Allies have started cornering Modi from Gujarat सहयोगियों ने गुजरात से मोदी को घेरना शुरू कर दिया है
કેન્દ્રીય સ્ટીલ અને ભારે ઉદ્યોગ મંત્રી અને જનતા દળ (સેક્યુલર)ના નેતા એચ.ડી. કુમારસ્વામીએ યુએસ સ્થિત સેમિકન્ડક્ટર કંપનીઓને અપાતી અપ્રમાણસર સબસિડી દર્શાવીને વિવાદ ઉભો કર્યો હતો.
કુમારસ્વામીએ જણાવ્યું હતું કે અમેરિકાની માઈક્રોન ટેક્નોલોજી, જે ગુજરાતમાં તેનું 2.5 અબજ ડોલરનું યુનિટ સ્થાપવા માટે તૈયાર છે, તેને દરેક નોકરી માટે રૂ. 3.2 કરોડની સબસિડી આપવામાં આવી છે.
કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ બેંગલુરુ પરત ફરતા કુમારસ્વામીએ કહ્યું, નવું ઉત્પાદન એકમ લગભગ 5,000 નોકરીઓનું સર્જન કરશે. આ માટે તેમને $2 બિલિયનની સબસિડી આપી રહ્યા છીએ.
કંપનીના કુલ રોકાણના 70% રોકાણ તો ગુજરાત સરકાર આપી રહી છે.
પહેલા જાણીએ એચડી કુમારસ્વામીએ શું કહ્યું. કુમારસ્વામી 14 જૂને બેંગલુરુમાં તેમની પાર્ટી જેડીએસ કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે સવાલ ઉઠાવ્યો કે શું ગુજરાત સરકાર દ્વારા અમેરિકન માઈક્રોચિપ મેન્યુફેક્ચરિંગ કંપની માઈક્રોન ટેક્નોલોજીને આપવામાં આવી રહેલી સબસિડી યોગ્ય છે?
કુમારસ્વામીની ટિપ્પણીઓએ દેશમાં વધતી જતી અસમાનતાની આસપાસ ચાલી રહેલી રાજકીય ચર્ચાને ફરીથી વેગ આપ્યો છે.
રોકાણને પ્રોત્સાહિત કરવા માટે કોર્પોરેટ માટે મોટા પ્રમાણમાં કર માફ કરવા માટે આક્ષેપ કરે છે.
નવા નિયુક્ત કેન્દ્રીય મંત્રીએ મોદી સરકારની રાજકોષીય નીતિઓની વિપક્ષની ટીકાઓને વધુ વેગ આપ્યો છે.
કુમારસ્વામીએ કહ્યું, “મેં અધિકારીઓને પૂછ્યું કે આટલી મોટી રકમની ફાળવણી કેટલી વાજબી છે. તેનાથી વિપરિત, નાના પાયાના ઉદ્યોગો છે.
કેવી રીતે અમે તેમને શું લાભો આપ્યા છે, જેમ કે દેશની સંપત્તિની સુરક્ષા કેવી રીતે કરવી? મંત્રી તરીકે તેમનું ધ્યાન યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવા પર રહેશે. હું રાજ્યની બહાર પણ રોજગારીની તકો પ્રદાન કરી શકું છું. તમારે સ્થળાંતર કરવા માટે તૈયાર રહેવું જોઈએ.
પ્રધાનની સ્વતંત્ર ટિપ્પણીઓ કેન્દ્રમાં ગઠબંધન સરકાર કેવા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી શકે છે તેનું પ્રતિબિંબ પણ છે, જ્યાં સાથી પક્ષો નીતિ વિષયક બાબતો પર જુદા જુદા મંતવ્યો ધરાવે છે.
છેલ્લાં 10 વર્ષોમાં ભાજપ પાસે પોતાની બહુમતી હતી.
મોદીના કેબિનેટ મંત્રીઓએ નીતિ વિષયક બાબતો પર ભાગ્યે જ તેમના અંગત મંતવ્યો રજૂ કર્યા છે. પણ હવે થઈ રહ્યાં છે.
કુમારસ્વામીએ કર્ણાટકની કોંગ્રેસ સરકારને વિનંતી કરી કે તેઓ તેમના મતભેદોને બાજુ પર રાખે અને રાજ્યના કલ્યાણમાં “સહકાર અને યોગદાન આપે.
પલટી મારીને કહ્યું કે તેમણે જે કહ્યું તેનું ખોટું અર્થઘટન કરાયું છે.
વેદાંતા-ફૉક્સકૉનનો 1 લાખ 54 હજાર કરોડનો સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ મહારાષ્ટ્રને બદલે ગુજરાતમાં આવ્યો પણ ટક્યો નહીં. હવે બીજી કોઈ કંપની સાથે જાહેરાત કરવામાં આવી શકે છે. કદાચ ટાટા હોઈ શકે છે. ગુજરાત સરકાર આ વાત ગુપ્ત રાખી રહી છે.
સાણંદમાં પ્લાંટ
ગુજરાતના સાણંદમાં માઇક્રોન ટેકનોલોજી પ્લાન્ટ સ્થાપશે. આ પ્રોજેક્ટમાં કુલ રૂ. 22,500 કરોડનું રોકાણ થશે. 5,000 સીધી નોકરી મળી શકે છે. કેપનીને સરકારે પ્રોજેક્ટ મંજૂરી પત્ર અને જમીન ફાળવણી કરી દીદી છે. પ્લાન્ટ 18 મહિનામાં શરૂ તશે. એપ્લાઇડ મટિરિયલ્સ એન્જિનિયરિંગ સેન્ટર બનાવવા માટે 400 મિલિયન ડોલરનું રોકાણ કરશે. લેમ રિસર્ચ, અન્ય અગ્રણી સેમિકન્ડક્ટર કંપનીઓ 60 હજાર ભારતીય એન્જિનિયરોને તાલીમ આપશે.
માઇક્રોને કહ્યું હતું કે તે ભારતમાં 82.5 કરોડ ડૉલરનું રોકાણ કરશે. જોકે રોકાણ ચિપ ટેસ્ટિંગ અને પૅકેજિંગ ક્ષેત્રમાં હશે, ઉત્પાદનમાં નહીં હોય. ભારતની કેન્દ્ર સરકાર અને ગુજરાતની રાજ્ય સરકારના આર્થિક સહયોગથી આ રોકાણ વધીને 2.75 અબજ ડૉલર સુધી પહોંચી જશે.
ગુજરાતમાં કંપનીઓએ ફરીથી તેમની રિન્યૂવલ પ્લાન સરકારને મોકલ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા સેમિકન્ડક્ટર નીતિ (2022-2027) જાહેર કરી હતી.
નીતિમાં ઉદ્યોગોને ફાયદો
27 જૂન 2022માં ગુજરાતમાં ચીપ ઉત્પાદન ક્ષેત્રે રોકાણને આકર્ષવા સેમિકંડક્ટર નીતિ જાહેર કરવામાં આવી હતી. જેમાં ઉદ્યોગોનો રૂ2 લાખ કરોડ જેવી રાહતો મળે એવું વિપક્ષો માની રહ્યાં છે.
1 – ભારત સરકારની મૂડી સહાય અપાશે. ભારત સરકાર દ્વારા રૂ.76,000 કરોડનીરાહતો અપાશે.
2 – મૂડી સહાયના 40 ટકાના દરે વધારાની સહાય રાજ્ય સરકાર આપશે.
3 – ધોલેરા સરમાં ધોલેરા સેમિકોન સીટીમાં સ્થાપનારા અને પાત્ર પ્રોજેક્ટ્સને પ્રથમ 200 એકર જમીન ખરીદી પર 75 ટકા સબસિડી અપાશે.
4 – વધારાની જમીન પર 50 ટકા સબસિડી અપાશે.
5 – યુનિટ દીઠ રૂપિયા 2ની પાવર ટેરિફ સબસિડી અપાશે.
6 – વિદ્યુત શુલ્ક ભરવામાંથી મુક્તિ અપાઈ છે.
7 – પાંચ વર્ષ સુધી રૂ.12 લેખે પ્રતિ ઘન મીટર સારી ગુણવત્તાનું પાણી અપાશે.
8 – તમામ મંજૂરી એક જ સ્થળેથી અપી દેવાશે.
9 – જમીનના ભાડાપટ્ટા, વેચાણ, ટ્રાન્સફર પર લાગતી સ્ટેમ્પ ડ્યૂટી માફ કરાઈ છે.
10 – 5 વર્ષમાં 2 લાખ નોકરી અપાશે.
ભારતમાં સેમિકન્ડક્ટર કંપનીઓ
સાંખ્ય લેબ્સ સેમિકન્ડક્ટર સોલ્યુશન્સ, બેંગલુરુ
એએસએમ ટેક્નોલોજીસ સ્ટોક લિસ્ટેડ: સેમિકન્ડક્ટર એન્જિનિયરિંગ, બેંગલુરુ
બ્રોડકોમ ઇન્ક સેમિકન્ડક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોફ્ટવેર સોલ્યુશન્સ, બેંગલોર
Chiplogic Technologies Semiconductor Design Services, બેંગલોર
CDIL સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરર, નવી દિલ્હી
MosChip સેમિકન્ડક્ટર ટેક્નોલોજીસ ફેબલેસ સેમિકન્ડક્ટર, હૈદરાબાદ
Einfochips સેમિકન્ડક્ટર ડિઝાઇન સેવાઓ, અમદાવાદ
Tata Elxsi AI, મશીન લર્નિંગ, NLP, બેંગલુરુ
સેમિકન્ડક્ટર ટેકનોલોજી મોહાલીમાં સેમી-કન્ડક્ટર લેબોરેટરી આર એન્ડ ડી
NXP સેમિકન્ડક્ટર સેમિકન્ડક્ટર સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન, બેંગ્લોર
વેદાંતા
સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગથી 4 વર્ષમાં વેદાંત ગ્રૂપે $ 3.5 બિલિયનની આવકનો અંદાજ મૂક્યો હતો.
વેદાંત ઋણ દ્વારા $300 મિલિયન એકત્ર કરવાની હતી. ભારતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે પ્લાન્ટ સ્થાપવાની યોજના હતી.
અનિલ અગ્રવાલનું સેમિકન્ડક્ટર બિઝનેસ પર ફોકસ, વેદાંતા ગ્રુપ ચિપ મેન્યુફેક્ચરિંગમાં $20 બિલિયનનું રોકાણ કરવાના હતા.