અમદાવાદ પર ફરી એક વખત મહા સંકટ આવી ગયું છે. અહીં ફરી એક વખત અમદાવાદ બંધ કરી દેવાયું છે. 10 દિવસ માટે અમદાવાદમાં દૂધ અને દવા સિવાયની એક પણ ધંધો ચાલુ નહી રહે.
અમદાવાદમાં સ્થિતી સુધરવાના બદલે ખરાબ થઈ રહી છે. માત્ર અમદાવાદ જ નહીં ગુજરાતની સ્થિતી અત્યંત ખરાબ થઈ છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદીના પઢાવેલા અંગુઠાછાપ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની આ સીધી નિષ્ફળતા છે. તેઓ ખોંખારીને કોઈ નિર્ણય લઈ શકતા નથી. પરિસ્થિતીનું સચોટ મુલ્યાંકન કરી શકતાં નથી. તેમની અનિર્ણયક સ્થિતીના કારણે તેમના પર એધિકારીઓ હાવી થઈ ગયા છે.
મુખ્ય પ્રધાનના સચિવ કે કૈલાશ નાથન હવે બધા નિર્ણયો લઈ રહ્યાં છે. મુખ્ય પ્રધાન એક મોહરું અને પઢાવેલા પોપટની જેમ થઈ ગયા છે. જેટલું કહેવામાં આવે એટલું જ તેઓ બોલી રહ્યાં છે. ગુજરાતમાં અત્યાર સુધી સૌથી નબળી સરકાર અમરસિંહ ચૌધરીની માનવામાં આવતી હતી. તેઓ તાલુકા કક્ષાના નેતા ગણાતાં હતા. પણ વિજય રૂપાણી તો અમિરસિંહ ચૌધરીની સરકાર કરતાં ખરાબ વહીવટ કોરોનાની કટોકટીમાં કર્યો છે.
અમદાવાદના કમિશ્નર વિજય નેહરાને એકાએક ખસેડી દેવાયા છે. કોરોનામાં કોરોન્ટાઈન થવાના બહાને. કૈલાશ નાથને તંત્રનો કબજો લઈ લીધો છે. વિજય નેહરા અને વિજય રૂપાણી અમિત શાહ અને નરેન્દ્ર મોદીના માનિતા છે. તેમને ખસેડીને અધિકારીઓની ફોજ ખડકી દેવામાં આવી છે. અધિકારી રાજ ફરી એક વખત જોવા મળે છે. આરોગ્ય વિભાગ સંભાળતાં નીતિન પટેલને કોરાણે મૂકી દેવામાં આવ્યા છે. રૂપાણીના રાજમાં અધિકારી રાજ ચાલી રહ્યું છે. જેમાં પ્રજા પીસાઈ રહી છે.
સ્થિતી ખરાબ થઈ
અમદાવાદ અને ગુજરાતમાં સ્થિતી સુધરવાના બદલે અત્યંત ખરાબ થઈ ચૂકી છે. લોકોને પોલીસે લાઠીઓ ફટકારી હતી. અત્યાચારો કર્યા હતા. આવા અત્યાચારો તો અંગ્રેજ સરકારમાં થયા ન હતા. પોલીસે મહિલાઓને પણ છોડી ન હતી. લોકો એટલા માટે ચૂપ રહ્યાં કે સ્થિતી સુધરશે. પણ ખરાબ થઈ છે. અત્યાચારો વધી રહ્યાં છે. મજૂરોની દયનીય હાલત થઈ છે. તેમના પર સત્તાવાળોઓને જરા પણ દયા નથી. ગરીબોનું અનાજ ભાજપના માલેતુજાર નેતાઓ હજમ કરીને ભ્રષ્ટાચાર કરી ચૂક્યા છે. આરોગ્ય સચિવનું પણ એક કૌભાંડ બહાર આવ્યું છે.
પ્રજા અને વેપારીઓ કહે છે કે હવે અમે થાક્યા છીએ અમને અમારા ભરોસો છોડીદો. ભાગવાન ભરોષે છોડી દો. અમરા પર હવે ગુજરાત બંધ અને પોલીસના અત્યાચારો ન કરો. બે લાખ લોકો પર ગુનાઓ દાળક કરાયા છે. લાઠીચાર્જ થયા છે. શાકની લારીઓ ઊંધી વાળી દીધી છે. હવે અમારા પર દયા કરો. કોરોનામાં સરકારનો કોરડો હવે ભારે પડી ગયો છે. જે થયું હોય તે થાય. પણ અમને અમારી રીતે જીવવા દો. તેમે સ્થિતીને કાબુમા લઈ શકતા નથી.
વેપાર ભાંગી પડ્યો
વેપરીઓ કહે છે કે હવે ધીરજ ખૂટી છે. ધંધો ચોપડ થઈ ગયો છે. બે મહિના સરકારને સાથ આપ્યો. હતું કે રૂપાણી અમદાવાદની સ્થિતી સુધીરી લેશે. પણ તેમણે અને તેમના માનિતા અધિકારીઓએ સ્થિતી ખરાબ કરી છે. હવે અમને મમારી રીતે વેપાર અને ઉદ્યોગ શરૂ કરવા દો. કોરોનાથી જે થાય તે થવા દોય પણ તમે હવે અત્યાચાર બંધ કરો.
લોકોને તેમને ભરોષે છોડી દો . લોકોને કોરાનાના ભરોષે છોડી દો. પણ હવે તમાના નિષ્ફળતા અમારા પર ન થોપો. એવું અમદાવાદના લોકો કહી રહ્યાં છે.
કોરોનાને કાબૂમાં લેવામાં નિષ્ફળ CM વિજય રુપાણીને હાઈકમાન્ડે ખખડાવ્યા
કોરોના વાયરસને કાબૂમાં લેવામાં રુપાણી સરકારે કરેલી કામગીરીથી કેન્દ્ર સરકાર ખુશ નથી. એટલું જ નહીં, પરપ્રાંતિયોને તેમના વતન મોકલવા રાજ્ય સરકારે બનાવેલી નીતિથી નારાજ કેન્દ્રએ હવે દખલગીરી કરવાનું નક્કી કર્યું છે. રુપાણી અત્યાર સુધી જે રીતે કામ કરી રહ્યા હતા તેના પર બ્રેક મારી તેમના માનિતા અધિકારીઓને પણ સાઈડલાઈન કરી દેવાયા છે. દિલ્હીથી આવેલા આદેશ પ્રમાણે હવે ગુજરાત તેમજ અમદાવાદમાં સ્થિતિ કાબૂમાં લાવવા મોદીના વિશ્વાસુ અધિકારીઓને કામ સોંપાયું છે.
અહેવાલ અનુસાર, માત્ર વિજય રુપાણી જ નહીં પરંતુ તેમના પત્ની અંજલિ રુપાણી પણ વહીવટમાં દખલ દેતા હોવાથી કેન્દ્ર સરકાર વધુ નારાજ થઈ છે. સૂત્રોનું માનીએ તો, કેટલાક અધિકારીઓ અંજલિ રુપાણીના ખાસ હોવાથી તેઓ હેરાર્કીને અનુસરવાને બદલે તેમની સૂચનાથી સ્વતંત્ર રીતે કામ કરતા હતા. રુપાણી સરકારના અણધડ વહીવટને કારણે કોરોનાની સ્થિતિ કાબૂમાં લેવામાં તાલમેલનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો હતો.
જયંતિ રવિ પોતાના પતિની કંપનીની તરફેણ કરવાના આરોપો લાગતા વિવાદમાં આવ્યાં હતાં. જ્યારે વિજય નેહરા કોઈનું પણ સાંભળતા ના હોવાનો ગણગણાટ શરુ થયો હતો. અમિત શાહની નજીક ગણાતા ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, વિજય નેહરાને કામ કરવા કરતા મીડિયામાં ચમકવામાં વધારે રસ હતો. તેઓ જાણે કોર્પોરેશનના પ્રવક્તા હોય તેમ સોશિયલ મીડિયા પર લાઈવ થવામાં અને ટ્વીટર પર વધારે સમય બગાડતા હતા.
સૂત્રોનું માનીએ તો રાતોરાત થયેલા આ મોટા ફેરફાર હજુ અટક્યા નથી. સુરતમાં સ્થિતિ કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેલા કલેક્ટર ધવલ પટેલની પણ બદલીના ભણકારા વાગી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોદીના વિશ્વાસુ કે કૈલાસનાથન અને ચીફ સેક્રેટરી અનિલ મુકીમને વહીવટી તંત્રમાં ફેરફાર કરવા માટે કહેવાયું હતું અને તેમણે ઉપરોક્ત સુચનાઓ આપી હતી.
અમદાવાદના અલગ અલગ વિસ્તાર