અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નેહરાએ માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં બધું જ બરાબર છે. તેથી કોરોનાથી નાગરિકો નિશ્ચિંત હતા. હવે અમદાવાદ સમગ્ર દેશમાં આગળ આવી ગયું છે ત્યારે નેહરા રાજકારણી સાબિત થઈ રહ્યાં છે. તેમણે કોરોનામાં અમદાવાદ સલામત છે એવી દલીલ કરી હતી તે ટકી શકે તેમ નથી.
અમદાવાદમાં જે રીતે મામલા વધી રહ્યાં છે તે જોતા કોરોના સામેની લડતમાં નેહરા નિષ્ફળ સાબિત થયું છે.
દેશમાં ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં કોરોનાના મામલો બહાર આવ્યો હતો. ત્યારે નાગરિકોની જીંદગી બચાવવા કરતાં નમસ્તે ટ્રમ્પમાં વડાપ્રધાન તેમના વખાણ કરે તે માટે કામ કરી રહ્યાં હતા. ત્યાં કોરોના પાછલા દરવાજેથી પ્રવેશી ચૂક્યો હતો.
વિજય નેહરાએ ફેબ્રુઆરી મહિનામાં કોરોના માટે કોઈ જ તૈયારી કરવામાં આવી ન હતી. તેમણે આજે જાહેર કર્યું હતું કે તેઓ જાન્યુઆરી 2020થી તૈયારી કરીને માસ્કની ખરીદી કરી હતી.
ખરેખર તો માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં નેહરા અને ભાજપના મેયર જાગ્રત થયા હતા. એસ.વી.પી. સહિત તમામ હોસ્પિટલોમાં પુરતી તૈયારી હોવાની જાહેરાત કરી હતી.
ત્યારબાદ એએમટીએસ બસોને સેનેટાઈઝડ કરવી ને પાનના ગલ્લા બંધ કરાવ્યા હતા. રાત્રી ખાણીપીણી બજાર ચાલુ રાખ્યા હતા. આમ બેવડા ધોરણ ત્યારે હતા.
અમદાવાદ આખું લોકડાઉન થઈ ગયા બાદ 15 દિવસ સુધી તો મ્યુનિસિપલ તંત્ર ફુડ પેકેટ્સ તથા અન્ય વ્યવસ્થામ જ લગાવ્યું હતું.
8 એપ્રિલ 2020થી તેમણે કોટ વિસ્તારને બફરઝોન જાહેર કર્યો હતો. બે દિવસ ડોર ટુ ડોર સરવેની સધન ઝુંબેશ ચલાવી હતી.
લાચાર બનીને નેહરાએ કહ્યું હતું કે, અમદાવાદના લોકો સહકાર કે સેમ્પલ આપતાં નથી, હોસ્પિટલમાં દાખલ થવાની ના પાડે છે. 20 હજાર દર્દીઓથી વધું આવશે તો સારવાર નહીં થઈ શકે. થોડા દિવસ પહેલાં, તેમણે કોરોના કેસનો આંકડો લાખોને પાર જઈ શકે તેમ છે, તેમ કહ્યું હતું.
શાકભાજી ખાવા કરતાં જીંદગી કિંમતી છે એવું કહીને તેમણે બીજા જ દિવસે શાકભાજીની લારીઓ રેડઝોનમાં શરૂ કરાવી હતી. તેથી શાકભાજી બજાર પણ રેડઝોનમાં આવી ગયું હતું. એપીએમસીના વેપારીઓ પોઝિટિવ જાહેર થયા છે. શાકભાજી મારફતે કોરોના લોકોના ઘર સુધી પહોંચી ગયો.
બીજા દિવસે પરિસ્થિતી અત્યંત ગંભીર અને કાબુ બહાર જઈ રહી હોવાનું કહ્યું હતું.
અમેરિકા-યુરોપ કરતા પણ વધુ સેમ્પલ લઈને 400ના ગુણકારથી 2.50 લાખ લોકોને બચાવ્યા હોવાનો દાવો નેહરા કરી રહ્યાં છે.
ગુજરાતી
English


