ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વમાં પહેલાં તમામ 10 રેન્કર્સ ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટના

અમદાવાદ, 18 સપ્ટેમ્બર 2020

ગુજરાત યુનિવર્સિટીએ 17 સપ્ટેમ્બર 2020એ જાહેર કરેલા બેચલર ઓફ જર્નલિઝમ એન્ડ માસ કમ્યૂનિકેશનના બીજા સેમેસ્ટરના પરિણામમાં પ્રથમ 10માંથી 10 રેન્કર્સ ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસની “ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ અને કમ્યૂનિકેશન (આઈજેસી)નાં જાહેર થયા હતા. આઈજેસીનું પરિણામ 100% આવ્યું છે. પહેલા સેમેસ્ટરમાં પણ પ્રથમ દસ રેન્કમાં આઇજેસીનાં જ અગિયાર વિદ્યાર્થી આવ્યાં હતાં.

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ દસ ક્રમે આવેલાં વિદ્યાર્થીઓનાં નામ અને એમના એસજીપીએ :

  1. આચાર્ય અક્ષય ધર્મેન્દ્ર ,
  2. ભીંડે વૈદેહી ચંદ્રકાંત,
  3. કૃપલાની ખુશી નાનક ,
  4. ગાલા આશિષ જયેશ ,
  5. પંચોળી રુદ્રી પ્રેમલભાઈ ,
  6. દહાણુકર સિદ્ધિ સંજય ,
  7. શેખ કૈફ કૈસર હસીબ અહશાન,
  8. પટેલ દ્રષ્ટિ મુકેશભાઈ,
  9. પટેલ આહના ઉન્મેશ
  10. લાલાની રોનક સદરુદ્દીન.

ઇન્સ્ટિટ્યૂટના નિયામક ડૉ.હરિ દેસાઈએ જણાવ્યું હતું કે જર્નલિઝમ અને માસ કમ્યૂનિકેશનમાં અખબારો, ટીવી ચેનલો, કોર્પોરેટ કમ્યૂનિકેશન અને એડ કંપનીઓ તેમજ સોશિયલ મીડિયા સહિતનાં મીડિયા ગૃહોના સૂત્રધારો અને નિષ્ણાતોના સહયોગથી અમારી સંસ્થા નોખી ભાત પાડવા કૃતસંકલ્પ છે. અમારી સંસ્થામાં દેશનાં વિવિધ રાજ્યો અને વિદેશનાં વિદ્યાર્થીઓ ભણે છે.સંસ્થા અને વિદ્યાર્થીઓનાં વાલીઓ વચ્ચે સેતુ બંધાયેલો છે.