છેતરપીંડી – ભાજપે અમદાવાદમાં 105 સ્માર્ટ સ્કૂલ બનાવી, ગુગલ જેવી નહીં

શિક્ષણના નામે મૂર્ખ બનાવતાં ભાજપના નેતાઓ

અમદાવાદની 105 અનુપમ શાળા બનાવી પણ ગુગલની ઘાટલોડિયા જેવી જો નહીં જ

અમદાવાદ, 5 સપ્ટેમ્બર 2022
અમિત શાહે 4 સપ્ટેમ્બરે 4 સ્માર્ટ સ્કુલ ખુલ્લી મૂકી છે. અગાઉ આવી 22 શાળાઓ બની છે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ આધુનિક પદ્ધતિ સાથેનું શિક્ષણ અનુપમ શાળાઓ બની રહી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને અનુરૂપ અને આધુનિક પદ્ધતિ સાથેનું શિક્ષણ મળે તે માટે શરૂ કરાયેલી 22 શાળા બની ગઈ છે.

ગુજરાતમાં આમ આદમી પક્ષના નેતા અરવિંદ કેઝરીવાલે ચૂંટણી પ્રચારમાં શિક્ષણનો મુખ્ય મુદ્દો બનાવી દીધો છે. કેઝરીવાલના આવવાથી ગુજરાત સરકારે સ્માર્ટ સ્કુલ બનાવવાની ઝડપ વધારી દીધી છે. ઝડપ લાવીને 2 મહિનામાં 63 શાળાઓ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આમ ગુજરાતના નેતા અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી લોકોને હવે શિક્ષણના નામે મૂર્ખ બનાવવા લાગી પડ્યા છે. તેમના દાવાની પોલ કેઝરીવાલ તો ખોલે છે, પણ ગુજરાતની એક ગુગલ શાળાએ ગુજરાતના શિક્ષણની પોલ ખોલી છે.

સારા શિક્ષણનો મુદ્દો બનતાં 2 મહિનામાં અમદાવાદમાં વધુ 63 સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવશે. 1 વર્ષમાં દોઢ લાખ બાળકો સ્માર્ટ શાળાઓમાં શિક્ષા લેશે. 83 અનુપમ શાળાઓ અમદાવાદ અને ગાંધીનગરમાં બનશે.

અમદાવાદ શહેરની 4 અનુપમ – સ્માર્ટ શાળા અમદાવાદ મહાનગરપાલિકા અને નગર વિકાસ સમિતિ દ્વારા 9.54 કરોડ રૂપિયાના ખર્ચે ઘાટલોડિયા, થલતેજ, નારણપુરા અને નવા વાડજમાં બનાવવામાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારના 3200 બાળકો ભણશે.

Google શાળા સરકારની શાળાથી શ્રેષ્ઠ 

ગુગલ ઈન્ડિયાના દિલ્હી સ્થિત એજ્યુકેશન હેડ બાની ધવન ચાંદલોડિયા પ્રાથમિક શાળામાં બાળકો સાથે Hangout દ્વારા સીધી વાત કરે છે. કG ogle Future Classroom સૌ પ્રથમ શરૂ કરવામાં આવ્યો છે.આખા દેશમાં આ પ્રથમ ઘટના છે. આ વર્ગમાં 30 લેપટોપ, 1 ટચસ્ક્રીન પ્રોજેક્ટર, વાઈફાઈ, ઈયરફોન, વેબ કેમેરા ઉપલબ્ધ છે. શાળાનું પોતાનું cpschool.org ના નામનું ડોમેઈન છે. દરેક વિદ્યાર્થીના cpschool.org ના નામનું ઈમેલ એકાઉન્ટ ઓપન કરેલું છે. આ ક્લાસરૂમના ઉપયોગ બાબતની તાલીમ પણ શિક્ષકોને આપવામાં આવી છે.

વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપે છે. ઓનલાઈન પ્રોજેક્ટવર્ક કરાવવામાં આવે છે. શિક્ષક ગૃહકાર્ય પણ વિદ્યાર્થીઓને મેઈલ કરે છે. Google ની Google Classroom ,Gmail, Drive, Docs, Forms, Sheets, Slides,Hangouts જેવી એપ્લિકેશનનો વિધાર્થીઓ ઉપયોગ કરે છે. Google Future Classroom આવ્યા પછી વિદ્યાર્થીઓ શાળા સમયબાદ પણ શાળામાં આવે છે. વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવી છે. વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.

Google Future Classroom એ IL & amp; FS Education અને Google નાં સંયુક્ત ઉપક્રમે ચાલે છે.

જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ કહે છે કે, " Google Future Classroom એ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ડીજીટલ લર્નિગ ઝોન છે. જેનાથી 21મી સદીના ચાર કૌશલ્યો Critical Thinking, Communication, Collaboration and Creativity વિદ્યાથીઓમા વિકસિત થાય છે. આ ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષકો દ્વારા વધારી કરવાથી વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામા વધારો થાય છે અને એક સહયોગી વાતાવરણ પૂરૂ પાડે છે…& quot; ક્લાસ રૂમની વિશેષતાઓ વર્ણવતા શાળાના આચાર્ય રાકેશ પટેલ કહે છે કે, ‘‘ ઓછા વજનનું વિદ્યાથીઓ માટે તૈયાર કરેલ લેપટોપ, જે ૧૦ સેકન્ડમાં ચાલુ થઈ જાય છે. બેટરી પૂરો દિવસ ચાલે છે. કેયાન એ એક કમ્પુટર, પ્રોજેક્ટર, સ્માર્ટ બોર્ડ, હાઈ ક્વોલીટીની ઓડિયો સિસ્ટીમ, ઈન્ટરનેટ વાઈ-ફાઈ અને ડીવીડી પ્લેયર આ તમામ વસ્તુ એક જ ઉપકરણમાં આવી જાય છે. અમારા બાળકો અહીં બેઠા બેઠા વિશ્વ સાથે તાલમેલ મિલાવી શકે છે.. ’’

શાળાનું ડોમેઈન cpschool.org.in ના નામનું બનાવવામાં આવ્યું છે. શાળાની માહિતી https://sites.google.com/view/the-chandlodiya-primary-school/home જોઈ શકાય છે. એટલું જ નહી પરંતુ દરેક વિદ્યાર્થી અને શિક્ષકનું ઈમેઈલ આઈડી બનાવવામાં આવેલ છે. મેઈલ આઈડી શાળાનાં ડોમેઈનથી ખોલવામાં આવે છે. rakeshbhaai.patel@cpschool.org જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ મહેતા કહે છે કે, ‘‘ Google Future Classroom ’’ ના અનેક ફાયદાઓ છે. વિદ્યાર્થીઓ ઝડપથી શીખી શકે છે. એકમ કસોટી ગૂગલ ફોર્મ નામની એપ્લીકેશનથી આપવી સરળ બની છે. શિક્ષકોનો સમય બચે છે સાથે સાથે વિદ્યાર્થિઓ દુનિયાના કોઈ પણ ખૂણાની માહિતી મેળવી શકે છે. પ્રોજેક્ટ કાર્ય, પિયર ગ્રુપ લર્નિગ અને વિદ્યાર્થીઓમાં લર્નિગ અને શિક્ષકોમા ટીચિંગ કૌશલ્યનો વિકાસ થયો છે.

શીલજ
શીલજની અનુપમ શાળામા 4 સ્માર્ટ ક્લાસ અને એક ગુગલ ફીચર કલાસ બનાવવામાં આવ્યા છે. ગુગલ સાથે ટાઈઅપ કરીને ગુગલ ફીચર ક્લાસમાં વિધાર્થીઓને ઓનલાઈન અભ્યાસ પણ કરાવવામાં આવે છે.

અમદાવાદમાં 53 શાળા
પાલડી, મેમનગર, સરસપુર, મણીનગર, શીલજમાં અગાઉ શાળા ખુલ્લી મુકાઈ હતી. માર્ચ 2022માં શાસનાધિકારી લબ્ધિર દેસાઈએ 12 સ્માર્ટ શાળાઓ શરૂ કરાવી હતી.  34 સ્માર્ટ શાળાઓ બને તે પ્રકારનું આયોજન અને હાથ ધર્યું છે. ઓગસ્ટ 2022 સુધમાં અમદાવાદ શહેરમાં 53 સ્માર્ટ સ્કુલ બનાવવાની કામગીરી શરૂ કરાઇ છે.

ઉલટો પ્રવાહ
ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં 5900 બાળકોએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ લીધો છે. 8 વર્ષમાં 41,000 બાળકો ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં આવ્યા છે.

https://twitter.com/i/broadcasts/1zqKVBelPkPKB

ગુજરાત
ગુજરાતમાં ભાજપ શાસન પર આવ્યું ત્યારે 37 ટકા શાળા છોડી જવાનું પ્રમાણ હતું.
પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો 37 ટકા હતો જે વર્તમાન રાજ્ય સરકારની શિક્ષણલક્ષી નીતિના કારણે ઘટીને 3 ટકાથી પણ નીચે પહોંચ્યો છે. પહેલા 100 માંથી 67 બાળકો જ શાળામાં દાખલ થતાં હતાં એટલે કે 40 ટકા બાળકોને જ પ્રાથમિક શિક્ષણ મળતું હતું જે આજે 95 ટકાથી પણ વધારે સુધી પહોચ્યું છે.

કન્યા કેળવણી પ્રવેશોત્સવ જેવી પહેલોથી ગુજરાતમાં શાળામાં દાખલ થવાનો દર 100 થયો છે જ્યારે શાળા છોડવાનો દર 0 ટકા થયો છે.

ધાખા, થરા, ખેરાલુ, આખજ, ફતેહપુરા,
શેરગઢ

ગુજરાતના છેવાડે અને રાજસ્થાનને અડીને બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકાની શેરગઢ અનુપમ શાળામાં કુદરતના સાનિધ્યમાં અને સંપૂર્ણ સીસીટીવી કેમરાથી સજ્જ શાળામાં 452 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ખાનગી શાળાને ટક્કર મારે છે. બગીચો, જળસંચયનો ભુગર્ભ ટાંકો છે. 1 થી 8 ધોરણમાં 452 બાળકો અભ્યાસ કરે છે. 11 શિક્ષકો છે. આચાર્ય અમરત  ચૌધરીના કારણે શાળાને અનુપમ એવોર્ડ સ્વચ્છતા એવોર્ડ ગ્રીન સ્કૂલ એવોર્ડ પણ મળેલા છે.
વર્ષ 2016થી હાલ સુધી એન.એમ.એસની પરીક્ષામાં 15 બાળકો સમગ્ર ગુજરાતમાં મેરીટ લીસ્ટમાં આવ્યા હતા.

ડેટા સમીક્ષા કેન્દ્ર
દેશમાં સૌ પ્રથમ એવું વૈશ્વિક કક્ષાનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાતમાં છે. રીયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ કરાય છે. સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ અને શાળા સંબંધિત વિગતો,  મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બીગ ડેટા એનાલિટીક્સના માધ્યમથી 500 કરોડ જેટલા ડેટા સેટ્સનું મીનિંગફૂલ એનાલિસિસ કરવામાં આવે છે.

જૂન 2022
ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનો ગ્રાફ ઊંચો ગયો છે. શાળા પ્રવેશોત્સવ 2022માં બે દિવસમાં 3 લાખ 83 હજાર કન્યા અને કુમારોનું નામાંકન થયું હતું. કન્યા 1 લાખ 88 હજાર છે.
અનુપમ શાળા એ આપણા સૌ માટે ગૌરવની વાત છે આવતીકાલના ભારતનું નિર્માણ આ પ્રકારની શાળાઓ થકી જ થશે એવું સરકાર દ્વારા કહેવાય છે.

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનો ગ્રાફ ઊંચો ગયો છે. ડ્રોપઆઉટ રેટ 3 ટકા જેટલો અને શાળામાં બાળકોના દાખલ થવાનો દર 95 ટકાથી વધું છે.

આઝાદીના અમૃત મહોત્સવમાં પ્રાથમિક શિક્ષણ એ અમૃતકાળ બનશે.

આવી શાળાઓ વિદ્યાધામ બને. આ શાળાઓ થકી વિદ્યાર્થીઓ સારા નાગરિક બને અને ભારતના ભવિષ્યનો પાયો બને તેવો આપણે સૌએ સંકલ્પ કરવાનો છે.

સુવિધા
રમતા-રમતાં ભણવાનું, જોયફૂલ લર્નિંગના ક્લાસ, શૈક્ષણિક રમકડા, કલરફૂલ સરસ બેઠક વ્યવસ્થા, દિવાલો પર માસના નામ, વાહનો, પશુ-પંખીઓની ઓળખ, ઋતુઓના નામ, ગણિતમાં ચડતાં-ઉતરતા ક્રમના આંકડાઓ,  ટેબલનું સુંદર ચિત્રકામ,  રમતગમત માટે મેદાન હોય છે. એજ્યુકેશનલ કીટ, 3D એજ્યુકેશનલ ચાર્ટ, સાયન્સ અને મેથ્સ લેબ વિથ વર્કિંગ મોડેલ, ડિજિટલ પ્લેનેટોરીયમ, ફ્યુચર ક્લાસરૂમ, ફોલ્સ સીલીંગ, મલ્ટીપ્લે સ્ટેશન અને આઉટડોર રબર મેટ, ફ્રેન્સી બેન્ચીસો, ઇન્ડોર મેટ, CCTV કેમેરાથી લેસ, વ્હાઈટ બોર્ડ, સ્પોર્ટ્સ કીટ હોય છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ક્લાસ રૂમોમાં તેમણે પોતે વિદ્યાર્થીઓ સાથે બેન્ચ પર બેસીને ક્લાસ રૂમની એજ્યુકેશનલ એક્ટીવીટી નિહાળી હતી.

નાણાંનો દૂરઉપયોગ
મહેસાણા જિલ્લાના વડનગરના સૂંઢિયા ગામની અનુપમ શાળાને લોકોએ આચાર્ય રાજેન્દ્ર લવજી ચૌધરીના બેફામ વહીવટના કારણે  તાળાબંધી કરી હતી. 9 વર્ષથી સરકારી ગ્રાન્ટનો દુરૂપયોગ કરવામાં આવ્યો હતો. આચાર્યની બદલીની માંગ કરવામાં આવી હતી. બાળકો પાસે ટોઇલેટ અને ટાંકી સાફ કરાવવામાં આવે છે.

રાજ્યની 50 ટકા શાળાઓમાં ફાયરના સાધનોનો અભાવ, CCTV કેમેરા, લોકરની સુવિધા, પ્રોજેક્ટર નથી.

ગુજરતાના શિક્ષણની નબળી બાજું —-
રાજયમાં 20 હજાર કરતા શિક્ષકોની ખાલી જગ્યા સરકાર ભરતી નથી.
40 ટકા બાળાઓ શાળાએ જતી નથી, 5 હજાર શાળા બંધ થતાં અભણ ગુજરાત બની રહ્યું છે.
પ્રાથમિક શિક્ષણ મળતું નથી પણ, ધોલેરામાં વિશ્વ કક્ષાની યુનિવર્સિટીની મુખ્ય પ્રધાને જાહેરાત કરી હતી.
અમદાવાદ પ્રાથમિક શિક્ષણ સમિતીની સ્થાપનાને સો વર્ષ થયા પણ શાળાઓ ખરાબ.
25 ટકા શાળામાં પુરું પ્રાથમિક શિક્ષણ પણ નથી મળતું, 50 લાખ વિદ્યાર્થીઓ પર ફીનો બોજો નંખાય છે.
ફાંસીના કેદીઓમાં ઓછું શિક્ષણ પ્રમાણ હોય છે.
8,000 ખાનગી પ્રાથમિક શાળાઓમાંથી 5,500 શાળાઓ પાસે રમતના મેદાનો નથી.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પાયાની સમસ્યાઓનું નિરાકરણ ન લાવી શકી.
શિક્ષણ સિવાયના 22 કામ શિક્ષકો કરે છે.
કેજરીવાલે શિક્ષણના અંદાજપત્ર 16 ટકાથી વધારી 26 ટકા કર્યું, ગુજરાતે ઘટાડી 7 ટકા કર્યું.
શિક્ષણ પાછળ ખર્ચનારા નાણાંમાં ગુજરાતનો ક્રમ 14મો, છત્તીગઢ પહેલા નંબરે છે.
ગુજરાતનું શિક્ષણ દેશમાં ત્રીજા નંબરે જાહેર કર્યું પણ જમીની વાસ્તવિકતા ખરાબ છે.
શિક્ષણ અધિકાર ન આપતી 21 શાળાઓને માલિકોને દંડ કરવો પડે છે.
પ્રાથમિક શાળાઓમાં મહત્વના વિષયોના 60 ટકા શિક્ષકો જ નથી.
સારું શિક્ષણ ન હોવાથી, ગામડાંઓની પ્રાથમિક શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવી પડે છે.
ગુજરાતની પ્રજાને ગરીબ બનાવવા શિક્ષણનું 90 ટકા ખાનગીકરણ કર્યું.
હિંદુ ગુરૂકુળોને શાળા તરીકે મંજૂરી અપાય છે, મદ્રેસાને નહીં.
મુસ્લિમ સમાજની 10 ટકા વિદ્યાર્થીનીઓ પ્રાથમિક શિક્ષણ છોડી દે છે.
મદ્રેસાના શિક્ષણને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા આપવા માંગણી છે.
પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણમાં આગળ વધતું ખાનગીકરણ 20 વર્ષમાં કરાયું.
ક્ષતિગ્રસ્ત શાળાના ઓરડાઓમાં ભૂલકાઓ શિક્ષણ મેળવવા મજબૂર છે.
મોદીની કેન્દ્ર સરકારે ગુજરાતને માર્યો તમાચો, શિક્ષણના નાણા માટે કાપ મૂક્યો હતો.
સરવે, ગુજરાતના 2 લાખ બાળકો કવિ, લેખક, પત્રકાર, સંગિતકાર અને ચિત્રકાર બનવા માંગે છે, સરકાર તૈયાર નથી.
કોરોનામાં બાળકો શાળા સાથે વિડિયોથી ભણવા માંગે છે પણ નેટની સ્પીડ કેન્દ્ર સરકાર આપતી નથી.
મારૂતિ સુઝુકી, હીરો હોન્ડાએ 85 ટકાના બદલે 15 ટકાને ગુજરાતની યુવાનોને રોજગારી આપી, શિક્ષણનો શું મતલબ ?
6 વર્ષમાં અમદાવાદ મહા નગરપાલિકાની શાળામાંથી 33 હજાર વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી.
કોરોના પછી શિક્ષણની ફી ન ભરી શકતાં સરકારી શાળામાં બાળકો જવા લાગ્યા.