AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કોર્ટનું સમન્સ મળ્યું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ સહીત મણિનગરના સ્થાનિક કાઉન્સિલરોને પણ કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. AMC અને મણિનગરના કાઉન્સિલરે મણિનગર વિસ્તારમાં આવેલા શુક્લ દાદા ચોકમાં ફેરફાર કર્યો હોવાના કારણે કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. 19 માર્ચના રોજ મણિનગરના AMTS બસ સ્ટેન્ડના નામમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. મણિનગર વિસ્તારના શુક્લ દાદા ચોકમાં આવેલા AMTS બસ સ્ટેન્ડના નામમાં ફેરફાર કર્યો હોવાના કારણે સ્વાતંત્રય સેનાનીઓ દ્વારા આ મામલે કોર્ટમાં અરજી કરી હોવાના કારણે સમગ્ર મામલો બિચકાયો હતો. સમગ્ર મામલો કોર્ટમાં ગયો હોવાના કારણે AMTS ના ચેરમેન અતુલ ભાવસારએ તપાસ બાદ ન્યાય અંગે  સ્વાતંત્રય સેનાનીઓને બાંયધરી આપવામાં આવી હતી. પરંતુ AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા આ મામલા અંગે મૌન સાંધ્યુ હોવાના કારણે કોર્ટે 30 જુલાઈના રોજ કોર્ટમાં હાજર રહેવા બદલ સમન્સ જાહેર કરવામાં આવ્યું છે.