્યાં છે. જેમાં એક ફ્લાઈટના 2 લાખ રૂપિયા સરેરાશ આવક મેળવાય છે. 22 મે 2024માં સરકારે એરએમ્બ્યુલંસ અંગે કેટલીક જાહેરાત કરી હતી. જેમાં માર્ગ કે અન્ય અકસ્માતમાં લોકોના મોત ઘટાડવા માટે એરએમ્બ્યુલન્સ શરૂ કરવાની કોઈ વાત કરી ન હતી.
પણ જ્યાં ઈમરજન્સી હોય એવા અકસ્માત, કુદરતી આફતોમાં એરએમ્યુલન્સનો ઉપયોગ કરાયો નથી. મુખ્ય પ્રધાન પોતે 200 કરોડનું પ્લેન ખરીદ કરે છે અને તેમાં ઉડે છે તો એ પ્લેન 200 દિવસ તો પડી રહે છે. આ પ્લેનનો ઉપયોગ માર્ગ અકસ્માતમાં લોકોને બચાવવા માટે કરવો જોઈએ. અથવા નવી એરઅમ્બ્યુલન્સ ખરીદીને પ્રજાના જીવ બચાવવા શરૂ કરવી જોઈએ. અથવા હેલીકોપ્ટર વસાવવું જોઈએ.
રોજ 50 લોકો અકસ્માતમાં મોતને ભેટે છે. જેમને જો એક એમ્બ્યુલંસ આપવામાં આવે તો વર્ષે 19થી 20 હજાર લોકોના મોતમાંથી ઘણાને બચાવી શકાય તેમ છે. એક અંદાજ છે કે જો એરએમ્બ્યુલંસ મળે તો 10 ટકા લોકોનો જીવ બચાવી શકાય છે. મતલબ કે વર્ષે 2 હજાર લોકોને બચાવી શકાય તેમ છે.
દેશમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવા મામલે ગુજરાત પ્રથમ રાજ્ય છે. 21 માર્ચ 2022ના દિવસે એર એમ્બુલન્સ સેવાનો પ્રારંભ કર્યો હતો
એર એમ્બ્યુલન્સ સેવા માટે પ્રતિ કલાક 50થી 60 હજાર ભાડું છે. 108 મારફતે બુક માટે 50 હજાર ભાડુ, વ્યક્તિ બુક કરે તો 65 હજાર ભાડું છે. હોસ્પિટલ માંગણી કરે તો 55 હજાર ભાડું છે. ગુજરાત સરકારનું એવિએશન વિભાગ અને 108 ઇમરજન્સી સેવા દ્વારા કરવામાં આવે છે. 108 પર ફોન કરીને એમ્બ્યુલન્સ નોંધણી કરી શકે છે. ખાનગી એર એમ્બ્યુલન્સ સેવા દર્દીઓના કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના ફ્લાઈંગ અવરના રૂ 1 લાખથી 1.25 લાખ ચાર્જ કરે છે.
31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ 6 દર્દીઓએ લાભ લીધો જ્યારે 9 ઓર્ગન મોકલવામા આવ્યા હતા. 8 મહિનામાં 7 દર્દી અને 10 ઓર્ગન ટ્રાન્સપોર્ટ માટે થયો ઉપયોગ થયો હતો. 6 જાન્યુઆરી 2023 સુધીમાં 16 દર્દીને એરઅમ્યબ્યુલંસ આપવામાં આવી હતી.
બે વર્ષમાં તબીબી કટોકટીમાં 14 દર્દીઓના જ કામમાં આવ્યું છે. 108 દ્વારા અમદાવાદ સહિત રાજ્યમાં ઊભી થતી વિવિધ પ્રકારની મેડિકલ ઇમરજન્સીમાં એમ્બુલન્સ દ્વારા સેવા પૂરી પડાય છે. 108એ એર એમબ્યુલન્સ દ્વારા 26 અંગ અને 14 દર્દી મળીને 41 એરલિફ્ટ કર્યા છે.
બ્રેઈન ડીસીસ – 2 કેસ
કાર્ડિયાક – 2 કેસ
લન્ગ ડિસિઝ – 2 કેસ
પેરાલીસીસ – 1 કેસ
પોઈઝનીંગ ડ્રગ ઓવરડોઝ – 1 કેસ
કિડની અને લીવરના 8 કેસ
હાર્ટના 6 કેસ
લીવરના 1 કેસ
હાથના 1 કેસ
ક્યાં શહેરથી દર્દી લઈ જવાયા
સુરતથી અમદાવાદ 13
ભુજથી અમદાવાદ 4
રાજકોટથી અમદાવાદ 3
મુંબઈથી અમદાવાદ 2
રાજકોટથી મુંબઈ 2
અમદાવાદથી ચેન્નાઇ 1
અમદાવાદથી મુંબઈ 1
ભાવનગરથી સુરત 1
ભોપાલથી અમદાવાદ 1
અંકલેશ્વરથી અમદાવાદ 1
નાસિકથી અમદાવાદ 1
ભુજથી ચેન્નાઇ 1
ભુજથી મુંબઈ 1
દિલ્હીથી અમદાવાદ 1
ગોવાથી અમદાવાદ 1
જૂનાગઢથી અમદાવાદ 1
રાજકોથી ચેન્નાઇ 1
રાજકોટથી સુરત 1
સુરતથી કોચી 1
દહેરાદુનથી સુરત 1
વડોદરાથી અમદાવાદ 1
વેરાવળથી અમદાવાદ 1
20 વર્ષ જુનું એરક્રાફટ અવારનવાર માંદગીના બિછાને પડયું રહે છે. અંગ પ્રત્યાર્પણ અને ઇમરજન્સી કેસમાં ખાનગી ચાર્ટર્ડ એરક્રાફટ ફરજિયાત ભાડે કરવા પડે છે. મુખ્ય પ્રધાને તે 20 વર્ષ સુધી વાપરીને ભંગારમાં કાઢ્યું હતું. તેમને હવે તે જોખણી લાગી રહ્યું છે. તેથી પ્રજાને તે વાપરવા આપ્યું છે. હવે તે ગુજરાત સરકાર એક ખાનગી કંપની સાથે મળીને એર એમ્બ્યુલન્સ તરીકે વાપરે છે. અગાઉ ગુજરાતના મુખ્ય પ્રધાનનું સત્તાવાર વિમાન હતું.
ગુજરાત સરકારની એર એમ્બ્યુલન્સ, જે GVK-EMRI સાથે ભાગીદારીમાં ખાનગી રીતે ચલાવે છે. ગંભીર દર્દીઓ માટે અથવા પ્રત્યારોપણ માટે મહત્વપૂર્ણ અવયવોના પરિવહન માટે ઉપયોગ કરવા માટે ઘણી વખત કામ આવતું નથી.
મેડિકલ ટ્રાન્સપોર્ટ સર્વિસ તરીકે શરૂ થયા પછી એર એમ્બ્યુલન્સે બે વર્ષમાં માત્ર 40 વખત ઉડી શક્યું છે. તે ફ્લાઇટ્સ પૂર્ણ કરી શકતું નથી. 21 માર્ચ 2022થી શરૂૂઆત થઈ હતી. ત્યારથી સરેરાશ તેનો ઉપયોગ 18 દિવસે થયો છે.
બે વર્ષમાં એરક્રાફ્ટે 26 વખત અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે, 14 ટ્રિપમાં દર્દીઓ માટે કામ આવ્યું છે. તેમાં 4 મગજના સ્ટ્રોક, 3 કેસ કાર્ડિયાક, 2 ફેફસાના રોગોના હતા. એક એક દર્દી ન્યુરોલોજીકલ ઘટના, લકવો, ડ્રગ ઓવરડોઝ, અસ્થિભંગ અને કિડનીના હતા. પ્રત્યારોપણ માટે માનવ અવયવો માટે ઉડાનની સંખ્યા લગભગ બમણી છે. 54 અંગોનું પરિવહન કરવામાં આવ્યું છે. અંગોની 26 ટ્રિપ્સમાંથી, 14 કિડની અને લિવરના એકસાથે પરિવહન થયા હતા. 8 ટ્રિપ્સ હૃદયના ટ્રાન્સપ્લાન્ટ માટે હતી. 2 ટ્રિપ લિવર માટે અને 1 ટ્રિપ હાથના અંગો માટે હતી. 1 દ્રદય અને 1 ફેફસા માટે હતી.
વિમાન અનિશ્ચિત સમય માટે ઘણી વખત મોડું થયું છે. દર્દીઓને કામમાં આવતું નથી. 2024ના પ્રથમ ચાર મહિનામાં અમદાવાદની બે મોટી હોસ્પિટલોને બીજા વિમાનો લેવા પડ્યા હતા. મોંઘી ચાર્ટર્ડ ફ્લાઇટ્સ ભાડે લેવી પડે છે. ગ્રીન કોરિડોર તૈયાર કરાતો હોય છે. અન્ય રાજ્યમાં છે. તેવા સમયે અંગ લઈ જવા માટે એર એમ્બ્યુલન્સ ખુબ ઉપયોગી નીવડે છે. કેટલાક કિસ્સાઓમાં આકસ્મિક ઘટના બને અને દર્દીને ગોલ્ડન અવરમાં જે ટ્રિટમેન્ટ મળવી જોઈએ તેના માટે પણ એર એમ્બ્યુલન્સ આશિર્વાદ સમાન બની જાય છે.
દર્દીને ગુજરાતના જ કોઈ અન્ય શહેરમાં શિફ્ટ કરવાનો હોય તો રાજ્યના અન્ય એરપોર્ટ ઉપરથી બીજી એમ્બ્યુલન્સ-108 દ્વારા રિસીવ કરીને જે તે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે. આમ જો દર્દી કે ઓર્ગનને ગુજરાત રાજ્યમાં જ શિફ્ટ કરવાનો હોય તો બંને તરફ એમ્બ્યુલન્સ સેવા આપવા આવે છે.
સુરત અને અમદાવાદ વચ્ચે એર એમ્બુલન્સમાં 12 અંગ લઈ જવાયાં હતા. ગુજરાત સરકાર દ્વારા સબસિડીવાળા દરે શરૂ કરવામાં આવેલી એર એમ્બ્યુલન્સ સેવા છે. એમ્બ્યુલન્સ એરક્રાફ્ટની વિશેષતા એ છે કે તે અત્યંત ટૂંકા રનવે પર ઉતરાણ કરવાની ક્ષમતા ધરાવે છે.
સાધનો
એર એમ્બ્યુલન્સમાં ECG મશીનો, વેન્ટિલેટર, જરૂરી મેડિકલ સાધનો અને મેડિકલ એક્સપર્ટ્સ સાથે મેડિકલ રીતે સજ્જ વિમાન હોવું જોઈએ. એર એમ્બ્યુલન્સ સુનિશ્ચિત કરે છે કે દર્દીને શક્ય તેટલા ઓછા સમયમાં શ્રેષ્ઠ સારવાર આપી શકાય. મેડિકલ કર્મચારીઓ, વિમાન પાર્કીંગ, એરક્રાફ્ટ મેન્ટેનન્સ ખર્ચાળ છે. મોંઘો ચાર્જ દર્દીના અગાઉથી જ સંઘર્ષ કરી રહેલા કુટુંબ પર નાણાકીય તાણ બની જાય છે. એર એમ્બ્યુલન્સ ઈન્શ્યુરન્સ દ્વારા આવરી લેવામાં આવે છે.
ઝાયડસ
ઝાયડસ હોસ્પિટલે ગુજસેલ (GujSAIL) સાથે કામ કરવાનું શરૂ કર્યું છે. ગુજરાતમાંથી દર્દીઓ માટે હોસ્પિટલ સુધી પહોંચવાની ઝડપી કામ શરૂ કર્યું છે.
ઝાયડસ હોસ્પિટલ દ્વારા 25 મે 2022માં લાઈફસેવિંગ ટ્રાન્સપ્લાન્ટેશન સર્જરી- 1 લીવર અને 2 કિડની માટે માનવ અવયવો લાવવા માટે ગુજરાતની પ્રથમ એર એમ્બ્યુલન્સ ફ્લાઈટ ઉપાડી હતી. ત્રણ અમૂલ્ય જીવનને બચાવવા માટે કામ શરૂ કર્યું હતું. કેશોદથી અંગો લઈને એર એમ્બ્યુલન્સ મારફતે ટ્રાન્સપ્લાન્ટેશન માટે અમદાવાદ લાવવામાં આવી તે પ્રથમ ઘટના હતી.
ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનમાં સમય સૌથી અગત્યનો હોય છે. એક વખત અંગો બહાર કાઢી લેવામાં આવે ત્યારે તેને શક્ય તેટલી ઝડપથી ટ્રાન્સપ્લાન્ટ કરવાના હોય છે.
ગુજસેઈલના સીઈઓ કેપ્ટન અજય ચૌહાણ હતા. ગુજસેઈલના કન્ટિન્યુઈંગ એરવર્થિનેસ મેનેજર દેવાંગ પટેલ હતા. કેપ્ટન લક્ષ્મણ અને કેપ્ટન રાજેશ દ્વારા પાયલોટ કરાયેલ બીકક્રાફ્ટ કિંગ એર 200 એ વિશ્વમાં એર એમ્બ્યુલન્સ તરીકે સૌથી વધુ વ્યાપક રીતે કાર્યરત એરક્રાફ્ટ છે.
108ની એમ્બ્યુલન્સમાં 15 વર્ષમાં મે 2022 સુધીમાં 1 કરોડ 35 લાખ દર્દીઓને ઇમરજન્સી સારવાર આપવામાં આવી હતી. પ્રેગ્નનસી કેસમાં 46 લાખ , રોડ અકસ્માતમાં 17 લાખ દર્દીઓ હતા. વર્ષે 1 લાખ દર્દીઓ અકસ્માતમાં ઘવાય છે. તેમાં તુરંત સારવાર ન મળવાના કારણે ઘણાં લોકોના મોત થાય છે.
રાજકારણ
2014માં આનંદીબહેન પટેલ મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેમણે ગુજરાત સરકાર ટુક સમયમાં ‘એર એમ્બ્યુલન્સ સેવા’ શરૂ કરશે તેવી જાહેરાત કરી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તો તેની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ હતી.
આનંદીબેનને મુખ્ય પ્રધાન પદેથી અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ હાંકી કાઢતાં આ પ્રોજેક્ટ અટવાઈ ગયો હતો.
નવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આવ્યા હતા. તેમણે પ્રજા માટે એરએમ્યુલંસ સેવા શરૂ કરવાના બદલે પોતાના વૈભવ માટે નવેમ્બર 2019માં રૂ. 191 કરોડ રુપિયાનું નવું બિઝનેસ જેટ (વિમાન) ખરીદ્યું હતું. બૉમ્બાર્ડિયર ચેલેન્જર 650માં ઇવસ્ટાર હૉટલના મિટિંગરૂમ જેવી વર્લ્ડ ક્લાસ લેવલની આલીશાન કૅબિનની સુવિધા છે.
એર એમ્બ્યુલંસ પ્રોજેક્ટ મંજૂરી મળી હોત તો તે 29 માર્ચ 2020માં ચાલું હોત. કોરોનામાં અસંખ્ય દર્દીઓને તુરંત સારવાર આપવામાં મદદરૂપ થયો હોત. પણ ભાજપની ખટપટ અને ખાયકીના કારણે તે શરૂં થઈ શક્યો ન હતો.
એર એમ્બ્યુલન્સ પ્રોજેકટની દરખાસ્ત 3 વર્ષમાં ત્રણ વાર મોકલાઈ પણ મંજુર કરાઈ ન હતી. માર્ચ 2020 પહેલાં મેડીકલ ટુરીઝમ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા ‘એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ’ની મોટા ઉપાડે જાહેરાત કર્યાં બાદ ત્રણ-ત્રણ વખત રજૂ થયેલી દરખાસ્તને સરકારે જ અભરાઈએ ચઢાવી દીધી હતી. બે મોટા રાજકીય નેતાઓની ખટપટ જવાબદાર હતી.
મેડીકલ ટુરિઝમના પાયામાં ઇમરજન્સીમાં દર્દીઓનું ટ્રાન્સપોર્ટેશન ખૂબ મહત્વનું છે. મેડિકલ ટુરીઝમનું હાર્દ હોય છે.
અમદાવાદમાં હાલ ત્રણ હોસ્પિટલમાં હેલિપેડ આવેલા છે. જેમાં સિવિલ હોસ્પિટલ, એસ વી પી હોસ્પિટલ અને ખાનગીક્ષેત્રની એપોલો હોસ્પિટલમા હેલિપેડ છે. એક એક મિનીટ કિંમતી હોય ત્યારે આ પ્રોજેકટ જરુરી હતો.
રાજ્યના અન્ય છેવાડાં વિસ્તારોમાંથી જ્યારે ઇમરજન્સીના કેસમાં એક-એક મિનીટ કિંમતી હોય ત્યારે દર્દીને લાવવા કલાકોનું અંતર મિનિટોમાં પૂરું કરવા એર એમ્બ્યુલન્સ ખૂબ જ જરૂરી છે.
પણ 2 હજાર લોકોને વર્ષે બચાવવા માટે એરએમ્બ્યુલંસ ખરીદ કરી ન હતી.
વાહનો
2020માં ગુજરાતમાં નવા વાહનો ખરીદવા રૂપિયા 65.77 કરોડ નક્કી કરાયા હતા. જેમાં મુખ્ય પ્રધાન માટે નવા વાહનો પણ હતા. મુખ્ય પ્રધાન માટે વાહન ખરીદી હેઠળ રૂપિયા 1.44 કરોડનો ખર્ચ કરાયો હતો. રાજ્યપાલ માટે રૂ. 3.21 કરોડવના વાહનો ખરીદવા નક્કી કરાયું હતું.
જંગી ખર્ચ
ફેબ્રુઆરી 2024માં વિધાનસભામાં સરકારે જાહેર કર્યું હતું કે, ગુજસેલના અણઘડ વહીવટને કારણે કેટલીય વાર મુખ્યમંત્રી અને રાજ્યપાલને સમયસર હેલિકોપ્ટર સેવા મળી શકી નહી.
બે વર્ષમાં પ્લેન-હેલિકોપ્ટરની સંભાળ પાછળ સરકારે રૂા.58.51 કરોડનો ખર્ચ કર્યો હતો. રૂા.197 કરોડમાં ખરીદાયેલાં પ્લેનના મેન્ટેઇનન્સ પાછળ રૂ.19 કરોડ ખર્ચાયા,
વર્ષે 30 કરોડનો ખર્ચ
ગુજરાત સરકારે વર્ષ 2019માં રૂા.197 કરોડના ખર્ચે બોમ્બાર્ડિયર ચેલેન્જર-604 પ્લેનની ખરીદી કરી હતી. 2022માં આ પ્લેનના સારસંભાળ પાછળ રૂા. 2 કરોડનો ખર્ચ કર્યો હતો. 2022માં અન્ય ખર્ચ પેટે રૂા. 9 કરોડ ખર્ચ કર્યો હતો.
2023માં રૂ. 1 કરોડનો ખર્ચ કર્યો હતો. 2023માં રૂા. 7 કરોડ 32 લાખનો ખર્ચ કરાયો હતો.
ગુજરાતમાં બધાય સ્થળોએ એર સ્ટ્રીપ નથી પરિણામે બધાય સ્થળોએ પ્લેન લઇ જઇ શકાતુ નથી. આ કારણોસર હેલિકોપ્ટરનો વપરાશ વધુ છે.
પ્લેન-હેલિકોપ્ટરની સંભાળ,પાયલોટ-સ્ટાફનો પગાર, એરપોર્ટ પર પાર્કિંગભાડુ અને ફયુઅલ પાછળ બે વર્ષમાં રૂા. 60 કરોડનો ખર્ચ કરાયો હતો.
ગુજસેલે દિલ્હીની ખાનગી કંપનીનુ જુનુ હેલિકોપ્ટર રાખ્યુ હતું.
નવું હેલિકોપ્ટર
દસ વર્ષ જુનુ હેલિકોપ્ટર છે. નવું હેલિકોપ્ટર ખરીદવા તૈયારી કરવામાં આવે છે.